Gujarat Monsoon Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-monsoon/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 23 Sep 2025 04:56:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat Monsoon Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-monsoon/ 32 32 દશેરા સુધી ચોમાસું યથાવત્, અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી https://www.gujaratinside.com/2025/09/23/monsoon-to-continue-till-october-15-heavy-rain-forecast/ https://www.gujaratinside.com/2025/09/23/monsoon-to-continue-till-october-15-heavy-rain-forecast/#respond Tue, 23 Sep 2025 04:56:21 +0000 https://www.gujaratinside.com/?p=19899 ભારે વરસાદ અને પૂરના કારણે અનેક રાજ્યોમાં પરિસ્થિતિ વિકટ બની છે, ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને માતા વૈષ્ણોદેવી મંદિર ખાતે થયેલા ભૂસ્ખલનમાં અનેક લોકોના મોત થયા હતા. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ચોમાસું આ વર્ષે 15...

The post દશેરા સુધી ચોમાસું યથાવત્, અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારે વરસાદ અને પૂરના કારણે અનેક રાજ્યોમાં પરિસ્થિતિ વિકટ બની છે, ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને માતા વૈષ્ણોદેવી મંદિર ખાતે થયેલા ભૂસ્ખલનમાં અનેક લોકોના મોત થયા હતા.

હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ચોમાસું આ વર્ષે 15 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે અને પાછું હટતી વખતે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થશે.

23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન ઓડિશામાં, 24 થી 27 સપ્ટેમ્બર દરમિયાન ઝારખંડમાં તેમજ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે.

ઉત્તરપૂર્વ ભારતના વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ મધ્યપ્રદેશ, બિહાર, ગંગા પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, વિદર્ભ અને આંદામાન-નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજની શક્યતા છે.

પૂર્વ ભારતમાં આગામી પાંચ દિવસ દરમિયાન વાવાઝોડા તથા જોરદાર પવન ફૂંકાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

 

The post દશેરા સુધી ચોમાસું યથાવત્, અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/23/monsoon-to-continue-till-october-15-heavy-rain-forecast/feed/ 0
કચ્છનું હમીરસર તળાવ છલકાયું: ભુજ શહેરમાં કચેરીઓ અને શાળાઓને જાહેર રજા https://www.gujaratinside.com/2025/09/08/hamirsar-lake-overflow-bhuj-local-holiday/ https://www.gujaratinside.com/2025/09/08/hamirsar-lake-overflow-bhuj-local-holiday/#respond Mon, 08 Sep 2025 16:45:38 +0000 https://www.gujaratinside.com/?p=18820 કચ્છ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી-નાળા અને ડેમોમાં પાણી છલકાયું છે. ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવ આજે (8 સપ્ટેમ્બર, 2025) સાંજે 6:30 વાગ્યે ઓવરફ્લો થયું છે. તળાવ છલકાવાની પ્રાચીન પરંપરા અનુસાર, આવતીકાલે મંગળવાર (9 સપ્ટેમ્બર)ના રોજ ભુજ શહેરની તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં એક દિવસ માટે સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે. આ અંગે...

The post કચ્છનું હમીરસર તળાવ છલકાયું: ભુજ શહેરમાં કચેરીઓ અને શાળાઓને જાહેર રજા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કચ્છ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી-નાળા અને ડેમોમાં પાણી છલકાયું છે. ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવ આજે (8 સપ્ટેમ્બર, 2025) સાંજે 6:30 વાગ્યે ઓવરફ્લો થયું છે. તળાવ છલકાવાની પ્રાચીન પરંપરા અનુસાર, આવતીકાલે મંગળવાર (9 સપ્ટેમ્બર)ના રોજ ભુજ શહેરની તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં એક દિવસ માટે સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેક્ટરે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે.

કચ્છમાં લાંબા સમયથી ચાલતી આવી લોકપરંપરા મુજબ, હમીરસર તળાવ છલકાય ત્યારે સ્થાનિકો ઢોલ-નગારા સાથે વરુણદેવના આશીર્વાદ બદલ વધામણાં કરે છે.

