Aam Aadmi Party Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/aam-aadmi-party/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 20 Aug 2025 13:38:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Aam Aadmi Party Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/aam-aadmi-party/ 32 32 ગોપાલ ઈટાલિયા સાથેના ફોટાને લઇ રેખા ગુપ્તા હુમલા મામલે રાજકારણ ગરમાયું https://www.gujaratinside.com/2025/08/20/rekha-gupta-attacker-photo-gopal-italia-row/ https://www.gujaratinside.com/2025/08/20/rekha-gupta-attacker-photo-gopal-italia-row/#respond Wed, 20 Aug 2025 13:38:30 +0000 https://www.gujaratinside.com/?p=16825 દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે સવારે જનતા દરબાર દરમિયાન થયેલા હુમલાને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાનાએ હુમલાખોરના આમ આદમી પાર્ટી સાથે સંબંધ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ખુરાનાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં આરોપી ગોપાલ ઇટાલિયા સાથે ઊભેલો દેખાય છે. તેઓએ લખ્યું કે “જે શંકા હતી...

The post ગોપાલ ઈટાલિયા સાથેના ફોટાને લઇ રેખા ગુપ્તા હુમલા મામલે રાજકારણ ગરમાયું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે સવારે જનતા દરબાર દરમિયાન થયેલા હુમલાને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાનાએ હુમલાખોરના આમ આદમી પાર્ટી સાથે સંબંધ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ખુરાનાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં આરોપી ગોપાલ ઇટાલિયા સાથે ઊભેલો દેખાય છે. તેઓએ લખ્યું કે “જે શંકા હતી એ સાચી સાબિત થઈ. કેજરીવાલ જી, આ સંબંધને શું કહેવાય?”

તેમણે જણાવ્યું કે હુમલાખોર અને આમ આદમી પાર્ટી વચ્ચેનો સંબંધ સ્પષ્ટ છે અને રેખા ગુપ્તા પર હુમલો કોઇ યોગાયોગ નથી. બીજી તરફ, આમ આદમી પાર્ટી તરફથી જણાવાયું છે કે ફોટો એઆઈ દ્વારા જનરેટ થયેલો છે અને ખુરાનાના દાવાઓ બિનઆધારિત છે. પાર્ટી સૂત્રોએ ગોપાલ ઇટાલિયાનો પૂર્વ વિડિયો અને પોસ્ટ્સ રજૂ કરી છે, જેમાં તે 2 ઓગસ્ટે સમિતિની બેઠકમાં હાજર હોવાનું જણાવાયું છે. AAP અનુસાર, આ વિવાદિત ફોટો તથ્યવિહિન અને ગેરમાર્ગે દોરનારું છે.

The post ગોપાલ ઈટાલિયા સાથેના ફોટાને લઇ રેખા ગુપ્તા હુમલા મામલે રાજકારણ ગરમાયું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/rekha-gupta-attacker-photo-gopal-italia-row/feed/ 0
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ખેડૂત મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો https://www.gujaratinside.com/2025/07/23/arvind-kejriwal-bhagwant-mann-gujarat-visit-attacks-bjp/ https://www.gujaratinside.com/2025/07/23/arvind-kejriwal-bhagwant-mann-gujarat-visit-attacks-bjp/#respond Wed, 23 Jul 2025 16:30:45 +0000 https://www.gujaratinside.com/?p=15123 આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલમાં બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે મોડાસામાં આયોજિત ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’માં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સાથે નેતા ઇશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય હેમંત ખવા, રાજુ સોલંકી અને સાગર રબારી સહિત અનેક AAP નેતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના...

The post અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ખેડૂત મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલમાં બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે મોડાસામાં આયોજિત ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’માં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સાથે નેતા ઇશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય હેમંત ખવા, રાજુ સોલંકી અને સાગર રબારી સહિત અનેક AAP નેતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુજરાતની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને ખેડૂતો તેમજ પશુપાલકોના હકોના મુદ્દે સરકારને ઘેરી હતી.

અરવિંદ કેજરીવાલે જાહેરમાં કહ્યું કે, “30 વર્ષના શાસન પછી ભાજપનો ભ્રષ્ટાચાર અને અહંકાર ચરમસીમાએ છે. ખેડૂતો અને પશુપાલકો પોતાની યોગ્ય માંગણી માટે રેલી કરે છે ત્યારે તેમના પર લાઠીચાર્જ થાય છે અને તેઓ માર્યા જાય છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, સરકાર દ્વારા હજુ પણ મૃતક અશોક ચૌધરીના પરિવારને વળતર મળ્યું નથી. “ભાજપના નેતાઓ ગરીબ ખેડૂતોના હકના પૈસા લૂંટીને મહેલ બનાવી રહ્યા છે,” એવો આક્ષેપ કરી તેઓએ દેડિયાપાડા ખાતે ચૈતરભાઈ વસાવાની સભામાં હાજરી આપવાની જાહેરાત પણ કરી.

ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર તીખો પ્રહાર કરતા આરોપ મૂક્યો કે, “C.R. પાટીલે કમલમ બનાવવા માટે ગુજરાતભરમાં જમીનો ખરીદવામાં ગરીબ ખેડૂતના હકના પૈસાનો દુરુપયોગ કર્યો છે.” તેમણે કહ્યું કે, આઝાદી પછી પણ જો ખેડૂત પશુપાલક મહાપંચાયત યોજવી પડે તો તે દુર્ભાગ્યપૂર્ણ છે.

ઇશુદાન ગઢવીએ ચેતવણી આપી કે, “ભાજપે જેમ કાંગ્રેસે કરેલી ભૂલ પુનરાવૃત્તિ કરીને ખેડૂતો અને પશુપાલકો પર અત્યાચાર કર્યા છે, તેનું પરિણામ 2027ની ચૂંટણીમાં ભોગવવું પડશે.” તેમણે સાબર ડેરીની ઘટનાને ભાજપના અહંકારનું જીવું ઉદાહરણ ગણાવ્યું.

આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ આગામી ચૂંટણીઓમાં ખેડૂતો અને પશુપાલકોના મુદ્દાને લઈને રણનીતિ બનાવવામાં આવશે.

The post અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ખેડૂત મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/23/arvind-kejriwal-bhagwant-mann-gujarat-visit-attacks-bjp/feed/ 0