દિલ્હી: દિલ્હીના ઈન્ડિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કાઠમંડુ જતી સ્પાઈસજેટ ફ્લાઇટ SG041ની ટેકસીંગ દરમિયાન ટેઇલપાઈપમાં આગ લાગવાની જાણ મળતાં તેને તાત્કાલિક સુરક્ષાના પગલાં તરીકે પાછી બોલાવવામાં આવી હતી. એરલાઇનના નિવેદન અનુસાર, 11 સપ્ટેમ્બર 2025ના રોજ ફ્લાઇટ SG041ને પરત બોલાવવામાં આવી કારણ કે જમીન પર રહેલા બીજા વિમાનના પાયલોટે ટેઇલપાઈપમાં આગ લાગવાની માહિતી આપી હતી. કોકપિટમાં...

