#AhmedabadNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ahmedabadnews/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 18 Jul 2025 04:54:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #AhmedabadNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ahmedabadnews/ 32 32 સ્વચ્છતા સર્વેક્ષણ 2024: અમદાવાદ દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં શામેલ, પણ હકીકત જુદી – ફક્ત 26 પાલિકા જ કચરામુક્ત https://www.gujaratinside.com/2025/07/18/ahmedabad-is-among-the-cleanest-cities-in-the-country-but-the-reality-is-different/ https://www.gujaratinside.com/2025/07/18/ahmedabad-is-among-the-cleanest-cities-in-the-country-but-the-reality-is-different/#respond Fri, 18 Jul 2025 04:54:59 +0000 https://www.gujaratinside.com/?p=14864 કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેર કરેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં અમદાવાદ પ્રથમ વખત 10 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં મોખરું સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. સાથે સાથે સુરતને સુપર સ્વચ્છ લીગમાં બીજું સ્થાન મળ્યું છે, જ્યારે ગાંધીનગર અને વડોદરાને પણ અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ અપાયા છે. જોકે, કડવી હકીકત એ છે કે ગુજરાતની 162 નગરપાલિકાઓમાંથી ફક્ત 26 શહેરો...

The post સ્વચ્છતા સર્વેક્ષણ 2024: અમદાવાદ દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં શામેલ, પણ હકીકત જુદી – ફક્ત 26 પાલિકા જ કચરામુક્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેર કરેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં અમદાવાદ પ્રથમ વખત 10 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં મોખરું સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. સાથે સાથે સુરતને સુપર સ્વચ્છ લીગમાં બીજું સ્થાન મળ્યું છે, જ્યારે ગાંધીનગર અને વડોદરાને પણ અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ અપાયા છે. જોકે, કડવી હકીકત એ છે કે ગુજરાતની 162 નગરપાલિકાઓમાંથી ફક્ત 26 શહેરો જ સાચા અર્થમાં કચરામુક્ત (Garbage Free) તરીકે પ્રમાણિત થયા છે. બાકીની હાલત ચોમાસા દરમિયાન ખાડાઓ, ભીંજાતા રસ્તાઓ અને ગંદકીથી ભરેલી છે.

સર્વેક્ષણ મુજબ ગુજરાતની 17 મહાનગરપાલિકા અને 145 નગરપાલિકાઓએ ભાગ લીધો હતો. કુલ 12,500 માર્ક્સના આધારે રેન્કિંગ આપવામાં આવી હતી:

  • 10,000 માર્ક્સ: સફાઈ વ્યવસ્થા, કચરાનું સંગ્રહ, પરિવહન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ટોઇલેટ અને વપરાયેલ પાણીના વ્યવસ્થાપન આધારિત
  • 2,500 માર્ક્સ: જેમાં Garbage Free Certification માટે 1,300 અને Open Defecation Free માટે 1,200 માર્ક્સ

ગુજરાતને સરેરાશ 8,178 માર્ક્સ મળ્યા છે. અમદાવાદ અને સુરતને 7 સ્ટાર અને વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, વાપીને 3 સ્ટાર મળ્યા છે. અન્ય 19 પાલિકાઓને 1 સ્ટાર આપવામાં આવ્યો છે. હા, ખાસ નોંધવાનું એ છે કે તમામ 162 નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને ODF (Open Defecation Free) પ્રમાણપત્ર મળ્યું છે.

ઈન્દોર પાસેથી હજી પણ શીખવાનું બાકી છે…

આ વર્ષે પણ મધ્યપ્રદેશનું ઈન્દોર સતત આઠમા વર્ષે દેશનું નંબર-1 સ્વચ્છ શહેર બન્યું છે. પ્રશ્ન ઉઠે છે કે ગુજરાતના શહેરો હજુ સુધી ઈન્દોર જેટલી મજબૂત અને સતત સ્વચ્છતા કાયમી રાખવા કેમ અસમર્થ રહ્યા છે વિશેષજ્ઞો માને છે કે અમદાવાદના અધિકારીઓએ વિદેશના પ્રવાસ કરતાં પડોશી રાજ્ય ઈન્દોરમાંથી શીખવું વધુ મહત્વનું છે.

