#DRDO Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/drdo/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 25 Sep 2025 04:41:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #DRDO Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/drdo/ 32 32 ભારત હવે ટ્રેનમાંથી મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતાં પસંદગીના દેશોમાં શામેલ https://www.gujaratinside.com/2025/09/25/india-successfully-tests-agni-prime-missile-from-train/ https://www.gujaratinside.com/2025/09/25/india-successfully-tests-agni-prime-missile-from-train/#respond Thu, 25 Sep 2025 04:41:41 +0000 https://www.gujaratinside.com/?p=20067 નવી દિલ્હી: ભારતે અગ્નિ પ્રાઇમ મિસાઇલના ટ્રેન આધારિત લોન્ચ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સવારે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે મધ્યમ અંતરના લક્ષ્યો માટે બનેલી આ નવી પેઢીની મિસાઇલને હવે રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી દાગી શકાય છે. અગ્નિ પ્રાઇમ મિસાઇલ ટ્રેનમાંથી લોન્ચ થઈને 2000 કિલોમીટર સુધીના લક્ષ્યોને...

The post ભારત હવે ટ્રેનમાંથી મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતાં પસંદગીના દેશોમાં શામેલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: ભારતે અગ્નિ પ્રાઇમ મિસાઇલના ટ્રેન આધારિત લોન્ચ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સવારે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે મધ્યમ અંતરના લક્ષ્યો માટે બનેલી આ નવી પેઢીની મિસાઇલને હવે રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી દાગી શકાય છે. અગ્નિ પ્રાઇમ મિસાઇલ ટ્રેનમાંથી લોન્ચ થઈને 2000 કિલોમીટર સુધીના લક્ષ્યોને સચોટ ભેદી શકે તેવી ક્ષમતા ધરાવે છે.

રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આ મિસાઇલમાં અનેક આધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આજે કરવામાં આવેલું પરીક્ષણ ખાસ ડિઝાઇન કરાયેલા રેલ આધારિત મોબાઇલ લોન્ચરથી કરવામાં આવ્યું હતું. આ પહેલું એવું લોન્ચર છે, જે કોઈપણ પૂર્વ શરતો વિના ભારતીય રેલ નેટવર્ક પર ચલાવી શકાય તેવું છે.

આ સફળ પરીક્ષણથી ભારતે વિશ્વના થોડાક એવા દેશોમાં સ્થાન મેળવ્યું છે, જેમણે રેલ આધારિત લોન્ચ સિસ્ટમથી મિસાઇલ છોડવાની ક્ષમતા હાંસલ કરી છે. આ સિસ્ટમ ઝડપી પ્રતિસાદ સમય સાથે મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા પૂરી પાડે છે. સંરક્ષણ મંત્રીએ DRDO, સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ (SFC) અને સશસ્ત્ર દળોને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

 

The post ભારત હવે ટ્રેનમાંથી મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતાં પસંદગીના દેશોમાં શામેલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/25/india-successfully-tests-agni-prime-missile-from-train/feed/ 0
ભારત બનાવશે ન્યુક્લિયરથી સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’, 55 ફાઇટર જેટ લઈ જવાની ક્ષમતા https://www.gujaratinside.com/2025/09/09/india-ins-vishal-nuclear-aircraft-carrier/ https://www.gujaratinside.com/2025/09/09/india-ins-vishal-nuclear-aircraft-carrier/#respond Tue, 09 Sep 2025 11:05:54 +0000 https://www.gujaratinside.com/?p=18893 ભારત હવે પોતાની નૌસેનાને વિશ્વસ્તરે વધુ શક્તિશાળી બનાવવા તરફ મહત્વનું પગલું ભરવા જઈ રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયે 6 ઓગસ્ટ 2025ના રોજ જાહેર કરેલી ટેકનોલોજી પર્સપેક્ટિવ એન્ડ કેપેબિલિટી રોડમેપ 2025 (TPCR-2025) હેઠળ દેશ પોતાનું પહેલું ન્યુક્લિયરથી સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’ બનાવશે. આ જહાજ ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાન જેવી પડકારરૂપ શક્તિઓ સામે મજબૂત જવાબ...

