Gujarat Crime Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-crime/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 24 Sep 2025 13:44:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat Crime Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-crime/ 32 32 2021માં સુરેન્દ્રનગરમાં 86 ગુનાના આરોપી અને તેના પુત્રનું પોલીસે કર્યું એન્કાઉન્ટર https://www.gujaratinside.com/2025/09/24/gujarat-police-encounter-2021-hanif-khan-madin-malek/ https://www.gujaratinside.com/2025/09/24/gujarat-police-encounter-2021-hanif-khan-madin-malek/#respond Wed, 24 Sep 2025 14:55:53 +0000 https://www.gujaratinside.com/?p=20038 અમદાવાદ: અંબાપુર મર્ડર કેસના આરોપી વિપુલ પરમારનું તાજેતરમાં એન્કાઉન્ટર થતાં, ગુજરાતમાં બનેલી અગાઉની મોટી એન્કાઉન્ટરની ઘટના ફરી ચર્ચામાં આવી છે. નવેમ્બર 2021માં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડીયા ગામે કુખ્યાત ગેંગસ્ટર હનીફ ખાન મલેક અને તેના પુત્ર મદીન મલેકને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. આ ઘટના ત્યારે બની હતી, જ્યારે હનીફ ખાને PSI વી.એન. જાડેજા પર...

The post 2021માં સુરેન્દ્રનગરમાં 86 ગુનાના આરોપી અને તેના પુત્રનું પોલીસે કર્યું એન્કાઉન્ટર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: અંબાપુર મર્ડર કેસના આરોપી વિપુલ પરમારનું તાજેતરમાં એન્કાઉન્ટર થતાં, ગુજરાતમાં બનેલી અગાઉની મોટી એન્કાઉન્ટરની ઘટના ફરી ચર્ચામાં આવી છે.

નવેમ્બર 2021માં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડીયા ગામે કુખ્યાત ગેંગસ્ટર હનીફ ખાન મલેક અને તેના પુત્ર મદીન મલેકને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા.

આ ઘટના ત્યારે બની હતી, જ્યારે હનીફ ખાને PSI વી.એન. જાડેજા પર તાબડતોબ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેના પુત્ર મદીન ખાને ધારીયું લઈને PSI પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

સ્વબચાવમાં PSIએ પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળીબાર કરતા હનીફ અને મદીન બંનેને ગોળી વાગી અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું.

પોલીસ રેકોર્ડ મુજબ, મૃતક આરોપી હનીફ ખાન પર કુલ 86 ગુનાઓ નોંધાયેલા હતા, જેમાંથી 59 ગુનાઓમાં તે વોન્ટેડ હતો. પોલીસ તેને પકડવા પહોંચી ત્યારે તેણે જ હુમલો શરૂ કર્યો હતો, જેના પગલે પોલીસે પ્રતિસાદ આપવો પડ્યો.

એન્કાઉન્ટર બાદ મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરતાં પોલીસ પર ઘરમાં ઘુસીને ફાયરિંગ કરવાનો આરોપ મૂક્યો હતો અને મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આ ઘટનાએ તે સમયના પોલીસ અભિગમ અને એનકાઉન્ટર પદ્ધતિને લઈને રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી.

The post 2021માં સુરેન્દ્રનગરમાં 86 ગુનાના આરોપી અને તેના પુત્રનું પોલીસે કર્યું એન્કાઉન્ટર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/24/gujarat-police-encounter-2021-hanif-khan-madin-malek/feed/ 0
કચ્છમાં ભત્રીજી સંબંધની શંકા પર 19 વર્ષીય યુવકની હત્યા, આરોપી ફરાર https://www.gujaratinside.com/2025/09/03/kutch-19-year-old-murder-by-uncle/ https://www.gujaratinside.com/2025/09/03/kutch-19-year-old-murder-by-uncle/#respond Wed, 03 Sep 2025 12:50:58 +0000 https://www.gujaratinside.com/?p=18244 ગુજરાતમાં સતત વધતા હત્યાના બનાવો વચ્ચે કચ્છના રાપર તાલુકામાં વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી છે. કારુડા અને સલારી ગામ વચ્ચે રાજબાઈ માતાના મંદિરની નજીક 19 વર્ષના નરેશ સામાભાઈ કોલીનીની સગા કાકાએ તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી રીતે હત્યા કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ ભત્રીજી સાથેના આડા સંબંધની શંકા જવાબદાર હોવાનું સામે આવ્યું...