અહીં એવી કેટલીક કામગીરી થઇ રહી છે કે જેને અન્ય શહેરો અનુસરી શકે:

ઈન્દોરના સફાઈ સફળતાના રહસ્યો:

  • સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક પર કડક પ્રતિબંધ
  • ગ્રીન વેસ્ટમાંથી ખાતર અને બાયો ફ્યુઅલની ઉદ્યોગાત્મક પ્રક્રિયા
  • ઝીરો લેન્ડફિલ સિસ્ટમ – વેસ્ટને જમીનમાં દબાવવા બદલે યોગ્ય રીતે વ્યવસ્થિત કરવો
  • થ્રી-આર સેન્ટર (Reuse, Recycle, Reduce) દરેક વોર્ડમાં
  • ગંદા પાણીની રીસાયકલિંગ વ્યવસ્થા – બાથરૂમ કે રસોડાની નિકાસનું સંચાલન
  • એશિયાનો સૌથી મોટો CNG પ્લાન્ટ
  • પબ્લિક ટોઇલેટ અને ડસ્ટબિનનું સુવ્યવસ્થિત નેટવર્ક – 2016થીજ જનભાગીદારીથી શરૂ થયેલી કામગીરી

The post સ્વચ્છતા સર્વેક્ષણ 2024: અમદાવાદ દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં શામેલ, પણ હકીકત જુદી – ફક્ત 26 પાલિકા જ કચરામુક્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/18/ahmedabad-is-among-the-cleanest-cities-in-the-country-but-the-reality-is-different/feed/ 0
અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્રારંભિક રિપોર્ટ પછી એર ઈન્ડિયા અને બોઇંગ કંપનીએ આપી પ્રથમ પ્રતિક્રિયા https://www.gujaratinside.com/2025/07/12/ahmedabad-plane-crash-air-india-and-boeing-give-first-response-after-initial-report/ https://www.gujaratinside.com/2025/07/12/ahmedabad-plane-crash-air-india-and-boeing-give-first-response-after-initial-report/#respond Sat, 12 Jul 2025 06:23:13 +0000 https://www.gujaratinside.com/?p=14746 અમદાવાદમાં એર ઇન્ડિયાના ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત અંગે શુક્રવારની મોડી રાતે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા પ્રારંભિક રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટ બાદ હવે એર ઈન્ડિયા અને બોઇંગની તરફથી તેમની પ્રથમ ઔપચારિક પ્રતિક્રિયા સામે આવી છે. એર ઈન્ડિયાએ તપાસમાં સહયોગ આપવાનું કહ્યું એર ઈન્ડિયાએ શનિવારે X (હવેના ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું કે,...

The post અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્રારંભિક રિપોર્ટ પછી એર ઈન્ડિયા અને બોઇંગ કંપનીએ આપી પ્રથમ પ્રતિક્રિયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદમાં એર ઇન્ડિયાના ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત અંગે શુક્રવારની મોડી રાતે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા પ્રારંભિક રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટ બાદ હવે એર ઈન્ડિયા અને બોઇંગની તરફથી તેમની પ્રથમ ઔપચારિક પ્રતિક્રિયા સામે આવી છે.

એર ઈન્ડિયાએ તપાસમાં સહયોગ આપવાનું કહ્યું

એર ઈન્ડિયાએ શનિવારે X (હવેના ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું કે,

“12 જુલાઈ 2025ના રોજ જાહેર કરાયેલા AAIBના પ્રારંભિક અહેવાલની અમને જાણકારી મળી છે. અમે તમામ નિયામકો અને હિતધારકો સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને આગળની તપાસમાં પણ AAIB અને અન્ય સંબંધિત અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપતા રહીશું.”

