flood alert Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/flood-alert/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 08 Sep 2025 13:59:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png flood alert Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/flood-alert/ 32 32 ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106% વરસાદ, 8357 લોકોને કરાયું સ્થળાંતર https://www.gujaratinside.com/2025/09/08/gujarat-monsoon-2025-heavy-rain-evacuation/ https://www.gujaratinside.com/2025/09/08/gujarat-monsoon-2025-heavy-rain-evacuation/#respond Mon, 08 Sep 2025 13:50:27 +0000 https://www.gujaratinside.com/?p=18781 ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરાયેલા ચોમાસુ-2025 રિપોર્ટ અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 943 મિ.મી. એટલે કે 106 ટકા વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નદી-નાળા અને ડેમોમાં પાણી છલકાતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જીવનવ્યવહાર ખોરવાઈ ગયો છે. રાજ્યના કુલ 392 રસ્તાઓ...

The post ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106% વરસાદ, 8357 લોકોને કરાયું સ્થળાંતર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરાયેલા ચોમાસુ-2025 રિપોર્ટ અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 943 મિ.મી. એટલે કે 106 ટકા વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નદી-નાળા અને ડેમોમાં પાણી છલકાતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જીવનવ્યવહાર ખોરવાઈ ગયો છે. રાજ્યના કુલ 392 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે.

વરસાદના આંકડા મુજબ, રાજ્યના 24 તાલુકામાં 251થી 500 મિ.મી., 143 તાલુકામાં 501થી 1000 મિ.મી. અને 84 તાલુકામાં 1000 મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જ 222 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

 સૌથી વધારે વરસાદ નોંધાયો:

  • કચ્છના લખપત (5.12 ઇંચ)
  • રાપર (4.72 ઇંચ)
  • બનાસકાંઠાના ભાભર (4.29 ઇંચ)
  • કચ્છના ભચાઉ (4.13 ઇંચ)
  • નખત્રાણા (3.58 ઇંચ)

ગુજરાતના 206 ડેમમાંથી 132 ડેમને હાઇ એલર્ટ, 19ને એલર્ટ અને 14ને વોર્નિંગ ઝોનમાં રાખવામાં આવ્યા છે. હાલ 101 જેટલાં ડેમ 100 ટકા ભરાયા છે, જ્યારે 64 ડેમ 70થી 100 ટકા સુધી ભરાયા છે. નર્મદા ડેમની સ્થિતિ 91 ટકા ક્ષમતા સુધી પહોંચી છે.

મોટા પાયે પડેલા આ વરસાદને કારણે રાજ્યમાં 1 જૂનથી 8 સપ્ટેમ્બર, 2025 સુધીમાં કુલ 8357 લોકોને સ્થળાંતર કરાયા છે, જ્યારે આપત્તિજનક પરિસ્થિતિમાં 1154 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

The post ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106% વરસાદ, 8357 લોકોને કરાયું સ્થળાંતર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/gujarat-monsoon-2025-heavy-rain-evacuation/feed/ 0
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ https://www.gujaratinside.com/2025/09/08/gujarat-heavy-rain-kutch-banas-kantha-patan-alert/ https://www.gujaratinside.com/2025/09/08/gujarat-heavy-rain-kutch-banas-kantha-patan-alert/#respond Mon, 08 Sep 2025 13:47:55 +0000 https://www.gujaratinside.com/?p=18789 ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ છે અને રાજ્યના 63 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં 5 ઇંચ નોંધાયો છે.બનાસકાંઠાના સુઇગામમાં છેલ્લા 24 કલાકમાં 16.14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભાભરમાં 12.91 ઇંચ, થરાદમાં 12.48 ઇંચ અને વાવમાં 12.56 ઇંચ નોંધાયા, જ્યારે દિયોદરમાં 6.69 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા...

