#GujaratNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujaratnews/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 14 Aug 2025 11:09:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #GujaratNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujaratnews/ 32 32 સુરતમાં પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મહોલ્લો, સ્થાનિકોમાં ખુશીના ભાવ https://www.gujaratinside.com/2025/08/14/surat-pakistani-mohalla-renamed-to-hindustani-mohalla/ https://www.gujaratinside.com/2025/08/14/surat-pakistani-mohalla-renamed-to-hindustani-mohalla/#respond Thu, 14 Aug 2025 11:09:02 +0000 https://www.gujaratinside.com/?p=16216 સુરતમાં સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના રામનગર વિસ્તારમાં આવેલું પાકિસ્તાન મોહલ્લા તરીકે ઓળખાતું મહોલ્લાનું નામ હવે હિન્દુસ્તાની મહોલ્લો કરવામાં આવ્યું છે. ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોના આધાર કાર્ડમાં પાકિસ્તાન મોહલ્લાનું નામ લખાતું હતું, જેને કારણે તેઓને અસહજતા અનુભવાતી હતી. હકીકતમાં, સુરત પાલિકાએ વર્ષ 2018માં જ આ નામ બદલવાનો ઠરાવ કર્યો...

The post સુરતમાં પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મહોલ્લો, સ્થાનિકોમાં ખુશીના ભાવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરતમાં સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના રામનગર વિસ્તારમાં આવેલું પાકિસ્તાન મોહલ્લા તરીકે ઓળખાતું મહોલ્લાનું નામ હવે હિન્દુસ્તાની મહોલ્લો કરવામાં આવ્યું છે. ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોના આધાર કાર્ડમાં પાકિસ્તાન મોહલ્લાનું નામ લખાતું હતું, જેને કારણે તેઓને અસહજતા અનુભવાતી હતી.

હકીકતમાં, સુરત પાલિકાએ વર્ષ 2018માં જ આ નામ બદલવાનો ઠરાવ કર્યો હતો, પરંતુ તેનો અમલ હવે કરવામાં આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદીના હાજરીમાં હિન્દુસ્તાની મહોલ્લાની તખ્તીનું અનાવરણ થયું, જેના કારણે રહેવાસીઓમાં ઉત્સાહ છવાયો.

ભારત-પાકિસ્તાન વચ્ચેના બગડતા સંબંધોને ધ્યાનમાં રાખીને આ નામકરણને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. અગાઉ લોકો પાકિસ્તાની મહોલ્લા નામને કારણે નારાજગી વ્યક્ત કરતા હતા. અંતે લાંબા સમય બાદ નામ બદલાતા રહેવાસીઓએ ખુશી વ્યક્ત કરી અને આશા વ્યક્ત કરી કે હવે આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોમાં પણ હિન્દુસ્તાની મહોલ્લો લખાશે.

ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે ભારતના ભાગલા પહેલા સિંધ પ્રદેશમાં રહેતા હિન્દુઓ પર અત્યાચાર થયા બાદ તેઓ સુરત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં વસ્યા હતા. તેમાંથી જ આ મહોલ્લા બન્યો હતો, જેને ત્યારે પાકિસ્તાની મહોલ્લો તરીકે ઓળખવામાં આવતો હતો. વર્ષ 2015થી ચર્ચા પછી 2018માં ઠરાવ થઈને નામકરણ થયું, પરંતુ અમલ હવે થયો છે. આ સાથે રહેવાસીઓ માટે સેવા સેતુ કાર્યક્રમમાં દસ્તાવેજોમાં નામ સુધારવા માટે સુવિધા આપવામાં આવશે.

