Heavy Rainfall Gujarat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/heavy-rainfall-gujarat/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 20 Sep 2025 10:18:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Heavy Rainfall Gujarat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/heavy-rainfall-gujarat/ 32 32 બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી https://www.gujaratinside.com/2025/09/20/cyclonic-circulation-bay-of-bengal-gujarat-heavy-rain-novratri/ https://www.gujaratinside.com/2025/09/20/cyclonic-circulation-bay-of-bengal-gujarat-heavy-rain-novratri/#respond Sat, 20 Sep 2025 11:10:54 +0000 https://www.gujaratinside.com/?p=19692 ગુજરાત: 2025નું ચોમાસુ પોતાના અંતિમ ચરણમાં છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસવાની સંભાવના છે, જેના કારણે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસર રાજ્યના વિશેષ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામી અનુસાર, ચોમાસું ઉત્તર...

The post બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાત: 2025નું ચોમાસુ પોતાના અંતિમ ચરણમાં છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસવાની સંભાવના છે, જેના કારણે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસર રાજ્યના વિશેષ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે.

પરેશ ગોસ્વામી અનુસાર, ચોમાસું ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી તો વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ ભેજવાળા પવન હજુ ચાલુ છે, જે કારણે ચોમાસું સ્થિર થઈ ગયું છે.

છેલ્લા બે દિવસથી બંગાળની ખાડીની અસસ્થિરતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ લાવી રહી છે અને સૌરાષ્ટ્રમાં પણ છુટોછવાયો વરસાદ નોંધાયો છે, જે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની શક્યતા છે.

નવરાત્રિના પહેલા દિવસોમાં સામાન્ય છુટોછવાયો વરસાદ પડશે, પરંતુ નવરાત્રિના છેલ્લા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

આ સિસ્ટમ આંધ્રપ્રદેશથી મહારાષ્ટ્ર થઈ ગુજરાત તરફ પસાર થશે. જો સિસ્ટમના ટ્રેકમાં ફેરફાર ન થાય તો 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

આ સાથે, રાજ્યમાં ગાજવીજ અને 35-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. હવામાન નિષ્ણાતે ગુજરાતીઓ અને ખેડૂતોને આ માટે સાવચેતી રાખવાની સૂચના આપી છે, કારણ કે આ વરસાદ અને પવનથી નુકશાનની શક્યતા છે.

 

The post બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/cyclonic-circulation-bay-of-bengal-gujarat-heavy-rain-novratri/feed/ 0
નવરાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેવાની સંભાવના, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી https://www.gujaratinside.com/2025/09/06/gujarat-rain-continues-during-navratri-2025/ https://www.gujaratinside.com/2025/09/06/gujarat-rain-continues-during-navratri-2025/#respond Sat, 06 Sep 2025 12:15:39 +0000 https://www.gujaratinside.com/?p=18580 અમદાવાદ: ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છેલ્લા ચાર વર્ષથી ચોમાસુ મોડું વિદાય લેતો આવી રહ્યો છે. આ વર્ષે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને હવામાન વિભાગે આગાહી કરી છે કે નવરાત્રિ દરમિયાન પણ ચોમાસું સક્રિય રહેવાની સંભાવના છે. આજ (6 સપ્ટેમ્બર) સુધી ગુજરાતમાં મૌસમનો સરેરાશ 96 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 101 ટકા,...

The post નવરાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેવાની સંભાવના, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છેલ્લા ચાર વર્ષથી ચોમાસુ મોડું વિદાય લેતો આવી રહ્યો છે. આ વર્ષે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને હવામાન વિભાગે આગાહી કરી છે કે નવરાત્રિ દરમિયાન પણ ચોમાસું સક્રિય રહેવાની સંભાવના છે.

આજ (6 સપ્ટેમ્બર) સુધી ગુજરાતમાં મૌસમનો સરેરાશ 96 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 101 ટકા, સૌરાષ્ટ્રમાં 87 ટકા અને કચ્છમાં 88 ટકા વરસાદ નોંધાયો છે. કેટલાક તાલુકાઓમાં તો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને યલો-ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યા છે.