The post ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ છે અને રાજ્યના 63 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં 5 ઇંચ નોંધાયો છે.બનાસકાંઠાના સુઇગામમાં છેલ્લા 24 કલાકમાં 16.14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભાભરમાં 12.91 ઇંચ, થરાદમાં 12.48 ઇંચ અને વાવમાં 12.56 ઇંચ નોંધાયા, જ્યારે દિયોદરમાં 6.69 ઇંચ વરસાદ નોંધાયો.

ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે અને કચ્છના 7 રાજમાર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે.

  • રાપરમાં 4.45 ઇંચ
  • ગાંધીધામમાં 3.43 ઇંચ
  • ભચાઉમાં 3.15 ઇંચ
  • નખત્રાણામાં 2.99 ઇંચ
  • ભુજમાં 2.64 ઇંચ
  • અંજારમાં 2.36 ઇંચ
  • અબડાસામાં 1.5 ઇંચ
  • માંડવીમાં 1.1 ઇંચ 
  • મુંદ્રામાં 1 ઇંચ 

પાટણના સાંતલપુરમાં 2.95 ઇંચ અને રાધનપુરમાં 2.28 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપી, પાટણ અને વલસાડના કેટલાક તાલુકામાં 4.50 ઇંચ વરસાદ ખાબકી ગયો, જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં આશરે 2.5 ઇંચ નોંધાયો.

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

વહીવટી તંત્ર ઍલર્ટ મોડ પર છે, અને કચ્છ કલેક્ટર આન્નંદ પટેલે નાગરિકોને જોખમી વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે. ભુજ, અંજાર અને પૂર્વ કચ્છમાં પાણી ભરાવાના ખતરાને પગલે પોલીસ તંત્ર સજ્જ છે, અને સ્થાનિક લોકોને મદદ માટે સતત પ્રાવસ્થા રાખવામાં આવી છે.

 

 

The post ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/gujarat-heavy-rain-kutch-banas-kantha-patan-alert/feed/ 0
પંચમહાલમાં ભારે વરસાદ: કરાડ ડેમ છલકાયો, 24 ગામોને એલર્ટ, માર્ગો બંધ https://www.gujaratinside.com/2025/09/08/panchmahal-karad-dam-overflow-alert/ https://www.gujaratinside.com/2025/09/08/panchmahal-karad-dam-overflow-alert/#respond Mon, 08 Sep 2025 12:25:18 +0000 https://www.gujaratinside.com/?p=18762 પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ વરસતા કરાડ ડેમ છલકાઈ ગયો છે અને આથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કરાડ ડેમ હવે 142 ફૂટની ભયજનક સપાટીને પહોંચી ગયો છે, જેના પગલે સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ થયું છે. તંત્ર દ્વારા ડેમના નીચે આવેલા 24 થી વધુ ગામોના નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે....

The post પંચમહાલમાં ભારે વરસાદ: કરાડ ડેમ છલકાયો, 24 ગામોને એલર્ટ, માર્ગો બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ વરસતા કરાડ ડેમ છલકાઈ ગયો છે અને આથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કરાડ ડેમ હવે 142 ફૂટની ભયજનક સપાટીને પહોંચી ગયો છે, જેના પગલે સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ થયું છે.

તંત્ર દ્વારા ડેમના નીચે આવેલા 24 થી વધુ ગામોના નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. લોકોને સલામત સ્થળે ખસીને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવાયું છે.

મેઘમહેર અને ડેમમાં પાણીની આવક વધતા અનેક માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. બોરીયા-મઠ જેકનપુરા રોડ પર પાણી ભરાવાના કારણે વાહનચાલકો માટે માર્ગ બંધ કરાયો છે અને હવે લોકો રાજગઢ તરફથી લાંબો વિકલ્પિક રસ્તો વાપરવા મજબૂર થયા છે. ધનેશ્વર અને નવાકુવા વિસ્તારના ક્રોસવે પર પણ પાણી ભરાઇને વાહનવ્યવહાર થંભી ગયો છે.

