Ahmedabad news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ahmedabad-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 07 May 2026 13:22:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Ahmedabad news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ahmedabad-news/ 32 32 અમદાવાદમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે તણાવ: ઘી કાંટા કોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ, VHPના વિરોધ બાદ પ્રક્રિયા સ્થગિત https://www.gujaratinside.com/2026/05/07/ahmedabad-interfaith-marriage-protest-court-police-vhp/ https://www.gujaratinside.com/2026/05/07/ahmedabad-interfaith-marriage-protest-court-police-vhp/#respond Thu, 07 May 2026 13:22:20 +0000 https://www.gujaratinside.com/?p=22340 અમદાવાદ શહેરમાં આંતરધર્મીય લગ્નને લઈને આજે ઘી કાંટા કોર્ટ પરિસરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન રજિસ્ટ્રેશનને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા કોર્ટ પરિસર ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ મુકાઈ ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 50થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જેના કારણે...

The post અમદાવાદમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે તણાવ: ઘી કાંટા કોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ, VHPના વિરોધ બાદ પ્રક્રિયા સ્થગિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ શહેરમાં આંતરધર્મીય લગ્નને લઈને આજે ઘી કાંટા કોર્ટ પરિસરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન રજિસ્ટ્રેશનને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા કોર્ટ પરિસર ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ મુકાઈ ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 50થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં પરિવર્તિત થયો હતો.

મળતી માહિતી મુજબ, સંબંધિત હિન્દુ યુવતી છેલ્લા બે મહિનાથી નારી સંરક્ષણ ગૃહમાં રહી રહી હતી અને આજે તેને લગ્ન નોંધણી પ્રક્રિયા માટે કોર્ટમાં રજૂ કરવાની તૈયારી હતી. આ લગ્ન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા રજિસ્ટ્રાર એમ. એમ. સૈયદની અદાલતમાં થવાની હતી. પરંતુ, આ અંગે જાણ થતા જ VHPના કાર્યકરો મોટી સંખ્યામાં કોર્ટ પરિસરમાં એકત્રિત થયા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

રજિસ્ટ્રાર પર ગંભીર આક્ષેપો:
વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષે રજિસ્ટ્રાર એમ. એમ. સૈયદ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તેઓ નિયમોનું પાલન કરતા નથી અને લગ્નની ફરજિયાત નોટિસ જાહેર બોર્ડ પર મૂકતા નથી. તેમણે આક્ષેપ કર્યો કે રજિસ્ટ્રાર એકપક્ષીય રીતે કાર્ય કરી રહ્યા છે અને અગાઉ પણ અનેક વિવાદાસ્પદ આંતરધર્મીય લગ્નોમાં સંડોવાયેલા રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે તેઓ રજૂઆત કરવા કોર્ટ પહોંચ્યા ત્યારે રજિસ્ટ્રાર હાજર નહોતા અને જાણપૂર્વક રજા પર ઉતરી ગયા હતા.

વિરોધ બાદ, ચાર્જ સંભાળતા અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી અને હાલ માટે લગ્ન પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે.

‘લવ જેહાદ’ના આક્ષેપ અને આંદોલનની ચેતવણી:
આ ઘટનાને ‘લવ જેહાદ’ સાથે જોડીને VHP દ્વારા સરકાર અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જિલ્લા અધ્યક્ષે જણાવ્યું હતું કે આ કેસમાં હાઈકોર્ટનો આદેશ હોવા છતાં પ્રક્રિયામાં પારદર્શિતા નથી. તેમણે સરકાર સમક્ષ માંગણી કરી હતી કે વિવાદાસ્પદ રજિસ્ટ્રારની તાત્કાલિક બદલી કરવામાં આવે. જો આવનારા દિવસોમાં કડક પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

પોલીસનો કડક બંદોબસ્ત:
પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે પોલીસ દ્વારા કોર્ટ પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોર્ટના પ્રવેશદ્વાર પર ખાસ નજર રાખવામાં આવી હતી અને કોઈપણ અપ્રિય બનાવ ન બને તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. હાલ આ લગ્ન પ્રક્રિયા અટકાવવામાં આવી છે અને આવનારા દિવસોમાં મામલો વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મામલાની પૃષ્ઠભૂમિ:
મહેસાણા જિલ્લાના 22 વર્ષીય મુસ્લિમ યુવક અને 21 વર્ષીય હિન્દુ યુવતી વચ્ચે સંબંધ હતો અને બંને સાથે રહેતા હતા. બાદમાં બંનેને અલગ કરવામાં આવ્યા હતા અને યુવતીને પાલનપુર સ્થિત મહિલા સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી. યુવકે આ વિભાજન સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને તેની પાર્ટનરની કસ્ટડી માંગ કરી હતી.