વિશેષતા એ છે કે નવરાત્રિ 2025ની શરૂઆત 22 સપ્ટેમ્બરે થશે, અને હવામાન વિભાગના અનુમાન અનુસાર ચોમાસુ નવરાત્રિના દિવસોમાં પણ સક્રિય રહેશે. ચોમાસાની વિદાય ગાંધીજયંતિ આસપાસ થવાની શક્યતા છે. વર્ષ 2020 થી 2024 દરમિયાન પણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસું વિદાય લેવા મોડું થયું છે.

હવામાન વિભાગ મુજબ, ચોમાસાની વિદાય માટેની સામાન્ય તારીખ રાજ્યના વિસ્તારો પ્રમાણે અલગ છે. રાજસ્થાનમાં 17 સપ્ટેમ્બર, કચ્છમાં 20 સપ્ટેમ્બર અને દક્ષિણ ગુજરાત અને વેરાવળ સહિતના વિસ્તારોમાં 30 સપ્ટેમ્બર. વર્ષ 2024માં ચોમાસું કચ્છમાંથી 23 સપ્ટેમ્બરે શરૂ થયું અને સમગ્ર ગુજરાતમાં 5 ઓક્ટોબરે વિદાય લીધી હતી. આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

 

The post નવરાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેવાની સંભાવના, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/gujarat-rain-continues-during-navratri-2025/feed/ 0
ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, વલસાડમાં સર્વાધિક 78 ઈંચ વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ https://www.gujaratinside.com/2025/08/24/gujarat-monsoon-80-percent-rainfall-valsad-78-inch-heavy-rain-alert/ https://www.gujaratinside.com/2025/08/24/gujarat-monsoon-80-percent-rainfall-valsad-78-inch-heavy-rain-alert/#respond Sun, 24 Aug 2025 04:39:14 +0000 https://www.gujaratinside.com/?p=17120 ગુજરાતમાં આ વર્ષે ચોમાસું બરાબર જામ્યું છે. અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે જ્યારે કુલ 167 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ થયો છે. જિલ્લામાંથી સૌથી વધુ વરસાદ વલસાડમાં 77.50 ઈંચ, ડાંગમાં 64.33 ઈંચ અને નવસારીમાં 59.05 ઈંચ નોંધાયો છે. ખાસ...

The post ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, વલસાડમાં સર્વાધિક 78 ઈંચ વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું બરાબર જામ્યું છે. અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે જ્યારે કુલ 167 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ થયો છે. જિલ્લામાંથી સૌથી વધુ વરસાદ વલસાડમાં 77.50 ઈંચ, ડાંગમાં 64.33 ઈંચ અને નવસારીમાં 59.05 ઈંચ નોંધાયો છે. ખાસ કરીને વલસાડના કપરાડા તાલુકામાં સર્વાધિક 101.37 ઈંચ વરસાદ પડ્યો છે. તાપીના ડોલવણ, વલસાડના વાપી અને નવસારીના ખેરગામમાં પણ 80 ઈંચથી વધુ વરસાદ થયો છે.

હાલમાં ગુજરાતના 42 તાલુકામાં સિઝનનો 100 ટકા વરસાદ પૂરાઈ ગયો છે, પરંતુ કેટલાક તાલુકામાં હજુ પણ 60 ટકાથી ઓછો વરસાદ છે. જેમાં કચ્છના રાપર, મહેસાણાના બેચરાજી, પાટણના ચાણસ્મા, હારીજ, શંખેશ્વર, સાંતલપુર, સમી અને રાધનપુર સહિત અનેક તાલુકાનો સમાવેશ થાય છે.

જળાશયોની સ્થિતિ જોતા હાલ 59 જળાશયો છલોછલ ભરાયા છે, 71માં 70 થી 100 ટકા, 31માં 50 થી 70 ટકા, 26માં 25 થી 50 ટકા અને 19 જળાશયો 25 ટકાથી પણ ઓછા સ્તરે છે.