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બોરીયા અને મઠ જેકનપુરા પુલ પર બે ફૂટથી વધુ પાણી ફરી વળ્યા હોવાથી લોકોને આ માર્ગનો ઉપયોગ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડે તો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે તૈયાર છે.

 

The post પંચમહાલમાં ભારે વરસાદ: કરાડ ડેમ છલકાયો, 24 ગામોને એલર્ટ, માર્ગો બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/panchmahal-karad-dam-overflow-alert/feed/ 0
રાજસ્થાનમાં ભારે વરસાદ અને ડેમ તૂટી પૂરનો કચરો, ગ્રામ્ય વિસ્તારોમાં અનિશ્ચિત પરિસ્થિતિ https://www.gujaratinside.com/2025/09/03/rajasthan-heavy-rain-flood-alert-september-2025/ https://www.gujaratinside.com/2025/09/03/rajasthan-heavy-rain-flood-alert-september-2025/#respond Wed, 03 Sep 2025 06:58:44 +0000 https://www.gujaratinside.com/?p=18180 રાજસ્થાનમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે અને આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમને કારણે ઝાલાવાડ, પ્રતાપગઢ અને બાંસવાડા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે ચિત્તોડગઢ, બુંદી, કોટા, બારાં, સવાઈ માધોપુર, કરૌલી, ધોલપુર, ભરતપુર, દૌસા અને અલવર માટે યલો એલર્ટ જાહેર છે. કેટલાક વિસ્તારોમાં સતત વરસાદને કારણે...

The post રાજસ્થાનમાં ભારે વરસાદ અને ડેમ તૂટી પૂરનો કચરો, ગ્રામ્ય વિસ્તારોમાં અનિશ્ચિત પરિસ્થિતિ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજસ્થાનમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે અને આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમને કારણે ઝાલાવાડ, પ્રતાપગઢ અને બાંસવાડા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે ચિત્તોડગઢ, બુંદી, કોટા, બારાં, સવાઈ માધોપુર, કરૌલી, ધોલપુર, ભરતપુર, દૌસા અને અલવર માટે યલો એલર્ટ જાહેર છે.

કેટલાક વિસ્તારોમાં સતત વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. દૌસા જિલ્લાના લાલસોટમાં નાલાવાસ ડેમ તૂટતાં જયપુરના કોટખાવડા અને ચાકસુ તાલુકાના પાંચથી વધુ ગામોમાં પૂર આવ્યો છે. અનેક લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

ભારે વરસાદના કારણે અનેક દુર્ઘટનાઓ પણ ઘટી છે. પ્રતાપગઢમાં એક શિક્ષક પુલ પરથી માહી નદીમાં પડી ગયા, સવાઈ માધોપુરમાં યુવક બંધ પર સ્ટંટ કરતા તણાઈ ગયો, જોધપુરમાં મકાન ધરાશાયી થયું, પાલીમાં ટ્રક ફસાઈ ગઈ અને જાલોરમાં ત્રણ બાઇક સવાર પાણીમાં તણાઈ ગયા, જેમાંથી એકની શોધ ચાલુ છે.

છેલ્લા 24 કલાકમાં રાજસ્થાનના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં નોંધાયેલા વરસાદમાં સૌથી વધુ દૌસા જિલ્લાના નાંગલ રાજાવાતાનમાં 53 મીમી અને રામગઢ પચવારામાં 50 મીમી નોંધાયો છે. ભરતપુર, નાગૌર, જયપુર, કરૌલી, અલવર, બારાં અને સવાઈ માધોપુરના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો.

હવામાન વિભાગે આગાહી આપી છે કે 7 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ ચાલુ રહેશે. નદીઓ, નાળાઓ અને ડેમમાં પાણીનું સ્તર વધવાથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે.

પ્રશાસને જનજાગૃતિ માટે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. નદીઓ અને બંધોની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે, અનેક જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, અને રાહત-બચાવ ટીમો એલર્ટ પર છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાથી વીજળી અને વાહનવ્યવહાર પર પણ અસર પડી છે.