વિમાની કંપનીએ કહ્યું છે કે તપાસ ચાલી રહી છે અને અમે ભવિષ્યમાં પણ દરેક જરૂરી પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છીએ.

https://x.com/airindia/status/1943795808660599111

રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

AAIB દ્વારા જાહેર કરાયેલા 15 પાનાના રિપોર્ટ અનુસાર, બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનના બંને એન્જિન ટેકઓફ પછી થોડી સેકન્ડમાં બંધ થઈ ગયા હતા. ફ્યુઅલ સપ્લાય અટકવાથી વિમાનની થ્રસ્ટ ક્ષમતા ખતમ થઈ ગઈ હતી અને વિમાન નીચે ધકેલાયું હતું. અહેવાલમાં જણાયું છે કે બંને એન્જિનના ફ્યુઅલ કટ-ઓફ સ્વીચ ‘RUN’ સ્થિતિમાંથી ‘CUTOFF’ પર ખસ્યા હતા. જોકે, આ સ્થિતિ કેવી રીતે ઊભી થઈ તે અંગે હજી સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી.

બોઇંગે પણ સંવેદના વ્યક્ત કરી

વિમાન બનાવતી કંપની બોઇંગે પણ એક નિવેદન બહાર પાડી રહ્યું છે. તેમણે કહ્યું:

“એર ઇન્ડિયા ફ્લાઇટ 171ના મુસાફરો અને ક્રૂ સભ્યોના પરિવારજનો તથા અમદાવાદમાં જમીન પર અસરગ્રસ્ત તમામ લોકોને અમારી દિલથી સંવેદના છે. અમે આ તપાસમાં તંત્રોને સહયોગ આપીશું અને અમારી ક્લાયન્ટ એર ઈન્ડિયાને ટેકો આપતા રહીશું.”

આ મામલો હજુ પણ તપાસ હેઠળ છે અને આ રિપોર્ટ માત્ર પ્રારંભિક છે. આગામી અહેવાલોમાં વધુ સ્પષ્ટતાઓ મળવાની શક્યતા છે.

The post અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્રારંભિક રિપોર્ટ પછી એર ઈન્ડિયા અને બોઇંગ કંપનીએ આપી પ્રથમ પ્રતિક્રિયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/12/ahmedabad-plane-crash-air-india-and-boeing-give-first-response-after-initial-report/feed/ 0
“તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું?”- અમદાવાદ પ્લેન ક્રેશ પહેલા પાયલટ્સ વચ્ચે થયેલી વાતચીત ના અંશ https://www.gujaratinside.com/2025/07/12/why-did-you-turn-off-the-fuel-excerpt-from-conversation-between-pilots-before-ahmedabad-plane-crash/ https://www.gujaratinside.com/2025/07/12/why-did-you-turn-off-the-fuel-excerpt-from-conversation-between-pilots-before-ahmedabad-plane-crash/#respond Sat, 12 Jul 2025 06:08:06 +0000 https://www.gujaratinside.com/?p=14743 અમદાવાદના એર ઇન્ડિયા ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત અંગે ભારતીય વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB) દ્વારા પ્રારંભિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં કોકપીટમાં થયેલી વાતચીત અને ટેકનિકલ ખામીઓના ચોંકાવનારા ખુલાસા થયા છે. ટેકઓફ પછી બંને એન્જિન બંધ 12 જૂને અમદાવાદથી લંડન જતી બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને ટેકઓફ કર્યા બાદ માત્ર થોડી સેકન્ડમાં જ બંને...

The post “તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું?”- અમદાવાદ પ્લેન ક્રેશ પહેલા પાયલટ્સ વચ્ચે થયેલી વાતચીત ના અંશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદના એર ઇન્ડિયા ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત અંગે ભારતીય વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB) દ્વારા પ્રારંભિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં કોકપીટમાં થયેલી વાતચીત અને ટેકનિકલ ખામીઓના ચોંકાવનારા ખુલાસા થયા છે.

ટેકઓફ પછી બંને એન્જિન બંધ

12 જૂને અમદાવાદથી લંડન જતી બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને ટેકઓફ કર્યા બાદ માત્ર થોડી સેકન્ડમાં જ બંને એન્જિન બંધ થઈ ગયા. એન્જિનના ફ્યુઅલ કટ-ઓફ સ્વીચ ‘RUN’ સ્થિતિમાંથી ‘CUTOFF’ સ્થિતિમાં આવ્યા, જેના કારણે વિમાનનું થ્રસ્ટ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયું અને વિમાનનું બેલેન્સ બગડી ગયું. થોડા જ પળોમાં વિમાન શહેરની મેડિકલ કોલેજના હોસ્ટેલ પર અથડાઈ ગયું.

