INDIA Alliance Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-alliance/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 08 Sep 2025 16:00:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png INDIA Alliance Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-alliance/ 32 32 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમીકરણો બદલાયા: NDAને YSRCPનો ટેકો, BRS-BJD મતદાનથી દૂર https://www.gujaratinside.com/2025/09/08/vice-president-election-brs-bjd-ysrcp-support-nda/ https://www.gujaratinside.com/2025/09/08/vice-president-election-brs-bjd-ysrcp-support-nda/#respond Mon, 08 Sep 2025 16:20:27 +0000 https://www.gujaratinside.com/?p=18813 આવતીકાલે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. તે પહેલાં જ બે મહત્વના પક્ષો – કે. ચંદ્રશેખર રાવની ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) અને નવીન પટનાયકની બીજુ જનતા દળ (BJD)એ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે. બીઆરએસના અધ્યક્ષ ટી.રામા રાવે કહ્યું કે, ‘રાજ્યમાં યુરિયાની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે અમે...

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમીકરણો બદલાયા: NDAને YSRCPનો ટેકો, BRS-BJD મતદાનથી દૂર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આવતીકાલે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. તે પહેલાં જ બે મહત્વના પક્ષો – કે. ચંદ્રશેખર રાવની ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) અને નવીન પટનાયકની બીજુ જનતા દળ (BJD)એ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે.

બીઆરએસના અધ્યક્ષ ટી.રામા રાવે કહ્યું કે, ‘રાજ્યમાં યુરિયાની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે અમે ચૂંટણીમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને યુરિયાની અછત દૂર કરવામાં નિષ્ફળ ગયા છે. આ અછતના કારણે લાઈનમાં ઉભા રહેલા ખેડૂતો વચ્ચે મારામારી થઈ રહી છે.’

બીજી તરફ, BJDના સાંસદ સસ્મિત પાત્રાએ જણાવ્યું કે, “બીજુ જનતા દળ NDA અને INDIA ગઠબંધન બંનેથી સમાન અંતર જાળવીને માત્ર ઓડિશાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, તેથી જ અમે આ ચૂંટણીથી દૂર રહીશું.”

આ વચ્ચે, આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની YSRCPએ આશ્ચર્યજનક પગલું ભરતાં NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. YSRCP કોઈ ગઠબંધનમાં સામેલ નથી, છતાં તેણે પોતાના રાજ્યના જ વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને સમર્થન આપવાનું નક્કી કર્યું નથી. બીજી તરફ, હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સુદર્શન રેડ્ડીને સમર્થન આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.

ચૂંટણી પ્રક્રિયા આવતીકાલે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. મતદાર મંડળમાં કુલ 788 સભ્યો છે, જેમાં હાલ 781 સક્રિય સભ્યો મતદાન માટે હાજર રહેશે. NDA તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને INDIA ગઠબંધન તરફથી બી. સુદર્શન રેડ્ડી ઉમેદવાર છે.

 

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમીકરણો બદલાયા: NDAને YSRCPનો ટેકો, BRS-BJD મતદાનથી દૂર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/vice-president-election-brs-bjd-ysrcp-support-nda/feed/ 0
બિહારમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી, રાહુલ ગાંધીનો નિવેદન: ‘સત્ય અને બંધારણની રક્ષા કરશું’ https://www.gujaratinside.com/2025/08/29/bihar-bjp-congress-clash-rahul-gandhi-statement/ https://www.gujaratinside.com/2025/08/29/bihar-bjp-congress-clash-rahul-gandhi-statement/#respond Fri, 29 Aug 2025 13:01:44 +0000 https://www.gujaratinside.com/?p=17711 બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને કથિત રીતે અપશબ્દો કહેવા અંગે રાજકીય ગરમાવ સામે આવ્યો છે. પેટણામાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા, જેના કારણે બંને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારી થઈ. આ મામલે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ...