The post રાજસ્થાનમાં ભારે વરસાદ અને ડેમ તૂટી પૂરનો કચરો, ગ્રામ્ય વિસ્તારોમાં અનિશ્ચિત પરિસ્થિતિ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/rajasthan-heavy-rain-flood-alert-september-2025/feed/ 0
4થી 7 સપ્ટેમ્બરના વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાવધાન રહેવું જરૂરી https://www.gujaratinside.com/2025/09/02/gujarat-heavy-rain-forecast-sep-2025/ https://www.gujaratinside.com/2025/09/02/gujarat-heavy-rain-forecast-sep-2025/#respond Tue, 02 Sep 2025 13:18:12 +0000 https://www.gujaratinside.com/?p=18136 ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીએ આગામી સપ્તાહમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. હવામાન વિભાગે જણાવ્યુ કે 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડશે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. સિંચાઇ વિભાગના અધિકારીએ રિજિયન વાઈઝ...

The post 4થી 7 સપ્ટેમ્બરના વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાવધાન રહેવું જરૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીએ આગામી સપ્તાહમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. હવામાન વિભાગે જણાવ્યુ કે 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડશે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે.

સિંચાઇ વિભાગના અધિકારીએ રિજિયન વાઈઝ ડેમમાં પાણીની સ્થિતિ અંગે માહિતી આપી હતી. રાજ્યના 206 જળાશયો પૈકી 111 જળાશયો હાઇએલર્ટ, 27 એલર્ટ અને 9 વોર્નિંગ લેવલ પર છે. સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજની વિગતો પણ આપવામાં આવી હતી.

NDRF અને SDRFના અધિકારીઓએ જણાવ્યું કે ચોમાસાની સ્થિતિમાં આવી શકે તેવી કટોકટી માટે NDRFની 12 ટીમો અને SDRFની 20 ટીમો અલગ-અલગ જિલ્લાઓમાં ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે એક NDRF ટીમ રિઝર્વમાં રાખવામાં આવી છે.

આબોહવા રિપોર્ટ અનુસાર દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સૌથી વધુ 55 ઇંચ વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 28 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 27 ઇંચ, સૌરાષ્ટ્રમાં 25 ઇંચ અને કચ્છમાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં 84 ઇંચ, ડાંગમાં 72 ઇંચ અને નવસારીમાં 66 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડા તાલુકામાં 110 ઇંચ, સુરતના ઉમરગામમાં 96.25 અને નવસારીના ખેરગામમાં 90 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યના 48 તાલુકામાં 40 ઇંચથી વધુ, 140 તાલુકામાં 20થી 40 ઇંચ અને 61 તાલુકામાં 10થી 20 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે બે તાલુકામાં 5થી 10 ઇંચ વરસાદ થયો છે. હવામાન વિભાગે લોકો અને ખેતીવાડીઓને સાવચેત રહેવા આદેશ આપ્યો છે.

 

The post 4થી 7 સપ્ટેમ્બરના વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાવધાન રહેવું જરૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/gujarat-heavy-rain-forecast-sep-2025/feed/ 0
સરદાર સરોવર ડેમ 94% ભરાયું, ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર બાકી https://www.gujaratinside.com/2025/08/30/sardar-sarovar-dam-94-percent-full/ https://www.gujaratinside.com/2025/08/30/sardar-sarovar-dam-94-percent-full/#respond Sat, 30 Aug 2025 16:25:30 +0000 https://www.gujaratinside.com/?p=17829 ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટી સતત વધતી રહી છે. હાલમાં ડેમ 94 ટકા ભરાઈ ગયો છે અને ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર જ બાકી છે, જ્યારે ડેમની વર્તમાન સપાટી 136.76 મીટર પર પહોંચી છે. રાજ્યભરમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં મેઘમહેર નોંધાઈ...

