Election Commission Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/election-commission/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 19 Sep 2025 12:12:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Election Commission Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/election-commission/ 32 32 ચૂંટણી પંચની મોટી કાર્યવાહી : છેલ્લા 6 વર્ષથી ચૂંટણી ન લડનારા 474 રાજકીય પક્ષોની નોંધણી રદ, કુલ સંખ્યા 808 સુધી પહોંચી https://www.gujaratinside.com/2025/09/19/election-commission-deregisters-474-political-parties/ https://www.gujaratinside.com/2025/09/19/election-commission-deregisters-474-political-parties/#respond Fri, 19 Sep 2025 13:05:53 +0000 https://www.gujaratinside.com/?p=19627 ચૂંટણી પંચે નોંધપાત્ર પગલું ભરતાં છેલ્લા છ વર્ષથી ચૂંટણી ન લડનારા 474 નોંધાયેલ રાજકીય પક્ષોની નોંધણી રદ કરી છે. આ કાર્યવાહી લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 મુજબ કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ રાજકીય પક્ષે પોતાની માન્યતા જાળવવા માટે નિયમિતપણે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવું આવશ્યક છે. આગસ્ટ 2025થી અત્યાર સુધી કુલ 808...

The post ચૂંટણી પંચની મોટી કાર્યવાહી : છેલ્લા 6 વર્ષથી ચૂંટણી ન લડનારા 474 રાજકીય પક્ષોની નોંધણી રદ, કુલ સંખ્યા 808 સુધી પહોંચી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચૂંટણી પંચે નોંધપાત્ર પગલું ભરતાં છેલ્લા છ વર્ષથી ચૂંટણી ન લડનારા 474 નોંધાયેલ રાજકીય પક્ષોની નોંધણી રદ કરી છે. આ કાર્યવાહી લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 મુજબ કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ રાજકીય પક્ષે પોતાની માન્યતા જાળવવા માટે નિયમિતપણે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવું આવશ્યક છે.

આગસ્ટ 2025થી અત્યાર સુધી કુલ 808 પક્ષોની નોંધણી રદ કરવામાં આવી છે. પહેલો તબક્કો 9 ઓગસ્ટે પૂર્ણ થયો હતો, જ્યારે બીજો તબક્કો 18 સપ્ટેમ્બરે કરવામાં આવ્યો હતો.

ચૂંટણી પંચે જણાવ્યું કે ઘણા પક્ષો છેલ્લા છ વર્ષથી કોઈપણ ચૂંટણીમાં ભાગ લીધા વગર કર મુક્તિ અને અન્ય સરકારી છૂટછાટોનો લાભ લઈ રહ્યા હતા. આવા પક્ષો સામે આ પગલું લેવાયું છે.

રાજકીય પક્ષોની નોંધણી માટેની માર્ગદર્શિકાઓ મુજબ, જો કોઈ પક્ષ સતત છ વર્ષ સુધી કોઈપણ પ્રકારની ચૂંટણીમાં ભાગ લેતો નથી, તો ચૂંટણી પંચને તેની નોંધણી રદ કરવાનો અધિકાર છે.

આ કાર્યવાહીનો હેતુ રાજકીય વ્યવસ્થામાં પારદર્શિતા જાળવવાનો અને ખોટી રીતે છૂટછાટો મેળવતા પક્ષોને દૂર કરવાનો છે.

 

The post ચૂંટણી પંચની મોટી કાર્યવાહી : છેલ્લા 6 વર્ષથી ચૂંટણી ન લડનારા 474 રાજકીય પક્ષોની નોંધણી રદ, કુલ સંખ્યા 808 સુધી પહોંચી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/election-commission-deregisters-474-political-parties/feed/ 0
રાહુલ ગાંધીનો મોટો આક્ષેપ: ચૂંટણી પંચ મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરી રહ્યું છે, અંદરની માહિતી મળી રહી છે https://www.gujaratinside.com/2025/09/18/rahul-gandhi-claims-election-commission-deleting-voter-names/ https://www.gujaratinside.com/2025/09/18/rahul-gandhi-claims-election-commission-deleting-voter-names/#respond Thu, 18 Sep 2025 11:00:35 +0000 https://www.gujaratinside.com/?p=19531 કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મતદાર યાદીમાંથી નામ ડિલીટ થવાના મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે દાવો કર્યો કે ચૂંટણી પંચ જાણી જોઈને લોકોને નિશાન બનાવી તેમના નામ યાદીમાંથી કાઢી રહ્યું છે અને તે માટે અન્ય મોબાઇલ નંબરનો ઉપયોગ થઈ રહ્યો છે. રાહુલના જણાવ્યા મુજબ હવે ચૂંટણી પંચની અંદરથી લોકો તેમના સંપર્કમાં...

