Akshay Kumar Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/akshay-kumar/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 10 Sep 2025 14:52:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Akshay Kumar Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/akshay-kumar/ 32 32 જોલી LLB 3નું ટ્રેલર રિલીઝ, અક્ષય કુમાર અને અરશદ વારસી વચ્ચે કાનૂની જંગ https://www.gujaratinside.com/2025/09/10/jolly-llb-3-trailer-release-akshay-umar-arshad-warsi/ https://www.gujaratinside.com/2025/09/10/jolly-llb-3-trailer-release-akshay-umar-arshad-warsi/#respond Wed, 10 Sep 2025 15:15:42 +0000 https://www.gujaratinside.com/?p=19052 બોલિવૂડની પોપ્યુલર લૉ કૉમેડી ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘જોલી LLB 3’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમાર અને અરશદ વારસી બંને ‘જોલી’ની ભૂમિકામાં જોવા મળ્યાં છે. અક્ષય કુમારે ટ્રેલર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો, ત્યારબાદ ફેન્સમાં ફિલ્મ માટે ઉત્સુકતા વધી ગઈ છે. ટ્રેલરમાં અક્ષય કુમાર કાનપુરના જોલી તરીકે દેખાય છે, જ્યારે અરશદ વારસીનું કૅરેક્ટર પોતાના...

The post જોલી LLB 3નું ટ્રેલર રિલીઝ, અક્ષય કુમાર અને અરશદ વારસી વચ્ચે કાનૂની જંગ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બોલિવૂડની પોપ્યુલર લૉ કૉમેડી ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘જોલી LLB 3’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમાર અને અરશદ વારસી બંને ‘જોલી’ની ભૂમિકામાં જોવા મળ્યાં છે. અક્ષય કુમારે ટ્રેલર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો, ત્યારબાદ ફેન્સમાં ફિલ્મ માટે ઉત્સુકતા વધી ગઈ છે.

ટ્રેલરમાં અક્ષય કુમાર કાનપુરના જોલી તરીકે દેખાય છે, જ્યારે અરશદ વારસીનું કૅરેક્ટર પોતાના કામ માટે ફી વસુલતા જોવા મળે છે. ટ્રેલરની શરૂઆતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચેની અથડામણ દર્શાવવામાં આવી છે, જેમાં જમીન બળજબરીથી હડપવામાં આવતા ખેડૂતોની સમસ્યા દર્શાવવામાં આવી છે. જ્યારે બંને જોલીઓ એકબીજાના સામે આવે છે, ત્યારે કાનૂની જંગ શરૂ થાય છે.

ટ્રેલરમાં ચાહકો માટે એક મોટું સરપ્રાઇઝ પણ છે, અરશદ વારસી સાથે અમૃતા સિંહનું કમબેક. અક્ષય કુમારની પત્ની તરીકે ફિલ્મમાં હુમા કુરેશી પણ જોવા મળશે, જે પુનઃપુષ્પા પાંડે મિશ્રાનું પાત્ર ભજવે છે.

ફિલ્મ ‘જોલી LLB 3’ 19 સપ્ટેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાના છે. અગાઉ રિલીઝ થયેલી બે ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી છે, જેથી ત્રીજા ભાગમાંથી પણ મોટી અપેક્ષા છે.

 

The post જોલી LLB 3નું ટ્રેલર રિલીઝ, અક્ષય કુમાર અને અરશદ વારસી વચ્ચે કાનૂની જંગ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/jolly-llb-3-trailer-release-akshay-umar-arshad-warsi/feed/ 0
અક્ષય-સૈફની ફિલ્મ ‘હેવાન’માં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી, શૂટિંગ શરૂ https://www.gujaratinside.com/2025/08/26/akshay-saif-hewam-shreya-pilgaonkar-entry/ https://www.gujaratinside.com/2025/08/26/akshay-saif-hewam-shreya-pilgaonkar-entry/#respond Tue, 26 Aug 2025 13:56:25 +0000 https://www.gujaratinside.com/?p=17383 અભિનેતા અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની આગામી ફિલ્મ હેવાન માં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી થશે. અક્ષય કુમાર ઘણા વર્ષો પછી સૈફ સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે અને ફિલ્મમાં એક જાણીતી અભિનેત્રીની પણ એન્ટ્રી જોવા મળશે. શ્રિયા પિલગાંવકરે પહેલા પોતાની વેબ સિરીઝ મંડલા મંડર્સ માં નેગેટિવ પાત્ર ભજવીને દર્શકોને પ્રભાવિત કર્યા છે. તેમણે બ્રોકન ન્યૂઝ...