The post સરદાર સરોવર ડેમ 94% ભરાયું, ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર બાકી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટી સતત વધતી રહી છે. હાલમાં ડેમ 94 ટકા ભરાઈ ગયો છે અને ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર જ બાકી છે, જ્યારે ડેમની વર્તમાન સપાટી 136.76 મીટર પર પહોંચી છે.

રાજ્યભરમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં મેઘમહેર નોંધાઈ હતી, જેમાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં તાપી જિલ્લાના ડોલવણમાં 6.34 ઇંચ વરસાદ નોંધાયો.

ડેમમાં છેલ્લા 24 કલાકમાં સપાટી 24 સે.મી. વધતાં 1,67,113 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જ્યારે કેનાલમાં પાણીની જાવક 23,501 ક્યુસેક છે. ડેમનું ગ્રોસ સ્ટોરેજ 8,850.40 MCM છે. સપાટી વધતા તંત્ર દ્વારા 15 દરવાજા ખોલી નર્મદા નદીમાં 2.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સાથે RBPH અને CHPHમાંથી કેનાલમાં કુલ 2,24,000 ક્યુસેક પાણી છોડાયું છે.

નદીમાં પાણી છોડાયના કારણે નર્મદા નદી કાંઠાના ગ્રામજનોને ઍલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. ભરુચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી વોર્નિંગ લેવલ પર પહોંચી શકે છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

 

The post સરદાર સરોવર ડેમ 94% ભરાયું, ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર બાકી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/sardar-sarovar-dam-94-percent-full/feed/ 0
સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં, નર્મદા નદી વિસ્તાર માટે એલર્ટ જાહેર https://www.gujaratinside.com/2025/08/28/sardar-sarovar-dam-prepares-to-overflow/ https://www.gujaratinside.com/2025/08/28/sardar-sarovar-dam-prepares-to-overflow/#respond Thu, 28 Aug 2025 09:25:02 +0000 https://www.gujaratinside.com/?p=17584 ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં છે. ડેમમાં હાલની પાણીની સપાટી 135.65 મીટર પહોંચી ગઈ છે, જ્યારે મહામ લેવલ 138.68 મીટર છે. ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે 1.72 લાખ ક્યુસેક પાણી આવક થઈ રહી છે, જે કારણે સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જળના પ્રવાહને નિયંત્રિત કરવા માટે ડેમના કેટલાક દરવાજા 28 ઓગસ્ટે સવારે...

The post સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં, નર્મદા નદી વિસ્તાર માટે એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં છે. ડેમમાં હાલની પાણીની સપાટી 135.65 મીટર પહોંચી ગઈ છે, જ્યારે મહામ લેવલ 138.68 મીટર છે. ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે 1.72 લાખ ક્યુસેક પાણી આવક થઈ રહી છે, જે કારણે સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.

જળના પ્રવાહને નિયંત્રિત કરવા માટે ડેમના કેટલાક દરવાજા 28 ઓગસ્ટે સવારે 8 વાગ્યાથી ખોલવામાં આવશે. દરવાજા ખોલ્યા બાદ મહામ લેવલથી 50 હજાર ક્યુસેક અને રિવરબેડ પાવર હાઉસ દ્વારા 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે, જેથી કુલ 95 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં પહોંચશે. આ પગલાંને લીધે નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠાવાળા ગામોના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.

અત્યાર સુધી ડેમમાં પાણીનો ગ્રોસ સ્ટોરેજ 8512 એમસીએમ થયો છે અને ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 100 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે. નર્મદા નદીમાં પાણીની જાવક 44,024 ક્યુસેક છે, જ્યારે કેનાલમાં 5,242 ક્યુસેક પાણી વહે રહ્યું છે.

ગુજરાતમાં હાલ 70 જળાશયો 100 ટકાથી વધુ ભરાઈ ચુક્યા છે, જ્યારે 65 જળાશયો 70% થી 100% વચ્ચે છે. 25 જળાશયો 50% થી 70% ભરાયેલા છે. રાજ્યમાં કુલ 95 જળાશયો હાઈએલર્ટ હેઠળ છે, જ્યારે 23 જળાશયો એલર્ટ હેઠળ છે.