હાઈકોર્ટે યુવતીની ઇચ્છા જાણવા માટે તેને હાજર રહેવા જણાવ્યું હતું. સાથે જ, ભવિષ્યમાં કોઈ અણધારી પરિસ્થિતિ સર્જાય તો યુવતીની આર્થિક સુરક્ષા જોખમમાં ન આવે તે માટે યુવકને 3 લાખ રૂપિયા જમા કરાવવાની તૈયારી દર્શાવતું સોગંદનામું દાખલ કરવા સૂચના આપી હતી. હવે આ કેસમાં આગામી સુનાવણી 8 મે, 2026ના રોજ યોજાનાર છે.

The post અમદાવાદમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે તણાવ: ઘી કાંટા કોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ, VHPના વિરોધ બાદ પ્રક્રિયા સ્થગિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2026/05/07/ahmedabad-interfaith-marriage-protest-court-police-vhp/feed/ 0
અમદાવાદમાં ડેન્ગ્યૂના કેસમાં ઉછાળો, 13 દિવસમાં 200થી વધુ કેસ, 26 વિસ્તારો હોટસ્પોટ જાહેર https://www.gujaratinside.com/2025/09/17/ahmedabad-dengue-cases-200-plus-26-hotspots/ https://www.gujaratinside.com/2025/09/17/ahmedabad-dengue-cases-200-plus-26-hotspots/#respond Wed, 17 Sep 2025 04:05:14 +0000 https://www.gujaratinside.com/?p=19440 અમદાવાદમાં ડેન્ગ્યૂના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના ફક્ત 13 દિવસમાં જ 200થી વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં હલચલ મચી છે. ગોમતીપુર, બહેરામપુરા, પાલડી, નવરંગપુરા અને રાણીપ જેવા વિસ્તારોમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે ડિસેમ્બર મહિના સુધીમાં ડેન્ગ્યૂના કેસોમાં હજુ વધારો થઈ શકે છે. શહેરમાં...

The post અમદાવાદમાં ડેન્ગ્યૂના કેસમાં ઉછાળો, 13 દિવસમાં 200થી વધુ કેસ, 26 વિસ્તારો હોટસ્પોટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદમાં ડેન્ગ્યૂના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના ફક્ત 13 દિવસમાં જ 200થી વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં હલચલ મચી છે. ગોમતીપુર, બહેરામપુરા, પાલડી, નવરંગપુરા અને રાણીપ જેવા વિસ્તારોમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે ડિસેમ્બર મહિના સુધીમાં ડેન્ગ્યૂના કેસોમાં હજુ વધારો થઈ શકે છે.

શહેરમાં પાણીની લાઈનોમાં પ્રદૂષણના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 26 વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા છે અને વર્ષો જૂની પાણીની લાઈન બદલવાની કામગીરી હાથ ધરાઈ છે. બીજી તરફ સપ્ટેમ્બર મહિનામાં મેલેરિયાના 75 અને ઝેરી મેલેરિયાના 7 કેસ નોંધાયા છે.

પાણીજન્ય રોગોમાં કમળાના 200, ટાઈફોઈડના 180, ઝાડા-ઉલટીના 120 તથા વટવા વોર્ડમાં કોલેરાનો એક કેસ સામે આવ્યો છે. કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા 44 પાણીના નમૂનાઓ પીવાલાયક ન હોવાનું અને 11 સેમ્પલમાં કલોરીન નીલ હોવાનો રીપોર્ટ આવ્યો છે.