 

The post સુરતમાં પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મહોલ્લો, સ્થાનિકોમાં ખુશીના ભાવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/surat-pakistani-mohalla-renamed-to-hindustani-mohalla/feed/ 0
ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઇકોર્ટ સરકારની કામગીરી સામે નારાજગી દર્શાવી, ઍડ્વોકેટ જનરલે માફી માગી https://www.gujaratinside.com/2025/07/18/high-court-expresses-displeasure-with-govts-action-on-gambhira-bridge-collapse-issue/ https://www.gujaratinside.com/2025/07/18/high-court-expresses-displeasure-with-govts-action-on-gambhira-bridge-collapse-issue/#respond Fri, 18 Jul 2025 16:10:13 +0000 https://www.gujaratinside.com/?p=14871 વડોદરાના ગંભીરા બ્રિજ તૂટી પડવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને માર્ગ મકાન વિભાગની આકરી ઝાટકણી કાઢી છે. વધુ એક પુલ તૂટવાની ઘટનાથી નારાજગી વ્યક્ત કરતાં હાઇકોર્ટે પુલના ઇન્સ્પેક્શનની કામગીરી પર ધારદાર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે માર્ગ અને મકાન વિભાગની કામગીરી મુદ્દે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હાઈકોર્ટે ખાસ કરીને ચોમાસા પહેલા અને પછી પુલનું...

The post ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઇકોર્ટ સરકારની કામગીરી સામે નારાજગી દર્શાવી, ઍડ્વોકેટ જનરલે માફી માગી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરાના ગંભીરા બ્રિજ તૂટી પડવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને માર્ગ મકાન વિભાગની આકરી ઝાટકણી કાઢી છે. વધુ એક પુલ તૂટવાની ઘટનાથી નારાજગી વ્યક્ત કરતાં હાઇકોર્ટે પુલના ઇન્સ્પેક્શનની કામગીરી પર ધારદાર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે માર્ગ અને મકાન વિભાગની કામગીરી મુદ્દે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હાઈકોર્ટે ખાસ કરીને ચોમાસા પહેલા અને પછી પુલનું ઈન્સ્પેક્શન કરવાનું હોવા છતાં આ દુર્ઘટના શા માટે ઘટી તે અંગે સવાલ કર્યો હતો.

વડોદરાના ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ

રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ માફી માંગી હતી. તેમણે કોર્ટને માહિતી આપી હતી કે હાલ તમામ સંબંધિત અધિકારીઓ પાસેથી તપાસ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. આ ઘટનાએ રાજ્યના માળખાકીય સુવિધાઓના નિરીક્ષણ અને જાળવણી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાઈકોર્ટની આ કડક ટિપ્પણી બાદ હવે સરકાર પર જવાબદારી અને પારદર્શિતા વધારવા દબાણ વધી ગયું છે.

મહત્ત્વનું છે કે મોરબી બ્રિજ દુર્ઘટનામાં મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવી છે, જે કેસની આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં આજે યોજાયેલી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલની બેન્ચમાં વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે પણ ચર્ચા થઈ હતી.

The post ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઇકોર્ટ સરકારની કામગીરી સામે નારાજગી દર્શાવી, ઍડ્વોકેટ જનરલે માફી માગી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/18/high-court-expresses-displeasure-with-govts-action-on-gambhira-bridge-collapse-issue/feed/ 0
33 વર્ષમાં કોંગ્રેસે ગુજરાતમાં બદલ્યા 12 પ્રદેશ પ્રમુખ https://www.gujaratinside.com/2025/07/17/congress-changed-12-state-presidents-in-gujarat-in-33-years/ https://www.gujaratinside.com/2025/07/17/congress-changed-12-state-presidents-in-gujarat-in-33-years/#respond Thu, 17 Jul 2025 15:47:12 +0000 https://www.gujaratinside.com/?p=14839 ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રદેશ પ્રમુખની પસંદગીની પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ ગઈ છે. પાર્ટીના હાઈકમાન્ડે ફરી એકવાર અમિત ચાવડાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદે નિમણૂક કરી છે. સાથે સાથે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને જાણીતા આદિવાસી નેતા તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. 33 વર્ષમાં બદલાયા 12 પ્રદેશ પ્રમુખ...

The post 33 વર્ષમાં કોંગ્રેસે ગુજરાતમાં બદલ્યા 12 પ્રદેશ પ્રમુખ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રદેશ પ્રમુખની પસંદગીની પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ ગઈ છે. પાર્ટીના હાઈકમાન્ડે ફરી એકવાર અમિત ચાવડાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદે નિમણૂક કરી છે.

