Germany Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/germany/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 03 Sep 2025 13:11:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Germany Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/germany/ 32 32 જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી દ્વિપક્ષીય સહયોગ પર મહત્વપૂર્ણ બેઠક https://www.gujaratinside.com/2025/09/03/india-germany-bilateral-meeting-jaishankar-wadephul/ https://www.gujaratinside.com/2025/09/03/india-germany-bilateral-meeting-jaishankar-wadephul/#respond Wed, 03 Sep 2025 13:54:46 +0000 https://www.gujaratinside.com/?p=18258 ભારત અને જર્મની વચ્ચે બહુપક્ષીય સહયોગને વેગ આપવા માટે વિદેશ મંત્રી એસ. જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી જોહાન વાડેફૂલ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠક પહેલાં, જયશંકરે જણાવ્યું કે ભારત યુરોપિયન યુનિયન સાથે તેના સંબંધોને વધુ ગાઢ બનાવવા અને મુક્ત વેપાર કરાર પર ચર્ચાને વેગ આપવા જર્મનીના સહયોગ પર આધાર રાખે છે. તેમણે ઉમેર્યું કે ભારત અને...

The post જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી દ્વિપક્ષીય સહયોગ પર મહત્વપૂર્ણ બેઠક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને જર્મની વચ્ચે બહુપક્ષીય સહયોગને વેગ આપવા માટે વિદેશ મંત્રી એસ. જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી જોહાન વાડેફૂલ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠક પહેલાં, જયશંકરે જણાવ્યું કે ભારત યુરોપિયન યુનિયન સાથે તેના સંબંધોને વધુ ગાઢ બનાવવા અને મુક્ત વેપાર કરાર પર ચર્ચાને વેગ આપવા જર્મનીના સહયોગ પર આધાર રાખે છે.

તેમણે ઉમેર્યું કે ભારત અને જર્મની વચ્ચે રાજકીય, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક અને વેપાર ક્ષેત્રોમાં દાયકાઓથી મજબૂત સહયોગ રહ્યો છે અને આજે યોજાનારી ચર્ચા આ સંબંધોને વધુ મજબૂત બનાવશે.

જર્મનીના વિદેશ મંત્રી જોહાન વાડેફૂલે જણાવ્યું કે, ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે અને બંને દેશો વચ્ચે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સહયોગને વિસ્તૃત કરવા ઘણી શક્યતાઓ છે. તેમણે ઉમેર્યું કે સુરક્ષા સહયોગ, ઇનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્રે સાથે મળીને કાર્ય કરવાની વ્યૂહાત્મક સંભાવનાઓ ખુબજ મહત્વપૂર્ણ છે.

જયશંકરે તેમની મુલાકાતનું સ્વાગત કરતાં જણાવ્યું કે બેંગલુરુ અને નવી દિલ્હીમાં યોજાનારી મુલાકાત બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરશે.

બેઠક દરમિયાન, બંને વડાઓએ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી, જે ભારત અને જર્મનીના ગાઢ સંબંધોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

 

The post જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી દ્વિપક્ષીય સહયોગ પર મહત્વપૂર્ણ બેઠક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/india-germany-bilateral-meeting-jaishankar-wadephul/feed/ 0
યુક્રેન-રશિયા યુદ્ધનો ટૂક સમયમાં અંત? ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કીની ત્રિપક્ષીય બેઠક થશે https://www.gujaratinside.com/2025/08/19/trump-putin-zelensky-peace-meeting-white-house/ https://www.gujaratinside.com/2025/08/19/trump-putin-zelensky-peace-meeting-white-house/#respond Tue, 19 Aug 2025 04:35:35 +0000 https://www.gujaratinside.com/?p=16662 અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે વ્હાઈટ હાઉસમાં યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સ્કી અને યુરોપના અનેક નેતાઓ સાથે બેઠક કરી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ યુક્રેન-રશિયા યુદ્ધને સમાપ્ત કરવાના રસ્તાઓ શોધવાનો હતો. બેઠક બાદ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો ન હોય, છતાં બધાં નેતાઓએ આશાજનક નિવેદનો આપ્યા છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ યુદ્ધ સમાપ્ત થવાની શક્યતા અંગે...

The post યુક્રેન-રશિયા યુદ્ધનો ટૂક સમયમાં અંત? ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કીની ત્રિપક્ષીય બેઠક થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે વ્હાઈટ હાઉસમાં યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સ્કી અને યુરોપના અનેક નેતાઓ સાથે બેઠક કરી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ યુક્રેન-રશિયા યુદ્ધને સમાપ્ત કરવાના રસ્તાઓ શોધવાનો હતો. બેઠક બાદ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો ન હોય, છતાં બધાં નેતાઓએ આશાજનક નિવેદનો આપ્યા છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ યુદ્ધ સમાપ્ત થવાની શક્યતા અંગે આશાવાન છે.

ટ્રમ્પે વધુમાં ખુલાસો કર્યો કે નજીકના ભવિષ્યમાં રશિયન પ્રમુખ પુતિન અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે પણ બેઠક યોજાશે. તેમણે એ પણ જણાવ્યું કે કોઈપણ પૂર્વ શરત વિના પુતિન સાથે વાતચીત જરૂરી છે અને યુદ્ધ સમાપ્ત કરવા માટે બધા પાસાંઓને વિચારવા આવશ્યક છે. ટ્રમ્પે સંકેત આપ્યા કે અમેરિકા યુક્રેનને સુરક્ષા અંગે કેટલીક ગેરંટી આપી શકે છે.

અલાસ્કામાં 15 ઓગસ્ટે ટ્રમ્પ અને પુતિનની મુલાકાત થઈ હતી. તેની પાશ્વભૂમિમાં હવે ટ્રમ્પે જણાવ્યું કે “ફોન પર પુતિન સાથે મારી વાતચીત થઈ છે અને અમે ત્રણેય વચ્ચે (ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કી) ત્રિપક્ષીય બેઠક માટે સ્થળ નક્કી કરી રહ્યા છીએ. આ ચાર વર્ષથી ચાલતા યુદ્ધને અંત આપવાનો મહત્વપૂર્ણ પ્રયાસ હશે.”

વ્હાઈટ હાઉસની બેઠકમાં ઝેલેન્સ્કી ઉપરાંત ફ્રાંસના પ્રમુખ ઇમાન્યુઅલ મેક્રોન, ઇટાલીની વડાપ્રધાન જોયર્જિયા મેલોની, યુકેના વડાપ્રધાન કિઅર સ્ટાર્મર અને જર્મન ચાન્સલર મર્જ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકને આંતરરાષ્ટ્રીય રાજકીય વર્તુળોમાં શાંતિ સ્થાપનાની દિશામાં મોટા પગલાં તરીકે જોવામાં આવી રહી છે.

The post યુક્રેન-રશિયા યુદ્ધનો ટૂક સમયમાં અંત? ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કીની ત્રિપક્ષીય બેઠક થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/trump-putin-zelensky-peace-meeting-white-house/feed/ 0