Cricket News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cricket-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 12 Sep 2025 05:52:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Cricket News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cricket-news/ 32 32 IND vs PAK: શાહિદ આફ્રિદીનો વિવાદાસ્પદ નિવેદન, ભારતીય ખેલાડીઓ પર ઉશ્કેરણી https://www.gujaratinside.com/2025/09/12/ind-vs-pak-shahid-afridi-controversial-statement/ https://www.gujaratinside.com/2025/09/12/ind-vs-pak-shahid-afridi-controversial-statement/#respond Fri, 12 Sep 2025 08:15:57 +0000 https://www.gujaratinside.com/?p=19222 યુએઈમાં યોજાનારા એશિયા કપ 2025 માં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી હાઇ-વોલ્ટેજ મેચ પહેલાં વિવાદ ઉભરો છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે, જેમાં તેણે ખેલાડીઓના ઘરો પર હુમલા કરવાની ધમકી આપી હોવાનું જણાવાયું છે. આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વીડિયો ક્લિપમાં જોવા મળે છે....

The post IND vs PAK: શાહિદ આફ્રિદીનો વિવાદાસ્પદ નિવેદન, ભારતીય ખેલાડીઓ પર ઉશ્કેરણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
યુએઈમાં યોજાનારા એશિયા કપ 2025 માં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી હાઇ-વોલ્ટેજ મેચ પહેલાં વિવાદ ઉભરો છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે, જેમાં તેણે ખેલાડીઓના ઘરો પર હુમલા કરવાની ધમકી આપી હોવાનું જણાવાયું છે.

આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વીડિયો ક્લિપમાં જોવા મળે છે. આફ્રિદી અગાઉ પણ ઘણીવાર ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી ચૂક્યા છે.

પહલગામ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મૃત્યુ બાદ ભારતમાં પાકિસ્તાન વિરુદ્ધ બેહદ તણાવનો માહોલ બની ગયો હતો. તેવામાં એશિયા કપ 2025 માં ભારત-પાક મૅચ રમવાનું નિયંત્રણ ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમાશે નહીં , પરંતુ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારત પાકિસ્તાન સામે મેચ રમશે.

આફ્રિદીના નિવેદનથી મેચ પહેલાં જ વાતાવરણ ગરમાયું છે. ક્રિકેટ પ્રેક્ષકોમાં ઉત્સાહ પણ પહેલા જેટલો નથી, અને સ્ટેડિયમના મોટાભાગના સ્ટેન્ડ માટે ટિકિટો ઉપલબ્ધ છે. આથી સ્પષ્ટ થાય છે કે ચાહકોમાં પાકિસ્તાન સામે મેચ રમવાની ઇચ્છા ઘટી છે.

The post IND vs PAK: શાહિદ આફ્રિદીનો વિવાદાસ્પદ નિવેદન, ભારતીય ખેલાડીઓ પર ઉશ્કેરણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/ind-vs-pak-shahid-afridi-controversial-statement/feed/ 0
નિવૃત્તિ બાદ ચેતેશ્વર પૂજારાને BCCI તરફથી મળશે મહિને 60 હજારનું પેન્શન https://www.gujaratinside.com/2025/08/27/cheteshwar-pujara-bcci-pension/ https://www.gujaratinside.com/2025/08/27/cheteshwar-pujara-bcci-pension/#respond Wed, 27 Aug 2025 12:34:30 +0000 https://www.gujaratinside.com/?p=17493 ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ત્રણે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. રવિવારે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને એક્સ હેન્ડ પર નિવૃત્તિની જાહેરાત કરી, જેમાં તેણે જૂની યાદોને યાદ કરતાં ભાવુક પોસ્ટ લખી. પૂજારાએ પોતાની આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ કારકિર્દીમાં 100થી વધુ મેચ રમી છે અને ટીમ ઈન્ડિયાને અનેક મહત્વપૂર્ણ જીત માટે યોગદાન આપ્યું છે. પૂજારાએ છેલ્લીવાર...

