diamond industry Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/diamond-industry/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 03 Sep 2025 12:23:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png diamond industry Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/diamond-industry/ 32 32 સુરતના ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ: મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર https://www.gujaratinside.com/2025/09/03/surat-industry-themed-ganesh-idols-mahidharpura/ https://www.gujaratinside.com/2025/09/03/surat-industry-themed-ganesh-idols-mahidharpura/#respond Wed, 03 Sep 2025 12:23:01 +0000 https://www.gujaratinside.com/?p=18240 સુરતની ઓળખ સમાન ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ મહિધરપુરાની છાપરિયા શેરીમાં આ વર્ષના ગણેશોત્સવમાં દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. રિદ્ધિ સિદ્ધિ યુવક મંડળ દ્વારા મુખ્ય ગણેશ પ્રતિમાની સ્થાપના સાથે ચાર અલગ-અલગ મંડપોમાં કાપડ, જરી, હીરા અને રિયલ એસ્ટેટ ઉદ્યોગોને પ્રતિબિંબિત કરતી માટીની નાની પ્રતિમાઓ મૂકી દેવાઈ છે. પ્રથમ મંડપમાં કાપડ ઉદ્યોગ દર્શાવવામાં આવ્યો છે,...

The post સુરતના ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ: મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરતની ઓળખ સમાન ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ મહિધરપુરાની છાપરિયા શેરીમાં આ વર્ષના ગણેશોત્સવમાં દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. રિદ્ધિ સિદ્ધિ યુવક મંડળ દ્વારા મુખ્ય ગણેશ પ્રતિમાની સ્થાપના સાથે ચાર અલગ-અલગ મંડપોમાં કાપડ, જરી, હીરા અને રિયલ એસ્ટેટ ઉદ્યોગોને પ્રતિબિંબિત કરતી માટીની નાની પ્રતિમાઓ મૂકી દેવાઈ છે.

પ્રથમ મંડપમાં કાપડ ઉદ્યોગ દર્શાવવામાં આવ્યો છે, જ્યાં ગાદી પર પાઘડી અને ફેંટાવાળા પરિધાનોમાં ગણેશજી બિરાજમાન છે, અને તેમના બાજુમાં મહિલાની પ્રતિમા સુરતના કાપડ ઉદ્યોગની સમૃદ્ધિ દર્શાવે છે.

બીજા મંડપમાં જૂના જરી ઉદ્યોગને પ્રસ્તુત કરવામાં આવ્યો છે, જેમાં પેન્ટ-શર્ટમાં ગણેશજીની ઊભી પ્રતિમા અને આસપાસ જરીના ફીરકા મૂકી દેવાયા છે.

ત્રીજા મંડપમાં વિશ્વપ્રસિદ્ધ હીરા ઉદ્યોગ દર્શાવવામાં આવ્યો છે, જ્યાં ગણેશજી ટેબલ-ખુરશી પર બિરાજમાન છે અને આસપાસ હીરાના પડિકા અને હાર દેખાડવામાં આવ્યા છે.

છેલ્લે, રિયલ એસ્ટેટ ઉદ્યોગને દર્શાવતા મંડપમાં બિલ્ડર જેવી કોટી પહેરેલા ગણેશજીની પ્રતિમા અને આસપાસ બિલ્ડિંગના મોડેલ મૂકી દેવામાં આવ્યા છે.

મંડળના સભ્ય સમીર કાપડિયા જણાવે છે કે મંડળ દર વર્ષે કોઈ સામાજિક કે સાંસ્કૃતિક થીમ પર માટીની પ્રતિમાઓ તૈયાર કરે છે, જે દર્શનાર્થીઓને સંદેશ આપે. આ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે પરંતુ વિસર્જન મુખ્ય પ્રતિમાના વિસર્જન પછી દસ દિવસમાં કરવામાં આવે છે. આ અનોખી પહેલ મહિધરપુરાની શેરીને ગણેશ ભક્તો માટે ખાસ આકર્ષણ બનાવે છે.

