#GambhiraBridge Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gambhirabridge/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 10 Jul 2025 07:01:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #GambhiraBridge Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gambhirabridge/ 32 32 ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15ના કરૂણ મોત, તપાસ માટે છ સભ્યોની કમિટી રચાઈ, સર્ચ ઓપરેશન યથાવત https://www.gujaratinside.com/2025/07/10/gambhira-bridge-tragedy-15-tragic-deaths-so-far-committee-formed-to-investigate/ https://www.gujaratinside.com/2025/07/10/gambhira-bridge-tragedy-15-tragic-deaths-so-far-committee-formed-to-investigate/#respond Thu, 10 Jul 2025 07:01:15 +0000 https://www.gujaratinside.com/?p=14693 વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા નદી પરનો બ્રિજ બુધવાર, 9 જુલાઈના રોજ તૂટી પડ્યો, જેના પગલે અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 15 મૃતદેહો મળ્યા છે, જ્યારે સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત્ છે. દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારે પગલાં લીધા છે અને માર્ગ અને મકાન વિભાગના 6 અધિકારીઓની ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી રચાઈ...

The post ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15ના કરૂણ મોત, તપાસ માટે છ સભ્યોની કમિટી રચાઈ, સર્ચ ઓપરેશન યથાવત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા નદી પરનો બ્રિજ બુધવાર, 9 જુલાઈના રોજ તૂટી પડ્યો, જેના પગલે અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 15 મૃતદેહો મળ્યા છે, જ્યારે સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત્ છે.

દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારે પગલાં લીધા છે અને માર્ગ અને મકાન વિભાગના 6 અધિકારીઓની ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી રચાઈ છે. કમિટી બ્રિજ તૂટી પડવાનું મુખ્ય કારણ, તંત્રની બેદરકારી અને તકેદારીના મુદ્દે તપાસ કરીને 30 દિવસમાં સમગ્ર અહેવાલ સરકારને સોંપશે. આ સાથે આવનારા સમયમાં આવી દુર્ઘટના ન બને તે માટે પણ જરૂરી સૂચનો આપશે.

ઉચ્ચ અધિકારીઓની મુલાકાત અને સ્થળ નિરીક્ષણ

દુર્ઘટનાના બીજા દિવસે, 10 જુલાઈના વહેલી સવારથી માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેમાં મુખ્ય ઇજનેર શ્રી સી. પટેલ, એન. કે. પટેલ, અધિક્ષક ઇજનેર કે. એમ. પટેલ, એમ. બી. દેસાઈ અને એન. વી. રાઠવા સહિતના અધિકારીઓ શામેલ હતા. સાથે જ જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા, મહેસૂલી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહી સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યાં છે. સ્થળ પર રાતભર તંત્રના કર્મચારીઓ તહેનાત રહ્યા હતા.

સર્ચ ઓપરેશન ચાલુ, વધુ એક મૃતદેહ મળી આવ્યો

એનડીઆરએફની ટીમે સતત બચાવ અને શોધખોળ કામગીરી ચાલુ રાખી છે. સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો છે, જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો છે.

અન્ય તંત્રોની કામગીરી પણ શરૂ

દુર્ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી આજે સવારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લીધી છે. તૂટી પડેલા બ્રિજના ઝૂલી ગયેલા ભાગને સુરક્ષા દૃષ્ટિકોણે તોડી પાડવાની કામગીરી માટે કલેક્ટરે સૂચના આપી છે.