The post નિવૃત્તિ બાદ ચેતેશ્વર પૂજારાને BCCI તરફથી મળશે મહિને 60 હજારનું પેન્શન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ત્રણે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. રવિવારે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને એક્સ હેન્ડ પર નિવૃત્તિની જાહેરાત કરી, જેમાં તેણે જૂની યાદોને યાદ કરતાં ભાવુક પોસ્ટ લખી. પૂજારાએ પોતાની આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ કારકિર્દીમાં 100થી વધુ મેચ રમી છે અને ટીમ ઈન્ડિયાને અનેક મહત્વપૂર્ણ જીત માટે યોગદાન આપ્યું છે.

પૂજારાએ છેલ્લીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ના ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે રમ્યા હતા. ત્યારબાદ તેમની ટીમમાં ફરી વાપસી ન થઈ, કારણ કે BCCI યુવાનોને તક આપવા ઇચ્છતી હતી. શુભમન ગિલ અને જાયસ્વાલ જેવા બેટર્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યા, જેના કારણે પૂજારાને પુનઃ ટીમમાં આવવાનો મોકો ન મળ્યો.

BCCI દ્વારા ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત ખેલાડીઓ માટે પેન્શનની યોજના બનાવવામાં આવી છે. 1 જૂન 2022થી લાગુ થયેલ નિયમો અનુસાર, પુરુષ ખેલાડીઓને 30 હજારથી 70 હજાર રૂપિયાનું માસિક પેન્શન મળે છે, જ્યારે મહિલાઓને 45 હજારથી 52,500 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. આ પેન્શન રકમ ખેલાડીની ઇન્ટરનેશનલ કારકિર્દી અને પ્રદર્શન આધારિત હોય છે. સચિન તેંડુલકર અને સુનિલ ગાવસ્કર જેવા દિગ્ગજ ખેલાડીઓને મહિને 70 હજાર રૂપિયાનું પેન્શન મળે છે.

પૂજારાના ઇન્ટરનેશનલ કારકિર્દીની વિગતો મુજબ, તેણે 103 ટેસ્ટ અને 5 વનડે રમ્યા છે. તે T20I રમ્યો નથી. ટેસ્ટમાં તેણે 44.4ની એવરેજ સાથે 7,195 રન બનાવ્યા છે, જેમાં 19 શતક અને 35 અર્ધશતક શામેલ છે. અનુમાન મુજબ, BCCI પૂજારાને તેમની સફળ અને યોગદાનસભર કારકિર્દી માટે મહિને 60 હજાર રૂપિયાનું પેન્શન આપશે.

 

The post નિવૃત્તિ બાદ ચેતેશ્વર પૂજારાને BCCI તરફથી મળશે મહિને 60 હજારનું પેન્શન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/cheteshwar-pujara-bcci-pension/feed/ 0
ICC વર્લ્ડકપ 2027: સાઉથ આફ્રિકાના 8 શહેરોમાં રમાશે 44 મેચો https://www.gujaratinside.com/2025/08/23/icc-world-cup-2027-south-africa-venues/ https://www.gujaratinside.com/2025/08/23/icc-world-cup-2027-south-africa-venues/#respond Sat, 23 Aug 2025 14:43:52 +0000 https://www.gujaratinside.com/?p=17096 સાઉથ આફ્રિકાએ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2027ને લઈને મોટી જાહેરાત કરી છે. આ મેગા ઇવેન્ટમાં સાઉથ આફ્રિકાના 8 મુખ્ય શહેરોમાં કુલ 44 મેચો રમાશે, જ્યારે ઝિમ્બાબ્વે અને નામિબિયામાં વધારાની 10 મેચો યોજાશે. વર્લ્ડકપના સફળ આયોજન માટે સાઉથ આફ્રિકાનો ક્રિકેટ બોર્ડ (CSA) પહેલેથી જ તૈયારીમાં લાગી ગયો છે. સાઉથ આફ્રિકાના શહેરોમાં જે સ્થળોએ વર્લ્ડકપની મેચો રમાશે...

The post ICC વર્લ્ડકપ 2027: સાઉથ આફ્રિકાના 8 શહેરોમાં રમાશે 44 મેચો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સાઉથ આફ્રિકાએ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2027ને લઈને મોટી જાહેરાત કરી છે. આ મેગા ઇવેન્ટમાં સાઉથ આફ્રિકાના 8 મુખ્ય શહેરોમાં કુલ 44 મેચો રમાશે, જ્યારે ઝિમ્બાબ્વે અને નામિબિયામાં વધારાની 10 મેચો યોજાશે. વર્લ્ડકપના સફળ આયોજન માટે સાઉથ આફ્રિકાનો ક્રિકેટ બોર્ડ (CSA) પહેલેથી જ તૈયારીમાં લાગી ગયો છે.