The post અક્ષય-સૈફની ફિલ્મ ‘હેવાન’માં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી, શૂટિંગ શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અભિનેતા અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની આગામી ફિલ્મ હેવાન માં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી થશે. અક્ષય કુમાર ઘણા વર્ષો પછી સૈફ સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે અને ફિલ્મમાં એક જાણીતી અભિનેત્રીની પણ એન્ટ્રી જોવા મળશે. શ્રિયા પિલગાંવકરે પહેલા પોતાની વેબ સિરીઝ મંડલા મંડર્સ માં નેગેટિવ પાત્ર ભજવીને દર્શકોને પ્રભાવિત કર્યા છે. તેમણે બ્રોકન ન્યૂઝ અને Guilty Minds જેવી વેબ સિરીઝમાં પણ અદ્ભુત અભિનય બતાવ્યો છે. હવે તે અક્ષય કુમાર અને સૈફ સાથે અભિનય કરતી જોવા મળશે.

ફિલ્મમાં અક્ષય કુમાર વિલનનું પાત્ર ભજવશે. તેમના નવા લૂકને જોઈ ચર્ચા ચાલી રહી છે કે આ ફિલ્મ 2016માં રિલીઝ થયેલી મલયાલમ બ્લોકબસ્ટર ઓપ્પ્મ ની રિમેક છે, જેનું દિગ્દર્શન પ્રિયદર્શન કરશે. ફિલ્મમાં મોહનલાલ પણ મુખ્ય પાત્રમાં જોવા મળશે.

હેવાન નું શૂટિંગ 23 ઓગસ્ટથી કેરળના કોચી ખાતે શરૂ થઈ ગયું છે. હાલ ફિલ્મમાં ચાર અભિનેત્રીઓના નામ કન્ફર્મ થયા છે. અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ફિલ્મના સેટનો વીડિયો શેર કરીને ચાહકોને સરપ્રાઇઝ આપ્યો છે.

 

The post અક્ષય-સૈફની ફિલ્મ ‘હેવાન’માં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી, શૂટિંગ શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/akshay-saif-hewam-shreya-pilgaonkar-entry/feed/ 0
‘હેરા ફેરી 3’ બાદ ફિલ્મી દુનિયાને અલવિદા કરશે પ્રિયદર્શન, કહ્યું- હવે થાકી ગયો છું https://www.gujaratinside.com/2025/08/25/priyadarshan-to-retire-after-hera-pheri-3/ https://www.gujaratinside.com/2025/08/25/priyadarshan-to-retire-after-hera-pheri-3/#respond Mon, 25 Aug 2025 15:04:55 +0000 https://www.gujaratinside.com/?p=17307 પ્રખ્યાત ફિલ્મમેકર પ્રિયદર્શન હાલમાં તેમની આવનારી ફિલ્મ ‘હેવાન’ને લઈને ચર્ચામાં છે, જેમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ફરી એકવાર સાથે નજર આવશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ કેરળના કોચીમાં ચાલી રહ્યું છે. પ્રિયદર્શને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘હેવાન’ પછી તે અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે ‘હેરા ફેરી 3’નું શૂટિંગ શરૂ કરશે. જોકે,...

The post ‘હેરા ફેરી 3’ બાદ ફિલ્મી દુનિયાને અલવિદા કરશે પ્રિયદર્શન, કહ્યું- હવે થાકી ગયો છું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પ્રખ્યાત ફિલ્મમેકર પ્રિયદર્શન હાલમાં તેમની આવનારી ફિલ્મ ‘હેવાન’ને લઈને ચર્ચામાં છે, જેમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ફરી એકવાર સાથે નજર આવશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ કેરળના કોચીમાં ચાલી રહ્યું છે. પ્રિયદર્શને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘હેવાન’ પછી તે અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે ‘હેરા ફેરી 3’નું શૂટિંગ શરૂ કરશે. જોકે, તેમણે એ પણ સંકેત આપ્યા છે કે આ ફિલ્મ બાદ તે સિનેમા જગતને અલવિદા કહી દેશે.

