C.P. Radhakrishnan Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/c-p-radhakrishnan/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 08 Sep 2025 16:00:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png C.P. Radhakrishnan Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/c-p-radhakrishnan/ 32 32 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમીકરણો બદલાયા: NDAને YSRCPનો ટેકો, BRS-BJD મતદાનથી દૂર https://www.gujaratinside.com/2025/09/08/vice-president-election-brs-bjd-ysrcp-support-nda/ https://www.gujaratinside.com/2025/09/08/vice-president-election-brs-bjd-ysrcp-support-nda/#respond Mon, 08 Sep 2025 16:20:27 +0000 https://www.gujaratinside.com/?p=18813 આવતીકાલે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. તે પહેલાં જ બે મહત્વના પક્ષો – કે. ચંદ્રશેખર રાવની ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) અને નવીન પટનાયકની બીજુ જનતા દળ (BJD)એ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે. બીઆરએસના અધ્યક્ષ ટી.રામા રાવે કહ્યું કે, ‘રાજ્યમાં યુરિયાની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે અમે...

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમીકરણો બદલાયા: NDAને YSRCPનો ટેકો, BRS-BJD મતદાનથી દૂર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આવતીકાલે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. તે પહેલાં જ બે મહત્વના પક્ષો – કે. ચંદ્રશેખર રાવની ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) અને નવીન પટનાયકની બીજુ જનતા દળ (BJD)એ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે.

બીઆરએસના અધ્યક્ષ ટી.રામા રાવે કહ્યું કે, ‘રાજ્યમાં યુરિયાની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે અમે ચૂંટણીમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને યુરિયાની અછત દૂર કરવામાં નિષ્ફળ ગયા છે. આ અછતના કારણે લાઈનમાં ઉભા રહેલા ખેડૂતો વચ્ચે મારામારી થઈ રહી છે.’

બીજી તરફ, BJDના સાંસદ સસ્મિત પાત્રાએ જણાવ્યું કે, “બીજુ જનતા દળ NDA અને INDIA ગઠબંધન બંનેથી સમાન અંતર જાળવીને માત્ર ઓડિશાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, તેથી જ અમે આ ચૂંટણીથી દૂર રહીશું.”

આ વચ્ચે, આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની YSRCPએ આશ્ચર્યજનક પગલું ભરતાં NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. YSRCP કોઈ ગઠબંધનમાં સામેલ નથી, છતાં તેણે પોતાના રાજ્યના જ વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને સમર્થન આપવાનું નક્કી કર્યું નથી. બીજી તરફ, હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સુદર્શન રેડ્ડીને સમર્થન આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.

ચૂંટણી પ્રક્રિયા આવતીકાલે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. મતદાર મંડળમાં કુલ 788 સભ્યો છે, જેમાં હાલ 781 સક્રિય સભ્યો મતદાન માટે હાજર રહેશે. NDA તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને INDIA ગઠબંધન તરફથી બી. સુદર્શન રેડ્ડી ઉમેદવાર છે.

 

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમીકરણો બદલાયા: NDAને YSRCPનો ટેકો, BRS-BJD મતદાનથી દૂર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/vice-president-election-brs-bjd-ysrcp-support-nda/feed/ 0
પીએમ મોદીના નહેરૂ પર પ્રહાર: ‘દેશ પછી પાણીના ભાગલા પાડ્યા’ https://www.gujaratinside.com/2025/08/19/pm-modi-slams-nehru-indus-water-treaty-nda-meeting/ https://www.gujaratinside.com/2025/08/19/pm-modi-slams-nehru-indus-water-treaty-nda-meeting/#respond Tue, 19 Aug 2025 06:06:40 +0000 https://www.gujaratinside.com/?p=16681 નવી દિલ્હીમાં યોજાયેલી એનડીએ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ પર આક્ષેપ કર્યા હતા. બેઠક દરમિયાન ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનનો ઔપચારિક પરિચય આપવામાં આવ્યો અને મોદીએ તેમને સન્માનિત કર્યા. સંસદ લાઈબ્રેરી બિલ્ડિંગમાં યોજાયેલી આ બેઠકમાં મોદીએ આક્રમક નિવેદન આપતાં કહ્યું કે, “પંડિત જવાહરલાલ નેહરૂએ પહેલા દેશના ભાગલા પાડ્યા...

