ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળા 39માં આજે વાલીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. શાળાના પ્રિન્સીપાલ માયા જાદવ વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેઓ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાના બદલે લવ સ્ટોરીની વાતો કરે છે અને શાળાના અન્ય શિક્ષકોને હેરાન કરે છે. વાલીઓએ શાળામાં હાજરી આપીને જિલ્લા પંચાયત સમક્ષ માગણી કરી કે પ્રિન્સીપાલને તાત્કાલિક હટાવવામાં આવે, નહીં તો...
Tag: Gujarat Education News
ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને GSRTCમાં આજીવન મફત મુસાફરીનો લાભ, CM ભૂપેન્દ્ર પટેલની અનોખી ભેટ
અમદાવાદ: રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયેલા શિક્ષકોને ગુજરાત સરકાર દ્વારા એક વિશેષ ભેટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું કે, રાજ્યભરમાં અને રાજ્યની બહાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની તમામ બસોમાં આ પ્રકારના એવોર્ડ વિજેતા શિક્ષકો આજીવન મફત મુસાફરીનો લાભ મેળવી શકશે. આ નિર્ણય શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ...
જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલ વિવાદમાં: વિદ્યાર્થીઓ પર થયેલા નવા હુમલાના વીડિયો વાઇરલ
જૂનાગઢ: આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ ફરીથી વિવાદના કેન્દ્રમાં આવી છે. એક મહિના પહેલા વિદ્યાર્થીઓને માર મારવાના વીડિયો વાઇરલ થયા બાદ હવે હોસ્ટેલના જ વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થી પર હુમલો થતા ચારથી પાંચ નવા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ ઘટનાએ વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે, અને હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા...
ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી વિદ્યાર્થીઓ પરેશાન
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં 66 વર્ષથી કાર્યરત શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વિદ્યાર્થીઓ પરેશાન છે. કોલેજમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવા છતાં પીવાનું પાણી, શૌચાલય અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓની સઘન ખામી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિશ્ચિત પગલાં લેવામાં...
સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ શરૂ, DEOએ પ્રોવિઝનલ એડમિશન માટે લીધો મોટો નિર્ણય
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ એક અઠવાડિયા પછી શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હાલ પૂરતું તે ઓનલાઈન મોડમાં જ રહેશે. ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસિસ શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે ધોરણ 1 થી 5 માટે હજી સુધી કોઈ શિક્ષણ કાર્ય શરૂ કરાયું નથી. વિદ્યાર્થીઓના...
ગુજરાત સરકારે જાહેર કરી વર્ષ 2025ની ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની યાદી, 30 શિક્ષકોનો સન્માન
ગાંધીનગર: ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને બિરદાવવા માટે વર્ષ 2025ના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની જાહેરાત કરી છે. આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 30 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના 15 અને માધ્યમિક શિક્ષણ વિભાગના 15 શિક્ષકોનો સમાવેશ થાય છે. દર વર્ષે રાજ્ય સરકાર આ પુરસ્કાર શિક્ષણ ક્ષેત્રે પ્રેરક યોગદાન આપનારા...





