CCTV Footage Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cctv-footage/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 11 Sep 2025 11:54:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png CCTV Footage Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cctv-footage/ 32 32 સાંતલપુર ટોલ બૂથ પર પરિવાર પર હુમલો: ખરાબ રસ્તા પર વાંધો ઉઠાવતા કર્મચારીઓ ધોકા-લાકડી સાથે તૂટી પડ્યા https://www.gujaratinside.com/2025/09/11/santalpur-toll-booth-attack-on-family-over-bad-road/ https://www.gujaratinside.com/2025/09/11/santalpur-toll-booth-attack-on-family-over-bad-road/#respond Thu, 11 Sep 2025 12:10:19 +0000 https://www.gujaratinside.com/?p=19142 પાટણ જિલ્લાના સાંતલપુર નજીક ભારતમાલા રોડ પર આવેલા બકુત્રા ગામ નજીકના ટોલ બૂથ પર ગુરુવારે એક ગંભીર બનાવ સામે આવ્યો હતો, જેમાં રસ્તાની ખરાબ હાલત અંગે ટોલ વસૂલાતને લઈને થયેલા વિવાદ બાદ ટોલ બૂથના કર્મચારીઓએ દાદાગીરી દાખવી પરિવાર પર ધોકા અને લાકડી વડે હુમલો કર્યો હતો. થરાદના દિલીપ સાધુ પોતાના પરિવાર સાથે અંજાઈ જવાના હતા...

The post સાંતલપુર ટોલ બૂથ પર પરિવાર પર હુમલો: ખરાબ રસ્તા પર વાંધો ઉઠાવતા કર્મચારીઓ ધોકા-લાકડી સાથે તૂટી પડ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પાટણ જિલ્લાના સાંતલપુર નજીક ભારતમાલા રોડ પર આવેલા બકુત્રા ગામ નજીકના ટોલ બૂથ પર ગુરુવારે એક ગંભીર બનાવ સામે આવ્યો હતો, જેમાં રસ્તાની ખરાબ હાલત અંગે ટોલ વસૂલાતને લઈને થયેલા વિવાદ બાદ ટોલ બૂથના કર્મચારીઓએ દાદાગીરી દાખવી પરિવાર પર ધોકા અને લાકડી વડે હુમલો કર્યો હતો.

થરાદના દિલીપ સાધુ પોતાના પરિવાર સાથે અંજાઈ જવાના હતા ત્યારે તેમણે ટોલ બૂથ પર ખરાબ રસ્તા હોવા છતાં ટોલ વસૂલવામાં આવતો હોવા અંગે વાંધો ઉઠાવ્યો હતો. પરિવારના આ વાંધા બાદ ટોલ કર્મચારીઓ ગુસ્સે થઈ ગયા અને પરિવાર સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ હિંસક બની ગયા.

પીડિત પરિવારે આક્ષેપ કર્યો કે ટોલ કર્મચારીઓએ માત્ર અપશબ્દો બોલ્યા જ નહીં પરંતુ ધોકા-લાકડી વડે મારામારી કરી હતી તેમજ પરિવારની મહિલાઓ સાથે ગેરવર્તન પણ કર્યું હતું.

આ હુમલામાં દિલીપ સાધુના પિતા દામોદરદારસને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેમના ભાઈ સાગરને ખભામાં ઇજા થઈ હતી, જ્યારે દિલીપ પોતે પણ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.

સમગ્ર બનાવ ટોલ બૂથ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેના આધારે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં હરેશ આહીર, લાલા આહીર, કમા આહીર અને વજા આહીર વિરુદ્ધ ગુનાની નોંધ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ બનાવ બાદ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખરાબ રસ્તા હોવા છતાં ટોલ વસૂલાતના મુદ્દે ફરી ચર્ચા તેજ થઈ છે.

 

 

The post સાંતલપુર ટોલ બૂથ પર પરિવાર પર હુમલો: ખરાબ રસ્તા પર વાંધો ઉઠાવતા કર્મચારીઓ ધોકા-લાકડી સાથે તૂટી પડ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/santalpur-toll-booth-attack-on-family-over-bad-road/feed/ 0
રાજુલા પાલિકાની સફાઈ કામદારોની હડતાલમાં નવો વળાંક, ગંદકી ફેલાવવાના બે કામદારો સામે ફરિયાદ https://www.gujaratinside.com/2025/09/05/rajula-municipal-workers-strike-police-complaint/ https://www.gujaratinside.com/2025/09/05/rajula-municipal-workers-strike-police-complaint/#respond Fri, 05 Sep 2025 14:08:25 +0000 https://www.gujaratinside.com/?p=18516 અમરેલીના રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા પાંચ દિવસથી પોતાની વિવિધ માંગણીઓ સાથે હડતાલ પર છે, જેના કારણે શહેરની સફાઈ પર ગંભીર અસર થઈ છે. આશરે 100 થી વધુ કામદારો નગરપાલિકા કચેરી પર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે, હડતાળના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. બજારમાં સડેલું માંસ ફેંકતા બે સફાઈ કામદારોના CCTV ફૂટેજ સામે...