ઇતિહાસ મુજબ, આ પરંપરાનો આરંભ રાજાશાહી સમયમાં થયો હતો, જ્યારે સ્વાતંત્ર્ય પછી 1953થી પાલિકા પ્રમુખના હસ્તે તળાવના વધામણાં કરવાની પ્રથા શરૂ થઈ.

1953થી આજદિન સુધી હમીરસર તળાવ કુલ 29 વખત છલકાયું છે. ઇતિહાસકાર જોરાવરસિંહ જાદવના ‘ગુજરાતના લોકઉત્સવો’ પુસ્તક અનુસાર, તળાવ છલકાય ત્યારે કચ્છીઓમાં આનંદની લાગણી પ્રસરે છે.

લોકો એકબીજાને ભેટીને ખુશી વ્યક્ત કરે છે અને પરંપરા મુજબ ઘરોમાં ‘મેઘલાડુ’ બનાવવામાં આવે છે. પૂર્વે રાજવી પરિવારે નવા નીરને નાળિયેર અને મીઠાઈથી વધાવવાની પ્રથા શરૂ કરી હતી, જે આજે પણ કચ્છીઓમાં ઉત્સવરૂપે ઉજવાય છે.

 

The post કચ્છનું હમીરસર તળાવ છલકાયું: ભુજ શહેરમાં કચેરીઓ અને શાળાઓને જાહેર રજા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/hamirsar-lake-overflow-bhuj-local-holiday/feed/ 0
નવરાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેવાની સંભાવના, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી https://www.gujaratinside.com/2025/09/06/gujarat-rain-continues-during-navratri-2025/ https://www.gujaratinside.com/2025/09/06/gujarat-rain-continues-during-navratri-2025/#respond Sat, 06 Sep 2025 12:15:39 +0000 https://www.gujaratinside.com/?p=18580 અમદાવાદ: ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છેલ્લા ચાર વર્ષથી ચોમાસુ મોડું વિદાય લેતો આવી રહ્યો છે. આ વર્ષે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને હવામાન વિભાગે આગાહી કરી છે કે નવરાત્રિ દરમિયાન પણ ચોમાસું સક્રિય રહેવાની સંભાવના છે. આજ (6 સપ્ટેમ્બર) સુધી ગુજરાતમાં મૌસમનો સરેરાશ 96 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 101 ટકા,...

The post નવરાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેવાની સંભાવના, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છેલ્લા ચાર વર્ષથી ચોમાસુ મોડું વિદાય લેતો આવી રહ્યો છે. આ વર્ષે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને હવામાન વિભાગે આગાહી કરી છે કે નવરાત્રિ દરમિયાન પણ ચોમાસું સક્રિય રહેવાની સંભાવના છે.

આજ (6 સપ્ટેમ્બર) સુધી ગુજરાતમાં મૌસમનો સરેરાશ 96 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 101 ટકા, સૌરાષ્ટ્રમાં 87 ટકા અને કચ્છમાં 88 ટકા વરસાદ નોંધાયો છે. કેટલાક તાલુકાઓમાં તો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને યલો-ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યા છે.

વિશેષતા એ છે કે નવરાત્રિ 2025ની શરૂઆત 22 સપ્ટેમ્બરે થશે, અને હવામાન વિભાગના અનુમાન અનુસાર ચોમાસુ નવરાત્રિના દિવસોમાં પણ સક્રિય રહેશે. ચોમાસાની વિદાય ગાંધીજયંતિ આસપાસ થવાની શક્યતા છે. વર્ષ 2020 થી 2024 દરમિયાન પણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસું વિદાય લેવા મોડું થયું છે.

હવામાન વિભાગ મુજબ, ચોમાસાની વિદાય માટેની સામાન્ય તારીખ રાજ્યના વિસ્તારો પ્રમાણે અલગ છે. રાજસ્થાનમાં 17 સપ્ટેમ્બર, કચ્છમાં 20 સપ્ટેમ્બર અને દક્ષિણ ગુજરાત અને વેરાવળ સહિતના વિસ્તારોમાં 30 સપ્ટેમ્બર. વર્ષ 2024માં ચોમાસું કચ્છમાંથી 23 સપ્ટેમ્બરે શરૂ થયું અને સમગ્ર ગુજરાતમાં 5 ઓક્ટોબરે વિદાય લીધી હતી. આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

