કચ્છમાં ભત્રીજી સંબંધની શંકા પર 19 વર્ષીય યુવકની હત્યા, આરોપી ફરાર

કચ્છમાં ભત્રીજી સંબંધની શંકા પર 19 વર્ષીય યુવકની હત્યા, આરોપી ફરાર

ગુજરાતમાં સતત વધતા હત્યાના બનાવો વચ્ચે કચ્છના રાપર તાલુકામાં વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી છે. કારુડા અને સલારી ગામ વચ્ચે રાજબાઈ માતાના મંદિરની નજીક 19 વર્ષના નરેશ સામાભાઈ કોલીનીની સગા કાકાએ તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી રીતે હત્યા કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ ભત્રીજી સાથેના આડા સંબંધની શંકા જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

માહિતી મુજબ, નરેશ અને તેના કાકા વચ્ચે ઘણા સમયથી ભત્રીજી સંબંધને લઈ મનદુ:ખ ચાલતું હતું. ગુસ્સામાં કાકાએ નરેશની છાતી, કમર અને ગળા પર આડેધડ ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો. ઘટનાસ્થળ ગામના લોકમેળાથી થોડું દૂર હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.

પોલીસે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હત્યા બાદ આરોપી કાકો ફરાર થઈ ગયો છે. પોલીસે ફરાર આરોપીને પકડવા માટે કોમ્બીંગ ઓપરેશન શરૂ કર્યું છે અને જુદી જુદી ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના ગુજરાતમાં વધતા ગુનાહિત બનાવો અને રાજ્યની કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા કરે છે.

Leave a Reply

Your email address will not be published.