સાથે સાથે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને જાણીતા આદિવાસી નેતા તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

33 વર્ષમાં બદલાયા 12 પ્રદેશ પ્રમુખ
શું તમે જાણો છો કે છેલ્લા ત્રણ દાયકા એટલે કે 33 વર્ષમાં ગુજરાત કોંગ્રેસે કુલ કેટલા પ્રદેશ પ્રમુખ બદલ્યા છે? તો જણાવી દઈએ કે વર્ષ 1992થી અત્યાર સુધી કુલ 12 પ્રદેશ અધ્યક્ષ બદલાયા છે.

પ્રદેશ પ્રમુખોની યાદી જુઓ:

  1. પ્રબોધ રાવલ – 1992-1997
  2. સીડી પટેલ – 1997-2001
  3. અમરસિંહ ચૌધરી – 2001-2002
  4. શંકરસિંહ વાઘેલા – 2002-2004
  5. બી.કે.ગઢવી – 2004-2005
  6. ભરતસિંહ સોલંકી – 2006-2008
  7. સિદ્ધાર્થ પટેલ – 2008-2010
  8. અર્જુન મોઢવાડીયા – 2011-2015
  9. ભરતસિંહ સોલંકી – 2015-2018 (ફરી)
  10. અમિત ચાવડા – 2018-2021
  11. જગદીશ ઠાકોર – 2021-2023
  12. શક્તિસિંહ ગોહિલ – 2023-2025

હવે 2025માં ફરીથી અમિત ચાવડાને નેતૃત્વ સોંપાયું છે. તેઓ અગાઉ પણ 2018થી 2021 સુધી પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે.

પક્ષ માટે મહત્વપૂર્ણ અનુભવ
અમિત ચાવડાની પૃથ્થકતાઓમાં તેમના ભૂતકાળના નેતૃત્વનો અનુભવ મહત્વનો રહેશે. પ્રદેશમાં પાર્ટીને સંગઠનાત્મક રીતે મજબૂત બનાવવા અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને ફરીથી મંચે લાવવામાં આવ્યા છે. તેમની નિમણૂક અને તુષાર ચૌધરીને વિધાનસભામાં નેતા તરીકે લાવવાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ હવે નવી દિશા અને દ્રષ્ટિ સાથે આગળ વધવા માંગે છે.

The post 33 વર્ષમાં કોંગ્રેસે ગુજરાતમાં બદલ્યા 12 પ્રદેશ પ્રમુખ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/17/congress-changed-12-state-presidents-in-gujarat-in-33-years/feed/ 0
ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15ના કરૂણ મોત, તપાસ માટે છ સભ્યોની કમિટી રચાઈ, સર્ચ ઓપરેશન યથાવત https://www.gujaratinside.com/2025/07/10/gambhira-bridge-tragedy-15-tragic-deaths-so-far-committee-formed-to-investigate/ https://www.gujaratinside.com/2025/07/10/gambhira-bridge-tragedy-15-tragic-deaths-so-far-committee-formed-to-investigate/#respond Thu, 10 Jul 2025 07:01:15 +0000 https://www.gujaratinside.com/?p=14693 વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા નદી પરનો બ્રિજ બુધવાર, 9 જુલાઈના રોજ તૂટી પડ્યો, જેના પગલે અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 15 મૃતદેહો મળ્યા છે, જ્યારે સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત્ છે. દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારે પગલાં લીધા છે અને માર્ગ અને મકાન વિભાગના 6 અધિકારીઓની ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી રચાઈ...

The post ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15ના કરૂણ મોત, તપાસ માટે છ સભ્યોની કમિટી રચાઈ, સર્ચ ઓપરેશન યથાવત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા નદી પરનો બ્રિજ બુધવાર, 9 જુલાઈના રોજ તૂટી પડ્યો, જેના પગલે અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 15 મૃતદેહો મળ્યા છે, જ્યારે સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત્ છે.

દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારે પગલાં લીધા છે અને માર્ગ અને મકાન વિભાગના 6 અધિકારીઓની ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી રચાઈ છે. કમિટી બ્રિજ તૂટી પડવાનું મુખ્ય કારણ, તંત્રની બેદરકારી અને તકેદારીના મુદ્દે તપાસ કરીને 30 દિવસમાં સમગ્ર અહેવાલ સરકારને સોંપશે. આ સાથે આવનારા સમયમાં આવી દુર્ઘટના ન બને તે માટે પણ જરૂરી સૂચનો આપશે.

ઉચ્ચ અધિકારીઓની મુલાકાત અને સ્થળ નિરીક્ષણ

દુર્ઘટનાના બીજા દિવસે, 10 જુલાઈના વહેલી સવારથી માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેમાં મુખ્ય ઇજનેર શ્રી સી. પટેલ, એન. કે. પટેલ, અધિક્ષક ઇજનેર કે. એમ. પટેલ, એમ. બી. દેસાઈ અને એન. વી. રાઠવા સહિતના અધિકારીઓ શામેલ હતા. સાથે જ જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા, મહેસૂલી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહી સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યાં છે. સ્થળ પર રાતભર તંત્રના કર્મચારીઓ તહેનાત રહ્યા હતા.

સર્ચ ઓપરેશન ચાલુ, વધુ એક મૃતદેહ મળી આવ્યો

એનડીઆરએફની ટીમે સતત બચાવ અને શોધખોળ કામગીરી ચાલુ રાખી છે. સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો છે, જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો છે.

અન્ય તંત્રોની કામગીરી પણ શરૂ

દુર્ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી આજે સવારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લીધી છે. તૂટી પડેલા બ્રિજના ઝૂલી ગયેલા ભાગને સુરક્ષા દૃષ્ટિકોણે તોડી પાડવાની કામગીરી માટે કલેક્ટરે સૂચના આપી છે.

The post ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15ના કરૂણ મોત, તપાસ માટે છ સભ્યોની કમિટી રચાઈ, સર્ચ ઓપરેશન યથાવત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/10/gambhira-bridge-tragedy-15-tragic-deaths-so-far-committee-formed-to-investigate/feed/ 0
સી-પ્લેન બાદ હવે રિવરફ્રન્ટ ક્રૂઝ સેવા પણ મરણપથારીએ, સાડા ત્રણ કરોડનું નુકસાન; સરકારી બેદરકારી સામે ઉઠ્યા સવાલ https://www.gujaratinside.com/2025/07/09/after-seaplane-now-riverfront-cruise-service-is-also-on-its-deathbed-loss-of-three-and-a-half-crores/ https://www.gujaratinside.com/2025/07/09/after-seaplane-now-riverfront-cruise-service-is-also-on-its-deathbed-loss-of-three-and-a-half-crores/#respond Wed, 09 Jul 2025 06:14:59 +0000 https://www.gujaratinside.com/?p=14664 ગુજરાત સરકાર એક બાજુ ક્રૂઝ ભારત મિશન હેઠળ રાજ્યના દરિયાકાંઠે ક્રૂઝ ટુરિઝમને પ્રોત્સાહન આપવા પગલાં લઈ રહી છે, ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર શરૂ કરાયેલું ક્રૂઝ પ્રોજેક્ટ પણ હવે સી-પ્લેન જેવી દશા વેઠી રહ્યું છે. છેલ્લા અઢી મહિનાથી ક્રૂઝ સેવા બંધ છે અને હવે આ પ્રોજેક્ટ મરણપથારીએ છે. સાબરમતી નદીમાં ચલાવાયેલું ક્રૂઝ લાંબા સમયથી બંધ છે....