The post રાહુલ ગાંધીનો મોટો આક્ષેપ: ચૂંટણી પંચ મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરી રહ્યું છે, અંદરની માહિતી મળી રહી છે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મતદાર યાદીમાંથી નામ ડિલીટ થવાના મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે દાવો કર્યો કે ચૂંટણી પંચ જાણી જોઈને લોકોને નિશાન બનાવી તેમના નામ યાદીમાંથી કાઢી રહ્યું છે અને તે માટે અન્ય મોબાઇલ નંબરનો ઉપયોગ થઈ રહ્યો છે. રાહુલના જણાવ્યા મુજબ હવે ચૂંટણી પંચની અંદરથી લોકો તેમના સંપર્કમાં આવી માહિતી આપી રહ્યા છે.

પ્રેસ કોન્ફરન્સમાં રાહુલે કહ્યું, “હવે અંદરની માહિતી બહાર આવી રહી છે, જે અગાઉ ક્યારેય મળતી ન હતી. ભારતના યુવાનો મત ચોરી સહન નહીં કરે. એકવાર યુવાનોને ખબર પડશે કે મત ચોરી થઈ રહી છે, તો તેઓ તેને રોકવા આગળ આવશે.”

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તેઓ ટૂંક સમયમાં પુરાવા સાથે આ મુદ્દે મોટું ખુલાસું કરશે. “હું પાયો નાખી રહ્યો છું, ટૂંક સમયમાં ‘હાઇડ્રોજન બોમ્બ’ ફોડવામાં આવશે જેમાં બધું બ્લેક એન્ડ વ્હાઇટમાં હશે,” એમ તેમણે જણાવ્યું.

રાહુલે ચૂંટણી પંચને એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યું છે અને જણાવ્યું કે કર્ણાટક સીઆઈડી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ સાત દિવસમાં આપવા પડશે, નહીં તો જનતાનો વિશ્વાસ ચૂંટણી પંચ પરથી ઊંડી અસર પામશે.

તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી કમિશનર મત ચોરીની સંપૂર્ણ જાણ રાખે છે છતાં કાર્યવાહી કરવા બદલે જવાબદાર લોકોને બચાવી રહ્યા છે.

 

The post રાહુલ ગાંધીનો મોટો આક્ષેપ: ચૂંટણી પંચ મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરી રહ્યું છે, અંદરની માહિતી મળી રહી છે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/18/rahul-gandhi-claims-election-commission-deleting-voter-names/feed/ 0
ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ખોટા ગણાવ્યા, કહ્યું – મતદાર યાદીમાંથી નામ કાઢવા નિયમો કડક https://www.gujaratinside.com/2025/09/18/election-commission-rejects-rahul-gandhi-allegations/ https://www.gujaratinside.com/2025/09/18/election-commission-rejects-rahul-gandhi-allegations/#respond Thu, 18 Sep 2025 10:45:22 +0000 https://www.gujaratinside.com/?p=19527 રાહુલ ગાંધીના ગંભીર આરોપો પર ચૂંટણી પંચે સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. પંચે કહ્યું કે કોઈ નાગરિક દ્વારા ઓનલાઈન આપવામાં આવેલા માહિતીના આધારે કોઈનું મત કાઢી શકાતું નથી અને આ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ કડક રીતે થાય છે. ચૂંટણી પંચે જણાવ્યું કે...

The post ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ખોટા ગણાવ્યા, કહ્યું – મતદાર યાદીમાંથી નામ કાઢવા નિયમો કડક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાહુલ ગાંધીના ગંભીર આરોપો પર ચૂંટણી પંચે સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે.

પંચે કહ્યું કે કોઈ નાગરિક દ્વારા ઓનલાઈન આપવામાં આવેલા માહિતીના આધારે કોઈનું મત કાઢી શકાતું નથી અને આ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ કડક રીતે થાય છે.

ચૂંટણી પંચે જણાવ્યું કે 2023માં આલંદ વિધાનસભા મતવિસ્તારમાં મતદાર યાદીમાંથી નામ કાઢવાના કેટલાક નિષ્ફળ પ્રયાસો થયા હતા, જેના કેસ પંચે પોતે દાખલ કર્યા હતા. પંચે સ્પષ્ટ કર્યું કે મતદાર યાદીમાંથી નામ કાઢતા પહેલા સંબંધિત વ્યક્તિને સાંભળવાની તક આપવામાં આવે છે.

