Bilateral Ties Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bilateral-ties/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 25 Aug 2025 04:48:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Bilateral Ties Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bilateral-ties/ 32 32 “1971ના નરસંહાર બદલ પહેલા માફી માગો”: બાંગ્લાદેશનો પાકિસ્તાનને કડક સંદેશ https://www.gujaratinside.com/2025/08/25/bangladesh-pakistan-1971-genocide-apology-demand/ https://www.gujaratinside.com/2025/08/25/bangladesh-pakistan-1971-genocide-apology-demand/#respond Mon, 25 Aug 2025 04:48:45 +0000 https://www.gujaratinside.com/?p=17213 દક્ષિણ એશિયામાં પહેલેથી જ એકલવાયું બનેલું પાકિસ્તાન હવે બાંગ્લાદેશના કડક વલણનો સામનો કરી રહ્યું છે. ઢાકાએ સ્પષ્ટ કહી દીધું છે કે કોઈપણ પ્રકારની દ્વિપક્ષીય સમજૂતી કે સંબંધોને મજબૂત બનાવવા પહેલા પાકિસ્તાનને 1971ના નરસંહાર બદલ ઔપચારિક લેખિત માફી માગવી પડશે. બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને આ માંગણી રવિવારે ઢાકામાં યોજાયેલી એક બેઠકમાં પાકિસ્તાનના નાયબ...

The post “1971ના નરસંહાર બદલ પહેલા માફી માગો”: બાંગ્લાદેશનો પાકિસ્તાનને કડક સંદેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દક્ષિણ એશિયામાં પહેલેથી જ એકલવાયું બનેલું પાકિસ્તાન હવે બાંગ્લાદેશના કડક વલણનો સામનો કરી રહ્યું છે. ઢાકાએ સ્પષ્ટ કહી દીધું છે કે કોઈપણ પ્રકારની દ્વિપક્ષીય સમજૂતી કે સંબંધોને મજબૂત બનાવવા પહેલા પાકિસ્તાનને 1971ના નરસંહાર બદલ ઔપચારિક લેખિત માફી માગવી પડશે. બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને આ માંગણી રવિવારે ઢાકામાં યોજાયેલી એક બેઠકમાં પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડાર સમક્ષ રજૂ કરી હતી.

બેઠક બાદ બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે 1971ના નરસંહાર માટેની ઔપચારિક માફી, બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની સંપત્તિ વિભાજન સંબંધિત મુદ્દો, 1970ના ચક્રવાત પીડિતોને આપવામાં આવેલી વિદેશી સહાયનું ટ્રાન્સફર, તેમજ બાંગ્લાદેશમાં અટવાયેલા પાકિસ્તાનીઓની વતન પરત જેવી ઐતિહાસિક સમસ્યાઓને ઝડપથી ઉકેલવી જરૂરી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, આવા ઐતિહાસિક મુદ્દાઓના ઉકેલ દ્વારા જ બંને દેશો વચ્ચે સ્થિર અને મજબૂત સંબંધોનો આધાર ઉભો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડાર 23 થી 24 ઑગસ્ટ દરમિયાન બાંગ્લાદેશની બે દિવસીય સત્તાવાર મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ તેમજ અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન બંને દેશોએ કરારો અને પાંચ મહત્વપૂર્ણ સમજૂતી કરારો (MoU) પર હસ્તાક્ષર કર્યા. આ સમારોહ ઢાકામાં યોજાયો હતો, જેમાં બાંગ્લાદેશના વિદેશ સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈન અને પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર ઉપસ્થિત રહ્યા હતા.

બાંગ્લાદેશે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કરી દીધું છે કે ઇતિહાસના અધૂરા ઘા સાજા કર્યા વગર નવી શરૂઆત શક્ય નથી. પાકિસ્તાન માટે આ સંદેશ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

The post “1971ના નરસંહાર બદલ પહેલા માફી માગો”: બાંગ્લાદેશનો પાકિસ્તાનને કડક સંદેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/bangladesh-pakistan-1971-genocide-apology-demand/feed/ 0
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વડાપ્રધાન મોદીને કરી મુલાકાત, બોર્ડર પર શાંતિના સંકેત https://www.gujaratinside.com/2025/08/19/china-foreign-minister-meets-modi-border-peace-talks/ https://www.gujaratinside.com/2025/08/19/china-foreign-minister-meets-modi-border-peace-talks/#respond Tue, 19 Aug 2025 13:29:07 +0000 https://www.gujaratinside.com/?p=16728 ભારત-ચીન સંબંધોમાં નવી ગતિ જોવા મળી રહી છે. ભારત પ્રવાસે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે (19 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ પહેલા વાંગ યીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન NSA ડોભાલે જણાવ્યું કે, બોર્ડર પર શાંતિ અને સૌહાર્દ...