કોકપીટની વાતચીતથી ઊભા થયા પ્રશ્નો

વિમાન દુર્ઘટનાની થોડાક પળો પહેલાં પાયલટ્સ વચ્ચેની આશ્ચર્યજનક વાતચીત સામે આવી છે. જેમાં એક પાયલટ બીજાને પૂછે છે:
“તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું?”
જેમના જવાબમાં બીજો પાયલટ કહે છે:
“મેં એવું નથી કર્યું.”

આ વાતચીત ટેકનિકલ ખામી અથવા માનવ મૂંઝવણ તરફ ઈશારો કરે છે.. તપાસમાં જાણવા મળ્યું કે ઇમરજન્સી પાવર સપ્લાય સિસ્ટમ (RAT) પણ સક્રિય થઈ હતી – જે માત્ર એ સમયે સક્રિય થાય છે જ્યારે બંને એન્જિન ખતમ થઈ જાય.

એક એન્જિન ફરી ચાલુ થયું, પણ…

પાયલટ્સ દ્વારા તાત્કાલિક પગલાં લેતા ફ્યુઅલ સ્વીચ ફરી ચાલુ કરવામાં આવી હતી. એમાંથી એન્જિન નંબર 2 થોડા સમય માટે ફરી શરૂ થયું પણ એન્જિન 1 શરૂ થઈ શક્યું નહીં. જેથી વિમાન સંપૂર્ણ નિયંત્રણ ગુમાવી બેઠું.

તપાસ દરમિયાન કોઈ પક્ષી અથડાવાનો પુરાવો નથી મળ્યો, એટલે પક્ષી અથડામણનો મુદ્દો રદ કરાયો છે.

જાનમાલનું ભારે નુકસાન

આ દુર્ઘટનામાં 260 લોકોનું દયનીય મોત થયું હતું. જેમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો ઉપરાંત નજીકમાં રહેલા 19 નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

15 પાનાનો પ્રારંભિક અહેવાલ જાહેર

AAIB દ્વારા જાહેર કરાયેલ આ 15 પાનાના અહેવાલમાં માત્ર ટેકનિકલ બાબતો નહીં પણ માનવ ત્રુટિઓ અને કોકપીટના અંતિમ પળોના ડાયલોગ્સ પણ સમાવાયા છે. પરિણામે, આ કેસમાં હવે અનેક નવા પ્રશ્નો ઊભા થયા છે – શું ખામી ટેકનિકલ હતી કે માનવ ભૂલ?

The post “તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું?”- અમદાવાદ પ્લેન ક્રેશ પહેલા પાયલટ્સ વચ્ચે થયેલી વાતચીત ના અંશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/12/why-did-you-turn-off-the-fuel-excerpt-from-conversation-between-pilots-before-ahmedabad-plane-crash/feed/ 0
અમદાવાદ પ્લેન દુર્ઘટના: “વિમાનના બંને એન્જિનને ફ્યુઅલ મળતું બંધ થયું હતું” – AAIBનો ખુલાસો https://www.gujaratinside.com/2025/07/12/ahmedabad-plane-crash-both-engines-of-the-plane-had-stopped-getting-fuel/ Sat, 12 Jul 2025 02:57:25 +0000 https://www.gujaratinside.com/?p=14741 વિમાનના બંને એન્જિનને ઈંધણ આપતી ફ્યુઅલ કટઓફ સ્વિચ 'RUN'થી 'CUTOFF' સ્થિતિમાં એક જ સેકન્ડમાં ગઈ, જેના કારણે એન્જિનને ઈંધણ મળવાનું બંધ થયું.