રાહુલ ગાંધીનો આક્ષેપ હતો કે ચૂંટણી પંચ જાણી જોઈને દલિત અને ઓબીસી મતદારોના નામ કાઢી રહ્યું છે અને આના પુરાવા તેમણે પત્રકાર પરિષદમાં રજૂ કર્યા હતા.

કોંગ્રેસના આ આરોપોને ખંડન કરતા જેડીયુ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે જનતાએ આપેલા જનાદેશને ‘ચોરી’ કહેવું યોગ્ય નથી અને ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યું છે.

ત્યાગીએ કહ્યું કે લાંબી હારથી કોંગ્રેસ નિરાશ છે અને પોતાના મત કાપીને પોતાને નુકસાન પહોંચાડે તેવો કોઈ પ્રશ્ન નથી. તેમણે ઉદાહરણ આપ્યું કે 2014માં જેડીયુએ ભાજપ સામે ચૂંટણી લડી હતી પરંતુ ક્યારેય ગોટાળો થયો હોવાનો આરોપ લગાવ્યો ન હતો.

ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આક્ષેપો પર વધુ સ્પષ્ટતા આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજવાની જાહેરાત કરી છે.

 

The post ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ખોટા ગણાવ્યા, કહ્યું – મતદાર યાદીમાંથી નામ કાઢવા નિયમો કડક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/18/election-commission-rejects-rahul-gandhi-allegations/feed/ 0
સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા https://www.gujaratinside.com/2025/09/11/nationwide-voter-verification-start-october/ https://www.gujaratinside.com/2025/09/11/nationwide-voter-verification-start-october/#respond Thu, 11 Sep 2025 03:30:45 +0000 https://www.gujaratinside.com/?p=19080 નવી દિલ્હી: હવે બિહારની જેમ સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ દેશવ્યાપી અભિયાન શરૂ કરતાં પહેલાં ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે ચર્ચા શરૂ કરી છે અને બિહારના તાજેતરના વેરિફિકેશનના અનુભવનો ઉપયોગ કરવા નિર્ણય કર્યો છે. અહેવાલો અનુસાર, આ મુદ્દે યોજાયેલી બેઠકમાં મોટાભાગના રાજ્યો દ્વારા...

The post સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: હવે બિહારની જેમ સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ દેશવ્યાપી અભિયાન શરૂ કરતાં પહેલાં ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે ચર્ચા શરૂ કરી છે અને બિહારના તાજેતરના વેરિફિકેશનના અનુભવનો ઉપયોગ કરવા નિર્ણય કર્યો છે.

અહેવાલો અનુસાર, આ મુદ્દે યોજાયેલી બેઠકમાં મોટાભાગના રાજ્યો દ્વારા સંમતિ આપવામાં આવી છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થાય તે પહેલાં જ દેશવ્યાપી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) જાહેર થવાની શક્યતા છે.

હજી સુધી ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ચૂંટણી પંચે રાજ્યોને 30 સપ્ટેમ્બર સુધી તમામ દસ્તાવેજી કાર્યવાહી અને તૈયારી પૂર્ણ કરવાની સૂચના આપી છે, જેથી ઓક્ટોબરથી આ અભિયાન શરૂ કરી શકાય.

ચૂંટણી પંચે જણાવ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા દ્વારા મતદારોની યાદી અપડેટ થશે, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.

બિહારમાં થયેલા વેરિફિકેશન દરમિયાન 65 લાખ જેટલા નામો ડ્રાફ્ટ યાદીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, જોકે તેમને પોતાનો જવાબ રજૂ કરવાની તક આપવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે બિહારની પ્રક્રિયા દરમિયાન આધાર કાર્ડનો સમાવેશ કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. તેના અનુસંધાને ચૂંટણી પંચે આધાર કાર્ડને ઓળખ માટેના 12મા દસ્તાવેજ તરીકે સ્વીકારવા રાજ્યના તમામ ચૂંટણી અધિકારીઓને આદેશ આપ્યો છે, પરંતુ સાથે સ્પષ્ટતા કરી છે કે આધાર કાર્ડ ઓળખનો પુરાવો ગણાશે, નાગરિકતાનો નહીં.

