BollywoodNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bollywoodnews/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 15 Aug 2025 14:53:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png BollywoodNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/bollywoodnews/ 32 32 બોક્સ ઓફિસ પર રજનીકાંતની ‘કૂલી’નો ધમાકો, ઋતિકની ‘વોર 2’ને પાછળ છોડી પહેલાજ દિવસે રેકોર્ડ કમાણી https://www.gujaratinside.com/2025/08/15/coolie-war2-box-office-collection/ https://www.gujaratinside.com/2025/08/15/coolie-war2-box-office-collection/#respond Fri, 15 Aug 2025 14:53:26 +0000 https://www.gujaratinside.com/?p=16403 વર્ષ 2025માં રિલીઝ થતી ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલી બે સૌથી વધુ અપેક્ષિત ફિલ્મો ‘વોર 2’ અને ‘કૂલી’ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી છે. બંને ફિલ્મો 14 ઑગસ્ટે રિલીઝ થઈ હતી અને રિલીઝના પહેલાજ દિવસે જ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. ‘વોર 2’, જેમાં ઋતિક...

The post બોક્સ ઓફિસ પર રજનીકાંતની ‘કૂલી’નો ધમાકો, ઋતિકની ‘વોર 2’ને પાછળ છોડી પહેલાજ દિવસે રેકોર્ડ કમાણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વર્ષ 2025માં રિલીઝ થતી ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલી બે સૌથી વધુ અપેક્ષિત ફિલ્મો ‘વોર 2’ અને ‘કૂલી’ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી છે. બંને ફિલ્મો 14 ઑગસ્ટે રિલીઝ થઈ હતી અને રિલીઝના પહેલાજ દિવસે જ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે.

‘વોર 2’, જેમાં ઋતિક રોશન અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે, તેણે પહેલો દિવસ 52.5 કરોડ રૂપિયાની કમાણી સાથે શરૂ કર્યો. બીજી તરફ, લોકેશ કનગરાજ દિગ્દર્શિત અને સુપરસ્ટાર રજનીકાંત અભિનીત ફિલ્મ ‘કૂલી’એ બોક્સ ઓફિસ પર તોફાની પ્રદર્શન કર્યું છે. રિપોર્ટ મુજબ, ‘કૂલી’એ પહેલાજ દિવસે 65 કરોડ રૂપિયાની કમાણી કરી, જે ‘વોર 2’થી 13 કરોડ રૂપિયા વધુ છે.

આગામી દિવસોમાં બંને ફિલ્મો માટે મોટી તક છે કારણ કે 15 ઑગસ્ટના સ્વતંત્રતા દિવસ સાથે લાંબો વીકએન્ડ છે. હવે જોવાનું રહેશે કે આ હાઈપડ ફિલ્મો બોક્સ ઓફિસ પર કેટલું મોટું બિઝનેસ કરી શકે છે.

 

The post બોક્સ ઓફિસ પર રજનીકાંતની ‘કૂલી’નો ધમાકો, ઋતિકની ‘વોર 2’ને પાછળ છોડી પહેલાજ દિવસે રેકોર્ડ કમાણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/coolie-war2-box-office-collection/feed/ 0
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે દીકરીનો જન્મ https://www.gujaratinside.com/2025/07/16/%e0%aa%95%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%85%e0%aa%a1%e0%aa%b5%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%a6%e0%ab%8d%e0%aa%a7%e0%aa%be/ https://www.gujaratinside.com/2025/07/16/%e0%aa%95%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%85%e0%aa%a1%e0%aa%b5%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%a6%e0%ab%8d%e0%aa%a7%e0%aa%be/#respond Wed, 16 Jul 2025 04:05:44 +0000 https://www.gujaratinside.com/?p=14801 બોલિવૂડના લોકપ્રિય કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના પ્રથમ સંતાનના જન્મથી ખુશીથી મહેકી ઉઠ્યાં છે. કિયારાએ મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે. સોશિયલ મીડિયામાં અભિનંદનનો વરસાદ આ સમાચાર મળતાની સાથે જ ફેન્સ અને સેલેબ્સ તરફથી તેમને અભિનંદનો મળી રહ્યા છે. ફેબ્રુઆરી 2025માં કપલે એક  તસવીર શેર...

The post કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે દીકરીનો જન્મ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બોલિવૂડના લોકપ્રિય કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના પ્રથમ સંતાનના જન્મથી ખુશીથી મહેકી ઉઠ્યાં છે. કિયારાએ મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે.