The post બિહારમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી, રાહુલ ગાંધીનો નિવેદન: ‘સત્ય અને બંધારણની રક્ષા કરશું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને કથિત રીતે અપશબ્દો કહેવા અંગે રાજકીય ગરમાવ સામે આવ્યો છે. પેટણામાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા, જેના કારણે બંને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારી થઈ. આ મામલે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, ‘સત્ય અને અહિંસા સામે અસત્ય અને હિંસા ટકી શકતા નથી. જેટલું મારવું-તોડવું હોય એટલું મારો અને તોડો, અમે સત્ય અને બંધારણનું રક્ષણ કરતા રહીશું. સત્યમેવ જયતે.’ વાસ્તવમાં, ‘વોટ અધિકાર યાત્રા’ દરમિયાન પીએમ મોદીના સ્વર્ગસ્થ માતા અંગે કથિત અભદ્ર ભાષાનો ઉપયોગ થયા બાદ ભાજપે પટણા માર્ચ કાઢી, જે દરમિયાન બંને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારી થઈ.

મીડિયા એજન્સી દ્વારા પ્રકાશિત વીડિયો પ્રમાણે, બંને પક્ષના કાર્યકરો ઝપાઝપી કરતા અને એકબીજા પર હુમલો કરતા જોવા મળ્યા. કાર્યાલયમાં પાર્ક કરેલી ગાડીઓના કાચ તૂટી ગયા અને પથ્થરમારો થયો. કેટલીક ઘટના દરમ્યાન કોંગ્રેસના કાર્યકરો ઈજાગ્રસ્ત થયા, જેમાં એક કાર્યકરનું માથું ફાટી ગયું. પોલીસ પરિસ્થિતિને અંકુશમાં લેવા બળનો ઉપયોગ કરી રહી છે.

દરભંગામાં બુધવારે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની વોટર અધિકાર રેલી દરમિયાન અમુક લોકોએ મંચ પરથી વડાપ્રધાન અને તેમની માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી, જેના વિવાદ બાદ વિરુદ્ધ પક્ષે વિરોધ નોંધાવ્યો. પોલીસને આરોપી રિઝવી ઉર્ફ રાજાની ધરપકડ કરી છે. BJPના ધારાસભ્ય નીતિન નાબીએ કહ્યું કે બિહારમાં માતાનું અપમાન કરવા બદલ કોંગ્રેસને જવાબદારી લેવી જોઈએ.

 

The post બિહારમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી, રાહુલ ગાંધીનો નિવેદન: ‘સત્ય અને બંધારણની રક્ષા કરશું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/bihar-bjp-congress-clash-rahul-gandhi-statement/feed/ 0
મંત્રીઓના પદ ખાલી કરાવતાં બિલ પર વિપક્ષમાં મતભેદ, ભાજપને રાજકીય ફાયદો https://www.gujaratinside.com/2025/08/25/bill-to-remove-ministers-opposition-split-bjp-benefits/ https://www.gujaratinside.com/2025/08/25/bill-to-remove-ministers-opposition-split-bjp-benefits/#respond Mon, 25 Aug 2025 11:13:26 +0000 https://www.gujaratinside.com/?p=17267 લોકસભામાં એવા ત્રણ બિલ પસાર થયા છે, જેમાં વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અથવા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રીઓને ગંભીર ગુનામાં 30 દિવસથી વધુ જેલમાં રાખવામાં આવે તો તેમનું પદ પરત લેવા જોગવાઇ કરવામાં આવી છે. આ બિલો પસાર થયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. જ્યારે બિલ રજૂ થયું ત્યારે ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ સંસદમાં ભારે...

The post મંત્રીઓના પદ ખાલી કરાવતાં બિલ પર વિપક્ષમાં મતભેદ, ભાજપને રાજકીય ફાયદો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
લોકસભામાં એવા ત્રણ બિલ પસાર થયા છે, જેમાં વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અથવા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રીઓને ગંભીર ગુનામાં 30 દિવસથી વધુ જેલમાં રાખવામાં આવે તો તેમનું પદ પરત લેવા જોગવાઇ કરવામાં આવી છે. આ બિલો પસાર થયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. જ્યારે બિલ રજૂ થયું ત્યારે ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ સંસદમાં ભારે વિરોધ કર્યો હતો, જેના પરિણામે સરકારએ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) રચવાનો નિર્ણય કર્યો.