 

The post સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં, નર્મદા નદી વિસ્તાર માટે એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/28/sardar-sarovar-dam-prepares-to-overflow/feed/ 0
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન: વૈષ્ણોદેવી યાત્રા હાલ માટે સ્થગિત https://www.gujaratinside.com/2025/08/26/jammu-kashmir-heavy-rain-vaishno-devi-suspension/ https://www.gujaratinside.com/2025/08/26/jammu-kashmir-heavy-rain-vaishno-devi-suspension/#respond Tue, 26 Aug 2025 12:29:33 +0000 https://www.gujaratinside.com/?p=17373 જમ્મુ અને કાશ્મીરના ડોડા, કિશ્તવાડ સહિતના જિલ્લાઓમાં વાદળ ફાટતા તાત્કાલિક તબાહી સર્જાઈ છે. હવામાન અને ભૂસ્ખલનની પરિસ્થિતિને કારણે વૈષ્ણોદેવી યાત્રા થોડા સમય માટે રોકાઈ ગઈ છે. અચાનક થયેલા પૂર અને ભૂસ્ખલનમાં 10થી વધુ ઘરો ધરાશાયી થયા છે અને છેલ્લા 24 કલાકમાં ડોડા જિલ્લામાં ચાર લોકોના મોત થયા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ઘર ધરાશાયી થવાથી બે...

The post જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન: વૈષ્ણોદેવી યાત્રા હાલ માટે સ્થગિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ અને કાશ્મીરના ડોડા, કિશ્તવાડ સહિતના જિલ્લાઓમાં વાદળ ફાટતા તાત્કાલિક તબાહી સર્જાઈ છે. હવામાન અને ભૂસ્ખલનની પરિસ્થિતિને કારણે વૈષ્ણોદેવી યાત્રા થોડા સમય માટે રોકાઈ ગઈ છે. અચાનક થયેલા પૂર અને ભૂસ્ખલનમાં 10થી વધુ ઘરો ધરાશાયી થયા છે અને છેલ્લા 24 કલાકમાં ડોડા જિલ્લામાં ચાર લોકોના મોત થયા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ઘર ધરાશાયી થવાથી બે અને પૂરમાં બે લોકોના મોત થયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

મંગળવારે અર્ધકુંવારી નજીક પણ ભૂસ્ખલન થયું છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીના દરબાર તરફ જઈ રહ્યા હતા. કાટમાળ અને મોટા પથ્થર રસ્તા પર ખસકી પડ્યા, જેના કારણે કેટલાક શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હાલ ટ્રેક પર હાજર શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. સ્થાનિક તંત્ર અને પોલીસ સાથે NDRFની ટીમ પણ એલર્ટ મોડ પર છે. સ્થિતિ સામાન્ય થતાં યાત્રા ફરી શરૂ થશે.

 

સતત ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ડોડા અને કિશ્તવાડમાં અનેક રોડ બંધ થઈ ગયા છે. બટોટે-કિશ્તવાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-244) બંધ હોવાથી વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે અટકી ગયો છે. રામબન વિસ્તારમાં પણ ભૂસ્ખલનના કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ થયો છે. ભારે વરસાદ સાથે જમ્મુમાં તીવ્ર પવન ફૂંકી રહ્યો છે અને તાવી નદીમાં વધેલા પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે. નદી કિનારાના ઘણા વિસ્તારોને ખાલી કરાવીને લોકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી છે.

વહીવટીતંત્રે ડોડા અને કિશ્તવાડ માટે એલર્ટ જાહેર કર્યું છે. યાદગાર છે કે અગાઉ 14 ઓગસ્ટના રોજ કિશ્તવાડના ચાસોટી ગામમાં વાદળ ફાટતા 65 લોકોના મોત થયા અને 200 લોકો ગુમ થયા હતા. તે અકસ્માતમાં મચૈલ માતા યાત્રામાં આવેલા શ્રદ્ધાળુઓની બસો, તંબુઓ અને દુકાનો પૂરથી ધોવાઈ ગઈ હતી.