The post ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15ના કરૂણ મોત, તપાસ માટે છ સભ્યોની કમિટી રચાઈ, સર્ચ ઓપરેશન યથાવત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/10/gambhira-bridge-tragedy-15-tragic-deaths-so-far-committee-formed-to-investigate/feed/ 0
દુ:ખ વ્યક્ત કરવામાં પણ વટાવી બેશરમીની હદ, બેશરમ નેતાઓએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મેસેજ પણ કોપી-પેસ્ટ કર્યા https://www.gujaratinside.com/2025/07/09/shameless-leaders-even-copied-and-pasted-messages-regarding-the-gambhira-bridge-tragedy/ https://www.gujaratinside.com/2025/07/09/shameless-leaders-even-copied-and-pasted-messages-regarding-the-gambhira-bridge-tragedy/#respond Wed, 09 Jul 2025 14:43:59 +0000 https://www.gujaratinside.com/?p=14673 વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલી ગંભીરા નદી ઉપરના બ્રિજનો એક ભાગ તૂટી પડતાં 12 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. આ દુર્ઘટનાએ રાજ્યની માળખાકીય સુવિધાઓ અંગે તંત્રની ગંભીર બેદરકારી અને જવાબદારીના અભાવને ફરીથી સ્પષ્ટ કર્યો છે. દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર શોક...

The post દુ:ખ વ્યક્ત કરવામાં પણ વટાવી બેશરમીની હદ, બેશરમ નેતાઓએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મેસેજ પણ કોપી-પેસ્ટ કર્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલી ગંભીરા નદી ઉપરના બ્રિજનો એક ભાગ તૂટી પડતાં 12 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. આ દુર્ઘટનાએ રાજ્યની માળખાકીય સુવિધાઓ અંગે તંત્રની ગંભીર બેદરકારી અને જવાબદારીના અભાવને ફરીથી સ્પષ્ટ કર્યો છે.

દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો, જોકે કોપી-પેસ્ટ લેખે તે માત્ર ઔપચારિકતા પૂરતી લાગી રહી છે. લગભગ બધા નેતાઓએ એકસરખો મેસેજ કોપી-પેસ્ટ કર્યો હોવાને લીધે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.

મુખ્યમંત્રીએ ‘X’ પર પોસ્ટ કરી, વિપક્ષે નિવેદનને ગણાવ્યું ‘લૂલો બચાવ’

મુખ્યમંત્રીએ એક્સ (હવે ટ્વિટર) પર લખ્યું હતું કે: “આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના 23 ગાળા પૈકીનો એક ગાળો તૂટી પડતાં થયેલી દુર્ઘટના દુઃખદ છે. મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.”

વિપક્ષે આ નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રીની આ પોઝીશન માત્ર શોક વ્યક્ત કરવાની છે, જવાબદારી સ્વીકારવાની નથી. ઘટના અંગે કોઈ ઘનિષ્ઠ તપાસ કે પગલા વિશે કોઈ ઉલ્લેખ ન હોવાનું જણાવાયું છે.

નેતાઓના નકલી સંદેશા પર લોકોભર્યા: સોશિયલ મીડિયા પર મજાક અને ટીકા

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યા બાદ પરષોત્તમ રૂપાલા, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપૂત, ધવલ પટેલ, વિનોદ ચાવડા, વિશાલ ઠાકર, ભૂષણ અશોક ભટ્ટ, કલ્પેશ પટેલ સહિતના અનેક નેતાઓએ પણ એક સરખો શોક સંદેશ શેર કર્યો. શબ્દશઃ સમાન મેસેજ સોશિયલ મીડિયા પર જોઈ લોકોમાં આક્રોશ જોવા મળ્યો.

લોકોએ પ્રશ્ન કર્યો છે કે – “જ્યારે સામાન્ય નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે નેતાઓ માત્ર નકલમાર મેસેજથી કેમ દુઃખ વ્યક્ત કરે છે? શું નેતાઓમાં સંવેદના અને જવાબદારીનો અભાવ આવી ગયો છે?”

માળખાકીય બેદરકારી પર ફરી સવાલો ઊભા થયા

બ્રિજ તૂટી પડવાની ઘટનાએ ગુજરાતમાં નિર્માણ અને જાળવણીના કામો અંગે તંત્રની કામગીરી પર મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. શું આવા જુના અને ખતરનાક બ્રિજોની નિયમિત ચકાસણી થતી નથી? શું લોકોના જીવ પરતંત્રે ખેલ રમવા દીધો છે?