The post ભારત બનાવશે ન્યુક્લિયરથી સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’, 55 ફાઇટર જેટ લઈ જવાની ક્ષમતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત હવે પોતાની નૌસેનાને વિશ્વસ્તરે વધુ શક્તિશાળી બનાવવા તરફ મહત્વનું પગલું ભરવા જઈ રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયે 6 ઓગસ્ટ 2025ના રોજ જાહેર કરેલી ટેકનોલોજી પર્સપેક્ટિવ એન્ડ કેપેબિલિટી રોડમેપ 2025 (TPCR-2025) હેઠળ દેશ પોતાનું પહેલું ન્યુક્લિયરથી સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’ બનાવશે. આ જહાજ ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાન જેવી પડકારરૂપ શક્તિઓ સામે મજબૂત જવાબ આપવા સક્ષમ બનાવશે.

INS વિશાલ: ભારતની નવી તાકાત

INS વિશાલને સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર–3 (IAC-3) તરીકે ઓળખવામાં આવે છે. આ ભારતનું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર હશે અને તે કોચીન શિપયાર્ડ લિમિટેડમાં બનાવાશે. ન્યુક્લિયર ઉર્જાથી સંચાલિત આ વિશાળ જહાજનું વજન 65થી 75 હજાર ટન રહેશે, જ્યારે તેની લંબાઈ લગભગ 300 મીટર અને ગતિ 55 કિમી/કલાક હશે. તેમાં કુલ 55 વિમાનો તહેનાત થઈ શકશે, જેમાંથી 40 ફિક્સ્ડ-વિંગ ફાઇટર જેટ અને 15 રોટરી-વિંગ હેલિકોપ્ટર હશે. આ જહાજ સાથે ભારત અમેરિકા અને ફ્રાન્સ પછી ન્યુક્લિયર સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ધરાવતું દેશ બનશે.

પરમાણુ ઉર્જાના ફાયદા

INS વિશાલ પરમાણુ રિએક્ટરથી સંચાલિત હોવાથી તે લાંબા સમય સુધી રિફ્યુઅલિંગ વિના સમુદ્રમાં રહી શકશે. તેની ક્ષમતા 500–550 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની છે, જેના કારણે તે ઈલેક્ટ્રોમેગ્નેટિક એરક્રાફ્ટ લોન્ચ સિસ્ટમ (EMALS), લેસર હથિયારો અને આધુનિક સેન્સર સંચાલિત કરી શકશે. આ જહાજ ભારે ફાઇટર એરક્રાફ્ટ, ડ્રોન અને AEW&C વિમાનોને લોન્ચ કરવાની ક્ષમતા ધરાવશે, તેમજ સતત હવાઈ કવરેજ પૂરી પાડશે.

INS વિશાલની ખાસિયતો

  • EMALS ટેકનોલોજી: DRDO દ્વારા વિકસાવવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં 40 ટન સુધીના વિમાનો લોન્ચ કરી શકશે.
  • ઓટોમેટિક લેન્ડિંગ સિસ્ટમ: વિમાનોને સુરક્ષિત લેન્ડિંગ સુનિશ્ચિત કરશે.
  • ફ્રેનેલ ઓપ્ટિકલ લેન્ડિંગ સિસ્ટમ: પાઇલટ્સને લેન્ડિંગમાં માર્ગદર્શન આપશે.
  • કોમ્બેટ મેનેજમેન્ટ સોફ્ટવેર: વિમાનોની કામગીરી અને યુદ્ધ દરમિયાન સંકલન કરશે.

કેમ જરૂરી છે INS વિશાલ?

