Indian cricket Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-cricket/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 14 Sep 2025 15:35:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Indian cricket Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-cricket/ 32 32 ઉર્વશી રૌતેલા અને મીમી ચક્રવર્તીને ED દ્વારા 1xBet સટ્ટાબાજી એપ કેસમાં સમન્સ, તપાસમાં નવા નામો જોડાયા https://www.gujaratinside.com/2025/09/14/urvashi-rautela-mimi-chakraborty-ed-summons-1xbet-case/ https://www.gujaratinside.com/2025/09/14/urvashi-rautela-mimi-chakraborty-ed-summons-1xbet-case/#respond Sun, 14 Sep 2025 14:36:06 +0000 https://www.gujaratinside.com/?p=19378 ગેરકાયદેસર સટ્ટાબાજી એપ 1xBet કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મીમી ચક્રવર્તીને સમન્સ મોકલ્યા છે. મીમી ચક્રવર્તીને 15 સપ્ટેમ્બરે અને ઉર્વશી રૌતેલાને 16 સપ્ટેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. બંનેએ દિલ્હીમાં ED હેડક્વાર્ટરમાં હાજર રહીને પોતાનો નિવેદન આપવાનો રહેશે. ED સૂત્રોના જણાવ્યા અનુસાર, 1xBet સહિતના પ્રતિબંધિત...

The post ઉર્વશી રૌતેલા અને મીમી ચક્રવર્તીને ED દ્વારા 1xBet સટ્ટાબાજી એપ કેસમાં સમન્સ, તપાસમાં નવા નામો જોડાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગેરકાયદેસર સટ્ટાબાજી એપ 1xBet કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મીમી ચક્રવર્તીને સમન્સ મોકલ્યા છે.

મીમી ચક્રવર્તીને 15 સપ્ટેમ્બરે અને ઉર્વશી રૌતેલાને 16 સપ્ટેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. બંનેએ દિલ્હીમાં ED હેડક્વાર્ટરમાં હાજર રહીને પોતાનો નિવેદન આપવાનો રહેશે.

ED સૂત્રોના જણાવ્યા અનુસાર, 1xBet સહિતના પ્રતિબંધિત સટ્ટાબાજી એપ્સના કેસમાં અનેક હાઇ-પ્રોફાઇલ સેલિબ્રિટીઓ અને ખેલાડીઓની પૂછપરછ ચાલી રહી છે.

ED પહેલાથી જ ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના, શિખર ધવન, તેમજ હરભજન સિંહ અને યુવરાજ સિંહ જેવા ખેલાડીઓના નિવેદનો નોંધાવી ચૂકી છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની એપ્સ પહેલા પોતાને કૌશલ્ય આધારિત રમતો તરીકે રજૂ કરે છે અને યુઝર્સને રિવોર્ડ્સથી આકર્ષે છે. બાદમાં તેના અલ્ગોરિધમ ગેરન્યાયી રીતે કાર્ય કરે છે, જેના કારણે લોકોની મોટાપાયે નાણાકીય નુકશાની થાય છે.

આ પ્લેટફોર્મ્સ પોતાને લોકપ્રિય બનાવવા માટે સ્ટાર્સ, ખેલાડીઓ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સની મદદ લે છે અને તેમને મોટી રકમ ચૂકવે છે.

આ કેસમાં EDની કાર્યવાહી આગળ વધતાં સેલિબ્રિટીઓ અને ક્રિકેટર્સ માટે મુશ્કેલીઓ વધી રહી છે અને વધુ નામો બહાર આવવાની શક્યતા છે.