સાઉથ આફ્રિકાના શહેરોમાં જે સ્થળોએ વર્લ્ડકપની મેચો રમાશે તેમાં જોહાનિસબર્ગ, પ્રિટોરિયા, કેપટાઉન, ડરબન, ગકેબરહા, બ્લોમફૉન્ટેન, ઈસ્ટ લંડન અને પાર્લનો સમાવેશ થાય છે.

આ મેગા ટૂર્નામેન્ટ 24 વર્ષ બાદ ફરીથી આફ્રિકા ખાતે યોજાઈ રહ્યું છે. સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રિહાન રિચર્ડસે જણાવ્યું હતું કે બે દાયકાથી વધુ સમય બાદ વર્લ્ડકપ આફ્રિકામાં પરત ફરશે, જે ક્રિકેટના નવા ચાહકોને આકર્ષવા અને સમગ્ર દુનિયાને જોડવાનો ઉત્તમ અવસર છે.

 

The post ICC વર્લ્ડકપ 2027: સાઉથ આફ્રિકાના 8 શહેરોમાં રમાશે 44 મેચો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/icc-world-cup-2027-south-africa-venues/feed/ 0
શ્રેયસ અય્યર વનડે ટીમના કેપ્ટન બનશે? BCCIએ કર્યો સ્પષ્ટ નિવેદન https://www.gujaratinside.com/2025/08/22/shreyas-iyer-odi-captain-bcci-clarification/ https://www.gujaratinside.com/2025/08/22/shreyas-iyer-odi-captain-bcci-clarification/#respond Fri, 22 Aug 2025 15:07:24 +0000 https://www.gujaratinside.com/?p=16983 નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ પછી ટેસ્ટ ફોર્મેટમાં મોટો બદલાવ આવ્યો છે. રોહિત શર્મા અને કોહલીની ગઇકાલની નિવૃત્તિ બાદ શુભમન ગિલને ટેસ્ટ ટીમનું કેપ્ટન બનાવવામાં આવ્યું હતું. જ્યારે T20 ટીમ માટે એશિયા કપ માટે શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન રિપોર્ટ્સમાં આવી હતી કે વનડે ટીમ માટે...

The post શ્રેયસ અય્યર વનડે ટીમના કેપ્ટન બનશે? BCCIએ કર્યો સ્પષ્ટ નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ પછી ટેસ્ટ ફોર્મેટમાં મોટો બદલાવ આવ્યો છે. રોહિત શર્મા અને કોહલીની ગઇકાલની નિવૃત્તિ બાદ શુભમન ગિલને ટેસ્ટ ટીમનું કેપ્ટન બનાવવામાં આવ્યું હતું. જ્યારે T20 ટીમ માટે એશિયા કપ માટે શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

આ દરમિયાન રિપોર્ટ્સમાં આવી હતી કે વનડે ટીમ માટે રોહિતની જગ્યાએ શ્રેયસ અય્યર આગામી સિરીઝમાં કેપ્ટન બની શકે છે. જોકે, BCCIના સચિવ દેવજીત સાઈકયાએ આ સમાચારને ખોટા અને અફવા ગણાવ્યા છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે વનડે કેપ્ટનશિપ અંગે હજુ કોઈ ચર્ચા અને અંતિમ નિર્ણય લેવાયો નથી.

શ્રેયસ અય્યર વનડેમાં છેલ્લાં ઘણા વર્ષોથી સારું પ્રદર્શન કરી રહ્યા છે અને ઘરેલુ ક્રિકેટ તેમજ IPLમાં પણ સારી કેપ્ટનશિપ કરી છે. તેમના પર વનડે કેપ્ટન બનવાની શક્યતા વધારવામાં આવી હતી, પરંતુ BCCIનું માનવું છે કે T20 અને વનડે બંને ફોર્મેટમાં ટીમ માટે શુભમન ગિલ વધુ યોગ્ય વિકલ્પ છે. 25 વર્ષના ગિલને T20 વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જેથી એક જ કેપ્ટન ત્રણેય ફોર્મેટમાં ટીમના મજબૂત નેતૃત્વ માટે આગળ આવે.

