Gujarat Education News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-education-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 19 Sep 2025 10:06:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat Education News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-education-news/ 32 32 ભરૂચ સ્ટેશન રોડ મિશ્ર શાળામાં વિવાદ: લવ સ્ટોરી ભણાવવાનો આક્ષેપ પાયાવિહોણો, પ્રિન્સીપાલનો જવાબ https://www.gujaratinside.com/2025/09/19/bharuch-station-road-school-controversy/ https://www.gujaratinside.com/2025/09/19/bharuch-station-road-school-controversy/#respond Fri, 19 Sep 2025 10:25:25 +0000 https://www.gujaratinside.com/?p=19606 ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળા 39માં આજે વાલીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. શાળાના પ્રિન્સીપાલ માયા જાદવ વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેઓ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાના બદલે લવ સ્ટોરીની વાતો કરે છે અને શાળાના અન્ય શિક્ષકોને હેરાન કરે છે. વાલીઓએ શાળામાં હાજરી આપીને જિલ્લા પંચાયત સમક્ષ માગણી કરી કે પ્રિન્સીપાલને તાત્કાલિક હટાવવામાં આવે, નહીં તો...

The post ભરૂચ સ્ટેશન રોડ મિશ્ર શાળામાં વિવાદ: લવ સ્ટોરી ભણાવવાનો આક્ષેપ પાયાવિહોણો, પ્રિન્સીપાલનો જવાબ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળા 39માં આજે વાલીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. શાળાના પ્રિન્સીપાલ માયા જાદવ વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેઓ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાના બદલે લવ સ્ટોરીની વાતો કરે છે અને શાળાના અન્ય શિક્ષકોને હેરાન કરે છે.

વાલીઓએ શાળામાં હાજરી આપીને જિલ્લા પંચાયત સમક્ષ માગણી કરી કે પ્રિન્સીપાલને તાત્કાલિક હટાવવામાં આવે, નહીં તો બાળકોના ભવિષ્ય પર પ્રતિકૂળ અસર પડશે.

પૂર્વ વિદ્યાર્થી શીતલ વાઘેલાએ પણ આક્ષેપ કર્યો કે પ્રિન્સીપાલ શાળાના શિક્ષકો સામે અફવા ફેલાવે છે અને તેમને માનસિક હેરાનગતિ કરે છે. વાલીઓએ જણાવ્યું કે શિક્ષણના વાતાવરણમાં અવરોધ ઉભા કરનાર જવાબદાર વ્યક્તિ સામે કડક પગલાં લેવામાં આવે.

પ્રિન્સીપાલ માયા જાદવે પોતાને લગતા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી દીધા છે. તેમણે જણાવ્યું કે શાળાના કેટલાક જૂના શિક્ષકો ગેરરીતિ કરીને સરકારની સ્વાધ્યાય પોથીનું વેચાણ કરે છે અને મેં આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી.

તેમની માને તો આ આખો વિવાદ તેમના વિરોધમાં ઊભો કરવામાં આવ્યો છે જેથી સાચા મુદ્દાઓ છુપાઈ જાય.

 

The post ભરૂચ સ્ટેશન રોડ મિશ્ર શાળામાં વિવાદ: લવ સ્ટોરી ભણાવવાનો આક્ષેપ પાયાવિહોણો, પ્રિન્સીપાલનો જવાબ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/bharuch-station-road-school-controversy/feed/ 0
ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને GSRTCમાં આજીવન મફત મુસાફરીનો લાભ, CM ભૂપેન્દ્ર પટેલની અનોખી ભેટ https://www.gujaratinside.com/2025/09/06/gujarat-best-teachers-lifetime-gsrtc-travel/ https://www.gujaratinside.com/2025/09/06/gujarat-best-teachers-lifetime-gsrtc-travel/#respond Sat, 06 Sep 2025 14:45:01 +0000 https://www.gujaratinside.com/?p=18618 અમદાવાદ: રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયેલા શિક્ષકોને ગુજરાત સરકાર દ્વારા એક વિશેષ ભેટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું કે, રાજ્યભરમાં અને રાજ્યની બહાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની તમામ બસોમાં આ પ્રકારના એવોર્ડ વિજેતા શિક્ષકો આજીવન મફત મુસાફરીનો લાભ મેળવી શકશે. આ નિર્ણય શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ...