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાનની વધતી જતી નૌસૈનિક શક્તિ ભારત માટે ગંભીર પડકાર ઉભો કરે છે. ચીન પાસે પહેલેથી જ લિયાઓનિંગ અને શોંડોંગ જેવા બે એરક્રાફ્ટ કેરિયર છે અને ત્રીજું ફુજિયાન EMALS સાથે તૈયાર થઈ રહ્યું છે. બીજી તરફ, પાકિસ્તાન ચીન પાસેથી 8 હેંગોર-ક્લાસ સબમરીન ખરીદી રહ્યું છે, જે ભારતના દરિયાઈ ક્ષેત્ર માટે ખતરો ઊભો કરે છે.

ભારત ત્રણ એરક્રાફ્ટ કેરિયરની યોજના ધરાવે છે જેથી એક જહાજ મેઈન્ટેનન્સમાં હોય તો બીજા બે જહાજો હંમેશા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય રહી શકે. આ રીતે INS વિશાલ ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે અને દેશની વ્યૂહાત્મક તાકાતમાં વધારો કરશે.

 

 

The post ભારત બનાવશે ન્યુક્લિયરથી સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’, 55 ફાઇટર જેટ લઈ જવાની ક્ષમતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/india-ins-vishal-nuclear-aircraft-carrier/feed/ 0
ભારતનું ‘સુદર્શન ચક્ર’: DRDOએ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ IADWS https://www.gujaratinside.com/2025/08/25/india-integrated-air-defence-system-drdo-successful-test/ https://www.gujaratinside.com/2025/08/25/india-integrated-air-defence-system-drdo-successful-test/#respond Mon, 25 Aug 2025 10:52:26 +0000 https://www.gujaratinside.com/?p=17261 ભારતના રક્ષણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. ઓડિશાના દરિયાકાંઠે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS)નું પ્રથમ ફ્લાઇટ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. બહુસ્તરીય સર્વેલન્સ, લેસર આધારિત હથિયારો અને અદ્યતન ટેકનોલોજી ધરાવતી આ સિસ્ટમ ભારતના સુરક્ષા તંત્રમાં ક્રાંતિ લાવશે. આ સિસ્ટમમાં ત્રણ મુખ્ય ઘટકોનો સમાવેશ થાય છે – ક્વિક...

The post ભારતનું ‘સુદર્શન ચક્ર’: DRDOએ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ IADWS appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના રક્ષણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. ઓડિશાના દરિયાકાંઠે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS)નું પ્રથમ ફ્લાઇટ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. બહુસ્તરીય સર્વેલન્સ, લેસર આધારિત હથિયારો અને અદ્યતન ટેકનોલોજી ધરાવતી આ સિસ્ટમ ભારતના સુરક્ષા તંત્રમાં ક્રાંતિ લાવશે.

આ સિસ્ટમમાં ત્રણ મુખ્ય ઘટકોનો સમાવેશ થાય છે – ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલ (QRSAM), વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (VSHORADS) અને ડાયરેક્ટેડ એનર્જી વેપન (DEW). QRSAM 3 થી 30 કિ.મી. સુધીના અંતરે લક્ષ્યો પર હુમલો કરી શકે છે, જ્યારે VSHORADS 6 કિ.મી. સુધીની ટૂંકી રેન્જમાં ડ્રોન અને હેલિકોપ્ટરનો નાશ કરી શકે છે. સૌથી ખાસ DEW છે, જે લેસર આધારિત હાઈ પાવર હથિયાર છે અને તે પ્રકાશની ગતિએ હુમલો કરી શકે છે.

23 ઓગસ્ટ, 2025ના રોજ ઓડિશાના તટ પર આયોજિત પરીક્ષણ દરમિયાન આ સિસ્ટમ દ્વારા UAV અને મલ્ટિ-કોપ્ટર ડ્રોનને સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યા હતા. DRDO મુજબ આ પરીક્ષણમાં તમામ ઘટકોે રડાર, ટ્રેકિંગ અને કમાન્ડ-કંટ્રોલ સિસ્ટમમાં સંપૂર્ણ સફળતા હાંસલ કરી છે.

