Development Projects Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/development-projects/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 22 Sep 2025 10:04:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Development Projects Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/development-projects/ 32 32 અરુણાચલના પર્વતોમાં પીએમ મોદીના શૈલપુત્રી દર્શન કર્યા, કહ્યું – કોંગ્રેસે વિકાસમાં અવરોધ ઉભા કર્યા https://www.gujaratinside.com/2025/09/22/pm-modi-arunachal-shailputri-darshan-development-speech/ https://www.gujaratinside.com/2025/09/22/pm-modi-arunachal-shailputri-darshan-development-speech/#respond Mon, 22 Sep 2025 11:29:00 +0000 https://www.gujaratinside.com/?p=19855 ઈટાનગર: નવરાત્રિના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના ભવ્ય પર્વતો વચ્ચે શૈલપુત્રીના દર્શન કર્યા અને હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, અરુણાચલ પ્રદેશ માત્ર ઉગતા સૂર્યની ધરતી જ નહીં પરંતુ દેશભક્તિ અને બહાદુરીનું પ્રતિક છે. “જે રીતે તિરંગાનો પ્રથમ રંગ ભગવો છે, તેવી જ રીતે અરુણાચલનો પ્રથમ રંગ પણ...

The post અરુણાચલના પર્વતોમાં પીએમ મોદીના શૈલપુત્રી દર્શન કર્યા, કહ્યું – કોંગ્રેસે વિકાસમાં અવરોધ ઉભા કર્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઈટાનગર: નવરાત્રિના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના ભવ્ય પર્વતો વચ્ચે શૈલપુત્રીના દર્શન કર્યા અને હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું.

મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, અરુણાચલ પ્રદેશ માત્ર ઉગતા સૂર્યની ધરતી જ નહીં પરંતુ દેશભક્તિ અને બહાદુરીનું પ્રતિક છે. “જે રીતે તિરંગાનો પ્રથમ રંગ ભગવો છે, તેવી જ રીતે અરુણાચલનો પ્રથમ રંગ પણ ભગવો છે,” એમ તેમણે જણાવ્યું. તે

મણે નવરાત્રિ પર આ પર્વતો વચ્ચે માતા શૈલપુત્રીની પૂજા કરવાનો દૈવી અનુભવ વ્યક્ત કર્યો.

વિકાસ વિશે બોલતાં મોદીએ જણાવ્યું કે આજે દેશભરમાં નેક્સ્ટ-જેન GST સુધારા લાગુ કરવામાં આવ્યા છે અને GST બચત મહોત્સવ શરૂ થયો છે, જે સામાન્ય લોકોને તહેવારોની સિઝનમાં ડબલ બોનસ આપશે.

તેમણે કહ્યું કે 2014માં જ્યારે તેમને દેશસેવાની તક મળી ત્યારે તેમણે નક્કી કર્યું કે દેશને કોંગ્રેસની જૂની વિચારસરણીમાંથી મુક્ત કરવો છે. “અમારી પ્રેરણા બેઠકો કે મત નહીં, પરંતુ “રાષ્ટ્ર પ્રથમ” (Nation First) છે,” એમ મોદીએ જણાવ્યું.

મોદીએ કોંગ્રેસ પર આરોપ મૂક્યો કે જ્યારે વિકાસ કાર્ય મુશ્કેલ હોય, ત્યારે કોંગ્રેસ તે વિસ્તારોને પછાત ગણાવીને ભૂલી જતી હતી, જેના કારણે નોર્થ-ઈસ્ટના વિસ્તારો અને સરહદી ગામડાઓ વિકાસથી વંચિત રહ્યાં અને લોકોએ પલાયન કરવું પડ્યું.

તેમણે કહ્યું કે, “અરુણાચલ પ્રદેશમાં સૌપ્રથમ સૂર્યના કિરણો આવે છે, પરંતુ વિકાસના કિરણોને અહીં પહોંચવા દાયકાઓ લાગી ગયા. હું 2014 પહેલા પણ અહીં ઘણી વાર આવ્યો છું, તમારી વચ્ચે રહ્યો છું. અરુણાચલને પ્રકૃતિએ બધું આપ્યું છે, પરંતુ દિલ્હીમાં બેઠેલી જૂની સરકારોએ હંમેશાં તેને અવગણ્યું છે.”