The post રાજુલા પાલિકાની સફાઈ કામદારોની હડતાલમાં નવો વળાંક, ગંદકી ફેલાવવાના બે કામદારો સામે ફરિયાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમરેલીના રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા પાંચ દિવસથી પોતાની વિવિધ માંગણીઓ સાથે હડતાલ પર છે, જેના કારણે શહેરની સફાઈ પર ગંભીર અસર થઈ છે. આશરે 100 થી વધુ કામદારો નગરપાલિકા કચેરી પર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે, હડતાળના વિવાદમાં નવો વળાંક આવ્યો છે.

બજારમાં સડેલું માંસ ફેંકતા બે સફાઈ કામદારોના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ પાલિકાએ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના કામદાર વચ્ચે વધુ રોષ ફેલાવી રહી છે.

સફાઈ કામદારોની મુખ્ય માંગણીઓમાં કાયમી નોકરીની સુવિધા અને હાલની 15 દિવસની વારાપદ્ધતિની સમાપ્તિનો સમાવેશ થાય છે. અગાઉ પાલિકામાં 130 જેટલા કામદારો કામ કરતા હતા, જ્યારે હાલમાં માત્ર 30 જ કામદારો કાર્યરત છે.

પાલિકાએ નવી એજન્સી દ્વારા સફાઈ કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કામદારોના વિરોધ અને સાધનો અટકાવવાનાં પગલે 30 થી વધુ કામદારોની અટકાયત કરવામાં આવી હતી. કામદારોએ ચીમકી આપી છે કે તેમની તમામ માંગણીઓ સ્વીકારવામાં આવ્યા વિના આંદોલન ચાલુ રહેશે, જેના કારણે રાજુલા શહેરની સફાઈ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને ગંદકી ફેલાઈ રહી છે.

 

The post રાજુલા પાલિકાની સફાઈ કામદારોની હડતાલમાં નવો વળાંક, ગંદકી ફેલાવવાના બે કામદારો સામે ફરિયાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/rajula-municipal-workers-strike-police-complaint/feed/ 0
સેવન્થ ડે સ્કૂલમાં હુમલો: પીડિત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં અંદર ઘુસ્યો, CCTVમાં શાળાની બેદરકારીનો ખુલાસો https://www.gujaratinside.com/2025/09/03/seventh-day-school-attack-student-cctv-footage-exposes-negligence/ https://www.gujaratinside.com/2025/09/03/seventh-day-school-attack-student-cctv-footage-exposes-negligence/#respond Wed, 03 Sep 2025 04:35:51 +0000 https://www.gujaratinside.com/?p=18163 અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યાને 15 દિવસ વીતી ગયા છે. હવે આ ઘટનાનો એક નવો CCTV વીડિયો સામે આવ્યો છે, જે શાળાની બેદરકારીનો પુરાવો આપે છે. વીડિયોમાં નયન હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં શાળાના ગેટમાંથી અંદર પ્રવેશતો જોવા મળે છે. તે પોતાના પેટ પર હાથ દબાવી રાખે છે જ્યાં બોક્સ કટરથી ઈજા...

The post સેવન્થ ડે સ્કૂલમાં હુમલો: પીડિત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં અંદર ઘુસ્યો, CCTVમાં શાળાની બેદરકારીનો ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યાને 15 દિવસ વીતી ગયા છે. હવે આ ઘટનાનો એક નવો CCTV વીડિયો સામે આવ્યો છે, જે શાળાની બેદરકારીનો પુરાવો આપે છે. વીડિયોમાં નયન હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં શાળાના ગેટમાંથી અંદર પ્રવેશતો જોવા મળે છે. તે પોતાના પેટ પર હાથ દબાવી રાખે છે જ્યાં બોક્સ કટરથી ઈજા થઈ હતી. થોડા જ સમયમાં નયન અંદર ઢળી પડે છે, છતાં શાળાના સ્ટાફ કે સિક્યોરિટી દ્વારા કોઈ તાત્કાલિક મદદ કરવામાં આવી નથી. સિક્યોરિટી ગાર્ડ ફક્ત ઉભો રહીને ઘટના જુએ છે અને ભીડને દૂર કરવાનો પ્રયાસ કરે છે.

વિડિયોમાં સ્પષ્ટ થાય છે કે બપોરે 12:53 કલાકે નયન પીળા રંગના ટી-શર્ટ અને સફેદ પેન્ટમાં શાળાના ગેટમાંથી અંદર આવે છે. તેની સાથે બીજા ત્રણ-ચાર વિદ્યાર્થીઓ પણ જોવા મળે છે. હુમલાની ઘટના શાળાની બહાર બની હતી, જ્યાં નયન પર આરોપી વિદ્યાર્થી અને તેના મિત્રો દ્વારા બોક્સ કટરથી હુમલો કરવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં બાદમાં નયનના પરિજન અને અન્ય વિદ્યાર્થીઓ દોડી આવે છે. એક વિદ્યાર્થી રિક્ષા લાવે છે અને નયનને ઊંચકીને હોસ્પિટલ મોકલવામાં આવે છે. આ દરમિયાન શાળા સ્ટાફની કોઈ સક્રિય ભૂમિકા જોવા મળતી નથી, જે શાળાની બેદરકારી દર્શાવે છે.