શનિવારે રાજ્યના 207 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં વલસાડના ધરમપુરમાં 4.25 ઈંચ, જૂનાગઢના ભેસાણમાં 4 ઈંચ અને પારડીમાં 3.54 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત તાપીના વ્યારા-સોનગઢ અને નર્મદાના ગરૂડેશ્વર તથા નાંદોદમાં 3 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ અનુસાર આજે રવિવારે (24મી ઓગસ્ટ) ભારે થી અતિ ભારે વરસાદની આગાહી સાથે સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અરવલ્લી, મહીસાગર, ડાંગ, તાપી, જૂનાગઢ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

 

The post ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, વલસાડમાં સર્વાધિક 78 ઈંચ વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/gujarat-monsoon-80-percent-rainfall-valsad-78-inch-heavy-rain-alert/feed/ 0
ગિરનાર પર્વત પર 3 ઇંચ વરસાદ, દામોદર કુંડમાં ઘોડાપૂરથી યાત્રાળુઓનો પ્રવેશ બંધ https://www.gujaratinside.com/2025/08/23/junagadh-girnar-heavy-rain-damodar-kund-flood/ https://www.gujaratinside.com/2025/08/23/junagadh-girnar-heavy-rain-damodar-kund-flood/#respond Sat, 23 Aug 2025 11:07:17 +0000 https://www.gujaratinside.com/?p=17042 જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ગિરનાર અને દાતાર પર્વત પર પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ગિરનાર પર્વત પર માત્ર બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડતાં દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. આજે અમાસના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો પિતૃતર્પણ માટે દામોદર કુંડ ખાતે પહોંચ્યા હતા, પરંતુ સલામતીને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રએ દામોદર કુંડ,...

The post ગિરનાર પર્વત પર 3 ઇંચ વરસાદ, દામોદર કુંડમાં ઘોડાપૂરથી યાત્રાળુઓનો પ્રવેશ બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ગિરનાર અને દાતાર પર્વત પર પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ગિરનાર પર્વત પર માત્ર બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડતાં દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. આજે અમાસના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો પિતૃતર્પણ માટે દામોદર કુંડ ખાતે પહોંચ્યા હતા, પરંતુ સલામતીને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રએ દામોદર કુંડ, જટાશંકર અને વિલિંગડન ડેમ પર યાત્રાળુઓના પ્રવેશ પર તાત્કાલિક રોક લગાવી છે.

પોલીસ દ્વારા દામોદર કુંડ પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જ્યારે પાણીનું સ્તર ઘટશે અને પરિસ્થિતિ સામાન્ય બનશે, ત્યારે જ યાત્રાળુઓને પ્રવેશ આપવામાં આવશે. ભારે વરસાદને કારણે જુનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તંત્રએ લોકોને સાવચેત રહેવા તેમજ નદી-નાળા અને જોખમી સ્થળોથી દૂર રહેવા અપીલ કરી છે.

 

The post ગિરનાર પર્વત પર 3 ઇંચ વરસાદ, દામોદર કુંડમાં ઘોડાપૂરથી યાત્રાળુઓનો પ્રવેશ બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/junagadh-girnar-heavy-rain-damodar-kund-flood/feed/ 0
મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, મહી નદી કાંઠાના ગામોમાં એલર્ટ https://www.gujaratinside.com/2025/08/23/kadana-dam-6-gates-open-mahisagar-river-alert/ https://www.gujaratinside.com/2025/08/23/kadana-dam-6-gates-open-mahisagar-river-alert/#respond Sat, 23 Aug 2025 11:02:40 +0000 https://www.gujaratinside.com/?p=17036 મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે. રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલીને મહી નદીમાં 39,600 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. સાથે જ પાવર હાઉસ મારફતે 20,400 ક્યૂસેક પાણી છોડતા કુલ 60,000 ક્યૂસેક પાણી મહી નદીમાં મુકવામાં આવ્યું છે. હાલ મહી...

The post મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, મહી નદી કાંઠાના ગામોમાં એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે. રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલીને મહી નદીમાં 39,600 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. સાથે જ પાવર હાઉસ મારફતે 20,400 ક્યૂસેક પાણી છોડતા કુલ 60,000 ક્યૂસેક પાણી મહી નદીમાં મુકવામાં આવ્યું છે.

હાલ મહી નદી બંને કાંઠે વહે રહી હોવાથી નદી કાંઠાના ગામોને એલર્ટ જાહેર કરાયો છે અને લોકોને નદીના કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ડૂબક પુલ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પાણી છોડવાની પ્રક્રિયા દરમ્યાન વીજળીનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે.

 

The post મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, મહી નદી કાંઠાના ગામોમાં એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/kadana-dam-6-gates-open-mahisagar-river-alert/feed/ 0