India Pakistan Conflict Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-pakistan-conflict/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 28 Aug 2025 05:12:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png India Pakistan Conflict Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-pakistan-conflict/ 32 32 ટ્રમ્પના આદેશ બાદ પાંચ કલાકમાં મોદીએ યુદ્ધ રોક્યું: રાહુલ ગાંધીનો આક્ષેપ https://www.gujaratinside.com/2025/08/28/rahul-claims-modi-stopped-war-after-trump-order/ https://www.gujaratinside.com/2025/08/28/rahul-claims-modi-stopped-war-after-trump-order/#respond Thu, 28 Aug 2025 05:12:42 +0000 https://www.gujaratinside.com/?p=17573 લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ બિહારમાં મતદાર અધિકાર યાત્રા કરી રહ્યા છે. તેમની રેલી મુઝફ્ફરપુરમાં યોજાઈ હતી જ્યાં ઇન્ડિયા ગઠબંધનના નેતા એમ.કે. સ્ટાલિન, આરજેડીના તેજસ્વી યાદવ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ...

The post ટ્રમ્પના આદેશ બાદ પાંચ કલાકમાં મોદીએ યુદ્ધ રોક્યું: રાહુલ ગાંધીનો આક્ષેપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ બિહારમાં મતદાર અધિકાર યાત્રા કરી રહ્યા છે. તેમની રેલી મુઝફ્ફરપુરમાં યોજાઈ હતી જ્યાં ઇન્ડિયા ગઠબંધનના નેતા એમ.કે. સ્ટાલિન, આરજેડીના તેજસ્વી યાદવ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ માત્ર પાંચ કલાકમાં મોદીએ પાકિસ્તાન સાથેનું યુદ્ધ અટકાવી દીધું હતું.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે “ટ્રમ્પે ખુદ જણાવ્યું કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું ત્યારે તેમણે મોદીજીને ફોન કરીને કહ્યું કે યુદ્ધ અટકાવો અને તેમને 24 કલાકનો સમય આપ્યો હતો. જોકે, મોદીએ પાંચ જ કલાકમાં યુદ્ધ રોકી દીધું હતું.”

“સિતામઢીમાં યોજાયેલી બીજી રેલીમાં રાહુલ ગાંધીએ ભાજપ પર વોટચોરીના ગંભીર આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપે 60 થી 70 બેઠકો પર મતચોરી કરી હતી, જેને લઈને તેઓ ખુલાસો કરશે.

તેમણે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અને ચૂંટણી પંચને વોટ ચોરો ગણાવ્યા અને કહ્યું કે આગામી છ મહિનામાં આ મામલે મોટા ખુલાસા થશે. તેમણે જણાવ્યું કે ભાજપ પહેલા તમારા મતોની ચોરી કરશે અને પછી તમારા અધિકારો છીનવી લેશે. તેમણે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપે મતદારોની યાદીમાં બનાવટી નામ ઉમેરીને જીત મેળવી હતી.

 

The post ટ્રમ્પના આદેશ બાદ પાંચ કલાકમાં મોદીએ યુદ્ધ રોક્યું: રાહુલ ગાંધીનો આક્ષેપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/28/rahul-claims-modi-stopped-war-after-trump-order/feed/ 0
ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો ટ્રમ્પનો દાવો, કહ્યું- ‘ફાઇટર પ્લેન મિસાઈલ સાથે તૈયાર હતા’ https://www.gujaratinside.com/2025/08/15/trump-claims-prevented-india-pakistan-nuclear-war/ https://www.gujaratinside.com/2025/08/15/trump-claims-prevented-india-pakistan-nuclear-war/#respond Fri, 15 Aug 2025 13:22:15 +0000 https://www.gujaratinside.com/?p=16381 ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થયા બાદ ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજી પણ આ વિવાદ તેમના હસ્તક્ષેપથી અટક્યો હોવાનો દાવો કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચેની લડાઈ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે તેમ હતી. તેમણે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના ફાઇટર જેટ્સ એકબીજાને...

The post ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો ટ્રમ્પનો દાવો, કહ્યું- ‘ફાઇટર પ્લેન મિસાઈલ સાથે તૈયાર હતા’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થયા બાદ ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજી પણ આ વિવાદ તેમના હસ્તક્ષેપથી અટક્યો હોવાનો દાવો કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચેની લડાઈ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે તેમ હતી. તેમણે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના ફાઇટર જેટ્સ એકબીજાને તોડી પાડી રહ્યા હતા અને છ-સાત જેટ્સને તોડી પાડવામાં આવ્યા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે બંને દેશો પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવા તૈયાર હતા.

