diplomacy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/diplomacy/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 10 Sep 2025 03:09:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png diplomacy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/diplomacy/ 32 32 ટ્રમ્પનો યુ-ટર્ન: ભારત સાથે વેપાર અવરોધો દૂર કરવા ઉત્સુક, PM મોદીએ આપ્યો સકારાત્મક પ્રતિસાદ https://www.gujaratinside.com/2025/09/10/trump-modi-trade-talks-india-us-relations/ https://www.gujaratinside.com/2025/09/10/trump-modi-trade-talks-india-us-relations/#respond Wed, 10 Sep 2025 03:09:11 +0000 https://www.gujaratinside.com/?p=18962 અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધોને લઈને નવી રાજનૈતિક હલચલ જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સતત ભારત વિરુદ્ધ કડક વલણ દાખવ્યા બાદ અચાનક મોટો ફેરફાર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર તેમણે જાહેર કર્યું કે અમેરિકા ભારત સાથેના વેપાર અવરોધો દૂર કરવા સંવાદ કરી રહ્યું છે અને તેઓ ટૂંક સમયમાં...

The post ટ્રમ્પનો યુ-ટર્ન: ભારત સાથે વેપાર અવરોધો દૂર કરવા ઉત્સુક, PM મોદીએ આપ્યો સકારાત્મક પ્રતિસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધોને લઈને નવી રાજનૈતિક હલચલ જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સતત ભારત વિરુદ્ધ કડક વલણ દાખવ્યા બાદ અચાનક મોટો ફેરફાર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર તેમણે જાહેર કર્યું કે અમેરિકા ભારત સાથેના વેપાર અવરોધો દૂર કરવા સંવાદ કરી રહ્યું છે અને તેઓ ટૂંક સમયમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવા આતુર છે.

ટ્રમ્પે પોતાના પોસ્ટમાં લખ્યું હતું કે, “મને ખુશી છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અવરોધોને દૂર કરવા અંગે મંત્રણા ચાલી રહી છે. હું આગામી અઠવાડિયામાં મારા ખૂબ જ સારા મિત્ર વડા પ્રધાન મોદી સાથે વાતચીત કરવા ઉત્સુક છું. મને વિશ્વાસ છે કે આ ચર્ચા બંને મહાન દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ અને સફળ નિષ્કર્ષ સુધી પહોંચશે.”

ટ્રમ્પની આ પોસ્ટને તરત જ પ્રતિસાદ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના અભિપ્રાય જાહેર કર્યા. મોદીએ કહ્યું કે, “ભારત અને અમેરિકા ઘનિષ્ઠ ભાગીદાર છે. વેપાર અવરોધોને દૂર કરવા અંગેની ચાલી રહેલી ચર્ચા બંને દેશોની ભાગીદારીને નવી દિશા આપશે. મને વિશ્વાસ છે કે બંને દેશોની ટીમો જલદીથી જલદી ચર્ચા પૂર્ણ કરશે અને તે આપણા લોકો માટે ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરશે. હું પણ અમેરિકન પ્રમુખ સાથે વાતચીત કરવા આતુર છું.”

આ પોસ્ટ્સ બાદ સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોને લઈને ચાલી રહેલા મતભેદો હવે હળવા થઈ રહ્યા છે. નિષ્ણાતો માને છે કે જો આવનારા સમયમાં બંને દેશો વેપાર અવરોધોને દૂર કરવામાં સફળ થશે તો તે દ્વિપક્ષીય વેપારમાં ભારે વૃદ્ધિ લાવી શકે છે.

ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો વિશ્વ અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ટેકનોલોજી, રક્ષા, કૃષિ અને સર્વિસ સેક્ટર જેવા ક્ષેત્રોમાં બંને દેશો એકબીજાના અગત્યના ભાગીદાર રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ટેરિફ અને નીતિ સંબંધિત મુદ્દાઓને કારણે તણાવ સર્જાયો હતો. હવે ટ્રમ્પના તાજેતરના નિવેદન અને મોદીના સકારાત્મક પ્રતિસાદને કારણે બંને દેશોની વચ્ચે વિશ્વાસ અને સહકારની નવી શરૂઆત થઈ શકે છે.

