Gen Z protests Nepal Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gen-z-protests-nepal/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 10 Sep 2025 10:31:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gen Z protests Nepal Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gen-z-protests-nepal/ 32 32 નેપાળમાં રાજકીય સંકટ ઉગ્ર: PM ઓલીના રાજીનામા બાદ આર્મી તૈનાત, દેશભરમાં કર્ફ્યુ લાગુ https://www.gujaratinside.com/2025/09/10/nepal-political-crisis-army-curfew-genz-demands/ https://www.gujaratinside.com/2025/09/10/nepal-political-crisis-army-curfew-genz-demands/#respond Wed, 10 Sep 2025 10:31:41 +0000 https://www.gujaratinside.com/?p=19003 નેપાળમાં રાજકીય અને સામાજિક સંકટ ચરમસીમાએ પહોંચતા વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે ઊભેલા વ્યાપક પ્રદર્શનો દરમિયાન 22 લોકોનાં મોત થયા અને સેંકડો ઘાયલ થયા હતા. આક્રોશિત પ્રદર્શનકારીઓએ સરકારી ઇમારતો, રાજકીય કાર્યાલયો અને સુપરમાર્કેટમાં આગચંપી કરી હતી, જેના કારણે પરિસ્થિતિ અતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. વધતી...

The post નેપાળમાં રાજકીય સંકટ ઉગ્ર: PM ઓલીના રાજીનામા બાદ આર્મી તૈનાત, દેશભરમાં કર્ફ્યુ લાગુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેપાળમાં રાજકીય અને સામાજિક સંકટ ચરમસીમાએ પહોંચતા વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે ઊભેલા વ્યાપક પ્રદર્શનો દરમિયાન 22 લોકોનાં મોત થયા અને સેંકડો ઘાયલ થયા હતા.

આક્રોશિત પ્રદર્શનકારીઓએ સરકારી ઇમારતો, રાજકીય કાર્યાલયો અને સુપરમાર્કેટમાં આગચંપી કરી હતી, જેના કારણે પરિસ્થિતિ અતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. વધતી હિંસા અને અનિયંત્રિત ભીડને કાબૂમાં લેવા માટે નેપાળ આર્મીને તાત્કાલિક તૈનાત કરવામાં આવી છે અને દેશભરમાં રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.

સેના અને રાષ્ટ્રપતિએ નાગરિકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. આંદોલનનું નેતૃત્વ કરી રહેલા Gen-Z કાર્યકરોએ પોતાની માંગણીઓ રાષ્ટ્રપતિ અને સૈન્ય સમક્ષ રજૂ કરી છે, જેમાં આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા લોકોને સત્તાવાર ‘શહીદ’નો દરજ્જો આપવાની, તેમના પરિવારજનોને સન્માન અને રાહત આપવાની, બેરોજગારી અને સામાજિક અન્યાય સામે તાત્કાલિક પગલાં લેવા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

તેઓએ સ્પષ્ટ કર્યું છે કે આ આંદોલન કોઈ પક્ષ કે વ્યક્તિ માટે નહીં પરંતુ સમગ્ર પેઢી અને રાષ્ટ્રના ભવિષ્ય માટે છે અને સાચી શાંતિ ફક્ત નવી રાજકીય વ્યવસ્થા દ્વારા જ શક્ય બનશે.

Gen-Z કાર્યકરોએ વર્તમાન પ્રતિનિધિ સભાને તાત્કાલિક ભંગ કરવાની, બંધારણમાં સુધારો અથવા નવી રીતે લખવાની, યુવાનો અને નિષ્ણાતોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાની, તેમજ વચગાળાનો સમયગાળો પૂરો થયા બાદ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજવાની માંગ કરી છે.

સાથે જ તેઓએ સીધા ચૂંટાયેલા કાર્યકારી નેતૃત્વની સ્થાપના, છેલ્લા ત્રણ દાયકામાં થયેલી ગેરકાયદેસર સંપત્તિની તપાસ અને રાષ્ટ્રીયકરણ, તેમજ શિક્ષણ, આરોગ્ય, ન્યાય, સુરક્ષા અને સંચાર જેવા ક્ષેત્રોમાં માળખાકીય સુધારાઓ અમલમાં મૂકવાની તાત્કાલિક માંગણી કરી છે.