The post દુ:ખ વ્યક્ત કરવામાં પણ વટાવી બેશરમીની હદ, બેશરમ નેતાઓએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મેસેજ પણ કોપી-પેસ્ટ કર્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/09/shameless-leaders-even-copied-and-pasted-messages-regarding-the-gambhira-bridge-tragedy/feed/ 0
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, અનેક વાહનો નદીમાં ખાબક્યાં, 8ના મોત https://www.gujaratinside.com/2025/07/09/gambhira-bridge-in-padra-vadodara-collapses-many-vehicles-fall-into-the-river-8-dead/ https://www.gujaratinside.com/2025/07/09/gambhira-bridge-in-padra-vadodara-collapses-many-vehicles-fall-into-the-river-8-dead/#respond Wed, 09 Jul 2025 06:24:50 +0000 https://www.gujaratinside.com/?p=14667 વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ આજે અચાનક તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા. દુર્ઘટનાને પગલે સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ સુધીમાં 8 લોકોના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે 5 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. શરૂમાં ત્રણ મૃતદેહ મળ્યા હતા, બાદમાં વધુ પાંચ મૃતદેહો...

The post વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, અનેક વાહનો નદીમાં ખાબક્યાં, 8ના મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ આજે અચાનક તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા. દુર્ઘટનાને પગલે સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ સુધીમાં 8 લોકોના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે 5 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. શરૂમાં ત્રણ મૃતદેહ મળ્યા હતા, બાદમાં વધુ પાંચ મૃતદેહો મળી આવતા મૃત્યુઆંક 8એ પહોંચ્યો છે.

નદીમાં ખાબક્યા ટ્રક, બોલેરો અને બાઈક

પ્રાપ્ત માહિતી અનુસાર, દુર્ઘટનાના સમયે બ્રિજ પર એક ટ્રક, બોલેરો અને બાઈક સહિત કુલ પાંચ વાહનો હતા. એક ટ્રક તો બ્રિજના તૂટેલા હિસ્સા પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો, જેનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સ્થાનિક તંત્ર હરકતમાં, રાજકીય પ્રતિસાદ

આ દુર્ઘટનાની જાણ થતા વડોદરા જિલ્લા કલેક્ટરે ઘટનાસ્થળે જઈ સંપૂર્ણ વિગતો આપી. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ ઘટનાનું વીડિયો શેર કરીને ટ્વીટ કર્યું હતું અને તંત્રને તાત્કાલિક પગલા લેવા અપીલ કરી હતી. તેમણે ટ્રાફિકના મુદ્દાને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા તંત્રને તાકીદ પણ કરી. હાલ મોટી સંખ્યામાં વાહનો અટવાતા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે.

મહત્વપૂર્ણ બ્રિજ, દાયિત્વની ઉદાસીનતા?

ગંભીરા બ્રિજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો માર્ગ છે. આ બ્રિજ વડોદરા અને આણંદ જિલ્લાને પણ જોડે છે. તેથી, તેની તૂટી પડેલી હાલત સરકારે અવગણ્યા હોવાના પ્રશ્નો ઉભા કરી રહી છે. દુર્ઘટનાની જગ્યાએ એક મહિલા પોતાની બાઈક છોડીને પાણીમાં ખાબકેલા લોકોને બચાવવાનું પ્રયત્ન કરતી પણ નજરે પડી હતી, જે ઘટનાની ગંભીરતા અને લાગણીશીલતા દર્શાવે છે.

હાલ રેસ્ક્યૂ કામગીરી ચાલુ છે અને તંત્ર તરફથી વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.

The post વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, અનેક વાહનો નદીમાં ખાબક્યાં, 8ના મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/09/gambhira-bridge-in-padra-vadodara-collapses-many-vehicles-fall-into-the-river-8-dead/feed/ 0