સોશિયલ મીડિયામાં અભિનંદનનો વરસાદ

આ સમાચાર મળતાની સાથે જ ફેન્સ અને સેલેબ્સ તરફથી તેમને અભિનંદનો મળી રહ્યા છે. ફેબ્રુઆરી 2025માં કપલે એક  તસવીર શેર કરીને પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી, જેમાં બંનેએ બેબી મોજાં પકડીને લખ્યું હતું – “અમારા જીવનની સૌથી મોટી ભેટ ટૂંક સમયમાં આવી રહી છે.” હવે તે ખુશીની ક્ષણ આવી ગઈ છે.

પરિવારને આપી પ્રથમ

કિયારાએ ગર્ભાવસ્થા દરમિયાન પોતાના કરિયર કરતાં પરિવારને મહત્વ આપ્યું. મળતી માહિતી મુજબ, તેણીએ ફરહાન અખ્તરની મોટી ફિલ્મ ‘ડોન’ સહિત અનેક પ્રોજેક્ટ્સમાંથી હાથ પાછળ ખેંચ્યો. જોકે, ગર્ભાવસ્તા પહેલાં તેણીએ ઋત્વિક રોશન અને જુનિયર એનટીઆર સાથે “વોર 2″નું શૂટિંગ પૂરું કર્યું હતું, જે આ ઓગસ્ટમાં રિલીઝ થશે.

સિદ્ધાર્થ મલ્હોત્રા પણ વ્યસ્ત છે અને જલદી જ જાહ્નવી કપૂર સાથે ફિલ્મ “પરમ સુંદરિ”માં જોવા મળશે.

પ્રેમ કહાનીથી લઈને પિતૃત્વ સુધીનો સફર

કિયારા અને સિદ્ધાર્થના સંબંધોની શરૂઆત 2018ની ફિલ્મ ‘લસ્ટ સ્ટોરીઝ’ની રેપ-અપ પાર્ટીથી થઈ હતી. ત્યારબાદ બંને ‘શેરશાહ’ ફિલ્મમાં સ્ક્રીન પર જોવા મળ્યા અને તેમના સંબંધો ગંભીર બન્યા. ફેબ્રુઆરી 2023માં બંનેએ લગ્ન કર્યા અને હવે લગભગ અઢી વર્ષ બાદ પ્રથમ સંતાનનો જન્મ થયો છે.

The post કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે દીકરીનો જન્મ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/16/%e0%aa%95%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%85%e0%aa%a1%e0%aa%b5%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%a6%e0%ab%8d%e0%aa%a7%e0%aa%be/feed/ 0
કાંટા લગા ફેમ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક એરેસ્ટના લીધે નિધન; મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો https://www.gujaratinside.com/2025/06/28/kantaa-laga-fame-shefali-jariwala-dies-due-to-cardiac-arrest-body-sent-for-postmortem/ Sat, 28 Jun 2025 01:02:09 +0000 https://www.gujaratinside.com/?p=14523 પ્રખ્યાત રિમિક્સ ગીત ‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાના મૃત્યુના સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શેફાલીને શુક્રવારે રાત્રે બેભાન અવસ્થામાં અંધેરી વેસ્ટ (મુંબઈ) સ્થિત બેલેવ્યુ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં રહેતી અભિનેત્રી શેફાલી 11 વાગ્યાની આસપાસ ગંભીર રીતે બીમાર પડી ગઈ હતી. છાતીમાં દુખાવાને કારણે, તેમના પતિ...

The post કાંટા લગા ફેમ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક એરેસ્ટના લીધે નિધન; મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પ્રખ્યાત રિમિક્સ ગીત ‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાના મૃત્યુના સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શેફાલીને શુક્રવારે રાત્રે બેભાન અવસ્થામાં અંધેરી વેસ્ટ (મુંબઈ) સ્થિત બેલેવ્યુ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં રહેતી અભિનેત્રી શેફાલી 11 વાગ્યાની આસપાસ ગંભીર રીતે બીમાર પડી ગઈ હતી. છાતીમાં દુખાવાને કારણે, તેમના પતિ પરાગ ત્યાગી તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

અહેવાલો અનુસાર, 42 વર્ષીય શેફાલીનું હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

શેફાલી જરીવાલાએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં “કાંટા લગા” ગીતથી ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, આ ગીત લાંબા સમય સુધી વિવાદમાં પણ રહ્યું હતું.

The post કાંટા લગા ફેમ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક એરેસ્ટના લીધે નિધન; મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>