The post સી-પ્લેન બાદ હવે રિવરફ્રન્ટ ક્રૂઝ સેવા પણ મરણપથારીએ, સાડા ત્રણ કરોડનું નુકસાન; સરકારી બેદરકારી સામે ઉઠ્યા સવાલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાત સરકાર એક બાજુ ક્રૂઝ ભારત મિશન હેઠળ રાજ્યના દરિયાકાંઠે ક્રૂઝ ટુરિઝમને પ્રોત્સાહન આપવા પગલાં લઈ રહી છે, ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર શરૂ કરાયેલું ક્રૂઝ પ્રોજેક્ટ પણ હવે સી-પ્લેન જેવી દશા વેઠી રહ્યું છે. છેલ્લા અઢી મહિનાથી ક્રૂઝ સેવા બંધ છે અને હવે આ પ્રોજેક્ટ મરણપથારીએ છે.

સાબરમતી નદીમાં ચલાવાયેલું ક્રૂઝ લાંબા સમયથી બંધ છે. કારણ એવું છે કે નદીમાં ઊંડાણ ઘટી ગયું છે, માટી અને કાંપના સ્તર વધી ગયા છે. અટલ બ્રિજ અને મેટ્રો રેલના કામ દરમિયાન નદીમાં લગભગ 4,500 ડમ્પર માટી નાંખવામાં આવી, જેના પરિણામે આજે 9 ફૂટ જેટલો કાંપનો થર ઉભો થયો છે.

સરકાર અને AMCની બેદરકારી સામે આક્ષેપ

ક્રૂઝ સંચાલકોનો આક્ષેપ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ને માત્ર ક્રૂઝના વાર્ષિક ભાડાના રૂપમાં મળતા 55 લાખ રૂપિયાનું લાલચ છે, પરંતુ નદીની સફાઈ અથવા ક્રૂઝ સુવિધાની બાકી સમસ્યાઓ ઉકેલવામાં કોઈ રસ નથી. મળતી માહિતી પ્રમાણે, મોનસૂન દરમિયાન પાણી છોડી દેવાય છે પરંતુ આગોતરી જાણકારી આપતી નથી, જેના કારણે ક્રૂઝ સંચાલનમાં ખલેલ આવે છે. પરિણામે અત્યાર સુધીમાં ક્રૂઝ ઓપરેટરોએ કુલ 3.5 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.

રિવરફ્રન્ટના વિકાસના દાવા તૂટી પડ્યા?

ગુજરાતને ક્રૂઝ હબ બનાવવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું સરકાર કહે છે, ત્યારે રિવરફ્રન્ટનો ક્રૂઝ હવે બંધ થવાના ખતરા સાથે છે. ચિંતાજનક વાત એ છે કે આ પહેલા જ સી-પ્લેન સેવા પણ સમારકામના બહાને બંધ થઈ ગઈ છે, અને હવે નક્કી નથી કે એ ફરી ક્યારે શરુ થશે.

હવે એર ટેક્સી યોજના પર નજર

રાજ્ય સરકાર હવે અમદાવાદથી કચ્છ-માંડવી વચ્ચે એર ટેક્સી સેવા શરૂ કરવા વિચારણા કરી રહી છે. આ અંગે સમીક્ષા કરવા માટે એક કમિટી પણ રચાઈ છે. પરંતુ શહેરી રિવરફ્રન્ટ પર જે પ્રોજેક્ટો એક પછી એક નિષ્ફળ જઈ રહ્યા છે તેને જોઈને નાગરિકો વાચક છે કે એ પહેલ પણ માત્ર કાગળ પર પૂરતી નહીં રહી જાય?

The post સી-પ્લેન બાદ હવે રિવરફ્રન્ટ ક્રૂઝ સેવા પણ મરણપથારીએ, સાડા ત્રણ કરોડનું નુકસાન; સરકારી બેદરકારી સામે ઉઠ્યા સવાલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/09/after-seaplane-now-riverfront-cruise-service-is-also-on-its-deathbed-loss-of-three-and-a-half-crores/feed/ 0
છેલ્લા 8 કલાકમાં ગુજરાતના 129 તાલુકામાં વરસાદ, તાપીના ડોલવણમાં સૌથી વધુ 5.2 ઈંચ વરસાદ https://www.gujaratinside.com/2025/07/06/rainfall-in-129-talukas-of-gujarat-in-the-last-8-hours/ https://www.gujaratinside.com/2025/07/06/rainfall-in-129-talukas-of-gujarat-in-the-last-8-hours/#respond Sun, 06 Jul 2025 11:47:46 +0000 https://www.gujaratinside.com/?p=14639 રાજ્યમાં મેઘરાજાએ વધુ એકવાર દસ્તક આપી છે. રવિવાર, 6 જુલાઈના રોજ સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 8 કલાકમાં, સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 129 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં નોંધાયો છે, જ્યાં 5.2 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરત...

