ભારે વરસાદ અને પૂરના કારણે અનેક રાજ્યોમાં પરિસ્થિતિ વિકટ બની છે, ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને માતા વૈષ્ણોદેવી મંદિર ખાતે થયેલા ભૂસ્ખલનમાં અનેક લોકોના મોત થયા હતા. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ચોમાસું આ વર્ષે 15...
Tag: Gujarat Monsoon
કચ્છનું હમીરસર તળાવ છલકાયું: ભુજ શહેરમાં કચેરીઓ અને શાળાઓને જાહેર રજા
કચ્છ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી-નાળા અને ડેમોમાં પાણી છલકાયું છે. ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવ આજે (8 સપ્ટેમ્બર, 2025) સાંજે 6:30 વાગ્યે ઓવરફ્લો થયું છે. તળાવ છલકાવાની પ્રાચીન પરંપરા અનુસાર, આવતીકાલે મંગળવાર (9 સપ્ટેમ્બર)ના રોજ ભુજ શહેરની તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં એક દિવસ માટે સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે. આ અંગે...
નવરાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેવાની સંભાવના, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી
અમદાવાદ: ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છેલ્લા ચાર વર્ષથી ચોમાસુ મોડું વિદાય લેતો આવી રહ્યો છે. આ વર્ષે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને હવામાન વિભાગે આગાહી કરી છે કે નવરાત્રિ દરમિયાન પણ ચોમાસું સક્રિય રહેવાની સંભાવના છે. આજ (6 સપ્ટેમ્બર) સુધી ગુજરાતમાં મૌસમનો સરેરાશ 96 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 101 ટકા,...
ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, વલસાડમાં સર્વાધિક 78 ઈંચ વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું બરાબર જામ્યું છે. અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે જ્યારે કુલ 167 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ થયો છે. જિલ્લામાંથી સૌથી વધુ વરસાદ વલસાડમાં 77.50 ઈંચ, ડાંગમાં 64.33 ઈંચ અને નવસારીમાં 59.05 ઈંચ નોંધાયો છે. ખાસ...
ગિરનાર પર્વત પર 3 ઇંચ વરસાદ, દામોદર કુંડમાં ઘોડાપૂરથી યાત્રાળુઓનો પ્રવેશ બંધ
જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ગિરનાર અને દાતાર પર્વત પર પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ગિરનાર પર્વત પર માત્ર બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડતાં દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. આજે અમાસના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો પિતૃતર્પણ માટે દામોદર કુંડ ખાતે પહોંચ્યા હતા, પરંતુ સલામતીને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રએ દામોદર કુંડ,...
અંબાલાલ પટેલની આગાહી: આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ
ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, આગામી 48 કલાક રાજ્ય માટે ભારે સાબિત થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું જોર વધશે, જેના કારણે કેટલીક જગ્યાએ વિનાશક પરિસ્થિતિ સર્જાઈ શકે છે. દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવનની સંભાવના...
સાવરકુંડલા, ખાંભા અને જાફરાબાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં છવાઈ ખુશીની લહેર
અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મેહેરબાન થયા છે. અસહ્ય ગરમી અને બફારાને કારણે પરેશાન થયેલા લોકો માટે વરસાદે રાહતનો શ્વાસ લાવ્યો છે. સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ખાંભા શહેર તેમજ ગીરના ગામડાઓમાં પણ મેઘરાજા ખૂશખુશાલ થયા છે. ખાંભા, ડેડાણ, માલેકનેસ, રાણીગપરા, દાઢીયાળી, ચતુરી...
અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી! અખબારનગર સહિત અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ, વાહનચાલકો મુશ્કેલીમાં
અમદાવાદમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમરોળ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અખબારનગર અંડરપાસ સહિત ઘણા અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં તંત્ર દ્વારા તે બંધ કરવાની ફરજ પડી છે. મીઠાખળી અંડરપાસમાં પણ સમાન પરિસ્થિતિ સર્જાતા તે પણ બંધ કરવામાં આવ્યો છે. આ કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે....
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બે જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરીથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે તાજા અપડેટમાં જણાવ્યું છે કે સાંજે 4 વાગ્યા સુધી ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી આગાહી...
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ: SG હાઈવે પર ટ્રાફિક જામ
રાજ્યમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. આજે સાંજે અમદાવાદમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો અને કાળા વાદળો છવાઈ ગયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. આ વરસાદથી ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી. જોકે, ઓફિસ ટાઈમ દરમિયાન શરૂ થયેલા વરસાદને કારણે SG હાઈવે પર વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો...