 

The post નેપાળમાં રાજકીય સંકટ ઉગ્ર: PM ઓલીના રાજીનામા બાદ આર્મી તૈનાત, દેશભરમાં કર્ફ્યુ લાગુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/nepal-political-crisis-army-curfew-genz-demands/feed/ 0
નેપાળમાં હિંસા પર PM મોદીની ચિંતા, શાંતિ જાળવવા નાગરિકોને કરી અપીલ https://www.gujaratinside.com/2025/09/10/pm-modi-message-on-nepal-violence-appeals-for-peace/ https://www.gujaratinside.com/2025/09/10/pm-modi-message-on-nepal-violence-appeals-for-peace/#respond Wed, 10 Sep 2025 03:59:23 +0000 https://www.gujaratinside.com/?p=18970 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં ચાલી રહેલા યુવાનોના આંદોલન અને હિંસક પ્રદર્શનો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશ અને પંજાબથી પરત ફર્યા બાદ તેમણે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક બોલાવી અને નેપાળની હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. બાદમાં તેમણે સામાજિક મિડિયા પ્લેટફોર્મ X પર સંદેશ આપ્યો, જેમાં તેમણે લખ્યું કે નેપાળમાં થયેલી હિંસા હૃદયવિદારક...

The post નેપાળમાં હિંસા પર PM મોદીની ચિંતા, શાંતિ જાળવવા નાગરિકોને કરી અપીલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં ચાલી રહેલા યુવાનોના આંદોલન અને હિંસક પ્રદર્શનો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશ અને પંજાબથી પરત ફર્યા બાદ તેમણે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક બોલાવી અને નેપાળની હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. બાદમાં તેમણે સામાજિક મિડિયા પ્લેટફોર્મ X પર સંદેશ આપ્યો, જેમાં તેમણે લખ્યું કે નેપાળમાં થયેલી હિંસા હૃદયવિદારક છે અને અનેક યુવાનોના મોત થવાથી તેઓ દુઃખી છે.

મોદીએ જણાવ્યું કે નેપાળની સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિ ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે નેપાળના તમામ નાગરિકોને વિનમ્ર અપીલ કરી કે તેઓ શાંતિનું સમર્થન કરે અને એકતા સાથે આગળ વધે. વડાપ્રધાને આ પણ જણાવ્યું કે ભારત પરિસ્થિતિ પર બારીકીથી નજર રાખી રહ્યું છે અને નેપાળની જનતા સાથે છે.

સોશિયલ મીડિયા પ્રતિબંધ બાદ પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા છે. વિદ્યાર્થીઓના નેતૃત્વમાં શરૂ થયેલા આ આંદોલને સરકાર અને રાજકીય નેતાઓ સામે ભ્રષ્ટાચાર અને જનતાની અવગણનાના આરોપ લગાવ્યા. પ્રદર્શનો દરમિયાન પૂર્વ વડાપ્રધાન ઝલનાથ ખનાલના ઘરને આગ લગાડવામાં આવી હતી, જેમાં તેમની પત્ની રાજલક્ષ્મી ચિત્રકાર ગંભીર રીતે દાઝી ગઈ અને બાદમાં તેમનું અવસાન થયું.

ટોળાએ પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ, પુષ્પ કમલ દહલ, શેર બહાદુર દેઉબા અને અન્ય નેતાઓના ઘરો તથા સંપત્તિઓને પણ નિશાન બનાવ્યા.

કાઠમંડૂ અને લલિતપુરમાં ટાયર સળગાવી રસ્તા જામ કરવામાં આવ્યા, પથ્થરમારો અને આગચંપી થઈ. સરકાર દ્વારા સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવી દેવાયા પછી પણ હિંસા ચાલુ રહી. આ તંગ પરિસ્થિતિ વચ્ચે ઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે અને હાલ નેપાળ સેનાએ સુરક્ષા સત્તા સંભાળી લીધી છે.