The post કચ્છમાં ભત્રીજી સંબંધની શંકા પર 19 વર્ષીય યુવકની હત્યા, આરોપી ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં સતત વધતા હત્યાના બનાવો વચ્ચે કચ્છના રાપર તાલુકામાં વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી છે. કારુડા અને સલારી ગામ વચ્ચે રાજબાઈ માતાના મંદિરની નજીક 19 વર્ષના નરેશ સામાભાઈ કોલીનીની સગા કાકાએ તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી રીતે હત્યા કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ ભત્રીજી સાથેના આડા સંબંધની શંકા જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

માહિતી મુજબ, નરેશ અને તેના કાકા વચ્ચે ઘણા સમયથી ભત્રીજી સંબંધને લઈ મનદુ:ખ ચાલતું હતું. ગુસ્સામાં કાકાએ નરેશની છાતી, કમર અને ગળા પર આડેધડ ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો. ઘટનાસ્થળ ગામના લોકમેળાથી થોડું દૂર હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.

પોલીસે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હત્યા બાદ આરોપી કાકો ફરાર થઈ ગયો છે. પોલીસે ફરાર આરોપીને પકડવા માટે કોમ્બીંગ ઓપરેશન શરૂ કર્યું છે અને જુદી જુદી ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના ગુજરાતમાં વધતા ગુનાહિત બનાવો અને રાજ્યની કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા કરે છે.

The post કચ્છમાં ભત્રીજી સંબંધની શંકા પર 19 વર્ષીય યુવકની હત્યા, આરોપી ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/kutch-19-year-old-murder-by-uncle/feed/ 0
ભુજમાં સંસ્કાર કોલેજના બહાર યુવક-યુવતી પર છરીથી હુમલો, પોલીસે તપાસ શરૂ કરી https://www.gujaratinside.com/2025/08/28/bhuj-sanskar-college-knife-attack/ https://www.gujaratinside.com/2025/08/28/bhuj-sanskar-college-knife-attack/#respond Thu, 28 Aug 2025 15:50:12 +0000 https://www.gujaratinside.com/?p=17624 ભુજમાં સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના ગેટ બહાર ચોંકાવનારી ઘટના બની છે, જેમાં 19 વર્ષીય વિદ્યાર્થિની અને 22 વર્ષીય યુવક પર છરી વડે હુમલો થયો. ઈજાગ્રસ્ત યુવક-યુવતીને તાત્કાલિક જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. કોલેજના સંચાલકે જણાવ્યું કે, ‘કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાંજે શિક્ષણકાર્ય...

The post ભુજમાં સંસ્કાર કોલેજના બહાર યુવક-યુવતી પર છરીથી હુમલો, પોલીસે તપાસ શરૂ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભુજમાં સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના ગેટ બહાર ચોંકાવનારી ઘટના બની છે, જેમાં 19 વર્ષીય વિદ્યાર્થિની અને 22 વર્ષીય યુવક પર છરી વડે હુમલો થયો. ઈજાગ્રસ્ત યુવક-યુવતીને તાત્કાલિક જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

કોલેજના સંચાલકે જણાવ્યું કે, ‘કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાંજે શિક્ષણકાર્ય પૂર્ણ થયા બાદ હોસ્ટેલ તરફ જઈ રહ્યા હતા. તે સમયે અંજાર તરફના બે યુવકો ગેટ નજીક આવી પહોંચ્યા. ત્રણેય અંદરોઅંદર વાતચીત કરતા રહ્યા, ત્યારે એક યુવકે છરી વડે હુમલો કર્યો અને ઘટનાસ્થળેથી ફરાર થયો.’