વોર્ડ પ્રમાણે નોંધાયેલા ડેન્ગ્યૂના કેસ:

ગોમતીપુરમાં 50

બહેરામપુરામાં 45

લાંભામાં 35

સરખેજમાં 30

ચાંદલોડીયામાં 35

રામોલમાં 30

વિરાટનગરમાં 25

પાલડીમાં 30

નવરંગપુરામાં 25

રાણીપમાં 25 

નરણપુરામાં 25 

આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2025 સુધી અમદાવાદમાં કુલ 934 ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે, જેમાં 526 પુરુષ અને 408 મહિલાઓનો સમાવેશ થાય છે.

ખાસ કરીને 1 વર્ષથી 8 વર્ષની ઉંમરના બાળકોમાં 115 કેસ નોંધાયા છે, જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય છે.

 

The post અમદાવાદમાં ડેન્ગ્યૂના કેસમાં ઉછાળો, 13 દિવસમાં 200થી વધુ કેસ, 26 વિસ્તારો હોટસ્પોટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/17/ahmedabad-dengue-cases-200-plus-26-hotspots/feed/ 0
અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, ગુજરાતને રમતગમતમાં નવી ઓળખ મળશે https://www.gujaratinside.com/2025/09/14/ahmedabad-naranpura-world-class-sports-complex/ https://www.gujaratinside.com/2025/09/14/ahmedabad-naranpura-world-class-sports-complex/#respond Sun, 14 Sep 2025 14:50:37 +0000 https://www.gujaratinside.com/?p=19359 આજ રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય સ્તરના વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહમાં તેમણે જણાવ્યું કે વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાશે અને ભારત 2036ની ઓલિમ્પિક્સ માટે પણ પ્રયાસ કરી રહ્યું છે. અમિત શાહે જણાવ્યું કે આ ગ્રીન બેલ્ટ વર્ષ 1960થી ખાલી પડ્યો હતો, પરંતુ હવે તે વિશ્વ-કક્ષાના...

The post અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, ગુજરાતને રમતગમતમાં નવી ઓળખ મળશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આજ રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય સ્તરના વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહમાં તેમણે જણાવ્યું કે વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાશે અને ભારત 2036ની ઓલિમ્પિક્સ માટે પણ પ્રયાસ કરી રહ્યું છે.

અમિત શાહે જણાવ્યું કે આ ગ્રીન બેલ્ટ વર્ષ 1960થી ખાલી પડ્યો હતો, પરંતુ હવે તે વિશ્વ-કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પરિવર્તિત થઈ ગયું છે. તેમણે આ પ્રોજેક્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો.

ગૃહમંત્રીએ ઉમેર્યું, “વર્ષ 2019 પછી હું વડાપ્રધાન પાસે ગયો અને કહ્યું હતું કે મારા ઘરથી માત્ર 400 મીટર દૂર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું છે. બાદમાં વડાપ્રધાનજી બોલ્યા, ‘સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવો, પરંતુ વર્લ્ડ ક્લાસ બનાવો.’”

આ કોમ્પ્લેક્સ દુનિયાનું સૌથી આધુનિક અને ભારતનું સૌથી મોટું સ્પોર્ટ્સ ફેસિલિટી છે, જે સંપૂર્ણપણે ગ્રીન ટેકનોલોજી પર આધારિત છે. અહીં વિવિધ રમતો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં ફિટ ઇન્ડિયા ઝોનનો સમાવેશ થાય છે. મંત્રીશ્રીના જણાવ્યા મુજબ, “ભારતને મેડલ અપાવવું એ આપણો લક્ષ્ય હોવું જોઈએ.”

આ પ્રસંગે અમિત શાહે સવારે અમદાવાદ અને ગાંધીનગરમાં ચાર કાર્યક્રમોમાં ભાગ લીધો, જેમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘હિન્દી દિવસ સમારોહ 2025’ અને ‘5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલન’નો શુભારંભ સામેલ છે.

ત્યારબાદ તેઓ સરદારધામ કન્યા છાત્રાલયના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા, અને ત્યારબાદ નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું.