 

The post નવરાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેવાની સંભાવના, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/gujarat-rain-continues-during-navratri-2025/feed/ 0
ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, વલસાડમાં સર્વાધિક 78 ઈંચ વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ https://www.gujaratinside.com/2025/08/24/gujarat-monsoon-80-percent-rainfall-valsad-78-inch-heavy-rain-alert/ https://www.gujaratinside.com/2025/08/24/gujarat-monsoon-80-percent-rainfall-valsad-78-inch-heavy-rain-alert/#respond Sun, 24 Aug 2025 04:39:14 +0000 https://www.gujaratinside.com/?p=17120 ગુજરાતમાં આ વર્ષે ચોમાસું બરાબર જામ્યું છે. અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે જ્યારે કુલ 167 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ થયો છે. જિલ્લામાંથી સૌથી વધુ વરસાદ વલસાડમાં 77.50 ઈંચ, ડાંગમાં 64.33 ઈંચ અને નવસારીમાં 59.05 ઈંચ નોંધાયો છે. ખાસ...

The post ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, વલસાડમાં સર્વાધિક 78 ઈંચ વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું બરાબર જામ્યું છે. અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે જ્યારે કુલ 167 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ થયો છે. જિલ્લામાંથી સૌથી વધુ વરસાદ વલસાડમાં 77.50 ઈંચ, ડાંગમાં 64.33 ઈંચ અને નવસારીમાં 59.05 ઈંચ નોંધાયો છે. ખાસ કરીને વલસાડના કપરાડા તાલુકામાં સર્વાધિક 101.37 ઈંચ વરસાદ પડ્યો છે. તાપીના ડોલવણ, વલસાડના વાપી અને નવસારીના ખેરગામમાં પણ 80 ઈંચથી વધુ વરસાદ થયો છે.

હાલમાં ગુજરાતના 42 તાલુકામાં સિઝનનો 100 ટકા વરસાદ પૂરાઈ ગયો છે, પરંતુ કેટલાક તાલુકામાં હજુ પણ 60 ટકાથી ઓછો વરસાદ છે. જેમાં કચ્છના રાપર, મહેસાણાના બેચરાજી, પાટણના ચાણસ્મા, હારીજ, શંખેશ્વર, સાંતલપુર, સમી અને રાધનપુર સહિત અનેક તાલુકાનો સમાવેશ થાય છે.

જળાશયોની સ્થિતિ જોતા હાલ 59 જળાશયો છલોછલ ભરાયા છે, 71માં 70 થી 100 ટકા, 31માં 50 થી 70 ટકા, 26માં 25 થી 50 ટકા અને 19 જળાશયો 25 ટકાથી પણ ઓછા સ્તરે છે.

શનિવારે રાજ્યના 207 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં વલસાડના ધરમપુરમાં 4.25 ઈંચ, જૂનાગઢના ભેસાણમાં 4 ઈંચ અને પારડીમાં 3.54 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત તાપીના વ્યારા-સોનગઢ અને નર્મદાના ગરૂડેશ્વર તથા નાંદોદમાં 3 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ અનુસાર આજે રવિવારે (24મી ઓગસ્ટ) ભારે થી અતિ ભારે વરસાદની આગાહી સાથે સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અરવલ્લી, મહીસાગર, ડાંગ, તાપી, જૂનાગઢ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

 

The post ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, વલસાડમાં સર્વાધિક 78 ઈંચ વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/gujarat-monsoon-80-percent-rainfall-valsad-78-inch-heavy-rain-alert/feed/ 0
ગિરનાર પર્વત પર 3 ઇંચ વરસાદ, દામોદર કુંડમાં ઘોડાપૂરથી યાત્રાળુઓનો પ્રવેશ બંધ https://www.gujaratinside.com/2025/08/23/junagadh-girnar-heavy-rain-damodar-kund-flood/ https://www.gujaratinside.com/2025/08/23/junagadh-girnar-heavy-rain-damodar-kund-flood/#respond Sat, 23 Aug 2025 11:07:17 +0000 https://www.gujaratinside.com/?p=17042 જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ગિરનાર અને દાતાર પર્વત પર પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ગિરનાર પર્વત પર માત્ર બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડતાં દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. આજે અમાસના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો પિતૃતર્પણ માટે દામોદર કુંડ ખાતે પહોંચ્યા હતા, પરંતુ સલામતીને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રએ દામોદર કુંડ,...