પરંતુ આ બિલને લઈને વિપક્ષમાં મતભેદ ઊભા થયા છે. એક તરફ ઈન્ડિયા ગઠબંધનના કેટલાક પક્ષોએ બિલનો જોરદાર વિરોધ કર્યો હતો, તો બીજી તરફ કેટલાક સાથી પક્ષો હવે પાછીપાની કરી રહ્યા છે. JPCમાં સામેલ થવા મામલે ત્રાટકેલા આ મતભેદને કારણે ભાજપને રાજકીય ફાયદો થતો જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓ JPCમાં પોતાની વાત રજૂ કરવા માંગે છે, જ્યારે TMC અને આમ આદમી પાર્ટીએ તેમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે. સમાજવાદી પાર્ટી અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ગઠબંધન (UBT) પણ પાછળ હટતા જણાઈ રહ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસ સાથી પક્ષોને મનાવવા માટે કવાયત કરી રહી છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, JPC ખૂબ જ મહત્વનું મંચ છે, જ્યાં વિપક્ષો પોતાની વાત રજૂ કરી શકે છે અને રિપોર્ટમાં તેમની વાત સામેલ થશે. કોંગ્રેસ હાલમાં DMK, RJD, JMM અને NCP (SP) સાથે સંપર્ક કરી રહી છે.

20 ઓગસ્ટે લોકસભામાં આ બિલ રજૂ થયું હતું. બિલના વિરોધમાં વિપક્ષે લોકસભાની વેલ સુધી ધસી જઈને સુત્રોચ્ચાર કર્યા હતા, બિલની કોપી ફાડી નાખી હતી અને ગૃહમંત્રી અમિત શાહ તરફ ઉછાળી હતી. વિવાદને કારણે સરકારએ બિલને JPCને સોંપવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ બિલ બંધારણના 130મા સંશોધન સાથે જોડાયેલું છે. વિવાદ દરમિયાન પરિસ્થિતિ એટલી ગંભીર બની કે ગૃહમંત્રીનું માઇક તોડવાનો પણ પ્રયાસ થયો હતો.

 

The post મંત્રીઓના પદ ખાલી કરાવતાં બિલ પર વિપક્ષમાં મતભેદ, ભાજપને રાજકીય ફાયદો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/bill-to-remove-ministers-opposition-split-bjp-benefits/feed/ 0
‘અમે વોટ ચોરી થવા દઇશું નહીં’, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી ઉઠાવ્યા પ્ર્શ્નો https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-tejashwi-yadav-bihar-election-vote-fraud/ https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-tejashwi-yadav-bihar-election-vote-fraud/#respond Sun, 24 Aug 2025 12:00:21 +0000 https://www.gujaratinside.com/?p=17176 બિહારના અરરિયામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી અને કેન્દ્ર સરકાર તેમજ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે, પરંતુ ચૂંટણી પંચ આ મામલે મૌન છે. તેમણે કહ્યું, “હવે કરોડો લોકો માને છે કે વોટ ચોરી થઈ છે. કર્ણાટક,...

The post ‘અમે વોટ ચોરી થવા દઇશું નહીં’, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી ઉઠાવ્યા પ્ર્શ્નો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના અરરિયામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી અને કેન્દ્ર સરકાર તેમજ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે, પરંતુ ચૂંટણી પંચ આ મામલે મૌન છે.

તેમણે કહ્યું, “હવે કરોડો લોકો માને છે કે વોટ ચોરી થઈ છે. કર્ણાટક, મહારાષ્ટ્ર અને હરિયાણામાં અમારી પાર્ટીને વોટર લિસ્ટ પણ આપવામાં આવી નથી. અમે બિહારમાં વોટ ચોરી થવા દઇશું નહીં.”

રાહુલ ગાંધીના અનુસાર, તેમણે કર્ણાટકના મહાદેવપુરા સંબંધિત ડેટા રાખ્યો હતો અને ચૂંટણી પંચને પુછ્યું કે 1 લાખ નકલી મતદારો ક્યાંથી આવ્યા? જો કે, ચૂંટણી પંચનો હજુ સુધી કોઈ જવાબ નથી આવ્યો. તેમણે જણાવ્યું કે, તેમના પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પંચે સોગંદનામું માંગ્યું, જ્યારે ભાજપના અનુરાગ ઠાકુરને તે જરૂરી ન હતું, જે પંચની તટસ્થતા પર પ્રશ્ન ઉભો કરે છે. તેમણે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પદ્ધતિ અને 65 લાખ બિહારી મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હોવાનો બાબત પર ઉઠાવ્યા પ્રશ્નો. બિહારમાં મુખ્યમંત્રીના ચહેરા અંગે રાહુલ મૌન રહ્યા.

