Gujarat floods Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-floods/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 08 Sep 2025 13:59:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat floods Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-floods/ 32 32 ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106% વરસાદ, 8357 લોકોને કરાયું સ્થળાંતર https://www.gujaratinside.com/2025/09/08/gujarat-monsoon-2025-heavy-rain-evacuation/ https://www.gujaratinside.com/2025/09/08/gujarat-monsoon-2025-heavy-rain-evacuation/#respond Mon, 08 Sep 2025 13:50:27 +0000 https://www.gujaratinside.com/?p=18781 ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરાયેલા ચોમાસુ-2025 રિપોર્ટ અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 943 મિ.મી. એટલે કે 106 ટકા વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નદી-નાળા અને ડેમોમાં પાણી છલકાતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જીવનવ્યવહાર ખોરવાઈ ગયો છે. રાજ્યના કુલ 392 રસ્તાઓ...

The post ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106% વરસાદ, 8357 લોકોને કરાયું સ્થળાંતર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરાયેલા ચોમાસુ-2025 રિપોર્ટ અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 943 મિ.મી. એટલે કે 106 ટકા વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નદી-નાળા અને ડેમોમાં પાણી છલકાતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જીવનવ્યવહાર ખોરવાઈ ગયો છે. રાજ્યના કુલ 392 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે.

વરસાદના આંકડા મુજબ, રાજ્યના 24 તાલુકામાં 251થી 500 મિ.મી., 143 તાલુકામાં 501થી 1000 મિ.મી. અને 84 તાલુકામાં 1000 મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જ 222 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

 સૌથી વધારે વરસાદ નોંધાયો:

  • કચ્છના લખપત (5.12 ઇંચ)
  • રાપર (4.72 ઇંચ)
  • બનાસકાંઠાના ભાભર (4.29 ઇંચ)
  • કચ્છના ભચાઉ (4.13 ઇંચ)
  • નખત્રાણા (3.58 ઇંચ)

ગુજરાતના 206 ડેમમાંથી 132 ડેમને હાઇ એલર્ટ, 19ને એલર્ટ અને 14ને વોર્નિંગ ઝોનમાં રાખવામાં આવ્યા છે. હાલ 101 જેટલાં ડેમ 100 ટકા ભરાયા છે, જ્યારે 64 ડેમ 70થી 100 ટકા સુધી ભરાયા છે. નર્મદા ડેમની સ્થિતિ 91 ટકા ક્ષમતા સુધી પહોંચી છે.

મોટા પાયે પડેલા આ વરસાદને કારણે રાજ્યમાં 1 જૂનથી 8 સપ્ટેમ્બર, 2025 સુધીમાં કુલ 8357 લોકોને સ્થળાંતર કરાયા છે, જ્યારે આપત્તિજનક પરિસ્થિતિમાં 1154 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

The post ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106% વરસાદ, 8357 લોકોને કરાયું સ્થળાંતર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/gujarat-monsoon-2025-heavy-rain-evacuation/feed/ 0
મહીસાગર: અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટના, 5 કર્મચારીઓ હજુ લાપતા, શોધખોળ અભિયાન ચાલુ https://www.gujaratinside.com/2025/09/05/mahisagar-ajanta-hydro-power-project-accident-workers-missing/ https://www.gujaratinside.com/2025/09/05/mahisagar-ajanta-hydro-power-project-accident-workers-missing/#respond Fri, 05 Sep 2025 10:50:29 +0000 https://www.gujaratinside.com/?p=18466 મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ઉપરવાસના ભારે વરસાદને કારણે 3 લાખ ક્યુસેક પાણી છોડાતા અંજતા પ્રાઈવેટ લિમિટેડ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ખાતે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. તાત્રોલી નજીક આવેલા પ્લાન્ટમાં પાણીનો પ્રવાહ એકાએક વધી જતાં 200 ફૂટ નીચે કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ પાણીમાં તણાઈ ગયા. 24 કલાકથી વધુ સમય વિત્યા છતાં કોઈ પત્તો લાગ્યો નથી. NDRF,...

The post મહીસાગર: અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટના, 5 કર્મચારીઓ હજુ લાપતા, શોધખોળ અભિયાન ચાલુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ઉપરવાસના ભારે વરસાદને કારણે 3 લાખ ક્યુસેક પાણી છોડાતા અંજતા પ્રાઈવેટ લિમિટેડ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ખાતે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. તાત્રોલી નજીક આવેલા પ્લાન્ટમાં પાણીનો પ્રવાહ એકાએક વધી જતાં 200 ફૂટ નીચે કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ પાણીમાં તણાઈ ગયા. 24 કલાકથી વધુ સમય વિત્યા છતાં કોઈ પત્તો લાગ્યો નથી.

NDRF, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે. હાઈડ્રો પાવરમાં ભરાયેલા પાણીને પંપોથી ખાલી કરવાની કામગીરી પણ ચાલી રહી છે. ગુમ થયેલા કર્મચારીઓના પરિવારજનોમાં ભારે આક્રંદ અને ચિંતા ફેલાઈ છે.

બચી ગયેલા એક કર્મચારીએ જણાવ્યું કે, બપોરે 3 વાગ્યે અચાનક બ્લાસ્ટ થયો અને પાણીનો પ્રવાહ એટલી ઝડપથી અંદર ઘૂસી ગયો કે 15 જેટલા કામદારોમાંથી માત્ર 10 લોકો જ બહાર આવી શક્યા. પાંચ લોકો પાણીમાં તણાઈ ગયા.

ગુમ થયેલા કર્મચારીઓમાં દોલતપુરા, દવાલીયા, ઓકલીયા અને ગોધરાના રહીશોનો સમાવેશ થાય છે. તેમની શોધ માટે અદ્યતન ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ’નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે 200 મીટર ઊંડે જઈ શકે છે અને 100 કિલો સુધીનો વજન બહાર લાવી શકે છે.

કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે, પાણી છોડાયા હોવા છતાં કંપનીના અધિકારીઓએ તેમને અંદર કામ કરવા દીધા હતા. આ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના સાથે સંકળાયેલા જયસુખ પટેલનો હોવાનું પણ ખુલાસો થયો છે. ઘટનાની તપાસ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલી રહી છે.

 

The post મહીસાગર: અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટના, 5 કર્મચારીઓ હજુ લાપતા, શોધખોળ અભિયાન ચાલુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/mahisagar-ajanta-hydro-power-project-accident-workers-missing/feed/ 0