સુરતમાં સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના રામનગર વિસ્તારમાં આવેલું પાકિસ્તાન મોહલ્લા તરીકે ઓળખાતું મહોલ્લાનું નામ હવે હિન્દુસ્તાની મહોલ્લો કરવામાં આવ્યું છે. ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોના આધાર કાર્ડમાં પાકિસ્તાન મોહલ્લાનું નામ લખાતું હતું, જેને કારણે તેઓને અસહજતા અનુભવાતી હતી. હકીકતમાં, સુરત પાલિકાએ વર્ષ 2018માં જ આ નામ બદલવાનો ઠરાવ કર્યો...
Tag: #GujaratNews
ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઇકોર્ટ સરકારની કામગીરી સામે નારાજગી દર્શાવી, ઍડ્વોકેટ જનરલે માફી માગી
વડોદરાના ગંભીરા બ્રિજ તૂટી પડવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને માર્ગ મકાન વિભાગની આકરી ઝાટકણી કાઢી છે. વધુ એક પુલ તૂટવાની ઘટનાથી નારાજગી વ્યક્ત કરતાં હાઇકોર્ટે પુલના ઇન્સ્પેક્શનની કામગીરી પર ધારદાર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે માર્ગ અને મકાન વિભાગની કામગીરી મુદ્દે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હાઈકોર્ટે ખાસ કરીને ચોમાસા પહેલા અને પછી પુલનું...
33 વર્ષમાં કોંગ્રેસે ગુજરાતમાં બદલ્યા 12 પ્રદેશ પ્રમુખ
ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રદેશ પ્રમુખની પસંદગીની પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ ગઈ છે. પાર્ટીના હાઈકમાન્ડે ફરી એકવાર અમિત ચાવડાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદે નિમણૂક કરી છે. સાથે સાથે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને જાણીતા આદિવાસી નેતા તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. 33 વર્ષમાં બદલાયા 12 પ્રદેશ પ્રમુખ...
ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15ના કરૂણ મોત, તપાસ માટે છ સભ્યોની કમિટી રચાઈ, સર્ચ ઓપરેશન યથાવત
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા નદી પરનો બ્રિજ બુધવાર, 9 જુલાઈના રોજ તૂટી પડ્યો, જેના પગલે અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 15 મૃતદેહો મળ્યા છે, જ્યારે સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત્ છે. દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારે પગલાં લીધા છે અને માર્ગ અને મકાન વિભાગના 6 અધિકારીઓની ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી રચાઈ...
સી-પ્લેન બાદ હવે રિવરફ્રન્ટ ક્રૂઝ સેવા પણ મરણપથારીએ, સાડા ત્રણ કરોડનું નુકસાન; સરકારી બેદરકારી સામે ઉઠ્યા સવાલ
ગુજરાત સરકાર એક બાજુ ક્રૂઝ ભારત મિશન હેઠળ રાજ્યના દરિયાકાંઠે ક્રૂઝ ટુરિઝમને પ્રોત્સાહન આપવા પગલાં લઈ રહી છે, ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર શરૂ કરાયેલું ક્રૂઝ પ્રોજેક્ટ પણ હવે સી-પ્લેન જેવી દશા વેઠી રહ્યું છે. છેલ્લા અઢી મહિનાથી ક્રૂઝ સેવા બંધ છે અને હવે આ પ્રોજેક્ટ મરણપથારીએ છે. સાબરમતી નદીમાં ચલાવાયેલું ક્રૂઝ લાંબા સમયથી બંધ છે....
છેલ્લા 8 કલાકમાં ગુજરાતના 129 તાલુકામાં વરસાદ, તાપીના ડોલવણમાં સૌથી વધુ 5.2 ઈંચ વરસાદ
રાજ્યમાં મેઘરાજાએ વધુ એકવાર દસ્તક આપી છે. રવિવાર, 6 જુલાઈના રોજ સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 8 કલાકમાં, સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 129 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં નોંધાયો છે, જ્યાં 5.2 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરત...
દાહોદની સ્કૂલમાં 60 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તપાસ શરૂ
દાહોદ જિલ્લાના મંડોર લુખડિયામાં આવેલી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં સાંજના ભોજન બાદ 60 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સની મારફતે લીમખેડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ મામલે ફૂડ વિભાગ અને જિલ્લા તંત્રએ ભોજનના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે. સાંજના ભોજન બાદ વિધાર્થિનીઓને ઊલટી થવા...
ભાજપ MLAના દીકરાએ લીધો PM આવાસ યોજનાનો લાભ, RTIમાં થયો ખુલાસો
જામનગરના ધ્રોલના ધારાસભ્ય મેઘજી ચાવડાના દીકરાએ ગરીબોનો હક છીનવ્યો હોવાનો ખુલાસો થયો છે. ધારાસભ્યના દીકરાએ PM આવાસ યોજનામાં લાભ લીધો હોવાનો ખુલાસો થયો છે. એક જાગૃત નાગરિકે કરેલી RTIમાં આ વાતનો ઘટસ્ફોટ થયો છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં એક જાગૃત નાગરિકે RTI (માહિતીનો અધિકાર) હેઠળ માંગેલી માહિતીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. માહિતી મળ્યા અનુસાર, ધ્રોલ નગરપાલિકા...