ભારતનું કહેવું છે કે યુદ્ધવિરામનો નિર્ણય બંન્ને દેશોના DGMO વચ્ચે સીધા સંવાદ દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ ટ્રમ્પ દાવો કરે છે કે તેમના પ્રયાસોથી ceasefire શક્ય બન્યું. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે છેલ્લા છ મહિનામાં તેમણે છ યુદ્ધોનો અંત લાવ્યો છે અને તેને ગર્વ છે. 10 મેના રોજ તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે.

ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે જો બંન્ને દેશો લડાઈ બંધ કરશે, તો અમેરિકા તેમની સાથે મોટા પ્રમાણમાં વેપાર કરશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પ આજે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અલાસ્કામાં મળવા જઈ રહ્યા છે. આ બેઠકનો હેતુ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાનો છે. ટ્રમ્પે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવો સૌથી મુશ્કેલ સાબિત થયું. જો હું રાષ્ટ્રપતિ ન હોત, તો પુતિન યુક્રેન પર કબજો કરી લેત.

 

The post ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો ટ્રમ્પનો દાવો, કહ્યું- ‘ફાઇટર પ્લેન મિસાઈલ સાથે તૈયાર હતા’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/trump-claims-prevented-india-pakistan-nuclear-war/feed/ 0
ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન: ‘ભારત પર ટેરિફથી રશિયાની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો’ https://www.gujaratinside.com/2025/08/12/trump-claims-india-tariff-hit-russian-economy/ https://www.gujaratinside.com/2025/08/12/trump-claims-india-tariff-hit-russian-economy/#respond Tue, 12 Aug 2025 03:19:34 +0000 https://www.gujaratinside.com/?p=16101 અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વધુ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેમાં તેમણે દાવો કર્યો છે કે ભારત પર લગાવવામાં આવેલા ટેરિફના પગલે રશિયાની અર્થવ્યવસ્થાને મોટો આર્થિક ઝટકો લાગ્યો છે. અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની સંભાવિત બેઠક પહેલા ટ્રમ્પે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, “અમે રશિયાના બીજા નંબરના મોટા તેલ ખરીદનારા દેશને કહ્યુ કે હવે...

The post ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન: ‘ભારત પર ટેરિફથી રશિયાની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વધુ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેમાં તેમણે દાવો કર્યો છે કે ભારત પર લગાવવામાં આવેલા ટેરિફના પગલે રશિયાની અર્થવ્યવસ્થાને મોટો આર્થિક ઝટકો લાગ્યો છે. અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની સંભાવિત બેઠક પહેલા ટ્રમ્પે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, “અમે રશિયાના બીજા નંબરના મોટા તેલ ખરીદનારા દેશને કહ્યુ કે હવે તમે તેલ ખરીદશો તો 50% ટેરિફ લાગશે. આ રશિયાની માટે મોટો આઘાત છે.”

ત્રમ્પે વધુમાં કહ્યું કે રશિયાની આર્થિક સ્થિતિ પહેલેથી જ નબળી છે અને અમેરિકા દ્વારા લીધેલા આ પગલાંએ તેને વધુ દબાણમાં મુકી દીધો છે. ટ્રમ્પે અગાઉ ભારત પર 25% ટેરિફ લગાવ્યો હતો અને પછી રશિયાથી તેલ આયાત કરવા માટે વધુ 25% ટેરિફ ઉમેર્યો હતો, જેથી કુલ ટેરિફ દર 50% થયો હતો. ભારતે આ પગલાનો વિસ્ફોટક વિરોધ કર્યો હતો અને તેને અનુચિત તથા અસ્વીકાર્ય ગણાવ્યો હતો.

ત્રમ્પે પત્રકાર પરિષદમાં ફરી એકવાર ભારત-પાકિસ્તાન યુદ્ધને લઈને પણ પોતાનું શ્રેય લેવાનો પ્રયાસ કર્યો. તેમનો દાવો છે કે તેમના કાર્યકાળ દરમિયાન તેઓએ પાંચ યુદ્ધ અટકાવ્યા હતા, જેમાં ભારત-પાકિસ્તાનનો વિવાદ પણ સમાવેશ પામે છે. જો કે, ભારત આ દાવાને ફરી નકારી ચૂક્યું છે. વિદેશ મંત્રાલયે અગાઉ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે પાકિસ્તાનના DGMOએ સંઘર્ષ વિરામ માટે વિનંતી કરી હતી અને ત્યારબાદ ભારતે જવાબી કાર્યવાહી રોકી હતી.