 

 

The post અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, ગુજરાતને રમતગમતમાં નવી ઓળખ મળશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/ahmedabad-naranpura-world-class-sports-complex/feed/ 0
અમદાવાદમાં નવરાત્રિ ગરબા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત, મ્યુનિસિપલ તંત્ર દ્વારા SOP જાહેર https://www.gujaratinside.com/2025/09/11/ahmedabad-navratri-garba-fire-safety-sop-2025/ https://www.gujaratinside.com/2025/09/11/ahmedabad-navratri-garba-fire-safety-sop-2025/#respond Thu, 11 Sep 2025 04:30:08 +0000 https://www.gujaratinside.com/?p=19090 અમદાવાદમાં આવતા નવરાત્રિ ઉત્સવ દરમિયાન ગરબા આયોજન માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયેલા 32 મુદ્દાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અનુસાર, દરેક આયોજકને ઇવેન્ટ શરૂ થાય તે પહેલાં ઓનલાઈન અરજી કરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું પડશે અને તેની હાર્ડ કોપી ઈવેન્ટના ત્રણ દિવસ અગાઉ જમાલપુર ફાયર સ્ટેશન...

The post અમદાવાદમાં નવરાત્રિ ગરબા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત, મ્યુનિસિપલ તંત્ર દ્વારા SOP જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદમાં આવતા નવરાત્રિ ઉત્સવ દરમિયાન ગરબા આયોજન માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયેલા 32 મુદ્દાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અનુસાર, દરેક આયોજકને ઇવેન્ટ શરૂ થાય તે પહેલાં ઓનલાઈન અરજી કરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું પડશે અને તેની હાર્ડ કોપી ઈવેન્ટના ત્રણ દિવસ અગાઉ જમાલપુર ફાયર સ્ટેશન ખાતે જમા કરાવવાની રહેશે. SOPનું પાલન ન કરનારા આયોજકોને ઇવેન્ટની મંજૂરી આપવામાં નહીં આવે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર) વિપુલ ઠક્કરે જણાવ્યું કે અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન લાખો લોકો ગરબામાં ભાગ લે છે, તેથી લોકોની સલામતીને પ્રાથમિકતા આપી SOP ફરજિયાત અમલમાં મૂકાઈ છે.

SOP મુજબ આયોજકોને ફાયર વિભાગ ઉપરાંત પોલીસ, ટ્રાફિક અને કોર્પોરેશનના અન્ય સંબંધિત વિભાગોની મંજૂરી પણ લેવી પડશે.

SOPની મુખ્ય જોગવાઈઓમાં મંડપ-પંડાલને સ્કૂલ

હોસ્પિટલ અને જ્વલનશીલ પદાર્થના ગોડાઉનથી દૂર બનાવવો

ફાયર વાહનો માટે માર્ગ ખુલ્લો રાખવો

બે વિરુદ્ધ દિશામાં ઈમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા કરવી

બેઠક વ્યવસ્થા અને બહાર નીકળવાના રસ્તા વચ્ચેનું અંતર 15 મીટરથી વધુ ન હોવું

પબ્લિક એડ્રેસ સિસ્ટમ ફરજિયાત રાખવી

જ્વલનશીલ પદાર્થ પંડાલમાં ન રાખવા

ઇલેક્ટ્રિક જંકશન બોર્ડ યોગ્ય અંતરે મૂકવા અને ઓટો ગ્લો સાઇનબોર્ડ દ્વારા એક્ઝિટ સ્પષ્ટ દર્શાવવીનો સમાવેશ થાય છે.

ઉપરાંત, મંડપ પરિસરમાં 6 કિલોના બે ફાયર એક્ષટીંગ્યુશર, 4.5 કિલોના બે CO2 ફાયર એક્ષટીંગ્યુશર, 200 લિટર પાણી ભરેલા ડ્રમ અને રેતી ભરેલી બે ડોલ ફરજિયાત રાખવાની રહેશે. જો સ્ક્રીન હોય તો ફાયર સેફ્ટી અંગેની ફિલ્મ પ્રદર્શિત કરવી રહેશે.

 

The post અમદાવાદમાં નવરાત્રિ ગરબા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત, મ્યુનિસિપલ તંત્ર દ્વારા SOP જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/ahmedabad-navratri-garba-fire-safety-sop-2025/feed/ 0
અમદાવાદમાં બેફામ ટ્રકની ટક્કરે મહિલાનું કરુણ મોત, ચાલક અકસ્માત બાદ ફરાર https://www.gujaratinside.com/2025/09/09/ahmedabad-truck-accident-woman-dead-driver-absconding/ https://www.gujaratinside.com/2025/09/09/ahmedabad-truck-accident-woman-dead-driver-absconding/#respond Tue, 09 Sep 2025 16:05:30 +0000 https://www.gujaratinside.com/?p=18941 અમદાવાદ શહેરમાં બેફામ ગતિએ દોડતા વાહનોના કારણે થતા અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં શહેરના અગોરા સર્કલ પાસે બનેલી એક હૃદયદ્રાવક ઘટના ફરી એકવાર આ મુદ્દાને ઉજાગર કરી ગઈ છે. બપોરના સમયે બનેલી આ દુર્ઘટનામાં એક બેફામ ટ્રક ચાલકે એક્ટિવા પર જઈ રહેલી મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાને...

