Hit and Run CCTV Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/hit-and-run-cctv/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 16 Aug 2025 10:34:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Hit and Run CCTV Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/hit-and-run-cctv/ 32 32 જયપુરમાં હિટ એન્ડ રન કાંડ: નિવૃત્ત આર્મી કેપ્ટનને કારે કચડતાં મોત, સીસીટીવી ફૂટેજ વાયરલ https://www.gujaratinside.com/2025/08/16/jaipur-hit-and-run-retired-army-captain-killed/ https://www.gujaratinside.com/2025/08/16/jaipur-hit-and-run-retired-army-captain-killed/#respond Sat, 16 Aug 2025 10:34:02 +0000 https://www.gujaratinside.com/?p=16445 રાજસ્થાનના જયપુરમાં સ્વતંત્રતા દિવસની સવારે એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, પૂર્વ આર્મી કેપ્ટન નરસારામ જાજડા સાઇકલથી ચિત્રકૂટ સ્ટેડિયમ તરફ જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારે તેમને ટક્કર મારી. ટક્કર એટલી ગંભીર હતી કે નિવૃત્ત કેપ્ટનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં...

The post જયપુરમાં હિટ એન્ડ રન કાંડ: નિવૃત્ત આર્મી કેપ્ટનને કારે કચડતાં મોત, સીસીટીવી ફૂટેજ વાયરલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજસ્થાનના જયપુરમાં સ્વતંત્રતા દિવસની સવારે એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, પૂર્વ આર્મી કેપ્ટન નરસારામ જાજડા સાઇકલથી ચિત્રકૂટ સ્ટેડિયમ તરફ જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારે તેમને ટક્કર મારી. ટક્કર એટલી ગંભીર હતી કે નિવૃત્ત કેપ્ટનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ટક્કર બાદ કાર પૂર્વ આર્મી અધિકારીને આશરે 10 ફૂટ સુધી ઢસડીને લઈ જાય છે, પરંતુ તેમ છતાં કાર રોકાતી નથી અને સ્થળેથી ભાગી જાય છે. ઘટનાના બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પોલીસે ઝડપી કાર્યવાહી કરીને કારચાલકને શોધી તેની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે અને અકસ્માતના કારણોની વિગત બહાર આવવાની બાકી છે.

 

The post જયપુરમાં હિટ એન્ડ રન કાંડ: નિવૃત્ત આર્મી કેપ્ટનને કારે કચડતાં મોત, સીસીટીવી ફૂટેજ વાયરલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/jaipur-hit-and-run-retired-army-captain-killed/feed/ 0