AIIMS Delhi Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/aiims-delhi/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 09 Sep 2025 06:06:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png AIIMS Delhi Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/aiims-delhi/ 32 32 દિલ્હી એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન, સંશોધન અને મેડિકલ શિક્ષણમાં મળશે મદદ https://www.gujaratinside.com/2025/09/09/aiims-delhi-first-fetus-donation-research/ https://www.gujaratinside.com/2025/09/09/aiims-delhi-first-fetus-donation-research/#respond Tue, 09 Sep 2025 06:59:54 +0000 https://www.gujaratinside.com/?p=18845 નવી દિલ્હી: દિલ્હીની એમ્સને પહેલીવાર ભૂ્રણ દાન મળ્યું છે, જે મેડિકલ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. 32 વર્ષીય વંદના જૈનને પાંચમા મહિનામાં ગર્ભપાત થયો હતો, ત્યારબાદ તેમણે અને તેમના પરિવારજનોે ભૂ્રણ દાન કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારના આ નિર્ણય બાદ દેહદાન માટે કાર્યરત સમિતિએ એઇમ્સના અધિકારીઓ તથા એનાટોમી વિભાગ સાથે સંપર્ક...

The post દિલ્હી એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન, સંશોધન અને મેડિકલ શિક્ષણમાં મળશે મદદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: દિલ્હીની એમ્સને પહેલીવાર ભૂ્રણ દાન મળ્યું છે, જે મેડિકલ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. 32 વર્ષીય વંદના જૈનને પાંચમા મહિનામાં ગર્ભપાત થયો હતો, ત્યારબાદ તેમણે અને તેમના પરિવારજનોે ભૂ્રણ દાન કરવાનો નિર્ણય લીધો હતો.

પરિવારના આ નિર્ણય બાદ દેહદાન માટે કાર્યરત સમિતિએ એઇમ્સના અધિકારીઓ તથા એનાટોમી વિભાગ સાથે સંપર્ક કર્યો અને જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી. સવારે આઠ વાગ્યે સંપર્ક કર્યા બાદ આખો દિવસ ચાલેલી પ્રક્રિયા પૂર્ણ કરીને સાંજે સાત વાગ્યે એઇમ્સે પોતાનું પ્રથમ ભૂ્રણ દાન સ્વીકાર્યું હતું.

એઇમ્સના એનાટોમી વિભાગના ડો. એસ.બી. રાય અને તેમની ટીમે આ પ્રક્રિયામાં માર્ગદર્શન આપ્યું હતું. વિભાગના પ્રોફેસર ડો. સુબ્રત બાસુએ જણાવ્યું કે માનવ શરીર કેવી રીતે વિકસે છે તે સમજવા માટે ભૂ્રણ સંશોધન અત્યંત જરૂરી છે. વિવિધ અંગો કયા તબક્કે અને કેવી રીતે વિકસે છે તે જાણવા આ પ્રકારનું સંશોધન મેડિકલ વિદ્યાર્થીઓ તેમજ વૈજ્ઞાનિકોને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની તક આપે છે.

પરિવારે ભૂ્રણ દાન દ્વારા સમાજને મદદરૂપ થવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. નિષ્ણાતો માનતા છે કે ભવિષ્યમાં આ પ્રકારના દાનથી મેડિકલ સંશોધન અને શિક્ષણ ક્ષેત્રમાં મોટી પ્રગતિ થશે.

 

The post દિલ્હી એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન, સંશોધન અને મેડિકલ શિક્ષણમાં મળશે મદદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/aiims-delhi-first-fetus-donation-research/feed/ 0
NIRF રેન્કિંગ 2025: IIM અમદાવાદ છઠ્ઠા વર્ષે ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ, IIT મદ્રાસ દેશની શ્રેષ્ઠ સંસ્થા https://www.gujaratinside.com/2025/09/04/nirf-ranking-2025-iim-ahmedabad-iit-madras-top/ https://www.gujaratinside.com/2025/09/04/nirf-ranking-2025-iim-ahmedabad-iit-madras-top/#respond Thu, 04 Sep 2025 10:00:56 +0000 https://www.gujaratinside.com/?p=18317 શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2025માં, અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) એ મેનેજમેન્ટ કેટેગરીમાં ફરી એકવાર ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. IIM અમદાવાદ 2020થી સતત છ વર્ષથી દેશની નંબર વન મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ તરીકે ઓળખાય છે. આ વર્ષે IIM બેંગ્લોર બીજા ક્રમે અને IIM કોઝિકોડે ત્રીજા ક્રમે રહ્યા છે....