 

The post સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/nationwide-voter-verification-start-october/feed/ 0
ભાજપનો રાહુલ ગાંધી પર પ્રહાર: કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પાસે બે વોટર-ID કાર્ડ હોવાનો આરોપ https://www.gujaratinside.com/2025/09/02/bjp-accuses-pawan-kheda-two-voter-id-cards/ https://www.gujaratinside.com/2025/09/02/bjp-accuses-pawan-kheda-two-voter-id-cards/#respond Tue, 02 Sep 2025 10:36:20 +0000 https://www.gujaratinside.com/?p=18094 નવી દિલ્હી: ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ કોંગ્રેસ પર ફરીથી ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પાસે બે અલગ વિધાનસભા વિસ્તારોમાં સક્રિય વોટર-ID કાર્ડ છે. તેમણે રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ અભિયાન પર પણ સવાલ ઉઠાવતા દાવો કર્યો કે સોનિયા ગાંધીએ ભારતીય નાગરિકતા મેળવતા પહેલા જ મતદાર યાદીમાં નામ નોંધાવી લીધું...

The post ભાજપનો રાહુલ ગાંધી પર પ્રહાર: કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પાસે બે વોટર-ID કાર્ડ હોવાનો આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ કોંગ્રેસ પર ફરીથી ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પાસે બે અલગ વિધાનસભા વિસ્તારોમાં સક્રિય વોટર-ID કાર્ડ છે. તેમણે રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ અભિયાન પર પણ સવાલ ઉઠાવતા દાવો કર્યો કે સોનિયા ગાંધીએ ભારતીય નાગરિકતા મેળવતા પહેલા જ મતદાર યાદીમાં નામ નોંધાવી લીધું હતું.

અમિત માલવિયાએ મંગળવારે X પર લખ્યું, “રાહુલ ગાંધી ‘વોટ ચોરી’નો આરોપ લગાવે છે, પરંતુ તેમની માતા સોનિયા ગાંધીએ ભારતીય નાગરિક બનતા પહેલા જ મતદાર યાદીમાં નામ નોંધાવી દીધું હતું.” તેઓએ જણાવ્યું કે, પવન ખેડા પાસે બે અલગ વિધાનસભા ક્ષેત્રોમાં બે સક્રિય એપિક નંબર છે.

આ અંગેના વિગતવાર ડેટા પ્રમાણે, પવન ખેડાના પહેલાના વોટર-ID કાર્ડમાં જંગપુરા વિધાનસભા વિસ્તાર અને નિઝામુદ્દીન ઈસ્ટ પાર્ટનો સમાવેશ થાય છે, જ્યારે બીજા કાર્ડમાં નવી દિલ્હી વિધાનસભા વિસ્તાર અને કાકા નગર પાર્ટનો સમાવેશ છે.

માલવિયાએ ચૂંટણી પંચને પવન ખેડા પાસે બે વોટર-ID હોવાની તપાસ કરવા અને એકથી વધુ વખત મતદાન કરવાના આરોપોની તપાસ કરવાની અપીલ કરી છે. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસે ગેરકાયદેસર ઘૂસણખોરોને મતદાર તરીકે માન્યતા આપી ભારતીય લોકશાહીને નુકસાન પહોંચાડ્યું છે.

અંતે, અમિત માલવિયાએ કહ્યું કે “કોંગ્રેસ જ અસલી ‘વોટ ચોર’ છે અને તેઓ હવે ચૂંટણી પંચની તપાસથી ડરી રહ્યા છે. દેશને સમજવું જોઈએ કે રાહુલ ગાંધી લોકશાહી માટે ખતરનાક છે.”

 

The post ભાજપનો રાહુલ ગાંધી પર પ્રહાર: કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પાસે બે વોટર-ID કાર્ડ હોવાનો આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/bjp-accuses-pawan-kheda-two-voter-id-cards/feed/ 0
બિહાર ચૂંટણી પહેલાં મતદારોને નવા ઓળખ કાર્ડ આપવાની ચૂંટણી પંચની યોજના https://www.gujaratinside.com/2025/08/31/bihar-elections-new-voter-id-card-plan/ https://www.gujaratinside.com/2025/08/31/bihar-elections-new-voter-id-card-plan/#respond Sun, 31 Aug 2025 14:52:36 +0000 https://www.gujaratinside.com/?p=17931 બિહારમાં વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજીથી ચાલી રહી છે. ચૂંટણી પંચ હાલમાં રાજ્યમાં મતદાતા યાદીમાં વિશેષ સુધારણા (SIR) પ્રક્રિયા અમલમાં મૂકી રહ્યું છે. આ દરમિયાન માહિતી મળી રહી છે કે પંચ હવે રાજ્યના તમામ મતદારોને નવા મતદાર ઓળખ કાર્ડ જારી કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, નવા મતદાર કાર્ડ...