 

 

The post જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન: વૈષ્ણોદેવી યાત્રા હાલ માટે સ્થગિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/jammu-kashmir-heavy-rain-vaishno-devi-suspension/feed/ 0
હિમાચલમાં ભારે વરસાદ: 300 વર્ષ જૂનું પંજવક્તર મહાદેવ મંદિર પૂર હેઠળ, નાગરિકો માટે એલર્ટ https://www.gujaratinside.com/2025/08/26/himachal-heavy-rain-panchvaktar-mahadev-flood-alert/ https://www.gujaratinside.com/2025/08/26/himachal-heavy-rain-panchvaktar-mahadev-flood-alert/#respond Tue, 26 Aug 2025 12:14:39 +0000 https://www.gujaratinside.com/?p=17366 હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે, જે રાજ્યના મંડિ, કાંગડા, ચંબા અને કુલ્લુ જિલ્લાઓમાં ખાસ કરીને ગંભીર બની છે. મંડિમાં બિયાસ નદીનું જળસ્તર સતત વધતાં નદી કિનારે આવેલા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ઐતિહાસિક પંજવક્તર મહાદેવ મંદિરનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિક લોકો જણાવે છે...

The post હિમાચલમાં ભારે વરસાદ: 300 વર્ષ જૂનું પંજવક્તર મહાદેવ મંદિર પૂર હેઠળ, નાગરિકો માટે એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે, જે રાજ્યના મંડિ, કાંગડા, ચંબા અને કુલ્લુ જિલ્લાઓમાં ખાસ કરીને ગંભીર બની છે. મંડિમાં બિયાસ નદીનું જળસ્તર સતત વધતાં નદી કિનારે આવેલા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ઐતિહાસિક પંજવક્તર મહાદેવ મંદિરનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિક લોકો જણાવે છે કે આ મંદિર લગભગ 300 વર્ષ જૂનું છે અને દર વર્ષે અહીં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.

ભારત હવામાન વિભાગ (IMD)એ મંડિ, કાંગડા અને ચંબા જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 48 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. પ્રશાસને લોકોને નદી-નાળા પાસે ન જવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા માટે કહ્યુ છે.

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અનુસાર, બે રાષ્ટ્રીય રાજમાર્ગો સહિત લગભગ 795 રસ્તાઓ ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે બંધ થઈ ગયા છે. ઘણા વિસ્તારોમાં વીજળી અને પાણીની પુરવઠા પણ ખોરવાયો છે, જેમાં 956 વીજ ટ્રાન્સફોર્મર અને 517 પીવાના પાણીની યોજનાઓ અસરગ્રસ્ત બની છે.

મંડિ, કાંગડા, ચંબા, બિલાસપુર અને કુલ્લુ જિલ્લાઓમાં જિલ્લા પ્રશાસકો દ્વારા ઘણી જગ્યાએ સ્કૂલ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગે ચોમાસાની અસર હજુ વધવાની શક્યતા દર્શાવી છે, તેથી ભૂસ્ખલન, પૂર અને વાદળ ફાટવાની ઘટનાઓ માટે લોકો સાવચેત રહેવા અને જરૂરી હોય તો સુરક્ષિત સ્થળોએ ખસી જવાની સલાહ આપી છે.