આ સ્વદેશી સિસ્ટમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા ‘સુદર્શન ચક્ર’ પ્રોજેક્ટનો મુખ્ય હિસ્સો છે. આ પ્રોજેક્ટનો હેતુ 2035 સુધી ભારતને સંપૂર્ણ સુરક્ષા કવચ પ્રદાન કરવાનો છે. વિશ્વના થોડા દેશો પાસે જ લેસર આધારિત શસ્ત્રોની ટેકનોલોજી છે, જેમાં હવે ભારત પણ જોડાયું છે.

IADWS રાષ્ટ્રરક્ષામાં અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે – તે આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવે છે, હવાઈ ખતરાઓ સામે બહુસ્તરીય સુરક્ષા પ્રદાન કરે છે, અસરકારક અને ઓછી ખર્ચાળ છે અને વૈશ્વિક સંરક્ષણ ટેકનોલોજીમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવે છે.

 

The post ભારતનું ‘સુદર્શન ચક્ર’: DRDOએ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ IADWS appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/india-integrated-air-defence-system-drdo-successful-test/feed/ 0
ગગનયાન મિશનની તૈયારીઓ તેજ, ISROએ કર્યું પહેલું સફળ એર ડ્રોપ ટેસ્ટ https://www.gujaratinside.com/2025/08/24/isro-successful-airdrop-test-for-gaganyaan-mission/ https://www.gujaratinside.com/2025/08/24/isro-successful-airdrop-test-for-gaganyaan-mission/#respond Sun, 24 Aug 2025 15:30:53 +0000 https://www.gujaratinside.com/?p=17199 ભારતના પ્રથમ માનવ અંતરિક્ષ ઉડાન મિશન ‘ગગનયાન’ માટે તૈયારીઓમાં તેજી આવી છે. રવિવારે ઈસરોએ પેરાશૂટ આધારિત ડિસેલેરેશન સિસ્ટમનું પ્રદર્શન કર્યું, જેમાં પહેલું સંકલિત એર ડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ પરીક્ષણ ISRO, ભારતીય વાયુસેના, DRDO, ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત પ્રયાસોથી હાથ ધરવામાં આવ્યું. ઈસરોએ X પર માહિતી આપી કે ગગનયાન મિશન માટે આ...

The post ગગનયાન મિશનની તૈયારીઓ તેજ, ISROએ કર્યું પહેલું સફળ એર ડ્રોપ ટેસ્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના પ્રથમ માનવ અંતરિક્ષ ઉડાન મિશન ‘ગગનયાન’ માટે તૈયારીઓમાં તેજી આવી છે. રવિવારે ઈસરોએ પેરાશૂટ આધારિત ડિસેલેરેશન સિસ્ટમનું પ્રદર્શન કર્યું, જેમાં પહેલું સંકલિત એર ડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ પરીક્ષણ ISRO, ભારતીય વાયુસેના, DRDO, ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત પ્રયાસોથી હાથ ધરવામાં આવ્યું. ઈસરોએ X પર માહિતી આપી કે ગગનયાન મિશન માટે આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.

ગગનયાન મિશન શું છે?
ગગનયાન મિશન ભારતનું પહેલું માનવ અંતરિક્ષ મિશન છે, જેમાં ચાર અંતરિક્ષયાત્રીઓને નીચા પૃથ્વી ભ્રમણકક્ષામાં (400 કિમી) મોકલવામાં આવશે અને ત્રણ દિવસ બાદ સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવશે. મિશનની શરૂઆત માનવરહિત ઉડાનથી થશે, જેમાં માનવ-રોબોટ ‘વ્યોમમિત્ર’ અંતરિક્ષમાં મોકલાશે.

તાજેતરમાં સર્વિસ મોડ્યુલ પ્રોપલ્શન સિસ્ટમ (SMPS) નું કામ પણ પૂર્ણ થયું છે. આ સિસ્ટમ રૉકેટને યોગ્ય ભ્રમણકક્ષામાં લઈ જવા, ઉડાન દરમિયાન દિશા નિયંત્રણ, ગતિ નિયંત્રણ તેમજ આપાતકાલીન પરિસ્થિતિમાં મિશન રદ્દ કરીને અંતરિક્ષયાત્રીઓને સુરક્ષિત પાછા લાવવાનું કામ કરે છે.

