Akhilesh Yadav Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/akhilesh-yadav/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 09 Sep 2025 05:58:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Akhilesh Yadav Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/akhilesh-yadav/ 32 32 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/ https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/#respond Tue, 09 Sep 2025 05:58:54 +0000 https://www.gujaratinside.com/?p=18840 ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં એનડીએ (NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં મતદાન સવારના 10 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. મતદાનના એક દિવસ પહેલા...

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં એનડીએ (NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં મતદાન સવારના 10 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં NDA સાંસદોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. બેઠકમાં સાંસદોને મતદાન પ્રક્રિયા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચૂંટણી પહેલા NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દિલ્હીના લોધી રોડ સ્થિત શ્રી રામ મંદિરે પૂજા-અર્ચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ ચૂંટણી ભારતીય રાષ્ટ્રવાદ માટે મોટી જીત સાબિત થશે. અમે બધા એક છીએ અને એક રહીશું. અમારી ઇચ્છા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા છે.”

આ ચૂંટણીમાં બિજૂ જનતા દળ (BJD), ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને શિરોમણી અકાલી દળે મતદાનમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત, પંજાબના સ્વતંત્ર સાંસદો સરબજીત સિંહ ખાલસા (ફરીદકોટ) અને અમૃતપાલ સિંહ (ખડૂર સાહિબ) એ પણ મતદાનનો બહિષ્કાર જાહેર કર્યો છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ચૂંટણી અંગે જણાવ્યું કે, “આ મત અંતરાત્મા પર આધારિત છે. ભાજપ લોકોનો ઉપયોગ કરીને પછી તેમને બરબાદ કરે છે. અમારા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાથે પણ એવું જ બન્યું હતું. જીતનો આંકડો ચોક્કસપણે અમારા પક્ષમાં રહેશે.”

લોકસભા અને રાજ્યસભાના કુલ 781 સાંસદોને મતદાનનો અધિકાર છે, જેમાં જીત માટે 392 મત જરૂરી છે. હાલની સંખ્યાબળની સ્થિતિ જોતા NDA પાસે 425 સાંસદોનું સમર્થન છે (લોકસભામાં 293 અને રાજ્યસભામાં 132). એટલે કે, નંબરગેમમાં NDAની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

 

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/feed/ 0
તેજસ્વી યાદવે જાહેર કર્યું મહાગઠબંધનનું મુખ્યમંત્રી ચહેરો, રાહુલ-અખિલેશની હાજરીમાં લગાવ્યો નિવેદન https://www.gujaratinside.com/2025/08/30/tejashwi-yadav-declared-mahagathbandhan-cm-face/ https://www.gujaratinside.com/2025/08/30/tejashwi-yadav-declared-mahagathbandhan-cm-face/#respond Sat, 30 Aug 2025 16:45:42 +0000 https://www.gujaratinside.com/?p=17832 બિહારની રાજનીતિમાં શનિવારે વિશેષ ઘટનાઓ નોંધાઈ, જ્યારે આરામાં વોટર અધિકાર યાત્રાના સમાપન કાર્યક્રમમાં તેજસ્વી યાદવે મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો હોવાનો જાહેર કર્યો. સ્ટેજ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ હાજર રહ્યા. તેજસ્વીએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહાર કર્યો અને તેમને ‘ડુપ્લિકેટ મુખ્યમંત્રી’ ગણાવ્યો. તેમનું કહેવું હતું કે સરકાર તેમની યોજનાઓની નકલ કરી...

The post તેજસ્વી યાદવે જાહેર કર્યું મહાગઠબંધનનું મુખ્યમંત્રી ચહેરો, રાહુલ-અખિલેશની હાજરીમાં લગાવ્યો નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારની રાજનીતિમાં શનિવારે વિશેષ ઘટનાઓ નોંધાઈ, જ્યારે આરામાં વોટર અધિકાર યાત્રાના સમાપન કાર્યક્રમમાં તેજસ્વી યાદવે મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો હોવાનો જાહેર કર્યો. સ્ટેજ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ હાજર રહ્યા.

તેજસ્વીએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહાર કર્યો અને તેમને ‘ડુપ્લિકેટ મુખ્યમંત્રી’ ગણાવ્યો. તેમનું કહેવું હતું કે સરકાર તેમની યોજનાઓની નકલ કરી જનતા સામે રજૂ કરી રહી છે, જ્યારે મહાગઠબંધન આગળ આગળ ચાલી રહ્યું છે. તેમણે જનતાને સવાલ ઉઠાવ્યો કે, “તમારે ઓરિજિનલ મુખ્યમંત્રી જોઈએ કે ડુપ્લિકેટ?” અને જણાવ્યું કે જનતા હવે બદલાવ ઇચ્છે છે.

થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી સાથે કરવામાં આવેલા સંવાદમાં તેજસ્વીએ મુખ્યમંત્રી ચહેરા અંગે કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો હતો, પરંતુ આજે આરાના સમાપન કાર્યક્રમમાં તેમને ખુલ્લેઆમ જાહેરાત કરી દીધી કે મહાગઠબંધનનો ‘ઓરિજિનલ મુખ્યમંત્રી ચહેરો’ તે તેજસ્વી યાદવ છે.

સપા પ્રમુખ અખિલેશ યાદવે લાલુ યાદવ સાથે બેઠક બાદ જણાવ્યું કે, “બિહારમાં મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો તેજસ્વી યાદવ જ હશે. તેમણે રેકોર્ડ સંખ્યામાં નોકરીઓ આપી છે અને કામ કરીને બતાવ્યું છે. તેમનાથી સારો મુખ્યમંત્રી ચહેરો કોઈ ન હોઈ શકે. અમે સૌ તેમની મદદ કરીશું.”

 

The post તેજસ્વી યાદવે જાહેર કર્યું મહાગઠબંધનનું મુખ્યમંત્રી ચહેરો, રાહુલ-અખિલેશની હાજરીમાં લગાવ્યો નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/tejashwi-yadav-declared-mahagathbandhan-cm-face/feed/ 0