The post બિહાર ચૂંટણી પહેલાં મતદારોને નવા ઓળખ કાર્ડ આપવાની ચૂંટણી પંચની યોજના appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારમાં વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજીથી ચાલી રહી છે. ચૂંટણી પંચ હાલમાં રાજ્યમાં મતદાતા યાદીમાં વિશેષ સુધારણા (SIR) પ્રક્રિયા અમલમાં મૂકી રહ્યું છે. આ દરમિયાન માહિતી મળી રહી છે કે પંચ હવે રાજ્યના તમામ મતદારોને નવા મતદાર ઓળખ કાર્ડ જારી કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, નવા મતદાર કાર્ડ માટેની પ્રક્રિયા ક્યારે શરૂ થશે અને કેવી રીતે અમલમાં આવશે તે અંગે અંતિમ નિર્ણય હજી લેવાયો નથી. મતદારોને આપવામાં આવેલા ગણતરી ફોર્મમાં તાજેતરના ફોટા સાથે ફોર્મ જમા કરાવવા સૂચના આપવામાં આવી હતી. આ ફોટાનો ઉપયોગ મતદારોના રેકોર્ડ અપડેટ કરવા અને નવા ઓળખપત્ર તૈયાર કરવા માટે કરવામાં આવશે.

ચૂંટણી પંચે જણાવ્યું છે કે બિહારની અંતિમ મતદાર યાદી 30 સપ્ટેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે. અગાઉ 1 ઓગસ્ટે જાહેર કરાયેલી ડ્રાફ્ટ યાદી મુજબ રાજ્યમાં કુલ 7.24 કરોડ મતદારો નોંધાયા છે. આ દરમિયાન લગભગ 30 હજાર લોકોએ પોતાના નામ ઉમેરવા માટે અરજી કરી છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે, એટલે નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની સંભાવના મજબૂત છે.

 

The post બિહાર ચૂંટણી પહેલાં મતદારોને નવા ઓળખ કાર્ડ આપવાની ચૂંટણી પંચની યોજના appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/bihar-elections-new-voter-id-card-plan/feed/ 0
બિહારમાં 3 લાખ સંદિગ્ધ મતદારોને ચૂંટણી પંચની નોટિસ, નાગરિકતા સાબિત ન કરે તો મતદાર યાદીમાંથી નામ કપાશે https://www.gujaratinside.com/2025/08/29/bihar-ec-notice-3-lakh-suspicious-voters/ https://www.gujaratinside.com/2025/08/29/bihar-ec-notice-3-lakh-suspicious-voters/#respond Fri, 29 Aug 2025 09:48:54 +0000 https://www.gujaratinside.com/?p=17666 બિહારમાં મતદાર યાદીની સમીક્ષા અંતિમ ચરણમાં પહોંચી છે અને ચૂંટણી પંચે 30 સપ્ટેમ્બરે અંતિમ યાદી જાહેર કરવાની તૈયારી કરી છે. આ દરમિયાન, ત્રણ લાખથી વધુ સંદિગ્ધ મતદારોના નામ યાદીમાંથી દૂર થવાના સંકેતો છે. પંચના જણાવ્યા અનુસાર, આ મતદારો દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોમાં ગંભીર ખામીઓ મળી આવી છે, જેના આધારે નોટિસ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી...

The post બિહારમાં 3 લાખ સંદિગ્ધ મતદારોને ચૂંટણી પંચની નોટિસ, નાગરિકતા સાબિત ન કરે તો મતદાર યાદીમાંથી નામ કપાશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારમાં મતદાર યાદીની સમીક્ષા અંતિમ ચરણમાં પહોંચી છે અને ચૂંટણી પંચે 30 સપ્ટેમ્બરે અંતિમ યાદી જાહેર કરવાની તૈયારી કરી છે. આ દરમિયાન, ત્રણ લાખથી વધુ સંદિગ્ધ મતદારોના નામ યાદીમાંથી દૂર થવાના સંકેતો છે. પંચના જણાવ્યા અનુસાર, આ મતદારો દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોમાં ગંભીર ખામીઓ મળી આવી છે, જેના આધારે નોટિસ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