The post પીએમ મોદીના નહેરૂ પર પ્રહાર: ‘દેશ પછી પાણીના ભાગલા પાડ્યા’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હીમાં યોજાયેલી એનડીએ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ પર આક્ષેપ કર્યા હતા. બેઠક દરમિયાન ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનનો ઔપચારિક પરિચય આપવામાં આવ્યો અને મોદીએ તેમને સન્માનિત કર્યા.

સંસદ લાઈબ્રેરી બિલ્ડિંગમાં યોજાયેલી આ બેઠકમાં મોદીએ આક્રમક નિવેદન આપતાં કહ્યું કે, “પંડિત જવાહરલાલ નેહરૂએ પહેલા દેશના ભાગલા પાડ્યા અને પછી પાણીના ભાગલા પાડ્યા. સિંધુ જળ સંધિ હેઠળ 80 ટકા પાણી પાકિસ્તાનને સોંપી દીધું. બાદમાં તેમણે પોતાના સચિવ મારફતે સ્વીકાર્યું કે આ નિર્ણયથી કોઈ લાભ થયો નથી અને આ સંપૂર્ણપણે ખેડૂત વિરોધી સમાધાન હતું.”

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ નેહરૂ પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, “વડાપ્રધાન મોદીએ ભારતના પ્રથમ વડાપ્રધાન નેહરૂ દ્વારા કરાયેલા હિમાલય બ્લન્ડરને સુધારવાનો પ્રયાસ કર્યો છે. નેહરૂએ આ સંધિ લેતી વખતે સંસદને વિશ્વાસમાં લીધા વિના માત્ર બે કલાકમાં નિર્ણય લીધો હતો, જે ઈતિહાસમાં હિમાલય બ્લન્ડર તરીકે ઓળખાય છે.”

સાથે જ મોદીએ એનડીએના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન વિશે જણાવ્યું કે, “રાધાકૃષ્ણન ઓબીસી સમાજમાંથી આવતા એક ગ્રાઉન્ડ લીડર છે. તેમણે રાજનીતિને ક્યારેય રમતની જેમ ન રમી. એનડીએ તરફથી તેમના નામની ભલામણ કરવા અમને ગર્વ છે.”

 

The post પીએમ મોદીના નહેરૂ પર પ્રહાર: ‘દેશ પછી પાણીના ભાગલા પાડ્યા’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/pm-modi-slams-nehru-indus-water-treaty-nda-meeting/feed/ 0
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર https://www.gujaratinside.com/2025/08/17/cp-radhakrishnan-nda-vice-president-candidate-2025/ https://www.gujaratinside.com/2025/08/17/cp-radhakrishnan-nda-vice-president-candidate-2025/#respond Sun, 17 Aug 2025 14:49:09 +0000 https://www.gujaratinside.com/?p=16558 નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવાર તરીકે સી.પી. રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પક્ષના સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. સી.પી. રાધાકૃષ્ણન પહેલા તમિલનાડુના કોઇમ્બતુરથી બે...

The post મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવાર તરીકે સી.પી. રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પક્ષના સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે.

સી.પી. રાધાકૃષ્ણન પહેલા તમિલનાડુના કોઇમ્બતુરથી બે વાર લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેઓએ ઝારખંડ અને તેલંગાણાના રાજ્યપાલ તેમજ પુંડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે પણ કામ કર્યું છે. તેમજ તેઓ તમિલનાડુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ કાર્યરત રહ્યા હતા. NDA દ્વારા તેમને ઉમેદવાર બનાવવામાં આવવાનું દક્ષિણ ભારતને રાજકીય રીતે પ્રતિનિધિત્વ આપવા એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી આવતીકાલે, 21 ઓગસ્ટે યોજાવાની છે.

 

The post મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/cp-radhakrishnan-nda-vice-president-candidate-2025/feed/ 0