તેજસ્વી યાદવે કહ્યું કે, ચૂંટણી પંચ હવે એક “ગોદી પંચ” બની ગયું છે અને ભાજપના કાર્યકર તરીકે કાર્યરત છે. તેમણે પંચની વિશ્વસનીયતા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ હોવાનું જણાવ્યું. તે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને જણાવ્યું કે, તેઓ અફવાઓ ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને બિહાર પ્રવાસ દરમિયાન ઉલ્લેખ કરેલા ઘુસણખોરોના નામ ચૂંટણી પંચના સોગંદનામામાં સમાવિષ્ટ નથી.

કોંગ્રેસ રાહુલ ગાંધી સમગ્ર દેશમાં વોટર અધિકાર યાત્રા ઝુંબેશ ચલાવી રહ્યા છે, જેના દ્વારા મતદારોમાં જાગૃતતા વધારવી અને તેમના અધિકારોને મજબૂત બનાવવાનું લક્ષ્ય છે. આ યાત્રામાં આરજેડી નેતા તેજસ્વી યાદવ અને અન્ય I.N.D.I.A મહાગઠબંધનના નેતાઓ પણ જોડાયેલા છે, જેમણે વિવિધ જિલ્લાઓમાં જનસભા અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા મતદારો સાથે સંવાદ કર્યો.

The post ‘અમે વોટ ચોરી થવા દઇશું નહીં’, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી ઉઠાવ્યા પ્ર્શ્નો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-tejashwi-yadav-bihar-election-vote-fraud/feed/ 0
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપનો ‘CPR’ માસ્ટરસ્ટ્રોક, DMK અને વિપક્ષ માટે વધી મુશ્કેલી https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-bjp-cp-radhakrishnan-nda-strategy-dmk/ https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-bjp-cp-radhakrishnan-nda-strategy-dmk/#respond Mon, 18 Aug 2025 04:24:24 +0000 https://www.gujaratinside.com/?p=16577 ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપની આગેવાની હેઠળના NDA એ મહારાષ્ટ્રના રાજ્યપાલ ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન (CP રાધાકૃષ્ણન)ને ઉમેદવાર જાહેર કર્યા છે. રાધાકૃષ્ણન તમિલનાડુના પ્રભાવશાળી OBC સમુદાયમાંથી આવે છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેઓ ભાજપના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ સંસદીય બોર્ડની બેઠક અને સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા...

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપનો ‘CPR’ માસ્ટરસ્ટ્રોક, DMK અને વિપક્ષ માટે વધી મુશ્કેલી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપની આગેવાની હેઠળના NDA એ મહારાષ્ટ્રના રાજ્યપાલ ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન (CP રાધાકૃષ્ણન)ને ઉમેદવાર જાહેર કર્યા છે. રાધાકૃષ્ણન તમિલનાડુના પ્રભાવશાળી OBC સમુદાયમાંથી આવે છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેઓ ભાજપના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ સંસદીય બોર્ડની બેઠક અને સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ તેમના નામની જાહેરાત કરી.

NDA દ્વારા આ જાહેરાત બાદ હવે તમામની નજર તમિલનાડુના શાસક પક્ષ DMK અને તેના સાથીઓ પર છે. કારણ કે CP રાધાકૃષ્ણનને મેદાનમાં ઉતારવાથી વિપક્ષ માટે બે પડકાર ઊભા થયા છે. પ્રથમ, તેઓ OBC સમુદાયના પ્રતિનિધિ છે, જેના પર DMKની પરંપરાગત પકડ છે. બીજું, તેઓ તમિલનાડુના પ્રાદેશિક ગૌરવ છે, જે DMK માટે રાજકીય સંવેદનશીલ મુદ્દો બની શકે છે.

