Amreli fishermen missing Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/amreli-fishermen-missing/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 23 Aug 2025 11:00:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Amreli fishermen missing Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/amreli-fishermen-missing/ 32 32 જાફરાબાદ દરિયાઈ દુર્ઘટના: બે મૃતદેહ મળ્યા, નવ માછીમારો હજી લાપતા https://www.gujaratinside.com/2025/08/23/jafrabad-boat-accident-two-dead-nine-missing/ https://www.gujaratinside.com/2025/08/23/jafrabad-boat-accident-two-dead-nine-missing/#respond Sat, 23 Aug 2025 11:00:07 +0000 https://www.gujaratinside.com/?p=17033 અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં થયેલી દરિયાઈ દુર્ઘટનાએ સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અરબી સમુદ્રમાં માછીમારી માટે ગયેલી ત્રણ બોટ તોફાની હવામાનને કારણે જળ સમાધિ લીધી હતી. આ ત્રણ બોટમાં કુલ 28 ખલાસીઓ સવાર હતા, જેમાંથી 17 માછીમારોને અન્ય બોટ દ્વારા સલામત બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, 11 ખલાસીઓ લાપતા રહ્યા હતા. પાંચ દિવસથી...

The post જાફરાબાદ દરિયાઈ દુર્ઘટના: બે મૃતદેહ મળ્યા, નવ માછીમારો હજી લાપતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં થયેલી દરિયાઈ દુર્ઘટનાએ સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અરબી સમુદ્રમાં માછીમારી માટે ગયેલી ત્રણ બોટ તોફાની હવામાનને કારણે જળ સમાધિ લીધી હતી. આ ત્રણ બોટમાં કુલ 28 ખલાસીઓ સવાર હતા, જેમાંથી 17 માછીમારોને અન્ય બોટ દ્વારા સલામત બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, 11 ખલાસીઓ લાપતા રહ્યા હતા. પાંચ દિવસથી કોસ્ટગાર્ડની ટીમો દરિયામાં શોધખોળ કરી રહી હતી.

શનિવારે સવારે બે ખલાસીઓના મૃતદેહ દરિયામાંથી મળી આવ્યા હતા. કોસ્ટગાર્ડની ટીમે બંને મૃતદેહને બહાર કાઢીને પીપાવાવ જેટી પર લાવ્યા હતા. મૃતકની ઓળખ દિનેશ બારિયા અને વિનોદ બારિયા તરીકે થઈ છે. પરિવારજનોએ હોસ્પિટલમાં પહોંચીને ઓળખની પુષ્ટિ કરી હતી. મૃતદેહોને જાફરાબાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મૃતદેહોની ખબર મળતા જ સ્થાનિકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે ભેગા થયા હતા. સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય હીરા સોલંકી, જિલ્લા રેન્જ આઈજી ગૌતમ પરમાર, પોલીસ વડા સંજય ખરાત અને પ્રાંત અધિકારી મેહુલ બરાસરા સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું કે હાલમાં નવ ખલાસીઓ હજુ પણ લાપતા છે અને કોસ્ટગાર્ડની ટીમો દરિયામાં સતત શોધખોળ કરી રહી છે. તોફાની પવન અને ઊંચા મોજાંના કારણે કામગીરી મુશ્કેલ બની રહી છે, છતાંય ખલાસીઓને શોધવા માટે પ્રયત્નો ચાલુ છે. માછીમારોના પરિવારજનો જાફરાબાદ અને પીપાવાવ ખાતે આશા અને ચિંતા વચ્ચે રાહ જોઈ રહ્યા છે.

ASP જયવીર ગઢવીએ જણાવ્યું કે તોફાની હવામાન વચ્ચે દરિયામાં જિંદગી જોખમમાં મૂકી માછીમારી કરનારા લોકોની મુશ્કેલીઓ ફરી એકવાર સામે આવી છે. હાલ પરિવારજનો પર દુઃખના ડુંગર પડ્યા છે, કારણ કે 9 માછીમારો હજુ સુધી લાપતા છે.