The post અમદાવાદ પ્લેન દુર્ઘટના: “વિમાનના બંને એન્જિનને ફ્યુઅલ મળતું બંધ થયું હતું” – AAIBનો ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં બનેલી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટના મામલે હવે ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. દુર્ઘટનામાં જીવતા બચેલા એકમાત્ર યાત્રિક સિવાય તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોનું મૃત્યુ થયું હતું. હવે આ મામલે વિમાન દુર્ઘટના તપાસ બોર્ડ (AAIB) દ્વારા પ્રાથમિક તપાસનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

તપાસના મુખ્ય મુદ્દા:

  • 15 પાનાનો રિપોર્ટ જાહેર: AAIBએ જાહેર કરેલા રિપોર્ટમાં દુર્ઘટનાના સમયગાળા દરમિયાનના અંતિમ પળોની વિગતવાર વિગતો જાહેર કરી છે.
  • ટેકઓફ પછી તુરંત એન્જિન બંધ: એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 વિમાનના ટેકઓફ કર્યા પછી માત્ર થોડા સેકન્ડમાં બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા.
  • ફ્યુઅલ કટઓફ સ્વિચમાં બંધ: વિમાનના બંને એન્જિનને ઈંધણ આપતી ફ્યુઅલ કટઓફ સ્વિચ ‘RUN’થી ‘CUTOFF’ સ્થિતિમાં એક જ સેકન્ડમાં ગઈ, જેના કારણે એન્જિનને ઈંધણ મળવાનું બંધ થયું.
  • પાયલટો વચ્ચે સંવાદ: Cockpit Voice Recorder મુજબ, મુખ્ય પાયલટે પ્રશ્ન કર્યો કે, “સ્વિચ કટઓફ કેમ કરી?” બીજા પાયલટે જવાબ આપ્યો, “મેં નથી કરી.”
  • પાવર ખોરવાઈ જતા RAT સક્રિય થયું: વિમાનના પાવર સિસ્ટમ ફેલ થતાં Ram Air Turbine (RAT) સક્રિય થયું, આ પ્રક્રિયા સીસીટીવીમાં પકડાઈ છે.
  • માત્ર 32 સેકન્ડ સુધી હવામાં: એન્જિન બંધ થયા પછી વિમાન માત્ર 32 સેકન્ડ સુધી હવામાં રહી શક્યું.
  • એન્જિન રીસ્ટાર્ટનો પ્રયાસ નિષ્ફળ: વિમાનના પાયલટે એન્જિન ફરી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો, જેમાંથી માત્ર પહેલું એન્જિન થોડી ક્ષણો માટે ચાલુ થયું, બીજું તો ચાલુ થઈ ન શક્યું.
  • Mayday’ કોલ અને અંતિમ પળો: 01:39:05 IST પર પાયલટે ‘MAYDAY MAYDAY MAYDAY’ કોલ આપ્યો, પરંતુ ATC તરફથી કોલ સાઇન પૂછાયા બાદ કોઈ પ્રતિસાદ મળ્યો નહીં. તરત જ વિમાન રનવેના 1.7 કિમી દૂર એક હોસ્ટેલની ઈમારત પર ક્રેશ થયું.

અન્ય તપાસી વિગતો:

  • ટેકઓફ દરમિયાન બધું સામાન્ય હતું: બ્લેક બોક્સના ડેટા અનુસાર ટેકઓફ દરમિયાન વિમાન પૂર્ણ થ્રસ્ટ પર હતું. ફ્લેપ્સ, લેન્ડિંગ ગિયર યોગ્ય સ્થિતિમાં હતા.
  • ફ્યુઅલ ગુણવત્તા યોગ્ય: ફ્યુઅલમાં કોઈ ગંદકી કે દોષ નહોતો નોંધાયો.
  • વાતાવરણ: ઘટનાના સમયે હવામાન સારી સ્થિતિમાં હતું — વિઝિબિલિટી પણ યોગ્ય હતી, અને કોઈ પક્ષી સાથે અથડામણ નહોતી.
  • પાયલટો અનુભવયુક્ત અને ફિટ: બંને પાયલટ તંદુરસ્ત, અનુભવી અને ઊંઘપૂરતા હતા — માનવીય ભૂલના કોઈ પુરાવા મળ્યા નથી.
  • વિમાનનું વજન નિયમસર: વિમાનમાં લદાયેલું વજન તેમજ કાર્ગો નિયમિત હદમાં હતું, અને કોઈ ખતરનાક સામગ્રી નહોતી.
  • વિમાનનો કાટમાળ સુરક્ષિત: ઘટના સ્થળે ડ્રોન ફૂટેજ દ્વારા દસ્તાવેજીકરણ થયું છે અને વિમાનના કાટમાળને અમદાવાદ એરપોર્ટ નજીક સુરક્ષિત રીતે સંગ્રહવામાં આવ્યો છે.

