સ્વતંત્રતા દિવસ 2025ના આ ખાસ અવસરે મુકેશ અંબાણીએ દેશના લોકોને મોટી ખુશખબર આપી છે. Jio Hotstar આજે દરેક યુઝર્સને એક દિવસ માટે સંપૂર્ણ મફત ઍક્સેસ આપી રહ્યું છે. એટલે કે જો તમારી પાસે સબ્સ્ક્રિપ્શન નથી તો પણ આજે તમે હોટસ્ટાર પર મનપસંદ ફિલ્મો અને વેબ શોનો આનંદ મફતમાં માણી શકશો. હોટસ્ટાર પર હાલમાં “ઓપરેશન ત્રિરંગો”...
Tag: India News
સાળંગપુર હનુમાનજી મંદિરની ફેક વેબસાઈટ બનાવનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો, 46 નકલી સાઇટનો પર્દાફાશ
સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર માટે બનાવાયેલી નકલી વેબસાઈટનો ભાંડાફોડ થયો છે. ભક્તોએ ઓનલાઈન આરતી દર્શન અને બુકિંગ માટે નકલી વેબસાઈટનો ઉપયોગ થતાં ફરીયાદ કર્યા બાદ મંદિર ટ્રસ્ટે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમ્યાન ઉત્તર પ્રદેશના અમરજીત કુમાર નામના આરોપીને ઝડપવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીએ માત્ર સાળંગપુર મંદિર જ નહીં,...
ગુજરાતમાં વરસાદી માહોલ: લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, ખેડૂતોમાં આનંદ
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે 15મી ઑગસ્ટે ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો રાહત અનુભવતા થયા છે. અમરેલીના સાવરકુંડલામાં અને જૂનાગઢના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન...
સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી તિરંગાના રંગે રંજાયા, દેશભક્તિના શણગારમાં ભક્તો ભાવવિભોર
સ્વતંત્રતા દિવસના પાવન અવસરે સાળંગપુરના પ્રખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરને દેશભક્તિના રંગમાં રંગવામાં આવ્યું. દાદાને તિરંગાની થીમ પર શણગાર કરવામાં આવતા સમગ્ર પરિસરમાં દેશપ્રેમની અનોખી છટા જોવા મળી. ભક્તોએ આ અનોખા શણગારના દર્શન કરી ભાવવિભોર અનુભવ કર્યો. હજારોની સંખ્યામાં ભક્તો ‘જય શ્રી રામ’ અને ‘વંદે માતરમ્’ ના નારા લગાવતા માહોલમાં ઉત્સાહ છવાઈ ગયો હતો. પૂજારી...
સની દેઓલ લાવ્યા બોર્ડર 2 નો પ્રથમ પોસ્ટર, રિલીઝ તારીખ જાહેર
સની દેઓલની સુપરહિટ ફિલ્મ બોર્ડરને વર્ષો બાદ ફરી મોટી સ્ક્રીન પર જીવંત કરાઈ રહી છે. 15 ઓગસ્ટના ખાસ અવસરે સની દેઓલે ચાહકોને મોટી ખુશખબર આપી. તેમણે જાહેરાત કરી કે બોર્ડર 2 આગામી 22 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થશે. સાથે સાથે ફિલ્મનું પહેલું પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું, જેમાં સની દેઓલ લશ્કરી યુનિફોર્મમાં દુશ્મન સામે લડવા...
સંજય રાઉતનો મોટો દાવો: ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે મળીને લડશે મ્યુનિસિપલ ચૂંટણી
મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો વળાંક આવવાની સંભાવના છે. શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતે નાસિકમાં જાહેરાત કરી કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણી લડશે. રાઉતે કહ્યું કે બંને ભાઈઓ મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી અને નાસિકમાં સાથે લડીને મરાઠી એકતા માટે કામ કરશે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપની સરકારમાં “તાલિબાની વલણ” જોવા મળે છે....
FASTag વાર્ષિક પાસ શરૂ: 3,000 રૂપિયામાં વર્ષભરનો ટોલ લાભ, જાણો મહત્વની શરતો
ભારતમાં 15 ઓગસ્ટથી FASTag વાર્ષિક પાસ સિસ્ટમ અમલમાં આવી ગઈ છે. માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ આ યોજના અંતર્ગત લોકો 3,000 રૂપિયામાં FASTag વાર્ષિક પાસ ખરીદી શકશે, જેનો હેતુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર મુસાફરોના ટોલ ખર્ચમાં બચત કરાવવાનો છે. આ પાસ ખરીદનારા મુસાફરોને એક વર્ષ સુધી અથવા 200 વખત ટોલ પ્લાઝા પાર...
ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માત: એકનું મોત, 15 લોકો ઈજાગ્રસ્ત
ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર મઢીયા ગામ નજીક શુક્રવારે વહેલી સવારે ભયંકર અકસ્માત થયો હતો. એક આઈસર ટ્રક બંધ પડેલા ટેન્કર સાથે જોરદાર અથડાતાં ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત થયું અને લગભગ 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. મૃતકની ઓળખ સુમિત તરીકે થઈ છે. અકસ્માત બાદ ટેન્કર ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત...
આજથી લાગુ થયા SBIના નવા ચાર્જ: 25,000થી વધુ પેમેન્ટ પર લાગશે વધારાનો ખર્ચ
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ આજથી, એટલે કે 15મી ઓગસ્ટથી ઈમિડિયેટ પેમેન્ટ સર્વિસ (IMPS) માટે નવા ચાર્જ વસૂલવાની જાહેરાત કરી છે. 25,000 રૂપિયા સુધીના પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગશે નહીં, પરંતુ 25,000થી વધુના પેમેન્ટ માટે ₹2 અને એક લાખ રૂપિયા કરતા વધુ ટ્રાન્સફર માટે ₹6નો ચાર્જ લાગશે. IMPS દ્વારા ગ્રાહકોને 24×7 સુરક્ષિત ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર...
ગુજરાતમાં દેશભક્તિનો ઉત્સવ: પોરબંદરમાં 79મા સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
દેશભરમાં 79મા સ્વતંત્રતા પર્વની ઉજવણી વચ્ચે, ગુજરાતના પોરબંદરમાં રાજ્યકક્ષાની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. આ અવસરે મુખ્યમંત્રીએ નાગરિકોને ‘હર ઘર તિરંગા’ અને ‘હર ઘર સ્વચ્છતા અભિયાન’ માં જોડાવા માટે અપીલ કરી. પોરબંદર આજે દેશભક્તિના રંગે રંગાયું હતું. કાર્યક્રમ દરમિયાન ‘બાપુના પગલે તિરંગા...