The post ગિરનાર પર્વત પર 3 ઇંચ વરસાદ, દામોદર કુંડમાં ઘોડાપૂરથી યાત્રાળુઓનો પ્રવેશ બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ગિરનાર અને દાતાર પર્વત પર પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ગિરનાર પર્વત પર માત્ર બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડતાં દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. આજે અમાસના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો પિતૃતર્પણ માટે દામોદર કુંડ ખાતે પહોંચ્યા હતા, પરંતુ સલામતીને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રએ દામોદર કુંડ, જટાશંકર અને વિલિંગડન ડેમ પર યાત્રાળુઓના પ્રવેશ પર તાત્કાલિક રોક લગાવી છે.

પોલીસ દ્વારા દામોદર કુંડ પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જ્યારે પાણીનું સ્તર ઘટશે અને પરિસ્થિતિ સામાન્ય બનશે, ત્યારે જ યાત્રાળુઓને પ્રવેશ આપવામાં આવશે. ભારે વરસાદને કારણે જુનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તંત્રએ લોકોને સાવચેત રહેવા તેમજ નદી-નાળા અને જોખમી સ્થળોથી દૂર રહેવા અપીલ કરી છે.

 

The post ગિરનાર પર્વત પર 3 ઇંચ વરસાદ, દામોદર કુંડમાં ઘોડાપૂરથી યાત્રાળુઓનો પ્રવેશ બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/junagadh-girnar-heavy-rain-damodar-kund-flood/feed/ 0
અંબાલાલ પટેલની આગાહી: આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ https://www.gujaratinside.com/2025/08/20/ambalal-patel-heavy-rain-forecast-gujarat-48-hours/ https://www.gujaratinside.com/2025/08/20/ambalal-patel-heavy-rain-forecast-gujarat-48-hours/#respond Wed, 20 Aug 2025 12:03:41 +0000 https://www.gujaratinside.com/?p=16794 ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, આગામી 48 કલાક રાજ્ય માટે ભારે સાબિત થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું જોર વધશે, જેના કારણે કેટલીક જગ્યાએ વિનાશક પરિસ્થિતિ સર્જાઈ શકે છે. દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવનની સંભાવના...

The post અંબાલાલ પટેલની આગાહી: આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, આગામી 48 કલાક રાજ્ય માટે ભારે સાબિત થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું જોર વધશે, જેના કારણે કેટલીક જગ્યાએ વિનાશક પરિસ્થિતિ સર્જાઈ શકે છે. દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવનની સંભાવના છે, જેના કારણે માછીમારોને સાવચેતી રાખવાની ચેતવણી આપવામાં આવી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે, જ્યારે ખેડૂતોને આ વરસાદથી રાહત મળી શકે છે.

તહેવારો દરમ્યાન પણ વરસાદ યથાવત રહેશે. ગણેશ ચતુર્થી અને પર્યુષણ દરમ્યાન વરસાદ ચાલુ રહેશે, સાથે જ 30 ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આ વરસાદથી નર્મદા નદી બે કાંઠે થશે અને સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવાની શક્યતા છે, જે રાજ્ય માટે સારા સમાચાર છે.

 

The post અંબાલાલ પટેલની આગાહી: આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/ambalal-patel-heavy-rain-forecast-gujarat-48-hours/feed/ 0
સાવરકુંડલા, ખાંભા અને જાફરાબાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં છવાઈ ખુશીની લહેર https://www.gujaratinside.com/2025/08/18/amreli-heavy-rain-savarkundla-khamba-jafrabad/ https://www.gujaratinside.com/2025/08/18/amreli-heavy-rain-savarkundla-khamba-jafrabad/#respond Mon, 18 Aug 2025 15:04:17 +0000 https://www.gujaratinside.com/?p=16619 અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મેહેરબાન થયા છે. અસહ્ય ગરમી અને બફારાને કારણે પરેશાન થયેલા લોકો માટે વરસાદે રાહતનો શ્વાસ લાવ્યો છે. સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ખાંભા શહેર તેમજ ગીરના ગામડાઓમાં પણ મેઘરાજા ખૂશખુશાલ થયા છે. ખાંભા, ડેડાણ, માલેકનેસ, રાણીગપરા, દાઢીયાળી, ચતુરી...