The post અમદાવાદમાં બેફામ ટ્રકની ટક્કરે મહિલાનું કરુણ મોત, ચાલક અકસ્માત બાદ ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ શહેરમાં બેફામ ગતિએ દોડતા વાહનોના કારણે થતા અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં શહેરના અગોરા સર્કલ પાસે બનેલી એક હૃદયદ્રાવક ઘટના ફરી એકવાર આ મુદ્દાને ઉજાગર કરી ગઈ છે.

બપોરના સમયે બનેલી આ દુર્ઘટનામાં એક બેફામ ટ્રક ચાલકે એક્ટિવા પર જઈ રહેલી મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાને ટ્રકના પૈડા નીચે આવતાં જ ઘટનાસ્થળે જ કરુણ અંત મળ્યો હતો.

પ્રત્યક્ષદર્શીઓ મુજબ, મહિલા શાંતિપૂર્વક પોતાની એક્ટિવા પર રસ્તો ક્રોસ કરી રહી હતી, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા ટ્રકે તેને જોરદાર ટક્કર મારી. ટક્કરનો ઝટકો એટલો તીવ્ર હતો કે મહિલા સંતુલન ગુમાવીને સીધી રસ્તા પર પટકાઈ ગઈ અને પળવારમાં જ ટ્રકના ચકરડા નીચે આવી ગઈ.

આ ઘટના થતાં જ આસપાસના લોકો ભયભીત થઈ ગયા હતા. થોડા જ સમયમાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા અને વાતાવરણમાં શોકની લાગણી છવાઈ ગઈ.

અકસ્માતની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ સાથે જ પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે અને ટ્રકના નંબરના આધારે તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે વહેલી તકે ટ્રક ચાલકને પકડીને કાયદાની જાળમાં લાવવામાં આવશે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર શહેરમાં બેફામ વાહનચાલકોના જોખમો, ટ્રાફિક નિયમોના પાલન પ્રત્યેની બેદરકારી અને નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

અમદાવાદ જેવા મહાનગરમાં ટ્રાફિક નિયંત્રણ માટે અનેક પ્રયાસો હોવા છતાં આવા અકસ્માતો વારંવાર બનતા રહે છે. સ્થાનિક રહેવાસીઓએ આ પ્રકારની દુર્ઘટનાઓ રોકવા માટે કડક પગલાં ભરવાની માંગણી કરી છે.

The post અમદાવાદમાં બેફામ ટ્રકની ટક્કરે મહિલાનું કરુણ મોત, ચાલક અકસ્માત બાદ ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/ahmedabad-truck-accident-woman-dead-driver-absconding/feed/ 0
અમદાવાદમાં વરસાદનું ઝળહળતું કહેર: વાસણા બેરેજ ખુલ્લા, બોપલમાં દિવાલ પડી https://www.gujaratinside.com/2025/09/07/ahmedabad-heavy-rain-sabarmati-alert-bopal-wall-collapse/ https://www.gujaratinside.com/2025/09/07/ahmedabad-heavy-rain-sabarmati-alert-bopal-wall-collapse/#respond Sun, 07 Sep 2025 05:58:36 +0000 https://www.gujaratinside.com/?p=18655 શનિવારે સાંજથી (6 સપ્ટેમ્બર) અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો છે. મોડી રાતથી સતત વરસાદના કારણે સાબરનદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યા છે. હાલમાં વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના લીધે સંબંધિત સત્તાધિકારીઓને સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે. નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે....