The post અરુણાચલના પર્વતોમાં પીએમ મોદીના શૈલપુત્રી દર્શન કર્યા, કહ્યું – કોંગ્રેસે વિકાસમાં અવરોધ ઉભા કર્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/22/pm-modi-arunachal-shailputri-darshan-development-speech/feed/ 0
મિઝોરમને રેલ્વે નેટવર્ક સાથે જોડાયું: વડાપ્રધાન મોદીએ બૈરાબી-સૈરાંગ લાઇનનું ઉદ્ઘાટન કર્યું https://www.gujaratinside.com/2025/09/13/pm-modi-inaugurates-bairabi-sairang-rail-line-mizoram/ https://www.gujaratinside.com/2025/09/13/pm-modi-inaugurates-bairabi-sairang-rail-line-mizoram/#respond Sat, 13 Sep 2025 05:29:28 +0000 https://www.gujaratinside.com/?p=19288 વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઉત્તર-પૂર્વ ભારત પ્રવાસના ભાગરૂપે શનિવારે મિઝોરમ પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્યને ઐતિહાસિક રેલ્વે પ્રોજેક્ટની ભેટ આપી. વડાપ્રધાને પહેલીવાર મિઝોરમને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડતી બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું. સાથે જ તેમણે ત્રણ નવી એક્સપ્રેસ ટ્રેનોને લીલીઝંડી બતાવી અને 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ તથા ઉદ્ઘાટન કર્યો. મોદીએ જણાવ્યું...

The post મિઝોરમને રેલ્વે નેટવર્ક સાથે જોડાયું: વડાપ્રધાન મોદીએ બૈરાબી-સૈરાંગ લાઇનનું ઉદ્ઘાટન કર્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઉત્તર-પૂર્વ ભારત પ્રવાસના ભાગરૂપે શનિવારે મિઝોરમ પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્યને ઐતિહાસિક રેલ્વે પ્રોજેક્ટની ભેટ આપી. વડાપ્રધાને પહેલીવાર મિઝોરમને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડતી બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું. સાથે જ તેમણે ત્રણ નવી એક્સપ્રેસ ટ્રેનોને લીલીઝંડી બતાવી અને 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ તથા ઉદ્ઘાટન કર્યો.

Mizoram gets its first railway line connecting capital Aizawl. Key details  - India Today

મોદીએ જણાવ્યું કે આજનો દિવસ માત્ર મિઝોરમ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે હવે આઇઝોલને ભારતના રેલ્વે નકશામાં સ્થાન મળ્યું છે. તેમણે કહ્યું કે ખરાબ હવામાનને કારણે તેઓ આઇઝોલના લમ્મુઆલ ગ્રાઉન્ડ પર જઈ શક્યા ન હતા, પરંતુ લેંગપુઈ એરપોર્ટ પરથી જ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું.

અધિકારીઓના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે વડાપ્રધાનને હેલિકોપ્ટર મારફતે મુસાફરી શક્ય ન હતી. તેમ છતાં, તેમણે એરપોર્ટ પરથી જ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરી લોકોને સંબોધ્યા.

મિઝોરમ બાદ વડાપ્રધાન મણિપુરની મુલાકાત લેશે, જ્યાં તેઓ 8,500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

 

The post મિઝોરમને રેલ્વે નેટવર્ક સાથે જોડાયું: વડાપ્રધાન મોદીએ બૈરાબી-સૈરાંગ લાઇનનું ઉદ્ઘાટન કર્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/13/pm-modi-inaugurates-bairabi-sairang-rail-line-mizoram/feed/ 0
PM મોદી મણિપુર માટે જઈ રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કહે છે ‘વોટ ચોરી’ સૌથી મોટો મુદ્દો https://www.gujaratinside.com/2025/09/12/rahul-gandhi-attack-pm-modi-manipur-visit/ https://www.gujaratinside.com/2025/09/12/rahul-gandhi-attack-pm-modi-manipur-visit/#respond Fri, 12 Sep 2025 13:02:27 +0000 https://www.gujaratinside.com/?p=19258 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 13 સપ્ટેમ્બરે મિઝોરમ અને મણિપુરની મુલાકાત પર જઈ રહ્યા છે, જેમાં તેઓ મણિપુરમાં રૂ. 8500 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને હિંસાથી પ્રભાવિત વિસ્તારોના લોકો સાથે મુલાકાત કરશે. આ પ્રસંગે કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર તીવ્ર પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, “મણિપુરની મુલાકાત સારું પગલું...

The post PM મોદી મણિપુર માટે જઈ રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કહે છે ‘વોટ ચોરી’ સૌથી મોટો મુદ્દો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 13 સપ્ટેમ્બરે મિઝોરમ અને મણિપુરની મુલાકાત પર જઈ રહ્યા છે, જેમાં તેઓ મણિપુરમાં રૂ. 8500 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને હિંસાથી પ્રભાવિત વિસ્તારોના લોકો સાથે મુલાકાત કરશે.

આ પ્રસંગે કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર તીવ્ર પ્રહાર કર્યો છે.