 

The post હિમાચલમાં ભારે વરસાદ: 300 વર્ષ જૂનું પંજવક્તર મહાદેવ મંદિર પૂર હેઠળ, નાગરિકો માટે એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/himachal-heavy-rain-panchvaktar-mahadev-flood-alert/feed/ 0
ભારતે પાકિસ્તાનને પૂર અંગે સમયસર ચેતવણી આપી, છતાં પશ્ચિમ પાંખે થયૂ તણાવ અને નુકસાન https://www.gujaratinside.com/2025/08/25/india-pakistan-flood-alert-tawi-sutlej-rivers/ https://www.gujaratinside.com/2025/08/25/india-pakistan-flood-alert-tawi-sutlej-rivers/#respond Mon, 25 Aug 2025 13:03:24 +0000 https://www.gujaratinside.com/?p=17289 ભારત અને પાકિસ્તાન વચ્ચે ગયા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે, ત્યારે પણ ભારતે માનવતાની ભુમિકા ભૂલવી નથી. ભારતે 24 ઓગસ્ટની સવારે પાકિસ્તાનને તવી નદીમાં ભીષણ પૂર અંગે સમયસર ચેતવણી આપી, જેથી તેઓ લોકોને સલામત સ્થળે ખસેડી શકે. ભારતના હાઈ કમિશને ઈસ્લામાબાદને પૂર અંગે એલર્ટ આપતા, પાકિસ્તાની અધિકારીઓએ તરત જ એલર્ટ જાહેર કરી અને રક્ષણાત્મક...

The post ભારતે પાકિસ્તાનને પૂર અંગે સમયસર ચેતવણી આપી, છતાં પશ્ચિમ પાંખે થયૂ તણાવ અને નુકસાન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગયા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે, ત્યારે પણ ભારતે માનવતાની ભુમિકા ભૂલવી નથી. ભારતે 24 ઓગસ્ટની સવારે પાકિસ્તાનને તવી નદીમાં ભીષણ પૂર અંગે સમયસર ચેતવણી આપી, જેથી તેઓ લોકોને સલામત સ્થળે ખસેડી શકે. ભારતના હાઈ કમિશને ઈસ્લામાબાદને પૂર અંગે એલર્ટ આપતા, પાકિસ્તાની અધિકારીઓએ તરત જ એલર્ટ જાહેર કરી અને રક્ષણાત્મક પગલાં લીધાં.

પરંતુ પાકિસ્તાનની વ્યૂહનીતિ એ દર્શાવે છે કે તેમણે આ માનવતાભર્યા પગલાને રાજકીય રીતે વાપરવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાનનો દાવો છે કે, ભારતે આ એલર્ટ સિંધુ જળ સંધિ હેઠળ આપ્યું છે, જ્યારે એ સંધિ અત્યાર સુધી રદ કરવામાં આવી ચુકી છે. પાકિસ્તાનનુ કહેવું છે કે ભારતે તેની પૂર્વીય નદીઓ પર નિયંત્રણ મજબૂત કર્યું છે, જેમાં સતલુજ, બ્યાસ અને રાવી નદીઓનો સમાવેશ થાય છે.

ભારતે સતલુજ નદીમાં પાણી છોડવાથી પાકિસ્તાનના પંજાબમાં પૂરનો ખતરો સર્જાયો છે. બહાવલનગર શહેર અને આસપાસના ગામડાઓમાં પૂરથી જનજીવન પર અસર પડી છે અને હજારો એકર જમીન પર ઉભો પાક નષ્ટ થયો છે. મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જેમાં 1122 લોકો અને 928 પશુઓનું સ્થળાંતર કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાનના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, આ ચોમાસામાં પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા, POK અને પંજાબમાં પૂર અને ભારે વરસાદના કારણે અત્યાર સુધી 788 લોકોના જીવ ગયા છે. ચિનાબ અને સિંધુ નદીઓમાં પૂરનો ખતરો વધી રહ્યો છે, જ્યારે સતલુજ નદીમાંથી છોડાયેલા પાણીના કારણે ગંદાસિંહવાલામાં પૂર સર્જાયો છે.

 

The post ભારતે પાકિસ્તાનને પૂર અંગે સમયસર ચેતવણી આપી, છતાં પશ્ચિમ પાંખે થયૂ તણાવ અને નુકસાન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/india-pakistan-flood-alert-tawi-sutlej-rivers/feed/ 0