 

The post નેપાળમાં હિંસા પર PM મોદીની ચિંતા, શાંતિ જાળવવા નાગરિકોને કરી અપીલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/pm-modi-message-on-nepal-violence-appeals-for-peace/feed/ 0
નેપાળમાં હિંસક આંદોલન: કાઠમંડુ એરપોર્ટ બંધ, ભારતીય ફ્લાઈટ્સ રદ, હેલ્પલાઈન જાહેર https://www.gujaratinside.com/2025/09/09/nepal-unrest-flights-cancelled-helpline/ https://www.gujaratinside.com/2025/09/09/nepal-unrest-flights-cancelled-helpline/#respond Tue, 09 Sep 2025 12:15:43 +0000 https://www.gujaratinside.com/?p=18909 નેપાળમાં ચાલી રહેલા હિંસક Gen Z આંદોલનને કારણે કાઠમંડુ એરપોર્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે અને ભારતની એર ઈન્ડિયા તેમજ ઈન્ડિગોએ દિલ્હી-કાઠમંડુ વચ્ચેની તમામ ફ્લાઈટ્સ રદ કરી છે. એર ઈન્ડિયાએ જાહેર કર્યું છે કે મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. દિલ્હીથી કાઠમંડુ જતી ચાર મુખ્ય ફ્લાઈટ્સ — AI2231/2232, AI2219/2220, AI217/218 અને...

The post નેપાળમાં હિંસક આંદોલન: કાઠમંડુ એરપોર્ટ બંધ, ભારતીય ફ્લાઈટ્સ રદ, હેલ્પલાઈન જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નેપાળમાં ચાલી રહેલા હિંસક Gen Z આંદોલનને કારણે કાઠમંડુ એરપોર્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે અને ભારતની એર ઈન્ડિયા તેમજ ઈન્ડિગોએ દિલ્હી-કાઠમંડુ વચ્ચેની તમામ ફ્લાઈટ્સ રદ કરી છે. એર ઈન્ડિયાએ જાહેર કર્યું છે કે મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે.

દિલ્હીથી કાઠમંડુ જતી ચાર મુખ્ય ફ્લાઈટ્સ — AI2231/2232, AI2219/2220, AI217/218 અને AI211/212 — રદ કરવામાં આવી છે. ઈન્ડિગોએ પણ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી કે પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી નેપાળ માટેની કોઈ ફ્લાઈટ ઓપરેટ નહીં થાય. મુસાફરોને ટિકિટ બદલવા અથવા રિફંડ માટે વેબસાઈટ પર વિકલ્પ ઉપલબ્ધ કરાવાયો છે.

ભારતના વિદેશ મંત્રાલયે (MEA) નેપાળમાં રહેલા ભારતીય નાગરિકો અને પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં લોકોને સતર્ક રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને સ્થાનિક અધિકારીઓના આદેશોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ, કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે ઇમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે: +977-980 860 2881 અને +977-981 032 6134, જેમાં માત્ર વોટ્સએપ કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે.

નેપાળમાં ચાલી રહેલા આંદોલને રાજકીય તોફાન સર્જી દીધું છે. વડાપ્રધાન કેપી શર્મા ઓલી રાજીનામું આપવા મજબૂર બન્યા હતા, જ્યારે અનેક મંત્રીઓએ પણ પોતાના પદ પરથી રાજીનામું જાહેર કર્યું હતું.

ભ્રષ્ટાચાર અને બેરોજગારી સામે ભભૂકેલા આ આંદોલનમાં પ્રદર્શનકારીઓએ સંસદને આગ ચાંપી હતી અને અનેક નેતાઓ પર હુમલો કર્યો હતો. અત્યાર સુધીમાં 20 યુવાનોના મોત થયા છે અને લગભગ 300 લોકો ઘાયલ થયા છે.

The post નેપાળમાં હિંસક આંદોલન: કાઠમંડુ એરપોર્ટ બંધ, ભારતીય ફ્લાઈટ્સ રદ, હેલ્પલાઈન જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/nepal-unrest-flights-cancelled-helpline/feed/ 0