સિલેક્શન કમિટી આગામી સમયમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના વનડે ફોર્મેટ માટેના ભવિષ્ય અંગે નિર્ણય લેશે. રિપોર્ટ મુજબ, રોહિતની ઉંમર 38 વર્ષ છે અને આગામી વર્લ્ડ કપ દરમિયાન 40 વર્ષનો થઈ જશે, જેને કારણે બોર્ડને શંકા છે કે તેઓ 2027ના વનડે વર્લ્ડ કપ સુધી ફિટ રહી શકશે કે નહીં.

 

The post શ્રેયસ અય્યર વનડે ટીમના કેપ્ટન બનશે? BCCIએ કર્યો સ્પષ્ટ નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/22/shreyas-iyer-odi-captain-bcci-clarification/feed/ 0
એશિયા કપ 2025 : પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અંગે સવાલ પર BCCIએ અટકાવ્યા અગરકર https://www.gujaratinside.com/2025/08/19/asia-cup-2025-bcci-stops-agarkar-pakistan-question/ https://www.gujaratinside.com/2025/08/19/asia-cup-2025-bcci-stops-agarkar-pakistan-question/#respond Tue, 19 Aug 2025 13:53:44 +0000 https://www.gujaratinside.com/?p=16731 એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવા માટે આજે મુંબઈમાં યોજાયેલી બીસીસીઆઈ પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારી ઘટના બની. પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરને પાકિસ્તાન સાથેની મેચ અંગે સવાલ પૂછવામાં આવ્યો, પરંતુ તેઓ જવાબ આપે તે પહેલાં જ બીસીસીઆઈના પ્રતિનિધિએ તેમને અટકાવી દીધા. અગરકર પાકિસ્તાન મુદ્દે બોલવા તૈયાર હતા, પરંતુ અચાનક હસ્તક્ષેપ કરી તેમને ચૂપ કરાવવામાં...

The post એશિયા કપ 2025 : પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અંગે સવાલ પર BCCIએ અટકાવ્યા અગરકર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવા માટે આજે મુંબઈમાં યોજાયેલી બીસીસીઆઈ પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારી ઘટના બની. પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરને પાકિસ્તાન સાથેની મેચ અંગે સવાલ પૂછવામાં આવ્યો, પરંતુ તેઓ જવાબ આપે તે પહેલાં જ બીસીસીઆઈના પ્રતિનિધિએ તેમને અટકાવી દીધા. અગરકર પાકિસ્તાન મુદ્દે બોલવા તૈયાર હતા, પરંતુ અચાનક હસ્તક્ષેપ કરી તેમને ચૂપ કરાવવામાં આવ્યા.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથે તમામ દ્વિપક્ષીય સંબંધો તોડી નાખ્યા હતા. ત્યારબાદ એવી ચર્ચા થઈ હતી કે ભારત એશિયા કપમાં ભાગ નહીં લે. પરંતુ બાદમાં ટુર્નામેન્ટને ન્યૂટ્રલ વેન્યૂ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં ખસેડવામાં આવ્યું. ઘણા પૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાન સામે મેચ રમવાનો વિરોધ કર્યો હતો. હરભજન સિંહ અને કેદાર જાધવે ખુલ્લેઆમ પાકિસ્તાન સામેની મેચ બોયકોટ કરવાની માંગ કરી હતી. કેદાર જાધવે તો કહ્યું હતું કે, “ભારતે પાકિસ્તાન સામેની મેચ ન રમવી જોઈએ, અને હું માનું છું કે ભારત નહીં રમે.”

બીસીસીઆઈએ જાહેરાત કરેલી ટીમમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઈસ કેપ્ટન છે. સાથે જ અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા અને રિન્કુ સિંહનો સમાવેશ થયો છે.

યુએઈમાં 9 સપ્ટેમ્બરથી ટુર્નામેન્ટ શરૂ થશે. ગ્રૂપ સ્ટેજમાં ભારતની કુલ ત્રણ મેચ હશે – યુએઈ સામે 10 સપ્ટેમ્બરે દુબઈમાં, પાકિસ્તાન સામે 14 સપ્ટેમ્બરે દુબઈમાં અને ઓમાન સામે 19 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં. જો ભારત અને પાકિસ્તાન સુપર-4 અને ફાઈનલમાં પહોંચે, તો બંને વચ્ચે કુલ ત્રણ મેચ રમાવાની સંભાવના છે. પહલગામ હુમલા બાદ બંને દેશો પહેલીવાર મેદાનમાં સામસામે આવશે, એટલે આ મુકાબલો ખૂબ જ મહત્વપૂર્ણ ગણાશે.

