Aadhaar Card Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/aadhaar-card/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 11 Sep 2025 03:30:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Aadhaar Card Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/aadhaar-card/ 32 32 સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા https://www.gujaratinside.com/2025/09/11/nationwide-voter-verification-start-october/ https://www.gujaratinside.com/2025/09/11/nationwide-voter-verification-start-october/#respond Thu, 11 Sep 2025 03:30:45 +0000 https://www.gujaratinside.com/?p=19080 નવી દિલ્હી: હવે બિહારની જેમ સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ દેશવ્યાપી અભિયાન શરૂ કરતાં પહેલાં ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે ચર્ચા શરૂ કરી છે અને બિહારના તાજેતરના વેરિફિકેશનના અનુભવનો ઉપયોગ કરવા નિર્ણય કર્યો છે. અહેવાલો અનુસાર, આ મુદ્દે યોજાયેલી બેઠકમાં મોટાભાગના રાજ્યો દ્વારા...

The post સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: હવે બિહારની જેમ સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ દેશવ્યાપી અભિયાન શરૂ કરતાં પહેલાં ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે ચર્ચા શરૂ કરી છે અને બિહારના તાજેતરના વેરિફિકેશનના અનુભવનો ઉપયોગ કરવા નિર્ણય કર્યો છે.

અહેવાલો અનુસાર, આ મુદ્દે યોજાયેલી બેઠકમાં મોટાભાગના રાજ્યો દ્વારા સંમતિ આપવામાં આવી છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થાય તે પહેલાં જ દેશવ્યાપી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) જાહેર થવાની શક્યતા છે.

હજી સુધી ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ચૂંટણી પંચે રાજ્યોને 30 સપ્ટેમ્બર સુધી તમામ દસ્તાવેજી કાર્યવાહી અને તૈયારી પૂર્ણ કરવાની સૂચના આપી છે, જેથી ઓક્ટોબરથી આ અભિયાન શરૂ કરી શકાય.

ચૂંટણી પંચે જણાવ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા દ્વારા મતદારોની યાદી અપડેટ થશે, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.

બિહારમાં થયેલા વેરિફિકેશન દરમિયાન 65 લાખ જેટલા નામો ડ્રાફ્ટ યાદીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, જોકે તેમને પોતાનો જવાબ રજૂ કરવાની તક આપવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે બિહારની પ્રક્રિયા દરમિયાન આધાર કાર્ડનો સમાવેશ કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. તેના અનુસંધાને ચૂંટણી પંચે આધાર કાર્ડને ઓળખ માટેના 12મા દસ્તાવેજ તરીકે સ્વીકારવા રાજ્યના તમામ ચૂંટણી અધિકારીઓને આદેશ આપ્યો છે, પરંતુ સાથે સ્પષ્ટતા કરી છે કે આધાર કાર્ડ ઓળખનો પુરાવો ગણાશે, નાગરિકતાનો નહીં.

 

The post સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/nationwide-voter-verification-start-october/feed/ 0
આસામમાં 18 વર્ષથી વધુ વયના લોકોને આધાર કાર્ડ પર પ્રતિબંધ, સરકારનો મોટો નિર્ણય https://www.gujaratinside.com/2025/08/21/assam-stops-aadhaar-card-for-adults/ https://www.gujaratinside.com/2025/08/21/assam-stops-aadhaar-card-for-adults/#respond Thu, 21 Aug 2025 14:10:08 +0000 https://www.gujaratinside.com/?p=16888 આસામ સરકારે રાજ્યમાં આધાર કાર્ડ બનાવવા અંગે મોટો નિર્ણય લીધો છે. 21 ઓગસ્ટે જાહેર કરાયેલા આ નિર્ણય મુજબ હવે રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આધાર કાર્ડ આપવામાં નહીં આવે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે, ગેરકાયદે પ્રવાસીઓને નાગરિકતા મેળવતા અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ વ્યવસ્થા ઓક્ટોબરથી અમલમાં આવશે અને તે માટે...

The post આસામમાં 18 વર્ષથી વધુ વયના લોકોને આધાર કાર્ડ પર પ્રતિબંધ, સરકારનો મોટો નિર્ણય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આસામ સરકારે રાજ્યમાં આધાર કાર્ડ બનાવવા અંગે મોટો નિર્ણય લીધો છે. 21 ઓગસ્ટે જાહેર કરાયેલા આ નિર્ણય મુજબ હવે રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આધાર કાર્ડ આપવામાં નહીં આવે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે, ગેરકાયદે પ્રવાસીઓને નાગરિકતા મેળવતા અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ વ્યવસ્થા ઓક્ટોબરથી અમલમાં આવશે અને તે માટે સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

જો કે, કેટલીક સમુદાયોને છૂટ આપવામાં આવી છે. સરકારના જણાવ્યા અનુસાર, ચાના બગીચામાં રહેતા આદિવાસી, તેમજ 18 વર્ષથી વધુ ઉંમરના અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના લોકોને એક વર્ષ સુધી આધાર કાર્ડ બનાવવાની છૂટ આપવામાં આવશે.