 

The post જાફરાબાદ દરિયાઈ દુર્ઘટના: બે મૃતદેહ મળ્યા, નવ માછીમારો હજી લાપતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/jafrabad-boat-accident-two-dead-nine-missing/feed/ 0
અમરેલી દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારો બચાવાયા, 11 હજુ લાપતા https://www.gujaratinside.com/2025/08/20/amreli-sea-accident-3-boats-sink-17-rescued-11-missing/ https://www.gujaratinside.com/2025/08/20/amreli-sea-accident-3-boats-sink-17-rescued-11-missing/#respond Wed, 20 Aug 2025 04:24:13 +0000 https://www.gujaratinside.com/?p=16763 ગુજરાતના અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ભારે પવન અને વરસાદને કારણે તોફાન સર્જાતા ત્રણ માછીમારી બોટ ડૂબી જવાની મોટી દુર્ઘટના બની છે. આ બોટોમાં કુલ 28 માછીમારો સવાર હતા, જેમાંથી 17ને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના 11 માછીમારો હજુ પણ લાપતા છે. આ ઘટના જાફરાબાદથી લગભગ 18 નોટિકલ માઈલ દૂર બની હતી. કોસ્ટગાર્ડને જાણ...

The post અમરેલી દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારો બચાવાયા, 11 હજુ લાપતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતના અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ભારે પવન અને વરસાદને કારણે તોફાન સર્જાતા ત્રણ માછીમારી બોટ ડૂબી જવાની મોટી દુર્ઘટના બની છે. આ બોટોમાં કુલ 28 માછીમારો સવાર હતા, જેમાંથી 17ને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના 11 માછીમારો હજુ પણ લાપતા છે.

આ ઘટના જાફરાબાદથી લગભગ 18 નોટિકલ માઈલ દૂર બની હતી. કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી હોવા છતાં ખરાબ હવામાન અને ઊંચા મોજા કારણે હેલિકોપ્ટર રેસ્ક્યૂ માટે જઈ શક્યું નથી, જેના કારણે બોટ દ્વારા જ બચાવ કામગીરી ચાલી રહી છે.

ડૂબેલી બોટોમાં જાફરાબાદની ‘જયશ્રી તાત્કાલિક’ અને ગીર સોમનાથની ‘મુરલીધર’ નામની બોટનો સમાવેશ થાય છે. આ બન્ને બોટમાં કુલ 18 માછીમારો હતા. સમયસૂચકતા વાપરીને અન્ય બોટ ધારકોએ 10 માછીમારોને બચાવી લીધા, જેમાંથી 2ને ઈજા પહોંચી છે.

ત્રીજી બોટ ‘દેવકી’ પણ દરિયાના તોફાનમાં સપડાઈ હતી. આ બોટમાં 10 ખલાસી હતા, જેમાંથી 7ને અન્ય બોટ ‘દરિયા દોલત’ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા, જ્યારે 3 ખલાસીઓ હજુ પણ લાપતા છે.

સ્થાનિક માછીમાર એસોસિએશન, ફિશરીઝ વિભાગ અને વહીવટી તંત્ર લાપતા માછીમારોની શોધખોળમાં લાગ્યા છે. જાફરાબાદ કોળી સમાજ અને ખારવા સમાજની બોટ એસોસિએશનોના સભ્યો પણ બચાવ કામગીરીમાં સહકાર આપી રહ્યા છે. હાલ વાતાવરણ અનુકૂળ બન્યા પછી કોસ્ટગાર્ડ વધુ સક્રિય પગલાં લેશે તેવી શક્યતા છે.

 

The post અમરેલી દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારો બચાવાયા, 11 હજુ લાપતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/amreli-sea-accident-3-boats-sink-17-rescued-11-missing/feed/ 0