The post ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન: ‘ભારત પર ટેરિફથી રશિયાની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/12/trump-claims-india-tariff-hit-russian-economy/feed/ 0
‘ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અમે સીધા સામેલ રહ્યા’ – ટ્રમ્પના મંત્રીનો વિવાદાસ્પદ દાવો https://www.gujaratinside.com/2025/08/08/trump-claims-us-stopped-india-pakistan-war/ https://www.gujaratinside.com/2025/08/08/trump-claims-us-stopped-india-pakistan-war/#respond Fri, 08 Aug 2025 06:55:14 +0000 https://www.gujaratinside.com/?p=16026 ભારત સામે ચાલી રહેલા ટેરિફ વિવાદની વચ્ચે હવે અમેરિકાએ એક નવા અને વિવાદાસ્પદ દાવાથી ચર્ચા ગરમાવી છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ દાવો કર્યો છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, ત્યારે અમેરિકા તેમાં સીધું સામેલ રહ્યું હતું. રુબિયોએ કહ્યું કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને “શાંતિના પ્રમુખ” તરીકે...

The post ‘ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અમે સીધા સામેલ રહ્યા’ – ટ્રમ્પના મંત્રીનો વિવાદાસ્પદ દાવો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત સામે ચાલી રહેલા ટેરિફ વિવાદની વચ્ચે હવે અમેરિકાએ એક નવા અને વિવાદાસ્પદ દાવાથી ચર્ચા ગરમાવી છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ દાવો કર્યો છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, ત્યારે અમેરિકા તેમાં સીધું સામેલ રહ્યું હતું. રુબિયોએ કહ્યું કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને “શાંતિના પ્રમુખ” તરીકે ઓળખવામાં આવે છે અને તેમણે ભારત-પાકિસ્તાન યુદ્ધને ટાળવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.

ગુરુવારે એક ઈન્ટરવ્યુ દરમિયાન રૂબિયોએ જણાવ્યું હતું કે, “જ્યારે અમે જોયું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, ત્યારે અમેરિકાએ સીધો હસ્તક્ષેપ કર્યો હતો. ટ્રમ્પે સફળતાપૂર્વક શાંતિ સ્થાપિત કરી હતી.” તેમણે આ સાથે કંબોડિયા-થાઈલેન્ડ અને અઝરબૈજાન-આર્મેનિયા વચ્ચેના સંઘર્ષના ઉલ્લેખથી પણ ટ્રમ્પની શાંતિભરેલી છવી રજૂ કરવાનો પ્રયાસ કર્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પહેલાથી જ અનેક વખત દાવો કરી ચૂક્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ તેમણે અટકાવ્યું હતું. તેમણે 10 મેના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે વોશિંગ્ટનની મધ્યસ્થતામાં ભારત અને પાકિસ્તાને તત્કાલ યુદ્ધવિરામ પર સંમતિ આપી હતી. તેમણે આપેલું આ નિવેદન રવિવારે પણ ફરી દોહરાવ્યું હતું.

ટ્રમ્પના દાવાઓનો સાથ આપતાં વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે પણ કહ્યું હતું કે ટ્રમ્પને ભારત-પાકિસ્તાન સહિતના વૈશ્વિક સંઘર્ષો રોકવા બદલ નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ.

સોશિયલ મીડિયા પર વધુ એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે તેમણે પાંચ યુદ્ધોનો અંત લાવ્યો છે, જેમાં કોંગો અને રવાન્ડા વચ્ચેના 31 વર્ષ લાંબા લોહિયાળ સંઘર્ષનો પણ સમાવેશ થાય છે.

હાલांकि, ભારતે ટ્રમ્પના દાવાઓને ખંડન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યો હતો કે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા પછી શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પોતે નિર્ણય લીધો હતો અને કોઈ ત્રીજા પક્ષની દખલગીરી સ્વીકાર્ય નહોતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ કહ્યું હતું કે યુદ્ધવિરામ માટે કોઈ બાહ્ય મધ્યસ્થતા કરવામાં આવી નહોતી.