હમલામાં વિદ્યાર્થિનીને ગળાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે જયેશ જયંતિજી ઠાકોર નામના યુવકને પેટ સહિતના વિવિધ ભાગે ઘાયલ થયા હતા. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં, ઘટનાસ્થળેથી ઈજાગ્રસ્ત યુવકના બાઈક પાછળ પોલીસના કલરકોડવાળા રેડિયમ ઈન્ડિકેટરમાં ‘ઠાકોર’ લખેલું જોવા મળ્યું છે.

The post ભુજમાં સંસ્કાર કોલેજના બહાર યુવક-યુવતી પર છરીથી હુમલો, પોલીસે તપાસ શરૂ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/28/bhuj-sanskar-college-knife-attack/feed/ 0
ભરૂચમાં પતિ સાથે આડા સંબંધની શંકા, પત્ની અને પુત્રોએ મહિલાને લાકડી વડે ફટકારી, ગુનો નોંધાયો https://www.gujaratinside.com/2025/08/27/bharuch-wife-son-attack-wood/ https://www.gujaratinside.com/2025/08/27/bharuch-wife-son-attack-wood/#respond Wed, 27 Aug 2025 13:08:28 +0000 https://www.gujaratinside.com/?p=17509 ભરૂચ: નેત્રંગ તાલુકાના દોલતપુર ગામે પતિ સાથે આડા સંબંધની શંકાએ 40 વર્ષીય મહિલાને પુત્રો સાથે મળીને લાકડી વડે ફટકારી દેવા અંગે ઘટનાની જાણ થઈ હતી. દોષિત પક્ષ વજલીબેન વસાવા અને તેમના પુત્રો ટીનાબેન વસાવા અને રાહુલ વસાવા મહિલાના ગૃહમાં ઘસી આવ્યા અને તેને અપશબ્દો કહી લાકડી વડે હુમલો કર્યો. તેમણે કહ્યું કે, “તું મારા પતિ...

The post ભરૂચમાં પતિ સાથે આડા સંબંધની શંકા, પત્ની અને પુત્રોએ મહિલાને લાકડી વડે ફટકારી, ગુનો નોંધાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભરૂચ: નેત્રંગ તાલુકાના દોલતપુર ગામે પતિ સાથે આડા સંબંધની શંકાએ 40 વર્ષીય મહિલાને પુત્રો સાથે મળીને લાકડી વડે ફટકારી દેવા અંગે ઘટનાની જાણ થઈ હતી. દોષિત પક્ષ વજલીબેન વસાવા અને તેમના પુત્રો ટીનાબેન વસાવા અને રાહુલ વસાવા મહિલાના ગૃહમાં ઘસી આવ્યા અને તેને અપશબ્દો કહી લાકડી વડે હુમલો કર્યો. તેમણે કહ્યું કે, “તું મારા પતિ સાથે આડા સંબંધ રાખે છે, તારા લીધે મારા પતિ મને માર મારી રહ્યા છે.

હમલામાં ગર્ભિત મહિલાને ગંભીર ઈજા પહોંચી અને તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે ખસેડવામાં આવી, જ્યાં માથાના ભાગે પાંચ ટાંકા લાગ્યા હતા.

વાતની ફરિયાદના આધારે વાલીયા પોલીસે આરોપીઓ વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

 

The post ભરૂચમાં પતિ સાથે આડા સંબંધની શંકા, પત્ની અને પુત્રોએ મહિલાને લાકડી વડે ફટકારી, ગુનો નોંધાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/bharuch-wife-son-attack-wood/feed/ 0