ભવિષ્યની યોજનાઓ:
ઈસરોની યોજનાઓ મુજબ, વર્ષના અંત સુધીમાં ગગનયાન-1 મિશન લોન્ચ થશે. 2027માં ભારત પોતાની પહેલી માનવયુક્ત અંતરિક્ષ ઉડાન કરશે. તે પછી 2028માં ચંદ્રયાન-4, શુક્ર મિશન અને 2035 સુધીમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશનની સ્થાપના થશે. 2040 સુધીમાં ભારત ચંદ્ર પર અંતરિક્ષયાત્રીઓને મોકલવાનું લક્ષ્ય ધરાવે છે.

 

The post ગગનયાન મિશનની તૈયારીઓ તેજ, ISROએ કર્યું પહેલું સફળ એર ડ્રોપ ટેસ્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/isro-successful-airdrop-test-for-gaganyaan-mission/feed/ 0
ભારતે સફળ રીતે IADWSનું પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું, ડિફેન્સ ક્ષેત્રે વધ્યું આત્મવિશ્વાસ https://www.gujaratinside.com/2025/08/24/india-successful-iadws-flight-test/ https://www.gujaratinside.com/2025/08/24/india-successful-iadws-flight-test/#respond Sun, 24 Aug 2025 10:34:27 +0000 https://www.gujaratinside.com/?p=17150 ભારતીય સેના સતત સ્વદેશી ટેકનોલોજી દ્વારા પોતાના રક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવી રહી છે. તાજેતરમાં, ભારતીય સેના અને DRDO દ્વારા ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS)નું પ્રથમ ઉડાન પરીક્ષણ સફળતાપૂર્વક ઓડિશા તટ પર 23 ઓગસ્ટ 2025ના બપોરે 12:30 વાગ્યે કરવામાં આવ્યું. IADWS એક બહુસ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલી છે જે જમીન પરથી હવામાં લક્ષ્ય પર હુમલો કરનારી...

The post ભારતે સફળ રીતે IADWSનું પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું, ડિફેન્સ ક્ષેત્રે વધ્યું આત્મવિશ્વાસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતીય સેના સતત સ્વદેશી ટેકનોલોજી દ્વારા પોતાના રક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવી રહી છે. તાજેતરમાં, ભારતીય સેના અને DRDO દ્વારા ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS)નું પ્રથમ ઉડાન પરીક્ષણ સફળતાપૂર્વક ઓડિશા તટ પર 23 ઓગસ્ટ 2025ના બપોરે 12:30 વાગ્યે કરવામાં આવ્યું.

IADWS એક બહુસ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલી છે જે જમીન પરથી હવામાં લક્ષ્ય પર હુમલો કરનારી મિસાઈલ QRSAM, અદ્યતન ટૂંકી શ્રેણીની હવાઈ સંરક્ષણ મિસાઈલ VSHORADS અને ઉચ્ચ શક્તિવાળા લેસર આધારિત નિર્દેશિત ઉર્જા શસ્ત્ર DEWને એકીકૃત કરે છે. આ સિસ્ટમ રડાર, લોન્ચર્સ, ટાર્ગેટિંગ અને ગાઇડન્સ સિસ્ટમ્સ, મિસાઇલ્સ અને કમાન્ડ-એન્ડ-કંટ્રોલ યુનિટ્સ સાથે વ્યવસ્થિત રીતે કામ કરે છે અને વ્યૂહાત્મક સંપત્તિઓનું રક્ષણ કરે છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે DRDO, ભારતીય સશસ્ત્ર દળો અને ઉદ્યોગને IADWSના વિકાસ અને સફળ ઉડાન પરીક્ષણ માટે અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે આ સિસ્ટમ ભારતની બહુસ્તરીય હવાઈ સંરક્ષણ ક્ષમતા સ્થિર કરશે અને દુશ્મનના હવાઈ જોખમો સામે મહત્વપૂર્ણ સુરક્ષા પ્રદાન કરશે. 20 ઓગસ્ટના રોજ, પરમાણુ-સક્ષમ અગ્નિ-5 ઇન્ટરમીડિયેટ-રેન્જ બેલિસ્ટિક મિસાઇલનું પણ પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું, જે ભારતના મિસાઇલ પ્રોગ્રામની નોંધનીય સફળતા માનવામાં આવે છે.