 

The post એશિયા કપ 2025 : પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અંગે સવાલ પર BCCIએ અટકાવ્યા અગરકર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/asia-cup-2025-bcci-stops-agarkar-pakistan-question/feed/ 0
Asia Cup 2025: રિંકુ સિંહને ટીમમાંથી બહાર કરવાનો સંકેત, જાણો શું છે મોટું કારણ https://www.gujaratinside.com/2025/08/16/asia-cup-2025-rinku-singh-team-india-exit-reason/ https://www.gujaratinside.com/2025/08/16/asia-cup-2025-rinku-singh-team-india-exit-reason/#respond Sat, 16 Aug 2025 14:48:21 +0000 https://www.gujaratinside.com/?p=16473 એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ટૂંક સમયમાં થશે. આ વચ્ચે એક મોટો અહેવાલ સામે આવ્યો છે કે IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમતા અને 13 કરોડ રૂપિયા માટે રિટેન થયેલા સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવું મુશ્કેલ છે. રિંકુ સિંહે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધીમાં...

The post Asia Cup 2025: રિંકુ સિંહને ટીમમાંથી બહાર કરવાનો સંકેત, જાણો શું છે મોટું કારણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ટૂંક સમયમાં થશે. આ વચ્ચે એક મોટો અહેવાલ સામે આવ્યો છે કે IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમતા અને 13 કરોડ રૂપિયા માટે રિટેન થયેલા સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવું મુશ્કેલ છે.

રિંકુ સિંહે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધીમાં 33 મેચમાં 42ની સરેરાશ સાથે 546 રન બનાવ્યા છે, જેમાં ત્રણ અડધી સદી અને શ્રેષ્ઠ સ્કોર 69* રનનો સમાવેશ થાય છે. રિંકુ સિંહ કોલકાતા અને ભારત બંને માટે ફિનિશરની ભૂમિકામાં ઉત્તમ દેખાયો છે. છતાં, તાજા રિપોર્ટ્સ અનુસાર, એશિયા કપ 2025માં તેને સ્થાન નહીં મળે એવી શક્યતા છે.

કારણ એ છે કે છેલ્લા કેટલાક સમયથી અનેક યુવા ખેલાડીઓએ આ ફોર્મેટમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. IPL 2025માં પણ ઘણા નવા ચહેરાઓએ આક્રમક બેટિંગ કરી છે. રિંકુના અનુભવને નજરમાં રાખતા, તે હજુપણ ફિનિશર તરીકે સારો વિકલ્પ છે, પરંતુ પસંદગીકારો માટે નવી કોંબિનેશન અજમાવવાનો વિચાર થઈ શકે છે.

શુભમન ગિલ અંગે પણ ચર્ચા છે, જે હાલ ટેસ્ટ ટીમનો કેપ્ટન છે અને IPLમાં ગુજરાત ટાઈટન્સનું નેતૃત્વ કરે છે. કેટલાક માનતા હોય છે કે ગિલને એશિયા કપ 2025માં સ્થાન મળશે, જોકે તે ટોપ ઓર્ડર બેટ્સમેન છે, જ્યારે રિંકુ ફિનિશરની ભૂમિકામાં રમે છે.

જો રિંકુને બહાર કરવામાં આવે, તો હાર્દિક પંડ્યા સિવાય અક્ષર પટેલ, શિવમ દુબે અથવા જીતેશ શર્મા જેવા વિકલ્પો ફિનિશર તરીકે હોઈ શકે છે. જોકે IPL 2025માં રિંકુનું પ્રદર્શન ખાસ સારું નહોતું – તેણે 13 મેચમાં 29.43ની સરેરાશ સાથે 206 રન બનાવ્યા અને શ્રેષ્ઠ સ્કોર 38* રન રહ્યો. 2024 સિઝનમાં પણ તેની બેટિંગ ફોર્મ નબળી રહી હતી. હવે જોવું રહ્યું કે પસંદગીકારો શું મોટો નિર્ણય લે છે.