પ્રિયદર્શને કહ્યું, “હું સામાન્ય રીતે મારી જૂની ફિલ્મોના સિક્વલ બનાવતો નથી, પરંતુ ‘હેરા ફેરી 3’ માટે ઘણા દિવસોથી માંગ ચાલી રહી હતી, એટલે આ ફિલ્મ જરૂર બનાવીશ. પરંતુ હવે હું થાકી ગયો છું, તેથી આ પછી નિવૃત્તિ લઈશ.” અને ‘હેવાન’ પછી ફિલ્મનું દિગ્દર્શન કરાશે, જેમાં મોહનલાલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં ફિલ્મના સ્ક્રીનપ્લે પર કામ ચાલી રહ્યું છે અને આવતી સાલે શૂટિંગ શરૂ થશે. મોહનલાલ અને પ્રિયદર્શન બાળપણના મિત્રો છે અને તેઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું 1984માં, જ્યારે પ્રિયદર્શને ફિલ્મ ‘પુકાકોરૂ મુકુદી’નું દિગ્દર્શન કર્યું હતું.

 

The post ‘હેરા ફેરી 3’ બાદ ફિલ્મી દુનિયાને અલવિદા કરશે પ્રિયદર્શન, કહ્યું- હવે થાકી ગયો છું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/priyadarshan-to-retire-after-hera-pheri-3/feed/ 0
18 વર્ષ પછી અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ફરી એક સાથે, ‘હેવાન’ની શૂટિંગ શરૂ https://www.gujaratinside.com/2025/08/23/akshay-kumar-saif-ali-khan-haiwaan-movie-shooting-start/ https://www.gujaratinside.com/2025/08/23/akshay-kumar-saif-ali-khan-haiwaan-movie-shooting-start/#respond Sat, 23 Aug 2025 15:26:54 +0000 https://www.gujaratinside.com/?p=17101 બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘જોલી એલએલબી 3’ ને લઈને ચર્ચામાં છે, પરંતુ હવે તે સાથે વધુ એક નવી ફિલ્મને લઈને પણ ચર્ચામાં આવ્યો છે. તાજેતરના રિપોર્ટ્સ અનુસાર, 18 વર્ષ બાદ અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ફરી એકવાર એકસાથે મોટી સ્ક્રીન પર જોવા મળશે. બંને અભિનેતા પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત થતી નવી...

The post 18 વર્ષ પછી અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ફરી એક સાથે, ‘હેવાન’ની શૂટિંગ શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘જોલી એલએલબી 3’ ને લઈને ચર્ચામાં છે, પરંતુ હવે તે સાથે વધુ એક નવી ફિલ્મને લઈને પણ ચર્ચામાં આવ્યો છે. તાજેતરના રિપોર્ટ્સ અનુસાર, 18 વર્ષ બાદ અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ફરી એકવાર એકસાથે મોટી સ્ક્રીન પર જોવા મળશે. બંને અભિનેતા પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત થતી નવી ફિલ્મ  ‘હેવાન’ માં કામ કરી રહ્યા છે અને આ ફિલ્મની શૂટિંગ આજથી શરૂ થઈ ગઈ છે.

અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક BTS વીડિયો શેર કર્યો છે, જેમાં તે, સૈફ અને દિગ્દર્શક પ્રિયદર્શન સાથે ચર્ચા કરતા નજરે પડે છે. વીડિયો સાથે અક્ષયે કેપ્શનમાં લખ્યું કે, “હમ સબ હી હૈ, થોડે સે શૈતાન, કોઇ ઉપર સે સંત હૈ ઔર કોઈ અંદર સે હૈવાન.” તેણે ઉમેર્યું કે આજે તે પ્રિયદર્શન સાથે **‘હેવાન’**ની શૂટિંગ શરૂ કરી રહ્યો છે અને 18 વર્ષ બાદ સૈફ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે.

જણાવી દઈએ કે અક્ષય અને સૈફ છેલ્લીવાર **2008માં ફિલ્મ ‘ટશન’**માં સાથે દેખાયા હતા. જોકે આ ફિલ્મ બોક્સ ઑફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી. તે સમયે યશ રાજ ફિલ્મ્સ બેનર હેઠળ આવેલી આ ફિલ્મમાં કરીના કપૂર ખાન અને અનિલ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હતા.

અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ ‘જોલી એલએલબી 3’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. મેકર્સે તેનો ટીઝર પણ રિલીઝ કરી દીધો છે, જેમાં અક્ષય કુમાર સાથે અરશદ વારસી અને સૌરભ શુક્લાની કોમિક ટાઈમિંગ દર્શાવવામાં આવી છે. સુભાષ કપૂર દિગ્દર્શિત આ ફિલ્મ 19 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે અને તેનું નિર્માણ સ્ટાર સ્ટૂડિયોઝ, કાંગડા ટૉકીઝ અને કેપ ઑફ ગુડ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે.

 

The post 18 વર્ષ પછી અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ફરી એક સાથે, ‘હેવાન’ની શૂટિંગ શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/akshay-kumar-saif-ali-khan-haiwaan-movie-shooting-start/feed/ 0
જોલી એલએલબી 3 રિલીઝ પહેલાં વિવાદમાં, અક્ષય કુમાર અને અરશદ વારસી માટે કોર્ટનું સમન્સ https://www.gujaratinside.com/2025/08/21/jolly-llb-3-controversy-akshay-kumar-arshad-warsi-court-summons/ https://www.gujaratinside.com/2025/08/21/jolly-llb-3-controversy-akshay-kumar-arshad-warsi-court-summons/#respond Thu, 21 Aug 2025 16:17:31 +0000 https://www.gujaratinside.com/?p=16914 બોલિવૂડની અપકમિંગ ફિલ્મ જોલી એલએલબી 3 રિલીઝ પહેલાં જ કાનૂની વિવાદમાં ઘેરાઈ ગઈ છે. પુણેની સિવિલ કોર્ટે અક્ષય કુમાર અને અરશદ વારસીને કોર્ટમાં હાજર થવાનો સમન્સ મોકલ્યો છે. આ પગલું ફિલ્મના ટીઝરમાં વકીલો અને જજોને અપમાનજનક રીતે દર્શાવવાના આરોપોને કારણે લેવાયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વકીલ વાજેદ ખાન અને ગણેશ મહાસ્કેએ કોર્ટમાં અરજી દાખલ કરીને...

The post જોલી એલએલબી 3 રિલીઝ પહેલાં વિવાદમાં, અક્ષય કુમાર અને અરશદ વારસી માટે કોર્ટનું સમન્સ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બોલિવૂડની અપકમિંગ ફિલ્મ જોલી એલએલબી 3 રિલીઝ પહેલાં જ કાનૂની વિવાદમાં ઘેરાઈ ગઈ છે. પુણેની સિવિલ કોર્ટે અક્ષય કુમાર અને અરશદ વારસીને કોર્ટમાં હાજર થવાનો સમન્સ મોકલ્યો છે. આ પગલું ફિલ્મના ટીઝરમાં વકીલો અને જજોને અપમાનજનક રીતે દર્શાવવાના આરોપોને કારણે લેવાયું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વકીલ વાજેદ ખાન અને ગણેશ મહાસ્કેએ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે ફિલ્મના ટીઝરમાં વકીલો અને જજની મજાક ઉડાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે અભિનેતાઓએ ક્રિએટિવિટીના નામે અશ્લીલ રમૂજનો ઉપયોગ કરીને કાનૂની વ્યવસાયને અવમાનિત કર્યું છે. અરજદારોના જણાવ્યા મુજબ ફિલ્મમાં બધા વકીલો જજોને “મામુ” કહે છે, જે ન્યાયપાલિકાનું અપમાન છે.

આ મામલે 12મા જુનિયર ડિવિઝનના સિવિલ જજ જે. જી. પવારે અભિનેતાઓ અને ફિલ્મના મેકર્સને 28 ઓગસ્ટે કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. ઉપરાંત, અરજદારોે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માગણી પણ કરી છે.

જણાવી દઈએ કે ગયા અઠવાડિયે અક્ષય કુમાર અને અરશદ વારસી સ્ટારર આ ફિલ્મનો ટીઝર રિલીઝ થયો હતો. સુભાષ કપૂર દ્વારા નિર્દેશિત અને આલોક જૈન તથા અજીત અંધારે દ્વારા નિર્મિત આ ફિલ્મમાં સૌરભ શુક્લા, હુમા કુરેશી, અમૃતા રાવ અને ગજરાજ રાવ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 19 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

 

The post જોલી એલએલબી 3 રિલીઝ પહેલાં વિવાદમાં, અક્ષય કુમાર અને અરશદ વારસી માટે કોર્ટનું સમન્સ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/jolly-llb-3-controversy-akshay-kumar-arshad-warsi-court-summons/feed/ 0