 

The post ભારતે સફળ રીતે IADWSનું પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું, ડિફેન્સ ક્ષેત્રે વધ્યું આત્મવિશ્વાસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/india-successful-iadws-flight-test/feed/ 0
ભારત-ફ્રાન્સ પાર્ટનરશીપ: સ્વદેશી સ્ટીલ્થ જેટ માટે 100% ટેકનોલોજી ટ્રાન્સફર સાથે શક્તિશાળી એન્જિન તૈયાર https://www.gujaratinside.com/2025/08/23/india-france-stealth-jet-engine-partnership/ https://www.gujaratinside.com/2025/08/23/india-france-stealth-jet-engine-partnership/#respond Sat, 23 Aug 2025 11:28:13 +0000 https://www.gujaratinside.com/?p=17056 ભારત અને ફ્રાન્સ મળીને સ્વદેશી સ્ટીલ્થ ફાઈટર જેટ અને અન્ય આધુનિક એરક્રાફ્ટ માટે શક્તિશાળી જેટ એન્જિન બનાવવાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટમાં દેશનું સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ફ્રાન્સની એરોસ્પેસ કંપની સેફરાન સહભાગી રહેશે. પ્રસ્તાવ ટૂંક સમયમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) પાસે મંજૂરી માટે રજૂ કરવામાં...

The post ભારત-ફ્રાન્સ પાર્ટનરશીપ: સ્વદેશી સ્ટીલ્થ જેટ માટે 100% ટેકનોલોજી ટ્રાન્સફર સાથે શક્તિશાળી એન્જિન તૈયાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને ફ્રાન્સ મળીને સ્વદેશી સ્ટીલ્થ ફાઈટર જેટ અને અન્ય આધુનિક એરક્રાફ્ટ માટે શક્તિશાળી જેટ એન્જિન બનાવવાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટમાં દેશનું સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ફ્રાન્સની એરોસ્પેસ કંપની સેફરાન સહભાગી રહેશે. પ્રસ્તાવ ટૂંક સમયમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) પાસે મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.

પ્રોજેક્ટનો મુખ્ય લક્ષ્ય 120-કિલોન્યુટન ક્ષમતા ધરાવતો એડવાન્સ એન્જિન ડિઝાઈન, ડેવલપ, ટેસ્ટ, સર્ટિફાઇ અને પ્રોડક્શન કરવો છે. આ ટ્વીન એન્જિનનો ઉપયોગ એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) અને ભવિષ્યના અન્ય જેટમાં થશે. પ્રોજેક્ટમાં 100% ટેકનોલોજી ટ્રાન્સફર થશે, જે ભારતને ડિફેન્સ સેક્ટરમાં વધુ આત્મનિર્ભર બનાવશે.

DRDOને સેફરાનનો પ્રસ્તાવ સૌથી યોગ્ય લાગ્યો છે કારણ કે સેફરાન પહેલેથી જ હેલિકોપ્ટર એન્જિન બનાવે છે અને લાંબા સમયથી ભારત સાથે પાર્ટનરશીપ ધરાવે છે. નવું એન્જિન DRDOના ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ (GTRE) સાથે સહકારમાં વિકસાવવામાં આવશે, જેના માટે અંદાજિત ખર્ચ 7 બિલિયન ડોલર (લગભગ રૂ. 58,000 કરોડ) જણાવાયો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ પ્રોજેક્ટની પુષ્ટિ કરતા કહ્યું કે, આ પગલું ભારતને ફિફ્થ જનરેશન ફાઈટર જેટ્સ બનાવવા તરફ આગળ ધપાવશે અને દેશની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાને મજબૂત બનાવશે.

