Extra Luggage Charges Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/extra-luggage-charges/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 21 Aug 2025 13:38:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Extra Luggage Charges Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/extra-luggage-charges/ 32 32 રેલવે મુસાફરો માટે રાહત: વધારાના સામાન પર નહીં લાગે કોઈ દંડ, અહેવાલોને રદ કર્યા https://www.gujaratinside.com/2025/08/21/railway-extra-baggage-no-penalty-ashwini-vaishnaw-clarifies/ https://www.gujaratinside.com/2025/08/21/railway-extra-baggage-no-penalty-ashwini-vaishnaw-clarifies/#respond Thu, 21 Aug 2025 13:38:56 +0000 https://www.gujaratinside.com/?p=16874 રેલવે મુસાફરો માટે મહત્વની સ્પષ્ટતા કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ટ્રેન મુસાફરો પાસેથી વિમાન સેવા જેવી વધારાના સામાન માટે વધારાના ચાર્જ વસૂલવાની કોઈ નવી વ્યવસ્થા કરવામાં આવી નથી. તાજેતરમાં આવી રહેલા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય રેલવે લગેજ માટે નવા નિયમો લાગુ કરી રહી છે, જેમાં મર્યાદા કરતાં વધુ સામાન...

The post રેલવે મુસાફરો માટે રાહત: વધારાના સામાન પર નહીં લાગે કોઈ દંડ, અહેવાલોને રદ કર્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રેલવે મુસાફરો માટે મહત્વની સ્પષ્ટતા કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ટ્રેન મુસાફરો પાસેથી વિમાન સેવા જેવી વધારાના સામાન માટે વધારાના ચાર્જ વસૂલવાની કોઈ નવી વ્યવસ્થા કરવામાં આવી નથી. તાજેતરમાં આવી રહેલા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય રેલવે લગેજ માટે નવા નિયમો લાગુ કરી રહી છે, જેમાં મર્યાદા કરતાં વધુ સામાન પર વધારાનો ચાર્જ લેવામાં આવશે. પરંતુ વૈષ્ણવે સ્પષ્ટ કર્યું છે કે ટ્રેન મુસાફરો કેટલો સામાન લઈ જઈ શકે તે દાયકાઓ પહેલાંથી નક્કી કરાયેલા નિયમ મુજબ છે અને તેમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે જુદા જુદા કોચ માટે મફત સામાનની મર્યાદા અલગ છે — ફર્સ્ટ ક્લાસ એસી માટે 70 કિલો, એસી સેકન્ડ ક્લાસ માટે 50 કિલો અને થર્ડ એસી તેમજ સ્લિપર ક્લાસ માટે 40 કિલો સુધી મફત મર્યાદા છે. જો તેનાથી વધારે સામાન હશે તો બુકિંગ કરાવવું પડશે. ઉપરાંત, જનરલ ટિકિટ પર મુસાફરી કરતી વખતે મફત મર્યાદા 35 કિલો સુધી રહેશે.

ઉત્તર રેલવે અને ઉત્તર-મધ્ય રેલવેએ લખનૌ, પ્રયાગરાજ સહિતના કેટલાક સ્ટેશનો પર સામાનના વજન ચકાસવા માટે ઈલેક્ટ્રોનિક લગેજ મશીન લગાવવાની યોજના જાહેર કરી હતી. જો બેગના કદમાં અતિરેક હશે તો દંડ વસૂલવાનો પણ ઉલ્લેખ અહેવાલોમાં કરવામાં આવ્યો હતો.

જોકે હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ તમામ અહેવાલોને રદ કરી સ્પષ્ટ કર્યું છે કે કોઈ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા નથી અને મુસાફરો પર વધારાના સામાન માટે કોઈ દંડ લાગુ નહીં થાય.