સંબંધિત જિલ્લાઓમાં કિશનગંજ, પૂર્ણિયા, પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, અરરિયા, સહરસા, મધુબની અને સુપૌલનો સમાવેશ થાય છે. આ વિસ્તારો નેપાળ અને બાંગ્લાદેશની સરહદે આવેલા હોવાથી, મોટા પ્રમાણમાં દસ્તાવેજોમાં ખામીઓ જોવા મળી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ સંદિગ્ધ મતદારો બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર અને અફઘાનિસ્તાનમાંથી ગેરકાયદે પ્રવેશ્યા હોવાની શક્યતા છે અને નકલી દસ્તાવેજોના આધારે મતદાર ઓળખ કાર્ડ બનાવ્યા છે.

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે જો આ મતદારો નોટિસ મળ્યા પછી નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો રજૂ નહીં કરે તો તેમના નામ યાદીમાંથી કાપી નાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, અગાઉથી જ બિહારમાં 65 લાખ નામ હટાવવામાં આવ્યા છે, જેમાં મૃત્યુ પામેલા, સ્થળાંતરિત અને ડુપ્લિકેટ મતદારોનો સમાવેશ થાય છે. જો સંદિગ્ધ મતદારો દસ્તાવેજ સાથે ઓનલાઈન કે ઑફલાઈન અરજી નહીં કરે તો તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં મતાધિકાર ગુમાવી દેશે.

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે પારદર્શિતા જાળવવા માટે તમામ જિલ્લાઓમાં નોટિસ મોકલવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી રહી છે અને અંતિમ યાદી પ્રકાશન પહેલાં તમામ વિગતો ચકાસવામાં આવશે.

 

The post બિહારમાં 3 લાખ સંદિગ્ધ મતદારોને ચૂંટણી પંચની નોટિસ, નાગરિકતા સાબિત ન કરે તો મતદાર યાદીમાંથી નામ કપાશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/bihar-ec-notice-3-lakh-suspicious-voters/feed/ 0
ચૂંટણી પંચે વોટર લિસ્ટ સુધારણા માટે પૂછ્યા પાંચ મહત્વના પ્રશ્નો https://www.gujaratinside.com/2025/08/26/bihar-voter-list-five-questions/ https://www.gujaratinside.com/2025/08/26/bihar-voter-list-five-questions/#respond Tue, 26 Aug 2025 12:43:45 +0000 https://www.gujaratinside.com/?p=17380 બિહારના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત વોટર લિસ્ટને સુધારવાના હાહાકાર વચ્ચે, ચૂંટણી પંચે દેશના તમામ નાગરિકોને પાંચ પ્રશ્નો પૂછ્યા છે અને તેમની સહભાગીદારીની માગણી કરી છે. આ સવાલો વોટર લિસ્ટને છેડછાડ વિનાનું, પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો હેતુ ધરાવે છે, જેથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજી શકાય. ચૂંટણી પંચે મતદારોને પૂછેલા પાંચ મુખ્ય સવાલો આ પ્રમાણે...

The post ચૂંટણી પંચે વોટર લિસ્ટ સુધારણા માટે પૂછ્યા પાંચ મહત્વના પ્રશ્નો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત વોટર લિસ્ટને સુધારવાના હાહાકાર વચ્ચે, ચૂંટણી પંચે દેશના તમામ નાગરિકોને પાંચ પ્રશ્નો પૂછ્યા છે અને તેમની સહભાગીદારીની માગણી કરી છે. આ સવાલો વોટર લિસ્ટને છેડછાડ વિનાનું, પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો હેતુ ધરાવે છે, જેથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજી શકાય.

ચૂંટણી પંચે મતદારોને પૂછેલા પાંચ મુખ્ય સવાલો આ પ્રમાણે છે:

  1. શું વોટર લિસ્ટની ગહન તપાસ થવી જોઈએ?
  2. શું મૃતકોના નામ વોટર લિસ્ટમાંથી દૂર કરવા જોઈએ?
  3. જો કોઈનું નામ વોટર લિસ્ટમાં બે કે તેથી વધુ જગ્યાએ હોય, તો શું તેને એક જ જગ્યાએ રાખવું જોઈએ?
  4. જે લોકો બીજી જગ્યાએ ગયા છે, તેમના નામ વોટર લિસ્ટમાંથી દૂર કરવા જોઈએ?
  5. શું ઘૂસણખોરોના નામ વોટર લિસ્ટમાંથી હટાવવા જોઈએ?