The post ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વડાપ્રધાન મોદીને કરી મુલાકાત, બોર્ડર પર શાંતિના સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત-ચીન સંબંધોમાં નવી ગતિ જોવા મળી રહી છે. ભારત પ્રવાસે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે (19 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ પહેલા વાંગ યીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન NSA ડોભાલે જણાવ્યું કે, બોર્ડર પર શાંતિ અને સૌહાર્દ જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમને આશા છે કે વિશેષ પ્રતિનિધિઓ વચ્ચેની વાતચીત સફળ થશે. વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં શાંઘાઈ સહકાર સંગઠન (SCO) શિખર સંમેલન માટે ચીન જવાના છે, જેને કારણે આજની આ બેઠક વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ બની છે.

 

The post ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વડાપ્રધાન મોદીને કરી મુલાકાત, બોર્ડર પર શાંતિના સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/china-foreign-minister-meets-modi-border-peace-talks/feed/ 0
ભારત-ચીન સંબંધો સુધારવાના પ્રયાસમાં વાંગ યી, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા મહત્વના મુદ્દા https://www.gujaratinside.com/2025/08/18/wang-yi-india-visit-jaishankar-meeting-strengthen-relations/ https://www.gujaratinside.com/2025/08/18/wang-yi-india-visit-jaishankar-meeting-strengthen-relations/#respond Mon, 18 Aug 2025 16:12:30 +0000 https://www.gujaratinside.com/?p=16639 અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત અને ચીન વચ્ચે નિકટતા વધતી નજરે પડી રહી છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારે (18 ઓગસ્ટ) તેમના બે દિવસીય પ્રવાસે ભારત આવ્યા હતા અને આ અવસરે તેમણે ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી. બેઠકમાં વાંગ યીએ જણાવ્યું કે, “ભારત અને ચીન...

The post ભારત-ચીન સંબંધો સુધારવાના પ્રયાસમાં વાંગ યી, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા મહત્વના મુદ્દા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત અને ચીન વચ્ચે નિકટતા વધતી નજરે પડી રહી છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારે (18 ઓગસ્ટ) તેમના બે દિવસીય પ્રવાસે ભારત આવ્યા હતા અને આ અવસરે તેમણે ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી. બેઠકમાં વાંગ યીએ જણાવ્યું કે, “ભારત અને ચીન એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે.”

વાંગ યીએ વધુમાં કહ્યું કે, “અમે બોર્ડર પર શાંતિ જાળવવા માટે પ્રયત્નશીલ છીએ અને સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારત-ચીનના સંબંધોમાં સુધારો અને વિકાસને મજબૂત બનાવવા માટે વિશ્વાસ રાખીએ છીએ. આથી એશિયા અને વિશ્વમાં સ્થિરતા લાવવામાં મદદ મળશે.”

જયશંકરે કહ્યું કે, “બંને દેશો વચ્ચેના સંબંધો મુશ્કેલ સમયમાંથી પસાર થયા છે, પરંતુ હવે તેને યોગ્ય દિશામાં આગળ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સંબંધોમાં સકારાત્મક ગતિ ત્યારે જ આવશે જ્યારે બોર્ડર પર શાંતિ જળવાશે. મતભેદો વિવાદમાં ન ફેરવાય અને સ્પર્ધા સંઘર્ષમાં ન બદલે તે માટે એકબીજાના સંવેદનશીલ મુદ્દાઓનો માન રાખવો જોઈએ.”

જયશંકરે એ પણ જણાવ્યું કે, “તમે અમારા વિશેષ પ્રતિનિધિ એનએસએ અજીત ડોભાલ સાથે બોર્ડર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશો. સાથે સાથે ટેરિફ મુદ્દાઓ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર પણ વાત થશે, કારણ કે વિશ્વના બે મોટા દેશો વચ્ચેની વાતચીત વૈશ્વિક અર્થતંત્રની સ્થિરતા માટે આવશ્યક છે.”

The post ભારત-ચીન સંબંધો સુધારવાના પ્રયાસમાં વાંગ યી, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા મહત્વના મુદ્દા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/wang-yi-india-visit-jaishankar-meeting-strengthen-relations/feed/ 0