નેપાળમાં ભડકેલી હિંસાની જ્વાળાઓ હવે ભારતીય સરહદ સુધી પહોંચી ગઈ છે. બુધવારે ઝુલાઘાટ અને ધારચુલાને અડીને આવેલા નેપાળના દાર્ચુલા અને બૈતાડી જિલ્લામાં હિંસક દેખાવો થયા. દાર્ચુલામાં દેખાવકારોએ કોંગ્રેસ અને યુએમએલ (એમાલે)ના કાર્યાલયોમાં તોડફોડ કરી હતી તેમજ આગચંપી કરતા વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો હતો. નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે ઉઠેલી ચિંગારી હવે વિકરાળ બની...