 

The post Asia Cup 2025: રિંકુ સિંહને ટીમમાંથી બહાર કરવાનો સંકેત, જાણો શું છે મોટું કારણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/asia-cup-2025-rinku-singh-team-india-exit-reason/feed/ 0
ત્રેવડી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ લેજેન્ડ બોબ સિમ્પસનનું 89 વર્ષની ઉંમરે નિધન https://www.gujaratinside.com/2025/08/16/australian-cricket-legend-bob-simpson-dies-89/ https://www.gujaratinside.com/2025/08/16/australian-cricket-legend-bob-simpson-dies-89/#respond Sat, 16 Aug 2025 04:48:08 +0000 https://www.gujaratinside.com/?p=16415 ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક દુઃખદ સમાચાર આવ્યા છે. ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી બોબ સિમ્પસનનું 16 ઓગસ્ટે સિડનીમાં નિધન થયું. તેઓ 89 વર્ષના હતા. ખેલાડી, કેપ્ટન અને કોચ તરીકે સિમ્પસનનું યોગદાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. તેમની ગણતરી એવા ક્રિકેટરોમાં થાય છે જેમણે ટીમને મુશ્કેલ સમયમાં સંભાળી તેને વિશ્વ કક્ષાની ટીમ બનાવી. કેરિયર...

The post ત્રેવડી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ લેજેન્ડ બોબ સિમ્પસનનું 89 વર્ષની ઉંમરે નિધન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક દુઃખદ સમાચાર આવ્યા છે. ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી બોબ સિમ્પસનનું 16 ઓગસ્ટે સિડનીમાં નિધન થયું. તેઓ 89 વર્ષના હતા. ખેલાડી, કેપ્ટન અને કોચ તરીકે સિમ્પસનનું યોગદાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. તેમની ગણતરી એવા ક્રિકેટરોમાં થાય છે જેમણે ટીમને મુશ્કેલ સમયમાં સંભાળી તેને વિશ્વ કક્ષાની ટીમ બનાવી.

કેરિયર પર નજર
બોબ સિમ્પસને ઓસ્ટ્રેલિયા માટે 62 ટેસ્ટમાં 4,869 રન બનાવ્યા, જેમાં 10 સદી અને 27 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમનો સર્વશ્રેષ્ઠ ઇનિંગ 1964 માં માન્ચેસ્ટર ખાતે ઇંગ્લેન્ડ સામે રમાયેલ 311 રનની હતી, જે એશિઝ ઇતિહાસની સૌથી શ્રેષ્ઠ ઇનિંગમાં ગણાય છે.

ઓલરાઉન્ડર તરીકે પ્રભાવ
બેટિંગ ઉપરાંત સિમ્પસન શાનદાર સ્લિપ ફિલ્ડર અને ઉપયોગી લેગ સ્પિનર હતા. તેમણે ટેસ્ટમાં 71 વિકેટ લીધી હતી અને બે વનડેમાં પણ ભાગ લીધો હતો.

નિવૃત્તિ પછી વાપસી
સિમ્પસને 1968માં નિવૃત્તિ લીધી હતી, પરંતુ કેરી પેકર વર્લ્ડ સિરીઝ દરમિયાન ટીમના નેતૃત્વ માટે વાપસી કરી. તેમણે પોતાનું ટેસ્ટ ડેબ્યૂ દક્ષિણ આફ્રિકા સામે જોહાનિસબર્ગમાં કર્યું હતું, જ્યારે તેમની છેલ્લી ટેસ્ટ મેચ 1978માં વેસ્ટ ઈન્ડિઝ સામે કિંગ્સ્ટનમાં રમાઈ હતી.