તેમણે જણાવ્યું કે, “મણિપુરની મુલાકાત સારું પગલું છે, પરંતુ દેશનો મુખ્ય મુદ્દો આજે ‘વોટ ચોરી’ છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં જનાદેશની ચોરી કરવામાં આવી છે અને દેશભરના લોકો વડાપ્રધાનને વોટ ચોર કહી રહ્યા છે.” રાહુલ ગાંધી પહેલાથી જ અનેક વખત મણિપુરની મુલાકાત લઈને ત્યાંના પીડિતો સાથે મુલાકાત કરી તેમની ચિંતાઓ સંસદમાં ઉઠાવી ચૂક્યા છે.

મણિપુરમાં મે 2023માં કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે થયેલા હિંસાત્મક સંઘર્ષમાં અત્યાર સુધીમાં 260થી વધુ લોકોના મોત થયા છે અને હજારો પરિવારો સ્થળાંતર માટે મજબૂર બન્યા છે.

રાજ્યમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે ફેબ્રુઆરીમાં મુખ્યમંત્રી એન. બિરેનસિંહે રાજીનામું આપ્યા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું હતું. વડાપ્રધાન મોદી આ પહેલીવાર મણિપુર જઈ રહ્યા છે અને તેમના કાર્યક્રમમાં ચુરાચાંદપુર તથા ઈમ્ફાલના પ્રતિકાત્મક વિસ્તારોની મુલાકાત તેમજ પીડિતો માટે રાહત પેકેજ જાહેર કરવાની સંભાવના છે.

નિષ્ણાતો માને છે કે, આ મુલાકાતથી બંને સમુદાયો વચ્ચે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા તેમજ માનવીય-રાજકીય સંકટમાં સ્થિરતા લાવવા પ્રયત્ન થશે. વડાપ્રધાન ઈમ્ફાલના કાંગલા કિલ્લામાં જાહેર સભાને સંબોધિત કરશે, ત્યારબાદ તેઓ 15 સપ્ટેમ્બરે મિઝોરમ જશે.

 

The post PM મોદી મણિપુર માટે જઈ રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કહે છે ‘વોટ ચોરી’ સૌથી મોટો મુદ્દો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/rahul-gandhi-attack-pm-modi-manipur-visit/feed/ 0
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત પ્રવાસ: નિકોલમાં રોડ શો બાદ 5477 કરોડના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ https://www.gujaratinside.com/2025/08/25/pm-modi-gujarat-roadshow-nicol-development-projects/ https://www.gujaratinside.com/2025/08/25/pm-modi-gujarat-roadshow-nicol-development-projects/#respond Mon, 25 Aug 2025 13:42:26 +0000 https://www.gujaratinside.com/?p=17292 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી નિકોલના રોડ શો માટે રવાના થયા. પીએમ મોદીના આગમનને પગલે ઍરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી દોઢ કિ.મી. લાંબી માર્ગસપાટી પર વિશેષ સ્ટેજ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકોલમાં પીએમ મોદીએ રૂ. 5477 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા....

The post વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત પ્રવાસ: નિકોલમાં રોડ શો બાદ 5477 કરોડના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી નિકોલના રોડ શો માટે રવાના થયા. પીએમ મોદીના આગમનને પગલે ઍરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી દોઢ કિ.મી. લાંબી માર્ગસપાટી પર વિશેષ સ્ટેજ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકોલમાં પીએમ મોદીએ રૂ. 5477 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા. તેમાં રૂ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમૂહૂર્ત અને રૂ. 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ ખાસ હતા.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રૂ. 133 કરોડના ખર્ચે રામાપીરના ટેકરાના સેક્ટર-3માં ઝૂંપડપટ્ટી વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટ્રોમ ડ્રેનેજ સિસ્ટમ સહિત અમદાવાદ શહેરના અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું. અમદાવાદ (પશ્ચિમ)માં સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશન ભવનનું ખાતમૂહૂર્ત પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું.

ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ચાર માર્ગીય વ્યવસ્થા છ માર્ગીય બનાવવા માટે બે તબક્કામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ રૂ. 1624 કરોડના ખર્ચ સાથે આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં પણ રૂ. 555 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે થયું. પીએમ મોદીએ નિકોલ ખાતે જનસભામાં વક્તવ્ય આપીને વિકાસ અને પ્રગતિના પ્રયાસો અંગે પ્રજાને માહિતી આપી.

 

The post વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત પ્રવાસ: નિકોલમાં રોડ શો બાદ 5477 કરોડના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/pm-modi-gujarat-roadshow-nicol-development-projects/feed/ 0