ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વડાપ્રધાન મોદીને કરી મુલાકાત, બોર્ડર પર શાંતિના સંકેત

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વડાપ્રધાન મોદીને કરી મુલાકાત, બોર્ડર પર શાંતિના સંકેત

ભારત-ચીન સંબંધોમાં નવી ગતિ જોવા મળી રહી છે. ભારત પ્રવાસે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે (19 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ પહેલા વાંગ યીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન NSA ડોભાલે જણાવ્યું કે, બોર્ડર પર શાંતિ અને સૌહાર્દ જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમને આશા છે કે વિશેષ પ્રતિનિધિઓ વચ્ચેની વાતચીત સફળ થશે. વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં શાંઘાઈ સહકાર સંગઠન (SCO) શિખર સંમેલન માટે ચીન જવાના છે, જેને કારણે આજની આ બેઠક વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ બની છે.

 

Leave a Reply

Your email address will not be published.