The post સાવરકુંડલા, ખાંભા અને જાફરાબાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં છવાઈ ખુશીની લહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મેહેરબાન થયા છે. અસહ્ય ગરમી અને બફારાને કારણે પરેશાન થયેલા લોકો માટે વરસાદે રાહતનો શ્વાસ લાવ્યો છે. સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ખાંભા શહેર તેમજ ગીરના ગામડાઓમાં પણ મેઘરાજા ખૂશખુશાલ થયા છે. ખાંભા, ડેડાણ, માલેકનેસ, રાણીગપરા, દાઢીયાળી, ચતુરી અને ભાવરડી સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે, કારણ કે પાકને જીવદાન મળ્યું છે.

સાવરકુંડલા અને ખાંભા બાદ જાફરાબાદ પંથકમાં પણ વરસાદી ઝાપટાં શરૂ થયા છે. જાફરાબાદના લોર, ફાચરીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા લોર ગામની શેરીઓમાં નદીઓ માફક પાણી વહેતા જોવા મળ્યાં. સતત વરસાદના કારણે ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે આ વરસાદ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને આશા છે કે આ સિઝન ખેડૂતો માટે શુભ સાબિત થશે.

 

The post સાવરકુંડલા, ખાંભા અને જાફરાબાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં છવાઈ ખુશીની લહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/amreli-heavy-rain-savarkundla-khamba-jafrabad/feed/ 0
અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી! અખબારનગર સહિત અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ, વાહનચાલકો મુશ્કેલીમાં https://www.gujaratinside.com/2025/08/16/ahmedabad-heavy-rain-underpass-closed-waterlogging/ https://www.gujaratinside.com/2025/08/16/ahmedabad-heavy-rain-underpass-closed-waterlogging/#respond Sat, 16 Aug 2025 09:34:38 +0000 https://www.gujaratinside.com/?p=16432 અમદાવાદમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમરોળ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અખબારનગર અંડરપાસ સહિત ઘણા અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં તંત્ર દ્વારા તે બંધ કરવાની ફરજ પડી છે. મીઠાખળી અંડરપાસમાં પણ સમાન પરિસ્થિતિ સર્જાતા તે પણ બંધ કરવામાં આવ્યો છે. આ કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે....

The post અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી! અખબારનગર સહિત અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ, વાહનચાલકો મુશ્કેલીમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમરોળ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અખબારનગર અંડરપાસ સહિત ઘણા અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં તંત્ર દ્વારા તે બંધ કરવાની ફરજ પડી છે. મીઠાખળી અંડરપાસમાં પણ સમાન પરિસ્થિતિ સર્જાતા તે પણ બંધ કરવામાં આવ્યો છે. આ કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વેજલપુરની સોસાયટીમાં પાણી ભરાયા
વેજલપુરના શ્રીનંદનનગર સોસાયટીમાં પાણી ભરાયા છે. સામાન્ય વરસાદ છતાં ડ્રેનેજ લાઈનો ઓવરફ્લો થઈ રહી છે અને ગટરના ઢાંકણમાંથી પાણી બહાર આવી રહ્યું છે. આ સમસ્યા છેલ્લા 20 વર્ષથી યથાવત છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે. પ્રી-મોન્સૂન કામગીરી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં સમસ્યા હલ થઈ નથી.

વાહનચાલકોને ભારે મુશ્કેલી
પાણી ભરાવાને કારણે અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા છે, જેના કારણે લોકોને વાહનો છોડીને પગપાળા જવું પડી રહ્યું છે. અંડરપાસ બંધ થતાં ટ્રાફિક ડાયવર્ટ કરવો પડ્યો છે. આજે જન્માષ્ટમીના તહેવાર હોવા છતાં ભારે વરસાદને કારણે નાગરિકોને મુશ્કેલીમાં મુકાવું પડ્યું છે. આ પરિસ્થિતિએ AMCની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આ મામલે AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવાંગ દાણીનો પ્રતિભાવ પણ લેવામાં આવ્યો છે.