The post અમદાવાદમાં વરસાદનું ઝળહળતું કહેર: વાસણા બેરેજ ખુલ્લા, બોપલમાં દિવાલ પડી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
શનિવારે સાંજથી (6 સપ્ટેમ્બર) અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો છે. મોડી રાતથી સતત વરસાદના કારણે સાબરનદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યા છે. હાલમાં વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના લીધે સંબંધિત સત્તાધિકારીઓને સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે. નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે.

આ સાથે જ અમદાવાદના બોપલ વિસ્તારમાં એક મોટું અકસ્માત સર્જાયું હતું. સરસ્વતી હોસ્પિટલ નજીક કન્સ્ટ્રક્શન સાઇટની બાંધકામ દિવાલ ધરાશાયી થતાં ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઇ. નજીકમાં ઊભેલી ત્રણ કાર ખાડામાં ખાબકી ગઈ હતી. જોકે, આ ઘટના દરમિયાન કોઈ જાનહાનિ કે ઘાયલના અહેવાલ સામે નથી આવ્યા.

બનાસકાંઠામાં દાંતામાં મંંડાલી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા 8 લોકોને SDRF ટીમ અને દાંતાના મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા.

હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યો છે. અતિ ભારે વરસાદની આગાહીથી ગાંધીનગરમાં મુખ્ય સચિવ પંકજ જોષીએ સમીક્ષા બેઠક બોલાવી હતી.

GPSC પરીક્ષા કેન્દ્રોમાં અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં તકેદારી રાખવા જિલ્લાના કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. રાજ્યના વિવિધ ડેમના જળસ્તર અને વરસાદી આવક અંગે વિગતો મેળવવામાં આવી છે, અને નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જારી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 12 NDRF અને 20 SDRF ટીમ તૈનાત કરવામાં આવી છે.

રાજ્યમાં 209 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં કપરાડામાં 24 કલાકમાં 7.8 ઇંચ વરસાદ નોંધાયો છે. બોટાદમાં 3.50 ઇંચ, સાબરકાંઠાના પોશિનામાં 3.25 ઇંચ, રાજકોટના પડધરીમાં 3.15 ઇંચ, સાબરકાંઠાના તલોદ અને અમદાવાદના સાંંદમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં રાજકોટના જામકંડોરણા 2.85 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજ 2.75 ઇંચ, અરવલ્લીના બાયડ અને વલસાડના ઉમરગાંવ 2.60 ઇંચ વરસાદ નોંધાયો છે. શનિવારે કુલ 50 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો.

 

 

The post અમદાવાદમાં વરસાદનું ઝળહળતું કહેર: વાસણા બેરેજ ખુલ્લા, બોપલમાં દિવાલ પડી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/07/ahmedabad-heavy-rain-sabarmati-alert-bopal-wall-collapse/feed/ 0
ધરોઈ ડેમમાંથી પાણી છોડાતાં અમદાવાદમાં સાબરમતી બે કાંઠે, બાકરોલ ગામ નજીક 25 શ્રમિકોનું રેસ્ક્યૂ https://www.gujaratinside.com/2025/08/24/dharoi-dam-water-release-sabarmati-rescue/ https://www.gujaratinside.com/2025/08/24/dharoi-dam-water-release-sabarmati-rescue/#respond Sun, 24 Aug 2025 10:51:19 +0000 https://www.gujaratinside.com/?p=17159 ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક ડેમો છલકાયા છે, જેમાં ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદની સાબરમતી નદીના બંને કાંઠે પાણીની જથ્થો વધ્યો છે. સાબરમતી નદીના રિવરફ્રન્ટ પરના નીચાણવાળા વિસ્તારો અને વોક-વે પર પાણી ફરી વળતા પરિવર્તન જોવા મળ્યું છે. બાકરોલ ગામ નજીક નદીના પાણીના પ્રવાહમાં ફસાયેલા 25 જેટલાં શ્રમિકોને બચાવવા માટે અમદાવાદ ફાયર...

The post ધરોઈ ડેમમાંથી પાણી છોડાતાં અમદાવાદમાં સાબરમતી બે કાંઠે, બાકરોલ ગામ નજીક 25 શ્રમિકોનું રેસ્ક્યૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક ડેમો છલકાયા છે, જેમાં ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદની સાબરમતી નદીના બંને કાંઠે પાણીની જથ્થો વધ્યો છે. સાબરમતી નદીના રિવરફ્રન્ટ પરના નીચાણવાળા વિસ્તારો અને વોક-વે પર પાણી ફરી વળતા પરિવર્તન જોવા મળ્યું છે.