 

The post રેલવે મુસાફરો માટે રાહત: વધારાના સામાન પર નહીં લાગે કોઈ દંડ, અહેવાલોને રદ કર્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/railway-extra-baggage-no-penalty-ashwini-vaishnaw-clarifies/feed/ 0
ટ્રેનમાં સામાનના વજન પર કડક નિયમો: હવે એરલાઈન્સ જેવી લાગશે લગેજ ચેકિંગ સિસ્ટમ https://www.gujaratinside.com/2025/08/19/indian-railways-new-luggage-rules-extra-baggage-charges/ https://www.gujaratinside.com/2025/08/19/indian-railways-new-luggage-rules-extra-baggage-charges/#respond Tue, 19 Aug 2025 12:35:07 +0000 https://www.gujaratinside.com/?p=16721 ભારતીય રેલવે મુસાફરો માટે એક મોટો ફેરફાર લાવવાની તૈયારીમાં છે. હવે ટ્રેન મુસાફરી દરમ્યાન વિમાન જેવી લગેજ પોલિસી અમલમાં આવશે. જો મુસાફરો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જશે તો તેમને દંડ અથવા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. અત્યાર સુધી આ નિયમો માત્ર કાગળ પર હતા, પરંતુ હવે રેલવે મંત્રાલય તેને કડકાઈથી લાગુ કરવાની યોજના બનાવી...

The post ટ્રેનમાં સામાનના વજન પર કડક નિયમો: હવે એરલાઈન્સ જેવી લાગશે લગેજ ચેકિંગ સિસ્ટમ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતીય રેલવે મુસાફરો માટે એક મોટો ફેરફાર લાવવાની તૈયારીમાં છે. હવે ટ્રેન મુસાફરી દરમ્યાન વિમાન જેવી લગેજ પોલિસી અમલમાં આવશે. જો મુસાફરો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જશે તો તેમને દંડ અથવા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. અત્યાર સુધી આ નિયમો માત્ર કાગળ પર હતા, પરંતુ હવે રેલવે મંત્રાલય તેને કડકાઈથી લાગુ કરવાની યોજના બનાવી રહી છે.

મફત લગેજ મર્યાદા પ્રમાણે, ફર્સ્ટ એસી કોચમાં મુસાફરી કરતી વ્યક્તિ 70 કિગ્રા સુધીનો સામાન લઈ જઈ શકે છે. એસી સેકન્ડ ક્લાસ માટે મર્યાદા 50 કિગ્રા છે, જ્યારે થર્ડ એસી અને સ્લીપર ક્લાસ માટે 40 કિગ્રા સુધીનો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી છે. જનરલ ટિકિટ ધરાવતા મુસાફરો માટે આ મર્યાદા માત્ર 35 કિગ્રા છે. મર્યાદા કરતાં વધુ સામાન માટે ચાર્જ વસૂલવામાં આવશે.

આ નિયમનો અમલ શરૂઆતમાં લખનૌ, પ્રયાગરાજ, કાનપુર, અલીગઢ જેવા ટોચના રેલવે સ્ટેશનો પર કરવામાં આવશે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, વધુ સામાન કોચમાં હલન-ચલનમાં અવરોધ ઉભો કરે છે અને મુસાફરોને મુશ્કેલી પડે છે, એટલા માટે આ નિયમ જરૂરી છે.

રેલવે સ્ટેશનો પર એરપોર્ટ જેવી લગેજ બુકિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે. જો બેગનું વજન મર્યાદા કરતાં વધુ હોય અને બુકિંગ ન કરાવ્યું હોય તો દંડ લાદવામાં આવશે. સાથે જ મુસાફરોને વધારાના 10 કિગ્રા સામાન લઈ જવાની છૂટ મળશે, પણ તેનાથી વધુ સામાન બુક કરાવવો પડશે.

રેલવે સ્ટેશનો પર ઇલેક્ટ્રોનિક લગેજ મશીન સ્થાપિત કરાશે, જેના દ્વારા મુસાફરોના સામાનનું વજન અને કદ ચકાસવામાં આવશે. જો બેગની સાઈઝ મર્યાદા કરતાં વધારે હશે તો દંડ લાદવામાં આવશે, ભલે વજન ઓછી હોય. આ નિયમ મુસાફરોની સુવિધા અને સલામતી માટે અમલમાં લાવવામાં આવી રહ્યો છે.

 

The post ટ્રેનમાં સામાનના વજન પર કડક નિયમો: હવે એરલાઈન્સ જેવી લાગશે લગેજ ચેકિંગ સિસ્ટમ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/indian-railways-new-luggage-rules-extra-baggage-charges/feed/ 0