 

The post અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી! અખબારનગર સહિત અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ, વાહનચાલકો મુશ્કેલીમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/ahmedabad-heavy-rain-underpass-closed-waterlogging/feed/ 0
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બે જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ https://www.gujaratinside.com/2025/08/16/gujarat-heavy-rainfall-alert-imd-update/ https://www.gujaratinside.com/2025/08/16/gujarat-heavy-rainfall-alert-imd-update/#respond Sat, 16 Aug 2025 09:20:37 +0000 https://www.gujaratinside.com/?p=16429 ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરીથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે તાજા અપડેટમાં જણાવ્યું છે કે સાંજે 4 વાગ્યા સુધી ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી આગાહી...

The post ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બે જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરીથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે તાજા અપડેટમાં જણાવ્યું છે કે સાંજે 4 વાગ્યા સુધી ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે.

આગામી આગાહી
હવામાન વિભાગ મુજબ, શનિવાર (16 ઓગસ્ટ)ના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. રવિવાર (17 ઓગસ્ટ)એ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડશે.

બે જિલ્લામાં રેડ એલર્ટ
સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે.

યેલો એલર્ટ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં
ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં સાંજ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

ઓરેન્જ એલર્ટ બાકીના વિસ્તારોમાં
ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર છે, જે મુજબ સાંજ સુધી મધ્યમથી ભારે છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

વરસાદના આંકડા
સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી અમદાવાદમાં 1.22 ઈંચ, ગાંધીનગરમાં 0.94 ઈંચ, સુરતમાં 0.43 ઈંચ, છોટા ઉદેપુરમાં 0.39 ઈંચ અને નર્મદા જિલ્લામાં 0.35 ઈંચ વરસાદ નોંધાયો. અન્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની નોંધ થઈ છે.

 

 

The post ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બે જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/gujarat-heavy-rainfall-alert-imd-update/feed/ 0
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ: SG હાઈવે પર ટ્રાફિક જામ https://www.gujaratinside.com/2025/08/15/ahmedabad-heavy-rain-sg-highway-traffic/ https://www.gujaratinside.com/2025/08/15/ahmedabad-heavy-rain-sg-highway-traffic/#respond Fri, 15 Aug 2025 14:44:53 +0000 https://www.gujaratinside.com/?p=16397 રાજ્યમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. આજે સાંજે અમદાવાદમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો અને કાળા વાદળો છવાઈ ગયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. આ વરસાદથી ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી. જોકે, ઓફિસ ટાઈમ દરમિયાન શરૂ થયેલા વરસાદને કારણે SG હાઈવે પર વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો...

The post અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ: SG હાઈવે પર ટ્રાફિક જામ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજ્યમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. આજે સાંજે અમદાવાદમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો અને કાળા વાદળો છવાઈ ગયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. આ વરસાદથી ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી. જોકે, ઓફિસ ટાઈમ દરમિયાન શરૂ થયેલા વરસાદને કારણે SG હાઈવે પર વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો.

વરસાદ દરમિયાન બોપલ, સરખેજ, વેજલપુર, પ્રહલાદનગર, મકરબા, થલતેજ, સેટેલાઈટ, પાકવાન ચાર રસ્તા અને ઘુમા સહિત SG હાઈવેના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અનેક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા.
અમદાવાદમાં આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ 17 ઈંચ સાથે ચોમાસાના કુલ વરસાદનું 62 ટકા પ્રમાણ પૂરું થયું છે.

શહેરમાં સરેરાશ 21.40 ઈંચ વરસાદ નોંધાયો છે, જે ગયા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. ગયા વર્ષે આ સમયગાળા સુધીમાં માત્ર 15 ટકા વરસાદ પડ્યો હતો.

 

 

The post અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ: SG હાઈવે પર ટ્રાફિક જામ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/ahmedabad-heavy-rain-sg-highway-traffic/feed/ 0