શ્રેયસ અય્યર વનડે ટીમના કેપ્ટન બનશે? BCCIએ કર્યો સ્પષ્ટ નિવેદન

શ્રેયસ અય્યર વનડે ટીમના કેપ્ટન બનશે? BCCIએ કર્યો સ્પષ્ટ નિવેદન

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ પછી ટેસ્ટ ફોર્મેટમાં મોટો બદલાવ આવ્યો છે. રોહિત શર્મા અને કોહલીની ગઇકાલની નિવૃત્તિ બાદ શુભમન ગિલને ટેસ્ટ ટીમનું કેપ્ટન બનાવવામાં આવ્યું હતું. જ્યારે T20 ટીમ માટે એશિયા કપ માટે શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

આ દરમિયાન રિપોર્ટ્સમાં આવી હતી કે વનડે ટીમ માટે રોહિતની જગ્યાએ શ્રેયસ અય્યર આગામી સિરીઝમાં કેપ્ટન બની શકે છે. જોકે, BCCIના સચિવ દેવજીત સાઈકયાએ આ સમાચારને ખોટા અને અફવા ગણાવ્યા છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે વનડે કેપ્ટનશિપ અંગે હજુ કોઈ ચર્ચા અને અંતિમ નિર્ણય લેવાયો નથી.

શ્રેયસ અય્યર વનડેમાં છેલ્લાં ઘણા વર્ષોથી સારું પ્રદર્શન કરી રહ્યા છે અને ઘરેલુ ક્રિકેટ તેમજ IPLમાં પણ સારી કેપ્ટનશિપ કરી છે. તેમના પર વનડે કેપ્ટન બનવાની શક્યતા વધારવામાં આવી હતી, પરંતુ BCCIનું માનવું છે કે T20 અને વનડે બંને ફોર્મેટમાં ટીમ માટે શુભમન ગિલ વધુ યોગ્ય વિકલ્પ છે. 25 વર્ષના ગિલને T20 વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જેથી એક જ કેપ્ટન ત્રણેય ફોર્મેટમાં ટીમના મજબૂત નેતૃત્વ માટે આગળ આવે.

સિલેક્શન કમિટી આગામી સમયમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના વનડે ફોર્મેટ માટેના ભવિષ્ય અંગે નિર્ણય લેશે. રિપોર્ટ મુજબ, રોહિતની ઉંમર 38 વર્ષ છે અને આગામી વર્લ્ડ કપ દરમિયાન 40 વર્ષનો થઈ જશે, જેને કારણે બોર્ડને શંકા છે કે તેઓ 2027ના વનડે વર્લ્ડ કપ સુધી ફિટ રહી શકશે કે નહીં.

 

Leave a Reply

Your email address will not be published.