The post છેલ્લા 8 કલાકમાં ગુજરાતના 129 તાલુકામાં વરસાદ, તાપીના ડોલવણમાં સૌથી વધુ 5.2 ઈંચ વરસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજ્યમાં મેઘરાજાએ વધુ એકવાર દસ્તક આપી છે. રવિવાર, 6 જુલાઈના રોજ સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 8 કલાકમાં, સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 129 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં નોંધાયો છે, જ્યાં 5.2 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લાના બારડોલીમાં 4.69 ઈંચ, પલસાણા ખાતે 4.17 ઈંચ, ડાંગના સુબિરમાં 3.66 ઈંચ, નવસારીના વાંસદા ખાતે 3.15 ઈંચ અને તાપી જિલ્લાના સોનગઢમાં 2.8 ઈંચ વરસાદ પડ્યો છે.

6 દિવસ માટે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 6 દિવસ માટે મોસમ ચિંતાજનક રહેવાની આગાહી કરી છે. અમુક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

🔶 6 જુલાઈ (રવિવાર)

  • ઓરેન્જ એલર્ટ: અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ

  • યેલો એલર્ટ: રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરુચ, સુરત, તાપી, ડાંગ

🔶 7 જુલાઈ (સોમવાર)

  • ઓરેન્જ એલર્ટ: નવસારી, વલસાડ

  • યેલો એલર્ટ: અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ

🔶 8 થી 11 જુલાઈ

  • યેલો એલર્ટ: વલસાડ, તાપી, નવસારી, સુરત, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં ગાજવીજ સાથે છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે.

રાજ્યના ઘણા વિસ્તારોમાં ખેતી માટે સારું પાવસાળું પાણી મળી રહ્યું છે, પરંતુ સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને જીવલેણ સ્થિતિ સર્જાઈ શકે તેવી સ્થિતિ પણ ઉભી થઈ શકે છે. તંત્રએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.

The post છેલ્લા 8 કલાકમાં ગુજરાતના 129 તાલુકામાં વરસાદ, તાપીના ડોલવણમાં સૌથી વધુ 5.2 ઈંચ વરસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/06/rainfall-in-129-talukas-of-gujarat-in-the-last-8-hours/feed/ 0
દાહોદની સ્કૂલમાં 60 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તપાસ શરૂ https://www.gujaratinside.com/2025/07/03/60-students-get-food-poisoning-in-dahod-school-investigation-begins/ https://www.gujaratinside.com/2025/07/03/60-students-get-food-poisoning-in-dahod-school-investigation-begins/#respond Thu, 03 Jul 2025 09:28:08 +0000 https://www.gujaratinside.com/?p=14584 દાહોદ જિલ્લાના મંડોર લુખડિયામાં આવેલી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં સાંજના ભોજન બાદ 60 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સની મારફતે લીમખેડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ મામલે ફૂડ વિભાગ અને જિલ્લા તંત્રએ ભોજનના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે. સાંજના ભોજન બાદ વિધાર્થિનીઓને ઊલટી થવા...

The post દાહોદની સ્કૂલમાં 60 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તપાસ શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દાહોદ જિલ્લાના મંડોર લુખડિયામાં આવેલી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં સાંજના ભોજન બાદ 60 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સની મારફતે લીમખેડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ મામલે ફૂડ વિભાગ અને જિલ્લા તંત્રએ ભોજનના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે.