The post ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને GSRTCમાં આજીવન મફત મુસાફરીનો લાભ, CM ભૂપેન્દ્ર પટેલની અનોખી ભેટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયેલા શિક્ષકોને ગુજરાત સરકાર દ્વારા એક વિશેષ ભેટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું કે, રાજ્યભરમાં અને રાજ્યની બહાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની તમામ બસોમાં આ પ્રકારના એવોર્ડ વિજેતા શિક્ષકો આજીવન મફત મુસાફરીનો લાભ મેળવી શકશે.

આ નિર્ણય શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર શિક્ષકોના સન્માન અને પ્રોત્સાહન માટે લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર ફેડરેશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવાના અનુસંધાનમાં આ યોજના અમલમાં આવી છે.

હાલ સુધી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત થયેલા કુલ 957 શિક્ષકોને તરત જ આ લાભ મળશે. ભવિષ્યમાં જે પણ શિક્ષકો આ પ્રકારના એવોર્ડથી સન્માનિત થશે, તેમને પણ આ યોજનાનો લાભ મળતો રહેશે. સરકારનો આ પ્રયાસ શિક્ષકોના યોગદાનને ઓળખ આપવાનો અને તેમને પ્રોત્સાહિત કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ ગણાય છે, જેના પરિણામે રાજ્યમાં શિક્ષણનું સ્તર વધુ ઊંચું લાવવામાં મદદ મળશે.

 

The post ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને GSRTCમાં આજીવન મફત મુસાફરીનો લાભ, CM ભૂપેન્દ્ર પટેલની અનોખી ભેટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/gujarat-best-teachers-lifetime-gsrtc-travel/feed/ 0
જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલ વિવાદમાં: વિદ્યાર્થીઓ પર થયેલા નવા હુમલાના વીડિયો વાઇરલ https://www.gujaratinside.com/2025/09/05/junagadh-alpha-international-hostel-student-violence/ https://www.gujaratinside.com/2025/09/05/junagadh-alpha-international-hostel-student-violence/#respond Fri, 05 Sep 2025 11:10:24 +0000 https://www.gujaratinside.com/?p=18472 જૂનાગઢ: આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ ફરીથી વિવાદના કેન્દ્રમાં આવી છે. એક મહિના પહેલા વિદ્યાર્થીઓને માર મારવાના વીડિયો વાઇરલ થયા બાદ હવે હોસ્ટેલના જ વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થી પર હુમલો થતા ચારથી પાંચ નવા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ ઘટનાએ વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે, અને હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા...

The post જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલ વિવાદમાં: વિદ્યાર્થીઓ પર થયેલા નવા હુમલાના વીડિયો વાઇરલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જૂનાગઢ: આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ ફરીથી વિવાદના કેન્દ્રમાં આવી છે. એક મહિના પહેલા વિદ્યાર્થીઓને માર મારવાના વીડિયો વાઇરલ થયા બાદ હવે હોસ્ટેલના જ વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થી પર હુમલો થતા ચારથી પાંચ નવા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ ઘટનાએ વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે, અને હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા તેમજ સંચાલકોની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

વાઈરલ થયેલા નવા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે ત્રણથી ચાર વિદ્યાર્થીઓ ભેગા મળીને એક અન્ય વિદ્યાર્થીને માર મારતા છે. વિદ્યાર્થીઓ પર થઈ રહેલા આ શારીરિક અત્યાચારના દૃશ્યો ચોંકાવનારા છે. વાલીઓ અને શૈક્ષણિક તંત્ર પાસે હોસ્ટેલમાં સુરક્ષા વધારવા અને જવાબદારોએ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

એક મહિના પહેલા, 27 જુલાઈના રોજ કબડ્ડી રમવા જેવી સામાન્ય બાબતે પાંચ વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ધમકાવીને માર માર્યો હતો. આ ઘટનાનું વીડિયો અન્ય વિદ્યાર્થી દ્વારા રેકોર્ડ કરાયું હતું અને 30 ઓગસ્ટ 2025ના રોજ ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉની તપાસમાં માર મારનાર ચાર વિદ્યાર્થીઓ અને વીડિયો ઉતારનાર એક વિદ્યાર્થી સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.