બાકરોલ ગામ નજીક નદીના પાણીના પ્રવાહમાં ફસાયેલા 25 જેટલાં શ્રમિકોને બચાવવા માટે અમદાવાદ ફાયર વિભાગની ટીમ ઝડપી કામગીરી માટે ચાર-પાંચ ગાડીઓ અને ત્રણ બોટ સાથે ઘટનાસ્થળ પર પહોંચી. આ દરમિયાન શ્રમિકો ઓવરબ્રિજની કામગીરીમાં વ્યસ્ત હતા અને તાકીદે બચાવ કામગીરીનો અમલ કરવામાં આવ્યો.

સાથે જ, સુભાષ બ્રિજ પાસે બુલેટ ટ્રેનની કામગીરી ચાલુ છે, અને નદીમાં પાણી છોડવાનાં કારણે કેટલીક સામગ્રી પર તણાવ સર્જાયો છે. અધિકારીઓએ સ્થળ પર જળસ્તર પર નિયંત્રણ માટે પગલાં લીધા અને શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળ રહ્યા.

 

The post ધરોઈ ડેમમાંથી પાણી છોડાતાં અમદાવાદમાં સાબરમતી બે કાંઠે, બાકરોલ ગામ નજીક 25 શ્રમિકોનું રેસ્ક્યૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/dharoi-dam-water-release-sabarmati-rescue/feed/ 0
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને DEOની નોટિસ, માન્યતા રદ કરવા સહિતના મુદ્દે ત્રણ દિવસમાં ખુલાસો https://www.gujaratinside.com/2025/08/23/ahmedabad-seventh-day-school-deo-notice-murder-case/ https://www.gujaratinside.com/2025/08/23/ahmedabad-seventh-day-school-deo-notice-murder-case/#respond Sat, 23 Aug 2025 14:37:40 +0000 https://www.gujaratinside.com/?p=17090 અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટનાને પગલે અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારી (DEO)એ સ્કૂલને કડક નોટિસ ફટકારી છે. નોટિસમાં સગીરની હત્યા, શાળાની માન્યતા સહિતના મુદ્દે વિગતવાર ખુલાસો કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, DEOએ ICSE બોર્ડની માન્યતા માટે...

The post અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને DEOની નોટિસ, માન્યતા રદ કરવા સહિતના મુદ્દે ત્રણ દિવસમાં ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટનાને પગલે અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારી (DEO)એ સ્કૂલને કડક નોટિસ ફટકારી છે. નોટિસમાં સગીરની હત્યા, શાળાની માન્યતા સહિતના મુદ્દે વિગતવાર ખુલાસો કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, DEOએ ICSE બોર્ડની માન્યતા માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી NOC રદ કરવા અંગે સ્કૂલને ચેતવણી આપી છે. સ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહ માટે ગુજરાત બોર્ડની પણ મંજૂરી છે. તેમ છતાં, ઘટનાના સંદર્ભમાં સ્કૂલ તરફથી કોઈ સત્તાવાર અહેવાલ કે વિગત રજૂ કરવામાં આવી નથી.

નોટિસમાં સ્પષ્ટ કરાયું છે કે, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની સારવાર માટે શાળાએ તાત્કાલિક પગલાં લીધા નહોતા અને બેદરકારી દાખવી હતી. ઉપરાંત, વિદ્યાર્થી વચ્ચેના વિગ્રહના બનાવો હોવા છતાં શિક્ષણ વિભાગને કોઈ માહિતી આપવામાં આવી નહોતી. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં પણ સ્કૂલના આચાર્ય અને સ્ટાફની બેદરકારી સામે આવી છે. આ તમામ મુદ્દાઓને લઈને DEOએ સ્કૂલને ત્રણ દિવસમાં સ્પષ્ટ ખુલાસો કરવા જણાવ્યું છે, નહીંતર માન્યતા રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે.

 

The post અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને DEOની નોટિસ, માન્યતા રદ કરવા સહિતના મુદ્દે ત્રણ દિવસમાં ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/ahmedabad-seventh-day-school-deo-notice-murder-case/feed/ 0