The post NIRF રેન્કિંગ 2025: IIM અમદાવાદ છઠ્ઠા વર્ષે ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ, IIT મદ્રાસ દેશની શ્રેષ્ઠ સંસ્થા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2025માં, અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) એ મેનેજમેન્ટ કેટેગરીમાં ફરી એકવાર ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. IIM અમદાવાદ 2020થી સતત છ વર્ષથી દેશની નંબર વન મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ તરીકે ઓળખાય છે. આ વર્ષે IIM બેંગ્લોર બીજા ક્રમે અને IIM કોઝિકોડે ત્રીજા ક્રમે રહ્યા છે.

એકંદરે શ્રેષ્ઠ ઈન્સ્ટિટ્યુટ તરીકે IIT મદ્રાસ પ્રથમ સ્થાને રહ્યું છે. IIT મદ્રાસ એ એન્જિનિયરિંગ કેટેગરીમાં પણ ટોચનું સ્થાન મેળવ્યું છે. IISc બેંગ્લોર એકંદરે બીજા ક્રમે અને IIT બોમ્બે ત્રીજા ક્રમે રહ્યા. એન્જિનિયરિંગમાં ટોચની 3 ઈન્સ્ટિટ્યુટમાં IIT મદ્રાસ, IIT દિલ્હી અને IIT બોમ્બે સામેલ છે.

આ વર્ષે કુલ 17 કેટેગરીમાં રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ 16 કેટેગરી હતી, જેમાં આ વર્ષે સસ્ટેનેબિલિટી કેટેગરીનો ઉમેરો થયો છે. 2024માં ઓપન યુનિવર્સિટી, સ્કિલ યુનિવર્સિટી અને સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીની નવી કેટેગરીઓનો સમાવેશ થયો હતો. આ રેન્કિંગની શરૂઆત 2016માં કરવામાં આવી હતી.

રેન્કિંગના માપદંડોમાં શિક્ષણ, લર્નિંગ, રિસોર્સ, રિસર્ચ અને પ્રોફેશનલ પ્રેક્ટિસ, ગ્રેજ્યુએશન આઉટકમ્સ, આઉટરીચ, ઈન્ક્લુઝિવિટી અને હરીફાઈમાં દ્રષ્ટિકોણનો સમાવેશ થાય છે.

યુનિવર્સિટી કેટેગરીમાં IISc બેંગ્લોર પ્રથમ, JNU બીજા અને મણિપાલની MAHE યુનિવર્સિટી ત્રીજા સ્થાને રહી. કોલેજ કેટેગરીમાં હિન્દુ કોલેજે પ્રથમ સ્થાન મેળવ્યું, મિરાન્ડા હાઉસ બીજા ક્રમે અને હંસરાજ કોલેજ ત્રીજા ક્રમે રહ્યું. ખાસ કરીને, હંસરાજ કોલેજ ગયા વર્ષે 12માં ક્રમે હતું.

મેડિકલ કેટેગરીમાં AIIMS દિલ્હી પ્રથમ ક્રમે રહ્યું, જ્યારે PGIMER ચંદીગઢ બીજા અને ક્રિસ્ટન મેડિકલ કોલેજ, વેલ્લોર ત્રીજા ક્રમે રહ્યા છે.

 

The post NIRF રેન્કિંગ 2025: IIM અમદાવાદ છઠ્ઠા વર્ષે ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ, IIT મદ્રાસ દેશની શ્રેષ્ઠ સંસ્થા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/nirf-ranking-2025-iim-ahmedabad-iit-madras-top/feed/ 0