વિદ્યાાર્થીઓમાં હિંસક માનસિકતાનો ઉછાળો, વેબ સિરીઝ અને ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત હિંસક દ્રશ્યો, શાળાઓ અને કોલેજોમાં દાદાગીરી અને મારઝૂડના વધતા કિસ્સાઓ, અને પીડિતોના માનસ પર આવતાં લાંબા સમયના દુષ્પ્રભાવ જેવા મુદ્દાઓ આ ઘટના સાથે ખુલ્લા થયા છે. મનોચિકિત્સકો જણાવે છે કે આવા કિસ્સાઓ પીડિતો અને તેમના પરિવારો માટે ગંભીર માનસિક અસરો ફેલાવે છે, જેના કારણે કાઉન્સેલિંગ જરૂરી છે.

 

The post જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલ વિવાદમાં: વિદ્યાર્થીઓ પર થયેલા નવા હુમલાના વીડિયો વાઇરલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/junagadh-alpha-international-hostel-student-violence/feed/ 0
ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી વિદ્યાર્થીઓ પરેશાન https://www.gujaratinside.com/2025/09/03/godhra-college-lacks-basic-facilities-abvp-7-day-ultimatum/ https://www.gujaratinside.com/2025/09/03/godhra-college-lacks-basic-facilities-abvp-7-day-ultimatum/#respond Wed, 03 Sep 2025 10:45:22 +0000 https://www.gujaratinside.com/?p=18211 પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં 66 વર્ષથી કાર્યરત શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વિદ્યાર્થીઓ પરેશાન છે. કોલેજમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવા છતાં પીવાનું પાણી, શૌચાલય અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓની સઘન ખામી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિશ્ચિત પગલાં લેવામાં...

The post ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી વિદ્યાર્થીઓ પરેશાન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં 66 વર્ષથી કાર્યરત શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વિદ્યાર્થીઓ પરેશાન છે. કોલેજમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવા છતાં પીવાનું પાણી, શૌચાલય અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓની સઘન ખામી જોવા મળી રહી છે.

વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિશ્ચિત પગલાં લેવામાં આવ્યા નથી. આને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજના સત્તાધીશો સામે રજૂઆત કરવામાં આવી છે. ABVPએ કહ્યું કે કોલેજમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા નથી, અને પરિસર સ્વચ્છતાના મામલે પણ ખોટ પડતી દેખાઈ રહી છે. ટ્રસ્ટીઓ સાથે વારંવાર વાતચીત કરાઇ હોવા છતાં હાલ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો.

ABVPએ કોલેજ સત્તાધીશો માટે સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમયગાળામાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને ABVPની માંગ છે કે કોલેજનું પ્રશાસન તાત્કાલિક પગલાં લઇ, વિદ્યાર્થીઓને યોગ્ય સુવિધાઓ પૂરી પાડે જેથી અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન આવે. હાલ કોલેજના પ્રશાસન તરફથી સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, જે વિદ્યાર્થીઓમાં રોષનું કારણ બની રહ્યું છે.

 

The post ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી વિદ્યાર્થીઓ પરેશાન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/godhra-college-lacks-basic-facilities-abvp-7-day-ultimatum/feed/ 0
સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ શરૂ, DEOએ પ્રોવિઝનલ એડમિશન માટે લીધો મોટો નિર્ણય https://www.gujaratinside.com/2025/08/25/seventh-day-school-online-classes-deo-admission-decision/ https://www.gujaratinside.com/2025/08/25/seventh-day-school-online-classes-deo-admission-decision/#respond Mon, 25 Aug 2025 09:46:08 +0000 https://www.gujaratinside.com/?p=17251 અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ એક અઠવાડિયા પછી શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હાલ પૂરતું તે ઓનલાઈન મોડમાં જ રહેશે. ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસિસ શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે ધોરણ 1 થી 5 માટે હજી સુધી કોઈ શિક્ષણ કાર્ય શરૂ કરાયું નથી. વિદ્યાર્થીઓના...