The post ટ્રમ્પનો યુ-ટર્ન: ભારત સાથે વેપાર અવરોધો દૂર કરવા ઉત્સુક, PM મોદીએ આપ્યો સકારાત્મક પ્રતિસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/trump-modi-trade-talks-india-us-relations/feed/ 0
ટ્રમ્પના વખાણ બાદ PM મોદીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો આભાર https://www.gujaratinside.com/2025/09/06/pm-modi-thanks-trump-us-india-relations/ https://www.gujaratinside.com/2025/09/06/pm-modi-thanks-trump-us-india-relations/#respond Sat, 06 Sep 2025 10:35:34 +0000 https://www.gujaratinside.com/?p=18566 નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે સકારાત્મક નિવેદન આપ્યું. તેમના જવાબમાં મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને ટ્રમ્પનો આભાર માન્યો અને ભારત-અમેરિકા સંબંધોને મજબૂત ગણાવ્યા. મોદીએ લખ્યું કે, “અમે દિલથી તમારો આભાર માનીએ છીએ. અમે પ્રમુખ ટ્રમ્પની ભાવનાઓ...

The post ટ્રમ્પના વખાણ બાદ PM મોદીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો આભાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે સકારાત્મક નિવેદન આપ્યું. તેમના જવાબમાં મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને ટ્રમ્પનો આભાર માન્યો અને ભારત-અમેરિકા સંબંધોને મજબૂત ગણાવ્યા.

મોદીએ લખ્યું કે, “અમે દિલથી તમારો આભાર માનીએ છીએ. અમે પ્રમુખ ટ્રમ્પની ભાવનાઓ અને ભારત-અમેરિકા સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરીએ છીએ. બંને દેશો વચ્ચે એક સકારાત્મક, દૂરદર્શી અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે.”

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ઓવલ ઓફિસમાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત-અમેરિકા સંબંધો અત્યંત ખાસ છે. તેમણે કહ્યું હતું કે, “હાલના તણાવ છતાં મોદી અને હું હંમેશાં મિત્રો રહીશું. તે એક મહાન વડાપ્રધાન છે, પરંતુ હાલ તેઓ જે કરી રહ્યા છે તે મને નથી ગમતું. છતાં ભારત-અમેરિકા સંબંધો અંગે ચિંતાની કોઈ જરૂર નથી.”

 

The post ટ્રમ્પના વખાણ બાદ PM મોદીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો આભાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/pm-modi-thanks-trump-us-india-relations/feed/ 0
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વડાપ્રધાન મોદીને કરી મુલાકાત, બોર્ડર પર શાંતિના સંકેત https://www.gujaratinside.com/2025/08/19/china-foreign-minister-meets-modi-border-peace-talks/ https://www.gujaratinside.com/2025/08/19/china-foreign-minister-meets-modi-border-peace-talks/#respond Tue, 19 Aug 2025 13:29:07 +0000 https://www.gujaratinside.com/?p=16728 ભારત-ચીન સંબંધોમાં નવી ગતિ જોવા મળી રહી છે. ભારત પ્રવાસે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે (19 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ પહેલા વાંગ યીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન NSA ડોભાલે જણાવ્યું કે, બોર્ડર પર શાંતિ અને સૌહાર્દ...

The post ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વડાપ્રધાન મોદીને કરી મુલાકાત, બોર્ડર પર શાંતિના સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત-ચીન સંબંધોમાં નવી ગતિ જોવા મળી રહી છે. ભારત પ્રવાસે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે (19 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ પહેલા વાંગ યીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન NSA ડોભાલે જણાવ્યું કે, બોર્ડર પર શાંતિ અને સૌહાર્દ જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમને આશા છે કે વિશેષ પ્રતિનિધિઓ વચ્ચેની વાતચીત સફળ થશે. વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં શાંઘાઈ સહકાર સંગઠન (SCO) શિખર સંમેલન માટે ચીન જવાના છે, જેને કારણે આજની આ બેઠક વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ બની છે.