આવતા વર્ષે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી છે, તેથી I.N.D.I.A. ગઠબંધન માટે રાધાકૃષ્ણનનો વિરોધ કરવો મોંઘો સાબિત થઈ શકે છે. ભાજપ તેમને તમિલનાડુના ગૌરવ તરીકે પ્રચાર કરી શકે છે, જ્યારે DMKના મુખ્ય હરીફ AIADMK પણ આ મુદ્દાનો લાભ લઈ શકે છે. AIADMKના નેતા પલાનીસ્વામીએ કહ્યું કે રાધાકૃષ્ણનને તેમની જાહેર સેવા અને લોકો પ્રત્યેના સમર્પણ માટે આ સન્માન મળ્યું છે.

વિપક્ષના નેતાઓ આજે બેઠક કરવા જઈ રહ્યા છે જેથી 9 સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની રણનીતિ પર ચર્ચા થઈ શકે. છેલ્લી ચૂંટણીમાં જેમ પ્રાદેશિક લાગણીઓએ ભૂમિકા ભજવી હતી, તેવી આશા ભાજપને આ વખતે પણ છે.

 

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપનો ‘CPR’ માસ્ટરસ્ટ્રોક, DMK અને વિપક્ષ માટે વધી મુશ્કેલી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-bjp-cp-radhakrishnan-nda-strategy-dmk/feed/ 0
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે INDIA ગઠબંધનએ તૈયારી શરૂ કરી, સંયુક્ત ઉમેદવાર માટે પક્ષોમાં સંવાદ શરૂ https://www.gujaratinside.com/2025/08/10/india-alliance-vice-president-election-preparations-2025/ https://www.gujaratinside.com/2025/08/10/india-alliance-vice-president-election-preparations-2025/#respond Sun, 10 Aug 2025 14:53:07 +0000 https://www.gujaratinside.com/?p=16084 દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આવનારી 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે, અને તેના માટે શાસક પક્ષ તથા વિપક્ષ બંને પક્ષોએ પોતાના ઉમેદવાર પસંદ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ INDIA ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે ચર્ચા શરૂ કરી છે, જેથી એક સંયુક્ત ઉમેદવારના નામ પર સર્વસંમતિ બની શકે. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું...

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે INDIA ગઠબંધનએ તૈયારી શરૂ કરી, સંયુક્ત ઉમેદવાર માટે પક્ષોમાં સંવાદ શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આવનારી 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે, અને તેના માટે શાસક પક્ષ તથા વિપક્ષ બંને પક્ષોએ પોતાના ઉમેદવાર પસંદ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ INDIA ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે ચર્ચા શરૂ કરી છે, જેથી એક સંયુક્ત ઉમેદવારના નામ પર સર્વસંમતિ બની શકે.

મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે પરિણામ અંગે ચિંતા કર્યા વિના વિપક્ષોએ ચૂંટણી લડવી જોઈએ અને એક મજબૂત રાજકીય સંદેશ આપવો જોઈએ. તેઓના જણાવ્યા મુજબ હજી કોઈ નામ નક્કી થયું નથી, પણ સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા-વિચારણા ચાલી રહી છે.

કોંગ્રેસ સૂત્રો અનુસાર, ગઠબંધનના મોટા ભાગના સાથી પક્ષો સંયુક્ત ઉમેદવાર ઉતારવા માટે સંમત છે. જોકે કેટલાક નેતાઓ માને છે કે પહેલા ભાજપ પોતાનો ઉમેદવાર જાહેર કરે, ત્યારબાદ INDIA ગઠબંધન પોતાની સામે ઉમેદવાર જાહેર કરે.

હાલના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ 21 જુલાઈ, 2025ના રોજ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આના પગલે 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે. લોકસભા અને રાજ્યસભાના કુલ 781 સભ્યો (ચૂંટાયેલા અને નિયુક્ત બંને) ચૂંટણીમાં મતદાન કરશે. ઉમેદવારને જીત માટે ઓછામાં ઓછા 391 મતોની જરૂર રહેશે.

 

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે INDIA ગઠબંધનએ તૈયારી શરૂ કરી, સંયુક્ત ઉમેદવાર માટે પક્ષોમાં સંવાદ શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/10/india-alliance-vice-president-election-preparations-2025/feed/ 0