Ahmedabad police investigation Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ahmedabad-police-investigation/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 14 Sep 2025 04:25:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Ahmedabad police investigation Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ahmedabad-police-investigation/ 32 32 નારોલ વીજકરંટ દુર્ઘટના: મોટા અધિકારીઓ બચાવાયા, નાના કર્મચારીઓ સામે કાર્યવાહીથી ચર્ચા તીવ્ર https://www.gujaratinside.com/2025/09/14/narol-electric-shock-incident-officers-escape-action/ https://www.gujaratinside.com/2025/09/14/narol-electric-shock-incident-officers-escape-action/#respond Sun, 14 Sep 2025 07:00:08 +0000 https://www.gujaratinside.com/?p=19312 અમદાવાદના નારોલ વિસ્તારમાં થયેલી કાળજું કંપાવી દે તેવી દુર્ઘટનામાં પાણી ભરાયેલા ખાબોચિયામાં વીજ કરંટ લાગતાં પતિ-પત્નીના મોત થયા હતા. આ ઘટનાએ શહેરમાં હલચલ મચાવી દીધી છે. હવે આ કેસમાં ચર્ચા ચાલી રહી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીજ કંપનીએ મોટા અધિકારીઓને બચાવવા માટે નાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરને બલીનો બકરો બનાવી દીધા છે. પોલીસે કોર્પોરેશનના એન્જિનિયર,...

The post નારોલ વીજકરંટ દુર્ઘટના: મોટા અધિકારીઓ બચાવાયા, નાના કર્મચારીઓ સામે કાર્યવાહીથી ચર્ચા તીવ્ર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદના નારોલ વિસ્તારમાં થયેલી કાળજું કંપાવી દે તેવી દુર્ઘટનામાં પાણી ભરાયેલા ખાબોચિયામાં વીજ કરંટ લાગતાં પતિ-પત્નીના મોત થયા હતા. આ ઘટનાએ શહેરમાં હલચલ મચાવી દીધી છે.

હવે આ કેસમાં ચર્ચા ચાલી રહી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીજ કંપનીએ મોટા અધિકારીઓને બચાવવા માટે નાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરને બલીનો બકરો બનાવી દીધા છે.

પોલીસે કોર્પોરેશનના એન્જિનિયર, સુપરવાઇઝર સહિતના નાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર તથા તેના માણસો સામે ગુનો નોંધ્યો છે. ઘટના સ્થળે વીજ વાયરો ખુલ્લા હતા જેનાથી સ્પષ્ટ થાય છે કે નિયમિત તપાસ કરવામાં આવી ન હતી. જો સમયસર મરામત અને સલામતીના પગલાં લેવાયા હોત તો નિર્દોષ દંપતીના જીવ બચી શક્યા હોત.

કોર્પોરેશનના કર્મચારીઓનું કહેવું છે કે થોડા સમય પહેલા ત્યાંથી બે વીજ થાંભલા કાઢવામાં આવ્યા હતા અને વીજ સપ્લાય બંધ કરી દેવાયો હતો, છતાં કરંટ કેવી રીતે ફેલાયો તે સ્પષ્ટ નથી.

તેમનું કહેવું છે કે આ જવાબદારી કોન્ટ્રાક્ટર પર આવે છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછ બાદ જો મોટા અધિકારીઓની જવાબદારી સાબિત થશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

ફોરેન્સિક સાયન્સ અને ટેકનિકલ નિષ્ણાતોની મદદથી તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તબક્કે થયેલી ધરપકડોને લઈને ચર્ચા છે કે નાના માણસો સામે તરત પગલાં લઈ મોટા અધિકારીઓને બચાવી લેવાનો પ્રયત્ન થયો છે.

લોકોના સવાલ છે કે રસ્તો બનાવવા માટે ખાડો ભરવામાં આવ્યો કે નહીં, પાણી ભરાવાનું કારણ શું હતું અને વીજપ્રવાહ બંધ હોવા છતાં કરંટ કેવી રીતે આવ્યો. હાલ કેસમાં અનેક સવાલો અનઉકેલાયેલા છે અને શહેરમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

 

The post નારોલ વીજકરંટ દુર્ઘટના: મોટા અધિકારીઓ બચાવાયા, નાના કર્મચારીઓ સામે કાર્યવાહીથી ચર્ચા તીવ્ર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/narol-electric-shock-incident-officers-escape-action/feed/ 0
અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂદાણીની ક્રૂર હત્યા: વિરાટનગર બ્રિજ નીચે કારમાંથી લાશ મળી https://www.gujaratinside.com/2025/09/14/ahmedabad-builder-himmat-rudani-murder-viratnagar-bridge/ https://www.gujaratinside.com/2025/09/14/ahmedabad-builder-himmat-rudani-murder-viratnagar-bridge/#respond Sun, 14 Sep 2025 04:40:50 +0000 https://www.gujaratinside.com/?p=19304 અમદાવાદમાં હત્યાની એક વધુ ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિરાટનગર બ્રિજ નીચે એક કારમાંથી બિલ્ડર હિંમત રૂદાણીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારથી અનેક ઘા ઝીંકવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતા જ ઓઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, વિરાટનગર બ્રિજ નીચે...

The post અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂદાણીની ક્રૂર હત્યા: વિરાટનગર બ્રિજ નીચે કારમાંથી લાશ મળી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદમાં હત્યાની એક વધુ ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિરાટનગર બ્રિજ નીચે એક કારમાંથી બિલ્ડર હિંમત રૂદાણીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારથી અનેક ઘા ઝીંકવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતા જ ઓઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, વિરાટનગર બ્રિજ નીચે એક મોંઘેરી કાર ઉભી હતી અને તેમાં હિંમત રૂદાણીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ પડ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને ભારે ભીડ એકઠી થઈ હતી.

પોલીસે સ્થળને કોર્ડન કરી સ્થિતિ કાબૂમાં લીધી હતી અને મૃતદેહને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. રિપોર્ટ મળ્યા બાદ વધુ વિગતો બહાર આવશે. હાલ પોલીસે હત્યારાને પકડી પાડવા માટે તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાલડી વિસ્તારમાં પણ જાહેરમાં યુવક નૈસલ ઠાકોરની હત્યા થઈ હતી. શુક્રવારે વહેલી સવારે કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ નૈસલ ઠાકોરને ટક્કર મારી હતી અને બાદમાં છરીના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

સતત બે હત્યાની ઘટનાઓથી શહેરમાં દહેશતનો માહોલ સર્જાયો છે. પોલીસ બંને કેસોને ગંભીરતાથી લઈ તપાસ આગળ ધપાવી રહી છે.

 

The post અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂદાણીની ક્રૂર હત્યા: વિરાટનગર બ્રિજ નીચે કારમાંથી લાશ મળી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/ahmedabad-builder-himmat-rudani-murder-viratnagar-bridge/feed/ 0