મહત્વપૂર્ણ છે કે મે મહિનામાં રાજનાથ સિંહે AMCAના પ્રોટોટાઇપ ડિઝાઇનને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ ભારતને હાઇ-ટેક ફાઈટર જેટ્સ, સ્વદેશી વિમાનવાહક જહાજો, સબમરીન અને હાઇપરસોનિક મિસાઇલ સહિતના નવા સંરક્ષણ ઉપકરણોમાં આત્મનિર્ભર બનવા માટે મજબૂત આધાર આપશે.

 

The post ભારત-ફ્રાન્સ પાર્ટનરશીપ: સ્વદેશી સ્ટીલ્થ જેટ માટે 100% ટેકનોલોજી ટ્રાન્સફર સાથે શક્તિશાળી એન્જિન તૈયાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/india-france-stealth-jet-engine-partnership/feed/ 0
ભારતનું હથિયાર ક્ષમતા તરફ વધુ એક પગલું: લદ્દાખમાં ‘આકાશ પ્રાઇમ’ મિસાઇલનું સફળ પરીક્ષણ https://www.gujaratinside.com/2025/07/17/another-step-towards-indias-weapons-capability-successful-test-of-akash-prime-missile-in-ladakh/ https://www.gujaratinside.com/2025/07/17/another-step-towards-indias-weapons-capability-successful-test-of-akash-prime-missile-in-ladakh/#respond Thu, 17 Jul 2025 04:48:54 +0000 https://www.gujaratinside.com/?p=14813 ભારતીય સેનાએ બુધવારે લદ્દાખના ઊંચા પર્વતીય વિસ્તારોમાં સ્વદેશી રીતે વિકસાવેલી ‘આકાશ પ્રાઇમ’ એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું. 15,000 ફૂટથી વધુ ઊંચાઈએ કરવામાં આવેલા આ પરીક્ષણમાં મિસાઇલે ઊંચાઈ પર ઊડતાં હવાઈ લક્ષ્યો પર ખૂબ જ સચોટ પ્રહાર કર્યા. આ પરીક્ષણ સંરક્ષણ સંસ્થાઓ માટે મહત્વપૂર્ણ મોન્ટમેન્ટ બની રહ્યું છે, ખાસ કરીને જ્યારે પર્વતીય અને દુર્ગમ વિસ્તારમાં...

The post ભારતનું હથિયાર ક્ષમતા તરફ વધુ એક પગલું: લદ્દાખમાં ‘આકાશ પ્રાઇમ’ મિસાઇલનું સફળ પરીક્ષણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતીય સેનાએ બુધવારે લદ્દાખના ઊંચા પર્વતીય વિસ્તારોમાં સ્વદેશી રીતે વિકસાવેલી ‘આકાશ પ્રાઇમ’ એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું. 15,000 ફૂટથી વધુ ઊંચાઈએ કરવામાં આવેલા આ પરીક્ષણમાં મિસાઇલે ઊંચાઈ પર ઊડતાં હવાઈ લક્ષ્યો પર ખૂબ જ સચોટ પ્રહાર કર્યા.

આ પરીક્ષણ સંરક્ષણ સંસ્થાઓ માટે મહત્વપૂર્ણ મોન્ટમેન્ટ બની રહ્યું છે, ખાસ કરીને જ્યારે પર્વતીય અને દુર્ગમ વિસ્તારમાં તૈનાતી શક્યતાઓ પર ધ્યાન આપવામાં આવે છે. આ સિસ્ટમ DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન) દ્વારા સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી આધારિત રીતે વિકસાવવામાં આવી છે.