The post સુરતના ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ: મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/surat-industry-themed-ganesh-idols-mahidharpura/feed/ 0
સુરતમાં 32.53 કરોડની હીરા ચોરી: પાંચ તસ્કરો બે રિક્ષામાં ફરાર, ફિંગરપ્રિન્ટથી ખુલશે ભેદ https://www.gujaratinside.com/2025/08/19/surat-diamond-theft-32-crore/ https://www.gujaratinside.com/2025/08/19/surat-diamond-theft-32-crore/#respond Tue, 19 Aug 2025 11:27:05 +0000 https://www.gujaratinside.com/?p=16699 સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટનાએ શહેરમાં હાહાકાર મચાવ્યો છે. આ ચોરીમાં 32.48 કરોડના રફ અને પોલિશ્ડ હીરા સાથે 5 લાખ રોકડા રૂપિયા સમાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે મધરાત્રિએ પાંચ તસ્કરો બે રિક્ષામાં ગેસ કટર સાથે આવ્યા હતા. એક રિક્ષામાં ત્રણ અને બીજીમાં બે શખ્સો...

The post સુરતમાં 32.53 કરોડની હીરા ચોરી: પાંચ તસ્કરો બે રિક્ષામાં ફરાર, ફિંગરપ્રિન્ટથી ખુલશે ભેદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટનાએ શહેરમાં હાહાકાર મચાવ્યો છે. આ ચોરીમાં 32.48 કરોડના રફ અને પોલિશ્ડ હીરા સાથે 5 લાખ રોકડા રૂપિયા સમાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે મધરાત્રિએ પાંચ તસ્કરો બે રિક્ષામાં ગેસ કટર સાથે આવ્યા હતા. એક રિક્ષામાં ત્રણ અને બીજીમાં બે શખ્સો હતા. ચોરી બાદ રાત્રે 2 વાગ્યાના આસપાસ તેઓ સુરત રેલવે સ્ટેશન પર ઉતરીને મુંબઈ અથવા રાજસ્થાન તરફ ફરાર થયા હોવાની સંભાવના છે.

ડાયમંડ કિંગ અને ડી.કે. એન્ડ સન્સ નામની બંને હીરાની પેઢીઓ કપુરવાડી બિલ્ડિંગના ચોથા માળે આવેલી છે, જે દેવેન્દ્રકુમાર ચૌધરી અને તેમના પરિવારની માલિકી હેઠળ છે. 15મી ઓગસ્ટે બપોરે 3.30 વાગ્યા સુધી કારખાનું ખુલ્લું હતું, ત્યારબાદ સાતમ-આઠમની રજાને કારણે બે દિવસ માટે બંધ હતું. આ દરમ્યાન તસ્કરો બિલ્ડિંગના મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર ઘૂસ્યા અને ઓફિસની તિજોરીમાં ગેસ કટરથી ભોકારો પાડ્યો. ચોરીમાં ડાયમંડ કિંગના 5746.24 કેરેટ પોલિશ્ડ હીરા અને 87,068.35 કેરેટ રફ હીરા, તેમજ ડી.કે. એન્ડ સન્સના 3163.58 કેરેટ પોલિશ્ડ હીરા અને 16,583.72 કેરેટ રફ હીરા સામેલ છે.

તસ્કરોએ ઓળખ છુપાવવા માટે સીસીટીવી કેમેરા તોડી નાખ્યા અને DVR પણ સાથે લઈ ગયા. નોંધનીય છે કે, બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ પણ હાજર નહોતો અને માત્ર નાનકડું તાળું મારેલું હતું. 300 કરોડનું ટર્નઓવર હોવા છતાં સિક્યુરિટી ગાર્ડ ન હોવાને કારણે પોલીસ પર સવાલો ઊભા થયા છે. પોલીસને સ્થળ પરથી સિગારેટના ઠુંઠા, માવાની પડીકી અને બે થી ત્રણ અજાણ્યા શખ્સોના ફિંગરપ્રિન્ટ મળ્યા છે.

આ ચોરી જાણભેદુના સહકારથી થઈ હોવાની સંભાવના છે. સુરત પોલીસ તસ્કરોને પકડવા માટે સીસીટીવી ફૂટેજના આધારે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.

The post સુરતમાં 32.53 કરોડની હીરા ચોરી: પાંચ તસ્કરો બે રિક્ષામાં ફરાર, ફિંગરપ્રિન્ટથી ખુલશે ભેદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/surat-diamond-theft-32-crore/feed/ 0