દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે સવારે જનતા દરબાર દરમિયાન થયેલા હુમલાને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાનાએ હુમલાખોરના આમ આદમી પાર્ટી સાથે સંબંધ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ખુરાનાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં આરોપી ગોપાલ ઇટાલિયા સાથે ઊભેલો દેખાય છે. તેઓએ લખ્યું કે “જે શંકા હતી એ સાચી સાબિત થઈ. કેજરીવાલ જી, આ સંબંધને શું કહેવાય?”

તેમણે જણાવ્યું કે હુમલાખોર અને આમ આદમી પાર્ટી વચ્ચેનો સંબંધ સ્પષ્ટ છે અને રેખા ગુપ્તા પર હુમલો કોઇ યોગાયોગ નથી. બીજી તરફ, આમ આદમી પાર્ટી તરફથી જણાવાયું છે કે ફોટો એઆઈ દ્વારા જનરેટ થયેલો છે અને ખુરાનાના દાવાઓ બિનઆધારિત છે. પાર્ટી સૂત્રોએ ગોપાલ ઇટાલિયાનો પૂર્વ વિડિયો અને પોસ્ટ્સ રજૂ કરી છે, જેમાં તે 2 ઓગસ્ટે સમિતિની બેઠકમાં હાજર હોવાનું જણાવાયું છે. AAP અનુસાર, આ વિવાદિત ફોટો તથ્યવિહિન અને ગેરમાર્ગે દોરનારું છે.

Leave a Reply