The post સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ શરૂ, DEOએ પ્રોવિઝનલ એડમિશન માટે લીધો મોટો નિર્ણય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ એક અઠવાડિયા પછી શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હાલ પૂરતું તે ઓનલાઈન મોડમાં જ રહેશે. ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસિસ શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે ધોરણ 1 થી 5 માટે હજી સુધી કોઈ શિક્ષણ કાર્ય શરૂ કરાયું નથી.

વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીએ મોટો નિર્ણય લીધો છે. DEO કચેરીના ચાર અધિકારીઓની એક ટીમ સ્કૂલમાં ડેપ્યુટ કરવામાં આવી છે, જે વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરશે અને જો વાલીઓ પોતાના બાળકને સેવન્થ ડે સ્કૂલમાંથી કાઢીને અન્ય શાળામાં દાખલ કરવા માંગે, તો તેમને મદદ કરશે.

સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે હાલમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) વિના પણ પ્રોવિઝનલ એડમિશનની સુવિધા આપવામાં આવશે. મણિનગર અને આસપાસની શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ આપે. વાલીઓ સીધા DEO કચેરીનો સંપર્ક કરીને પોતાના બાળકને બીજી શાળામાં દાખલ કરી શકશે, જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં.

ઘટનાનો પર્દાફાશ:
ધોરણ-8ના વિદ્યાર્થીએ 7-8 મિત્રો સાથે મળીને ધોરણ-10ના વિદ્યાર્થી પર હુમલો કર્યો અને તેને ચપ્પાથી ઘાયલ કર્યો. આ હુમલો જૂના ઝઘડાના બદલા રૂપે કરવામાં આવ્યો હતો. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

 

The post સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ શરૂ, DEOએ પ્રોવિઝનલ એડમિશન માટે લીધો મોટો નિર્ણય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/seventh-day-school-online-classes-deo-admission-decision/feed/ 0
ગુજરાત સરકારે જાહેર કરી વર્ષ 2025ની ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની યાદી, 30 શિક્ષકોનો સન્માન https://www.gujaratinside.com/2025/08/14/best-teacher-award-gujarat-2025-announcement/ https://www.gujaratinside.com/2025/08/14/best-teacher-award-gujarat-2025-announcement/#respond Thu, 14 Aug 2025 12:56:52 +0000 https://www.gujaratinside.com/?p=16255 ગાંધીનગર: ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને બિરદાવવા માટે વર્ષ 2025ના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની જાહેરાત કરી છે. આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 30 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના 15 અને માધ્યમિક શિક્ષણ વિભાગના 15 શિક્ષકોનો સમાવેશ થાય છે. દર વર્ષે રાજ્ય સરકાર આ પુરસ્કાર શિક્ષણ ક્ષેત્રે પ્રેરક યોગદાન આપનારા...

The post ગુજરાત સરકારે જાહેર કરી વર્ષ 2025ની ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની યાદી, 30 શિક્ષકોનો સન્માન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાંધીનગર: ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને બિરદાવવા માટે વર્ષ 2025ના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની જાહેરાત કરી છે. આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 30 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના 15 અને માધ્યમિક શિક્ષણ વિભાગના 15 શિક્ષકોનો સમાવેશ થાય છે.

દર વર્ષે રાજ્ય સરકાર આ પુરસ્કાર શિક્ષણ ક્ષેત્રે પ્રેરક યોગદાન આપનારા શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે એનાયત કરે છે. આ વર્ષે પણ જિલ્લા કક્ષાની સમિતિઓ દ્વારા ભલામણ બાદ રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા અંતિમ યાદી તૈયાર કરવામાં આવી છે. આ સન્માનથી શિક્ષકોમાં ઉત્સાહ વધશે અને શિક્ષણની ગુણવત્તા સુધારવામાં પ્રેરણા મળશે.

શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે પસંદ થયેલા શિક્ષકોના નામ અને પારિતોષિક એનાયત કાર્યક્રમની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

 

The post ગુજરાત સરકારે જાહેર કરી વર્ષ 2025ની ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની યાદી, 30 શિક્ષકોનો સન્માન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/best-teacher-award-gujarat-2025-announcement/feed/ 0