સાંજના ભોજન બાદ વિધાર્થિનીઓને ઊલટી થવા લાગી

મળતી માહિતી અનુસાર, લુખડિયાની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં સાંજના ભોજન બાદ 12 જેટલી વિદ્યાર્થિનીઓને પેટમાં દુ:ખાવો, ઊલટી અને ગભરામણ થવા લાગી હતી. તેમને સારવાર માટે લીમખેડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં મોડી રાત્રે વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

તમામ વિદ્યાર્થિનીઓની હાલત સ્થિર

ફૂડ પોઈઝનિંગની ઘટનાની જાણ થતા મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી. હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે, ‘સમયસર સારવાર મળવાથી કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ નથી. પરંતુ શાળામાં આપવામાં આવેલા ભોજનના કારણે ફૂડ પોઇઝનિંગ થવું એ ચિંતાની વાત છે.’ હાલ ફૂડ વિભાગે વિદ્યાર્થિનીઓને પીરસવામાં આવેલા ભોજનના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યો છે.

The post દાહોદની સ્કૂલમાં 60 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તપાસ શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/03/60-students-get-food-poisoning-in-dahod-school-investigation-begins/feed/ 0
ભાજપ MLAના દીકરાએ લીધો PM આવાસ યોજનાનો લાભ, RTIમાં થયો ખુલાસો https://www.gujaratinside.com/2025/06/30/bjp-mlas-son-took-advantage-of-pm-housing-scheme-revealed-in-rti/ https://www.gujaratinside.com/2025/06/30/bjp-mlas-son-took-advantage-of-pm-housing-scheme-revealed-in-rti/#respond Mon, 30 Jun 2025 08:36:35 +0000 https://www.gujaratinside.com/?p=14539 જામનગરના ધ્રોલના ધારાસભ્ય મેઘજી ચાવડાના દીકરાએ ગરીબોનો હક છીનવ્યો હોવાનો ખુલાસો થયો છે. ધારાસભ્યના દીકરાએ PM આવાસ યોજનામાં લાભ લીધો હોવાનો ખુલાસો થયો છે. એક જાગૃત નાગરિકે કરેલી RTIમાં આ વાતનો ઘટસ્ફોટ થયો છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં એક જાગૃત નાગરિકે RTI (માહિતીનો અધિકાર) હેઠળ માંગેલી માહિતીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. માહિતી મળ્યા અનુસાર, ધ્રોલ નગરપાલિકા...

The post ભાજપ MLAના દીકરાએ લીધો PM આવાસ યોજનાનો લાભ, RTIમાં થયો ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જામનગરના ધ્રોલના ધારાસભ્ય મેઘજી ચાવડાના દીકરાએ ગરીબોનો હક છીનવ્યો હોવાનો ખુલાસો થયો છે. ધારાસભ્યના દીકરાએ PM આવાસ યોજનામાં લાભ લીધો હોવાનો ખુલાસો થયો છે. એક જાગૃત નાગરિકે કરેલી RTIમાં આ વાતનો ઘટસ્ફોટ થયો છે.

જામનગર જિલ્લાના ધ્રોલમાં એક જાગૃત નાગરિકે RTI (માહિતીનો અધિકાર) હેઠળ માંગેલી માહિતીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. માહિતી મળ્યા અનુસાર, ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ 76-કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિત ચાવડાએ લીધો છે.

લક્ઝરી જીવન જીવે છે છતાંય સહાય મળી?

વૈભવી જીવન જીવતા MLAના દીકરા મોહિત ચાવડાએ આવાસ યોજનાનો લાભ લીધો, ત્યારે ગરીબ અને પાકું મકાન ન ધરાવતા લોકોને આપવામાં આવતી આ સહાય માટે તે યોગ્ય રીતે પાત્ર હતા કે નહીં, તેવા અનેક સવાલો ઉભા થયા છે.

The post ભાજપ MLAના દીકરાએ લીધો PM આવાસ યોજનાનો લાભ, RTIમાં થયો ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/06/30/bjp-mlas-son-took-advantage-of-pm-housing-scheme-revealed-in-rti/feed/ 0