 

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, જો નાગરિકો આ સવાલોના જવાબ ‘હા’ આપે, તો વોટર લિસ્ટને છેડછાડ વિનાનું તૈયાર કરવાના કાર્યમાં તેમને સહયોગ આપવો જોઈએ. છેલ્લા છ મહિનામાં વોટર લિસ્ટને પારદર્શક બનાવવા માટે ચૂંટણી પંચે 28 નક્કર પગલાં લીધા છે અને તમામ રાજકીય પક્ષો સાથે નવી વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે.

અત્યારે ચૂંટણી પંચે પેટા વિભાગ, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રાજકીય પક્ષો સાથે 4719 બેઠકનો આયોજન કરવામા આવ્યુ છે. આ બેઠકમાં 28,000 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં 40 બેઠક મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા, 800 બેઠક જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા અને 3879 બેઠક મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા યોજાઈ હતી.

 

The post ચૂંટણી પંચે વોટર લિસ્ટ સુધારણા માટે પૂછ્યા પાંચ મહત્વના પ્રશ્નો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/bihar-voter-list-five-questions/feed/ 0
‘અમે વોટ ચોરી થવા દઇશું નહીં’, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી ઉઠાવ્યા પ્ર્શ્નો https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-tejashwi-yadav-bihar-election-vote-fraud/ https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-tejashwi-yadav-bihar-election-vote-fraud/#respond Sun, 24 Aug 2025 12:00:21 +0000 https://www.gujaratinside.com/?p=17176 બિહારના અરરિયામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી અને કેન્દ્ર સરકાર તેમજ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે, પરંતુ ચૂંટણી પંચ આ મામલે મૌન છે. તેમણે કહ્યું, “હવે કરોડો લોકો માને છે કે વોટ ચોરી થઈ છે. કર્ણાટક,...

The post ‘અમે વોટ ચોરી થવા દઇશું નહીં’, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી ઉઠાવ્યા પ્ર્શ્નો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના અરરિયામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી અને કેન્દ્ર સરકાર તેમજ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે, પરંતુ ચૂંટણી પંચ આ મામલે મૌન છે.

તેમણે કહ્યું, “હવે કરોડો લોકો માને છે કે વોટ ચોરી થઈ છે. કર્ણાટક, મહારાષ્ટ્ર અને હરિયાણામાં અમારી પાર્ટીને વોટર લિસ્ટ પણ આપવામાં આવી નથી. અમે બિહારમાં વોટ ચોરી થવા દઇશું નહીં.”

રાહુલ ગાંધીના અનુસાર, તેમણે કર્ણાટકના મહાદેવપુરા સંબંધિત ડેટા રાખ્યો હતો અને ચૂંટણી પંચને પુછ્યું કે 1 લાખ નકલી મતદારો ક્યાંથી આવ્યા? જો કે, ચૂંટણી પંચનો હજુ સુધી કોઈ જવાબ નથી આવ્યો. તેમણે જણાવ્યું કે, તેમના પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પંચે સોગંદનામું માંગ્યું, જ્યારે ભાજપના અનુરાગ ઠાકુરને તે જરૂરી ન હતું, જે પંચની તટસ્થતા પર પ્રશ્ન ઉભો કરે છે. તેમણે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પદ્ધતિ અને 65 લાખ બિહારી મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હોવાનો બાબત પર ઉઠાવ્યા પ્રશ્નો. બિહારમાં મુખ્યમંત્રીના ચહેરા અંગે રાહુલ મૌન રહ્યા.

તેજસ્વી યાદવે કહ્યું કે, ચૂંટણી પંચ હવે એક “ગોદી પંચ” બની ગયું છે અને ભાજપના કાર્યકર તરીકે કાર્યરત છે. તેમણે પંચની વિશ્વસનીયતા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ હોવાનું જણાવ્યું. તે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને જણાવ્યું કે, તેઓ અફવાઓ ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને બિહાર પ્રવાસ દરમિયાન ઉલ્લેખ કરેલા ઘુસણખોરોના નામ ચૂંટણી પંચના સોગંદનામામાં સમાવિષ્ટ નથી.