શું હતી ઘટના?
19 ઓગસ્ટે ધોરણ 10ના બે વિદ્યાર્થીઓ વચ્ચે થોડા દિવસ પહેલા થયેલી ધક્કામુક્કી બાદ અદાવત રાખીને આરોપી વિદ્યાર્થીએ 7-8 મિત્રો સાથે મળી નયન પર હુમલો કર્યો હતો. હુમલા બાદ નયન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનામાં સંડોવાયેલા કિશોરને ખોખરા પોલીસે અટકાયત કરી જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજુ કર્યો હતો. હાલ કિશોરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યો છે.

 

The post સેવન્થ ડે સ્કૂલમાં હુમલો: પીડિત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં અંદર ઘુસ્યો, CCTVમાં શાળાની બેદરકારીનો ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/seventh-day-school-attack-student-cctv-footage-exposes-negligence/feed/ 0
એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનાર ગેંગના બે શૂટર પકડાયા https://www.gujaratinside.com/2025/08/25/elvish-yadav-house-firing-gang-shooters-arrested/ https://www.gujaratinside.com/2025/08/25/elvish-yadav-house-firing-gang-shooters-arrested/#respond Mon, 25 Aug 2025 15:20:59 +0000 https://www.gujaratinside.com/?p=17313 હરિયાણાના ગુરુગ્રામમાં પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 17 ઓગસ્ટે થયેલી ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે વધુ બે શૂટર, ગૌરવ અને આદિત્યને પકડી પાડ્યા છે. બંને આરોપીઓ હિમાંશુ ભાઉ ગેંગ સાથે સંકળાયેલા છે અને બંને ફરીદાબાદના રહેવાસી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપીઓને એલ્વિશ યાદવના ઘરે 24 રાઉન્ડ ફાયરિંગ કરવા બદલ 50-50 હજાર રૂપિયા...

The post એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનાર ગેંગના બે શૂટર પકડાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
હરિયાણાના ગુરુગ્રામમાં પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 17 ઓગસ્ટે થયેલી ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે વધુ બે શૂટર, ગૌરવ અને આદિત્યને પકડી પાડ્યા છે. બંને આરોપીઓ હિમાંશુ ભાઉ ગેંગ સાથે સંકળાયેલા છે અને બંને ફરીદાબાદના રહેવાસી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપીઓને એલ્વિશ યાદવના ઘરે 24 રાઉન્ડ ફાયરિંગ કરવા બદલ 50-50 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ગૌરવ અને આદિત્ય નીરજ ફરીદપુરિયાના સંપર્કમાં હતા, જે હાલ અમેરિકામાં રહે છે. હુમલાની ઘટના ઘરની બહાર લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે શૂટરોની ઓળખ કરી. આ પહેલા પોલીસે ફરીદપુર ગામમાંથી એક શૂટર ઈશાંત ગાંધી ઉર્ફ ઇશૂની ધરપકડ કરી હતી, જે ફરીદાબાદનો જ રહેવાસી છે. હાલ ત્રણેય આરોપીઓ પોલીસ રિમાન્ડમાં છે અને તપાસમાં વધુ મોટા ખુલાસાની સંભાવના છે.

 

 

The post એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનાર ગેંગના બે શૂટર પકડાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/elvish-yadav-house-firing-gang-shooters-arrested/feed/ 0
સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર https://www.gujaratinside.com/2025/07/20/hit-and-run-surat-petrol-pump-woman-injured/ https://www.gujaratinside.com/2025/07/20/hit-and-run-surat-petrol-pump-woman-injured/#respond Sun, 20 Jul 2025 13:25:26 +0000 https://www.gujaratinside.com/?p=14998 ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ પર સફાઈ કરી રહેલી એક મહિલા કર્મચારીને બેફામ કારચાલકે અડફેટે લીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માત એટલો ઘાતક હતો કે મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી....

The post સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ પર સફાઈ કરી રહેલી એક મહિલા કર્મચારીને બેફામ કારચાલકે અડફેટે લીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માત એટલો ઘાતક હતો કે મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવીને  નીકળેલી કારે અચાનક સાફ સફાઈ કરી રહેલી મહિલા સફાઈકર્મીને જોરદાર ટક્કર મારી. અકસ્માત બાદ મહિલાની હાલત ગંભીર બની ગઈ અને તે જમીન પર પટકાઈ પડી. આ ઘટના બાદ કારચાલક એ અકસ્માત સર્જીને કોઈપણ પ્રકારની મદદ કર્યા વગર તુરંત ગાડી લઈને ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે અને પોલીસ ઘટનાની તપાસમાં લાગી છે.

ગુજરાતમાં આવી ઘટનાઓનો સતત વધારો થઈ રહ્યો છે અને લોકોમાં રોડ સલામતી અને ડ્રાઇવિંગ શિસ્ત અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ રહી છે.

The post સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/20/hit-and-run-surat-petrol-pump-woman-injured/feed/ 0