સરકાર મુજબ, જે લોકો પાસે હજુ આધાર કાર્ડ નથી, તેઓ 1 સપ્ટેમ્બરથી એક મહિના માટે અરજી કરી શકશે. આ સમયગાળા દરમિયાન અરજી કરવી જરૂરી રહેશે. જો આધાર માટે કોઈ સમસ્યા હોય, તો જિલ્લા ડેપ્યુટી કમિશનર દ્વારા અરજી કરવાની રહેશે.

સરકારનું કહેવું છે કે આધાર કાર્ડ બનાવવા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય નાગરિકોની ઓળખને પ્રાથમિકતા આપવા અને બાંગ્લાદેશી ઘુસણખોરી અટકાવવા માટે લેવામાં આવ્યો છે. આ પગલું રાજ્યમાં વધતી ગેરકાયદે પ્રવેશની ચિંતાઓના પ્રતિસાદ તરીકે જોવામાં આવી રહ્યું છે.

 

The post આસામમાં 18 વર્ષથી વધુ વયના લોકોને આધાર કાર્ડ પર પ્રતિબંધ, સરકારનો મોટો નિર્ણય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/assam-stops-aadhaar-card-for-adults/feed/ 0
આધાર કાર્ડ, મતદાર ID કે રાશન કાર્ડથી મતદાર પાત્રતા સાબિત નહીં થાય: ચૂંટણી પંચનું સુપ્રીમ કોર્ટમાં નિવેદન https://www.gujaratinside.com/2025/07/22/election-commission-voter-eligibility-documents-supreme-court/ https://www.gujaratinside.com/2025/07/22/election-commission-voter-eligibility-documents-supreme-court/#respond Tue, 22 Jul 2025 08:30:17 +0000 https://www.gujaratinside.com/?p=15076 બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી પુનઃસમીક્ષા અભિયાનને લઈને સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે મહત્વપૂર્ણ દલીલ રજૂ કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે આધાર કાર્ડ, વોટર આઈડી અને રાશન કાર્ડ જેવા દસ્તાવેજો મતદાર પાત્રતા ચકાસવા માટે વિશ્વસનીય નથી. આ નિવેદન બિહારમાં વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો સામે રજૂ કરાયું છે કે, મતદાર યાદીમાંથી સંદિગ્ધ રીતે નામ...

The post આધાર કાર્ડ, મતદાર ID કે રાશન કાર્ડથી મતદાર પાત્રતા સાબિત નહીં થાય: ચૂંટણી પંચનું સુપ્રીમ કોર્ટમાં નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી પુનઃસમીક્ષા અભિયાનને લઈને સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે મહત્વપૂર્ણ દલીલ રજૂ કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે આધાર કાર્ડ, વોટર આઈડી અને રાશન કાર્ડ જેવા દસ્તાવેજો મતદાર પાત્રતા ચકાસવા માટે વિશ્વસનીય નથી. આ નિવેદન બિહારમાં વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો સામે રજૂ કરાયું છે કે, મતદાર યાદીમાંથી સંદિગ્ધ રીતે નામ દૂર કરી મતદારોને મતદાનથી વંચિત કરવામાં આવી રહ્યા છે.

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમની બંધારણીય જવાબદારીના ભાગરૂપે ફક્ત નકલી મતદારોને દૂર કરવા કામ કરી રહ્યા છે અને સામાન્ય મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નથી. તેમણે જણાવ્યુ હતું કે આધાર કાર્ડ માત્ર ઓળખનો પુરાવો છે અને દેશભરમાં નકલી રાશન કાર્ડોની સંખ્યા મોટી છે, જે પાત્રતાની ખાતરી માટે અવિશ્વસનીય બને છે.

પંચે વધુમાં કહ્યું કે પાત્રતાની ચકાસણી માટે 11 દસ્તાવેજોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં રાશન કાર્ડનો સમાવેશ ખાસ કરીને નકલી દસ્તાવેજોની સંખ્યાને કારણે કરવામાં આવ્યો નથી. ચૂંટણી પંચે આ મામલે સ્પષ્ટતા કરી છે કે કોઇ વ્યક્તિને મતદાર યાદીમાંથી નામ દૂર થવા છતાં નાગરિકતા ગુમાવવાનો ભય રહેતો નથી.

સોગંદનામામાં ચૂંટણી પંચે એવી ખાતરી પણ આપી છે કે SIR (Special Summary Revision) પ્રક્રિયામાં કાયદાનું ઉલ્લંઘન થયો નથી અને કોઈના મૌલિક અધિકારોનું ભંગ કરાયું નથી.


 

The post આધાર કાર્ડ, મતદાર ID કે રાશન કાર્ડથી મતદાર પાત્રતા સાબિત નહીં થાય: ચૂંટણી પંચનું સુપ્રીમ કોર્ટમાં નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/22/election-commission-voter-eligibility-documents-supreme-court/feed/ 0