કોંગ્રેસ રાહુલ ગાંધી સમગ્ર દેશમાં વોટર અધિકાર યાત્રા ઝુંબેશ ચલાવી રહ્યા છે, જેના દ્વારા મતદારોમાં જાગૃતતા વધારવી અને તેમના અધિકારોને મજબૂત બનાવવાનું લક્ષ્ય છે. આ યાત્રામાં આરજેડી નેતા તેજસ્વી યાદવ અને અન્ય I.N.D.I.A મહાગઠબંધનના નેતાઓ પણ જોડાયેલા છે, જેમણે વિવિધ જિલ્લાઓમાં જનસભા અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા મતદારો સાથે સંવાદ કર્યો.

The post ‘અમે વોટ ચોરી થવા દઇશું નહીં’, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી ઉઠાવ્યા પ્ર્શ્નો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-tejashwi-yadav-bihar-election-vote-fraud/feed/ 0
બિહારમાં SIR હેઠળ CPI-ML (લિબરેશન) એકમાત્ર રાજકીય પક્ષ, કોંગ્રેસ- RJD પ્રક્રિયાથી દૂર https://www.gujaratinside.com/2025/08/23/bihar-sir-cpi-ml-only-active/ https://www.gujaratinside.com/2025/08/23/bihar-sir-cpi-ml-only-active/#respond Sat, 23 Aug 2025 11:39:36 +0000 https://www.gujaratinside.com/?p=17063 બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદારોના દાવા અને વાંધા દાખલ કરવાની પ્રક્રિયામાં અત્યાર સુધી માત્ર CPI-ML (લિબરેશન) પાર્ટી જ સક્રિય રહી છે. આ પાર્ટી દ્વારા કુલ 9 દાવા અને વાંધા દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય વિપક્ષી પક્ષો જેમ કે કોંગ્રેસ અને RJD હજુ સુધી આ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા નથી. ચૂંટણી...

The post બિહારમાં SIR હેઠળ CPI-ML (લિબરેશન) એકમાત્ર રાજકીય પક્ષ, કોંગ્રેસ- RJD પ્રક્રિયાથી દૂર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદારોના દાવા અને વાંધા દાખલ કરવાની પ્રક્રિયામાં અત્યાર સુધી માત્ર CPI-ML (લિબરેશન) પાર્ટી જ સક્રિય રહી છે. આ પાર્ટી દ્વારા કુલ 9 દાવા અને વાંધા દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય વિપક્ષી પક્ષો જેમ કે કોંગ્રેસ અને RJD હજુ સુધી આ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા નથી.

ચૂંટણી પંચે દૈનિક બુલેટિનમાં જણાવ્યું કે, મતદારો દ્વારા મતદાર યાદીમાં ભૂલો દૂર કરવા માટે કુલ 99,656 દાવા અને વાંધા દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 7,367 અરજીઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે. સાથે જ 18 વર્ષ પૂરાં કરનારા અને નવા મતદારો દ્વારા 2,83,042 લોકોએ ફોર્મ-6 અને ઘોષણા ફોર્મ સબમિટ કર્યા છે, જેમાં રાજકીય પક્ષોના BLA તરીકે સબમિટ કરેલા 6 ફોર્મ પણ શામેલ છે.

ચૂંટણી પંચે 1 ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી હતી, અને દાવા-વાંધા દાખલ કરવાની પ્રક્રિયા 9 દિવસમાં પૂર્ણ થશે. નિયમો અનુસાર, દાવા અને વાંધાઓના નિરાકરણ સંબંધિત ERO અને AERO દ્વારા પાત્રતાની ચકાસણી પછી જ કરવામાં આવશે. SIR આદેશો મુજબ, ERO અને AERO ડ્રાફ્ટ યાદીમાંથી કોઈપણ નામની તપાસ અને બોલવાના આદેશ વિના દૂર કરી શકતા નથી.

જો કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ હોવા છતાં, કોંગ્રેસ અને RJD જેવા મુખ્ય વિપક્ષી પક્ષો SIR પ્રક્રિયામાં સહકાર આપી રહ્યા નથી. સુપ્રીમ કોર્ટે બિહારના તમામ 12 રાજકીય પક્ષોને આદેશ આપ્યો હતો કે તેઓ SIR હેઠળ મતદારોની અરજીઓ ભરવામાં મદદ કરે.

 

The post બિહારમાં SIR હેઠળ CPI-ML (લિબરેશન) એકમાત્ર રાજકીય પક્ષ, કોંગ્રેસ- RJD પ્રક્રિયાથી દૂર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/bihar-sir-cpi-ml-only-active/feed/ 0