સેના માટે વધુ બે રેજિમેન્ટમાં થશે તૈનાત

આકાશ પ્રાઇમ હવે ભારતીય સેના માટે વધુ બે રેજિમેન્ટનો ભાગ બનશે. તે લશ્કરને હવાઈ હુમલાઓ સામે વધુ મજબૂત સુરક્ષા આપી શકશે. સિસ્ટમ લગભગ 25 થી 30 કિલોમીટર સુધીના લક્ષ્યો પર મિસાઇલ દાગી શકે છે અને 15,000 ફૂટથી વધુ ઊંચાઈએ કાર્યરત રહી શકે છે.

ચીન-પાકિસ્તાન માટે સ્પષ્ટ સંદેશ

આ પરીક્ષણ માત્ર ટેકનિકલ સફળતા નથી, પણ તેના Geopolitical પરિપ્રેક્ષ્યમાં ચીન અને પાકિસ્તાન માટે પણ સ્પષ્ટ સંદેશ છે કે ભારત હવાઈ સુરક્ષા માટે આત્મનિર્ભર અને સજ્જ બની રહ્યું છે. લદ્દાખ જેવી વિસ્તારોમાં અત્યંત ઠંડા અને ઓક્સિજનની ઓછી ઉપલબ્ધતા છતાં આ સિસ્ટમે સચોટ પ્રહારો કરીને પોતાની ક્ષમતા સાબિત કરી છે.

આકાશ સિસ્ટમનું અપગ્રેડ વર્ઝન

આકાશ પ્રાઇમ એ પહેલાની આકાશ મિસાઇલ સિસ્ટમનું નવીનતમ સંસ્કરણ છે, જેમાં સ્વદેશી સક્રિય રેડિયો ફ્રીક્વન્સી સિકર અને વધુ સુધારેલી સિદ્ધતાઓ સામેલ છે. આ સુધારાઓના કારણે હવે આ સિસ્ટમ સૌથી ઊંચા અને ઠંડા પર્વતીય વિસ્તારોમાં પણ કાર્યરત રહી શકે છે.

‘ઓપરેશન સિંદૂર’માં મહત્વપૂર્ણ ભૂમિકા

સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા મુજબ, આકાશ સિસ્ટમ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પણ ખૂબ અસરકારક સાબિત થઈ હતી. ચીન અને તુર્કી દ્વારા સપોર્ટેડ હવાઈ ધમકીઓ સામે મજબૂત પ્રતિસાદ આપતી આ સિસ્ટમ પાકિસ્તાન દ્વારા થતી ડ્રોન પ્રવૃત્તિઓને પણ નિષ્ફળ બનાવી શકે છે.

બહુદિશા પ્રહાર ક્ષમતા

આકાશ પ્રાઇમ મલ્ટિ-ટારગેટ ટ્રેકિંગ અને એકથી વધુ દિશાઓમાંથી આવતાં લક્ષ્યો પર એક સાથે પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં રીઅલ ટાઇમ મલ્ટિ સેન્સર ડેટા પ્રોસેસિંગ તકનીક છે, જે એને વધુ પ્રતિસાદક્ષમ અને ચોકસાઈયુક્ત બનાવે છે.

હવાઈ સુરક્ષા માટે દૃઢ પગલું

આ સિસ્ટમ હવાઈ હુમલાઓ સામે સેનાના સૈનિકો અને સ્ટ્રેટેજિક પોઇન્ટ્સના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાધન બની રહી છે. ભારતીય સેના અને વાયુસેનાએ આ સિસ્ટમને પાકિસ્તાન સરહદ નજીક તૈનાત પણ કરી છે, જે ભારતની હવાઈ સુરક્ષા તાકાતમાં નોંધપાત્ર વધારો કરશે.

The post ભારતનું હથિયાર ક્ષમતા તરફ વધુ એક પગલું: લદ્દાખમાં ‘આકાશ પ્રાઇમ’ મિસાઇલનું સફળ પરીક્ષણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/17/another-step-towards-indias-weapons-capability-successful-test-of-akash-prime-missile-in-ladakh/feed/ 0