 

The post ત્રેવડી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ લેજેન્ડ બોબ સિમ્પસનનું 89 વર્ષની ઉંમરે નિધન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/australian-cricket-legend-bob-simpson-dies-89/feed/ 0
ચોતરફી ટીકા બાદ ભારત-પાકિસ્તાન લિજેન્ડ્સ મેચ રદ, શિખર ધવને કહ્યું – “દેશ સર્વોપરી” https://www.gujaratinside.com/2025/07/20/india-pakistan-legends-match-cancelled/ https://www.gujaratinside.com/2025/07/20/india-pakistan-legends-match-cancelled/#respond Sun, 20 Jul 2025 04:29:03 +0000 https://www.gujaratinside.com/?p=14950 વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ (WCL)ના આયોજકોએ લીધો મોટો નિર્ણય વિશ્વ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ (WCL) અંતર્ગત આજે રમાનાર ભારત અને પાકિસ્તાન લિજેન્ડ્સ વચ્ચેની હાઇપ્રોફાઇલ ક્રિકેટ મેચ હવે રદ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ભારે વિવાદ, સામાજિક મીડિયામાં ઉઠેલી નારાજગી અને પૂર્વ ભારતીય ક્રિકેટરો પર થયેલા દબાણને પગલે આ મોટો નિર્ણય લેવાયો છે. શિખર...

The post ચોતરફી ટીકા બાદ ભારત-પાકિસ્તાન લિજેન્ડ્સ મેચ રદ, શિખર ધવને કહ્યું – “દેશ સર્વોપરી” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ (WCL)ના આયોજકોએ લીધો મોટો નિર્ણય

વિશ્વ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ (WCL) અંતર્ગત આજે રમાનાર ભારત અને પાકિસ્તાન લિજેન્ડ્સ વચ્ચેની હાઇપ્રોફાઇલ ક્રિકેટ મેચ હવે રદ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ભારે વિવાદ, સામાજિક મીડિયામાં ઉઠેલી નારાજગી અને પૂર્વ ભારતીય ક્રિકેટરો પર થયેલા દબાણને પગલે આ મોટો નિર્ણય લેવાયો છે.

શિખર ધવનનો દેશપ્રેમભર્યો સંદેશ: “મારો દેશ સર્વોપરી છે”

મેચ રદ થવાની પહેલી ઝાંખી ત્યારે મળી જ્યારે શિખર ધવને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું:

મારો દેશ મારા માટે સર્વોપરી છે અને દેશથી મોટું કંઈ નથી.

આ ટ્વીટ પછી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે ભારતના કેટલાય પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ, જેમ કે હરભજન સિંહ, સુરેશ રૈના અને યુસુફ પઠાણે પણ આ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ ખેલાડીઓ પર સોશિયલ મીડિયામાં ભારતીય યુઝર્સ દ્વારા ભારે ટીકા કરવામાં આવી રહી હતી કે તેઓ પાકિસ્તાન સામેના મેચમાં રમવા જઈ રહ્યા છે, જ્યારે દેશમાં એવું વાતાવરણ નથી.

WCLનું સત્તાવાર નિવેદન: “અજાણતાં લોકની લાગણીઓને ઠેસ પહોંચી”

વિવાદ બાદ WCL દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદનમાં તેઓએ કહ્યું:

WCL માં અમે હંમેશા ક્રિકેટને ખૂબ પ્રેમ કરતા આવ્યા છીએ અને અમારો હેતુ માત્ર પ્રેક્ષકો માટે યાદગાર ક્ષણો ઊભી કરવાનો રહ્યો છે.

તેમણે કહ્યું કે, હાલમાં પાકિસ્તાનની હોકી ટીમ ભારત આવી રહી છે અને થોડા સમય પહેલાં ભારત-પાકિસ્તાન વચ્ચે વોલીબોલ જેવી રમતો પણ રમાઈ છે. તે પ્રમાણે એમને લાગ્યું કે અહીં પણ મેચ રાખવી યોગ્ય રહેશે. પરંતુ આ નિર્ણય સામાન્ય લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડે તેવો સાબિત થયો.

વધુમાં તેઓએ ઉમેર્યું:

અમારાથી અજાણતાં એવી સ્થિતિ સર્જાઈ કે દેશના ઘણા ક્રિકેટ દિગ્ગજો મુશ્કેલીમાં મુકાઈ ગયા. અમને ટેકો આપતી બ્રાન્ડ્સને પણ આ નિર્ણયથી નુકસાન થયું છે. તેથી અમે ભારત-પાકિસ્તાન લિજેન્ડ્સ મેચ રદ કરવાનો નિર્ણય લીધો છે.

The post ચોતરફી ટીકા બાદ ભારત-પાકિસ્તાન લિજેન્ડ્સ મેચ રદ, શિખર ધવને કહ્યું – “દેશ સર્વોપરી” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/20/india-pakistan-legends-match-cancelled/feed/ 0