હજુ છે વિસ્તૃત તપાસ બાકી

AAIBએ રાત્રિના 1 વાગ્યે આ રિપોર્ટ જાહેર કર્યો હતો. તથાપિ, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર પ્રાથમિક તપાસ છે અને હજી વિગતવાર અને આખરી રિપોર્ટ માટે તપાસ ચાલુ છે.

The post અમદાવાદ પ્લેન દુર્ઘટના: “વિમાનના બંને એન્જિનને ફ્યુઅલ મળતું બંધ થયું હતું” – AAIBનો ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઓઢવમાં કરુણ ઘટના: માતાએ જ પોતાની 6 વર્ષીય પુત્રીની કરી હત્યા, પતિએ નોંધાવી ફરિયાદ https://www.gujaratinside.com/2025/07/04/mother-kills-her-6-year-old-daughter-husband-files-complaint/ https://www.gujaratinside.com/2025/07/04/mother-kills-her-6-year-old-daughter-husband-files-complaint/#respond Fri, 04 Jul 2025 14:12:26 +0000 https://www.gujaratinside.com/?p=14598 અમદાવાદ, 4 જુલાઈ: શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી ચામુંડા નગર સોસાયટીમાં ગુરુવારે એક હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં માતાએ પોતાની જ 6 વર્ષીય પુત્રીની ગળું દબાવીને હત્યા કરી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે બાળકીના સાવકા પિતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા નોંધાયેલી FIR મુજબ, ઘટનાનો બનાવ 2 જુલાઈના બપોરનો છે....

The post ઓઢવમાં કરુણ ઘટના: માતાએ જ પોતાની 6 વર્ષીય પુત્રીની કરી હત્યા, પતિએ નોંધાવી ફરિયાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ, 4 જુલાઈ: શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી ચામુંડા નગર સોસાયટીમાં ગુરુવારે એક હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં માતાએ પોતાની જ 6 વર્ષીય પુત્રીની ગળું દબાવીને હત્યા કરી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે બાળકીના સાવકા પિતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ દ્વારા નોંધાયેલી FIR મુજબ, ઘટનાનો બનાવ 2 જુલાઈના બપોરનો છે. ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકી આરુષી શાળામાંથી બપોરે લગભગ 12 વાગ્યે પરત ફરી હતી. બપોરે 3:30 વાગ્યે માતા ઉષા લોઢીએ તેને ઘરકામ કરવા કહ્યું, પરંતુ આરુષીએ ના પાડતા, ઉષાએ ગુસ્સામાં આવીને પહેલે તેને અનેક થપ્પડ મારી અને બાદમાં તેનું ગળું દબાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફેબ્રિકેટર તરીકે કામ કરતા અમિતકુમાર શિવપાલ લોઢીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની પત્ની ઉષાએ તેમને બપોરે 4:12 વાગ્યે ફોન કરીને કહ્યું કે આરુષી સુઈ ગઈ છે અને જાગી રહી નથી. તેઓ તરત જ એક સહકર્મી સાથે ઘરે પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા બાળકી બેભાન હાલતમાં મળી, જેને તેઓ તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોકટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી.

પરિવારજનોએ મૃતદેહને ઘરે પાછો લાવ્યો હતો, પરંતુ એક સ્થાનિકે 108 ઇમરજન્સી સેવામાં જાણ કરતા એમ્બ્યુલન્સ દ્વારા બાળકીના મૃતદેહને ઓઢવની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જ્યાં ડોકટરોએ સાંજે 5 વાગ્યે તેના મૃત્યુની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ પોસ્ટમોર્ટમ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓઢવ પોલીસ ઘટના અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

The post ઓઢવમાં કરુણ ઘટના: માતાએ જ પોતાની 6 વર્ષીય પુત્રીની કરી હત્યા, પતિએ નોંધાવી ફરિયાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/04/mother-kills-her-6-year-old-daughter-husband-files-complaint/feed/ 0