 

The post ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વડાપ્રધાન મોદીને કરી મુલાકાત, બોર્ડર પર શાંતિના સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/china-foreign-minister-meets-modi-border-peace-talks/feed/ 0
પુતિન-ટ્રમ્પ મુલાકાત પર ભારતની પ્રતિક્રિયા: શાંતિ માટે વાતચીતને ભારતે જણાવ્યું જરૂરી https://www.gujaratinside.com/2025/08/16/india-reaction-trump-putin-meeting-alaska/ https://www.gujaratinside.com/2025/08/16/india-reaction-trump-putin-meeting-alaska/#respond Sat, 16 Aug 2025 11:34:21 +0000 https://www.gujaratinside.com/?p=16452 અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં થયેલી ઐતિહાસિક મુલાકાતને ભારતે આવકારી છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે શાંતિ માટે ઉઠાવવામાં આવેલા પગલાં સરાહનીય છે અને આગળનો રસ્તો માત્ર વાતચીત અને કૂટનીતિ દ્વારા જ શક્ય છે. મંત્રાલયે જણાવ્યું કે વિશ્વ યુક્રેન યુદ્ધનો વહેલો અંત જોવાનું ઈચ્છે છે. આ મુલાકાત લગભગ ત્રણ...

The post પુતિન-ટ્રમ્પ મુલાકાત પર ભારતની પ્રતિક્રિયા: શાંતિ માટે વાતચીતને ભારતે જણાવ્યું જરૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં થયેલી ઐતિહાસિક મુલાકાતને ભારતે આવકારી છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે શાંતિ માટે ઉઠાવવામાં આવેલા પગલાં સરાહનીય છે અને આગળનો રસ્તો માત્ર વાતચીત અને કૂટનીતિ દ્વારા જ શક્ય છે. મંત્રાલયે જણાવ્યું કે વિશ્વ યુક્રેન યુદ્ધનો વહેલો અંત જોવાનું ઈચ્છે છે.

આ મુલાકાત લગભગ ત્રણ કલાક ચાલી હતી, પરંતુ યુક્રેન યુદ્ધ પર કોઈ અંતિમ નિર્ણય થયો નહીં. બંને નેતાઓએ મીડિયા સાથેની વાતચીત માત્ર 12 મિનિટમાં પૂર્ણ કરી અને કોઈ સોદો જાહેર કર્યો નથી. આ બેઠકમાં કેટલીક સકારાત્મક બાબતો સાથે નવી ચિંતાઓ પણ ઉપજી છે.

ટ્રમ્પની ટીકા પણ થઈ છે, કારણ કે તેમણે પુતિન માટે રેડ કાર્પેટ પાથર્યું, તેમને પહેલા બોલવા દીધા અને કોઈ કરાર ન કરી શક્યા. પુતિને યુદ્ધવિરામ માટે સંમતિ આપી નથી, જે ટ્રમ્પ આશા રાખતા હતા. પુતિને વાતચીતમાં જણાવ્યું કે જો 2022માં ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત, તો યુક્રેન સંઘર્ષ શરૂ ન થયો હોત. તેમણે વધુમાં ઉમેર્યું કે ભૂતકાળના વર્ષો અમેરિકા-રશિયા સંબંધો માટે કઠિન રહ્યા છે અને હવે સુધારો ખૂબ જ આવશ્યક છે.

 

The post પુતિન-ટ્રમ્પ મુલાકાત પર ભારતની પ્રતિક્રિયા: શાંતિ માટે વાતચીતને ભારતે જણાવ્યું જરૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/india-reaction-trump-putin-meeting-alaska/feed/ 0