The post ‘ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અમે સીધા સામેલ રહ્યા’ – ટ્રમ્પના મંત્રીનો વિવાદાસ્પદ દાવો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/08/trump-claims-us-stopped-india-pakistan-war/feed/ 0
ભારતે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણાં હચમચાવ્યા? – કિરાના હિલ્સની સેટેલાઇટ તસવીરો પરથી મોટો ખુલાસો https://www.gujaratinside.com/2025/07/20/india-attack-on-kirana-hills-pakistan/ https://www.gujaratinside.com/2025/07/20/india-attack-on-kirana-hills-pakistan/#respond Sun, 20 Jul 2025 04:38:15 +0000 https://www.gujaratinside.com/?p=14955 મે મહિનામાં ભારત સરકારે કિરાના હિલ્સ પર હુમલો કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, હવે જૂન 2025ની નવી ગુગલ અર્થ સેટેલાઇટ તસવીરો અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના વિશ્લેષણો દર્શાવે છે કે ભારતે ખરેખર પાકિસ્તાનના સંવેદનશીલ પરમાણુ ઠેકાણે ‘કિરાના હિલ્સ’ને નિશાન બનાવ્યું હતું. વિશ્વવિખ્યાત વિશ્લેષક ડેમિયન સિમોનનો ખુલાસો અંતરરાષ્ટ્રીય સેટેલાઇટ છબી વિશ્લેષક અને ભૂ-ગુપ્તચર સંશોધક ડેમિયન સિમોનએ આ મામલે...

The post ભારતે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણાં હચમચાવ્યા? – કિરાના હિલ્સની સેટેલાઇટ તસવીરો પરથી મોટો ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મે મહિનામાં ભારત સરકારે કિરાના હિલ્સ પર હુમલો કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, હવે જૂન 2025ની નવી ગુગલ અર્થ સેટેલાઇટ તસવીરો અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના વિશ્લેષણો દર્શાવે છે કે ભારતે ખરેખર પાકિસ્તાનના સંવેદનશીલ પરમાણુ ઠેકાણે ‘કિરાના હિલ્સ’ને નિશાન બનાવ્યું હતું.

વિશ્વવિખ્યાત વિશ્લેષક ડેમિયન સિમોનનો ખુલાસો

અંતરરાષ્ટ્રીય સેટેલાઇટ છબી વિશ્લેષક અને ભૂ-ગુપ્તચર સંશોધક ડેમિયન સિમોનએ આ મામલે પોતાના એક્સ (ભૂતપૂર્વ ટ્વિટર) હેન્ડલ પર સ્પષ્ટ જણાવ્યું:

જૂન 2025ની ગુગલ અર્થ તસવીરો ભારતીય હુમલાની અસરને સ્પષ્ટપણે દર્શાવે છે. કિરાના હિલ્સમાં તબાહી થયા પછીનો બદલો દ્રશ્યમાન છે. સાથે જ સરગોધા એરબેઝનો રનવે પણ નવું બનાવી દેવામાં આવ્યો છે.

કિરાના હિલ્સનું પરમાણુ મહત્વ અને ઇતિહાસ

કિરાના હિલ્સ, સરગોધા જિલ્લામાં સ્થિત એક વ્યૂહાત્મક સ્થળ છે, જેને પાકિસ્તાનના પરમાણુ શસ્ત્ર કાર્યક્રમનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે.
આ જગ્યાએ:

  • ગુફાઓ જેવા ટનલ અને ભૂગર્ભ સુવિધાઓ
  • રડાર અને મિસાઇલ ડિટેક્શન સ્ટેશન
  • અને 1980ના દાયકામાં પારમાણવ પરીક્ષણો
    થયા હોવાની માહિતી સમયાંતરે બહાર આવતી રહી છે.

તેની નજીક સ્થિત સરગોધા એરબેઝ પાકિસ્તાનના વાયુ સેનાનો મુખ્ય આધાર છે, જેના કારણે આ વિસ્તારો પર હુમલો ઘણો ગંભીર સંકેત આપે છે.

ઓપરેશન સિંદૂર – આતંકના જવાબમાં તોફાની પ્રહાર

આ સમગ્ર હુમલો ઓપરેશન સિંદૂરના ભાગ રૂપે થયો હોવાનું માનવામાં આવે છે.
આ ઓપરેશન ભારતે તે સમયે હાથ ધર્યું જ્યારે પહેલગામમાં પ્રવાસીઓની નરસંહારાત્મક હત્યા થયાં હતાં.

ખાસ વાત એ છે કે:

  • 9 થી 10 મેની રાત્રે
  • 15 બ્રહ્મોસ મિસાઇલો, અને
  • અન્ય ઘાતક શસ્ત્રો વડે
  • પાકિસ્તાનના 13 એરબેઝમાંથી 11 ને નુકસાન થયું હતું.

ભારતની ચુપચાપ કામગીરીનો પાકિસ્તાન હજુ પણ ખુલ્લેઆમ જવાબ આપી શક્યું નથી.

The post ભારતે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણાં હચમચાવ્યા? – કિરાના હિલ્સની સેટેલાઇટ તસવીરો પરથી મોટો ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/20/india-attack-on-kirana-hills-pakistan/feed/ 0