The post ઉર્વશી રૌતેલા અને મીમી ચક્રવર્તીને ED દ્વારા 1xBet સટ્ટાબાજી એપ કેસમાં સમન્સ, તપાસમાં નવા નામો જોડાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/urvashi-rautela-mimi-chakraborty-ed-summons-1xbet-case/feed/ 0
IND vs PAK: શાહિદ આફ્રિદીનો વિવાદાસ્પદ નિવેદન, ભારતીય ખેલાડીઓ પર ઉશ્કેરણી https://www.gujaratinside.com/2025/09/12/ind-vs-pak-shahid-afridi-controversial-statement/ https://www.gujaratinside.com/2025/09/12/ind-vs-pak-shahid-afridi-controversial-statement/#respond Fri, 12 Sep 2025 08:15:57 +0000 https://www.gujaratinside.com/?p=19222 યુએઈમાં યોજાનારા એશિયા કપ 2025 માં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી હાઇ-વોલ્ટેજ મેચ પહેલાં વિવાદ ઉભરો છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે, જેમાં તેણે ખેલાડીઓના ઘરો પર હુમલા કરવાની ધમકી આપી હોવાનું જણાવાયું છે. આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વીડિયો ક્લિપમાં જોવા મળે છે....

The post IND vs PAK: શાહિદ આફ્રિદીનો વિવાદાસ્પદ નિવેદન, ભારતીય ખેલાડીઓ પર ઉશ્કેરણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
યુએઈમાં યોજાનારા એશિયા કપ 2025 માં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી હાઇ-વોલ્ટેજ મેચ પહેલાં વિવાદ ઉભરો છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે, જેમાં તેણે ખેલાડીઓના ઘરો પર હુમલા કરવાની ધમકી આપી હોવાનું જણાવાયું છે.

આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વીડિયો ક્લિપમાં જોવા મળે છે. આફ્રિદી અગાઉ પણ ઘણીવાર ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી ચૂક્યા છે.

પહલગામ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મૃત્યુ બાદ ભારતમાં પાકિસ્તાન વિરુદ્ધ બેહદ તણાવનો માહોલ બની ગયો હતો. તેવામાં એશિયા કપ 2025 માં ભારત-પાક મૅચ રમવાનું નિયંત્રણ ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમાશે નહીં , પરંતુ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારત પાકિસ્તાન સામે મેચ રમશે.

આફ્રિદીના નિવેદનથી મેચ પહેલાં જ વાતાવરણ ગરમાયું છે. ક્રિકેટ પ્રેક્ષકોમાં ઉત્સાહ પણ પહેલા જેટલો નથી, અને સ્ટેડિયમના મોટાભાગના સ્ટેન્ડ માટે ટિકિટો ઉપલબ્ધ છે. આથી સ્પષ્ટ થાય છે કે ચાહકોમાં પાકિસ્તાન સામે મેચ રમવાની ઇચ્છા ઘટી છે.

The post IND vs PAK: શાહિદ આફ્રિદીનો વિવાદાસ્પદ નિવેદન, ભારતીય ખેલાડીઓ પર ઉશ્કેરણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/ind-vs-pak-shahid-afridi-controversial-statement/feed/ 0
નિવૃત્તિ બાદ ચેતેશ્વર પૂજારાને BCCI તરફથી મળશે મહિને 60 હજારનું પેન્શન https://www.gujaratinside.com/2025/08/27/cheteshwar-pujara-bcci-pension/ https://www.gujaratinside.com/2025/08/27/cheteshwar-pujara-bcci-pension/#respond Wed, 27 Aug 2025 12:34:30 +0000 https://www.gujaratinside.com/?p=17493 ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ત્રણે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. રવિવારે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને એક્સ હેન્ડ પર નિવૃત્તિની જાહેરાત કરી, જેમાં તેણે જૂની યાદોને યાદ કરતાં ભાવુક પોસ્ટ લખી. પૂજારાએ પોતાની આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ કારકિર્દીમાં 100થી વધુ મેચ રમી છે અને ટીમ ઈન્ડિયાને અનેક મહત્વપૂર્ણ જીત માટે યોગદાન આપ્યું છે. પૂજારાએ છેલ્લીવાર...

The post નિવૃત્તિ બાદ ચેતેશ્વર પૂજારાને BCCI તરફથી મળશે મહિને 60 હજારનું પેન્શન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ત્રણે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. રવિવારે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને એક્સ હેન્ડ પર નિવૃત્તિની જાહેરાત કરી, જેમાં તેણે જૂની યાદોને યાદ કરતાં ભાવુક પોસ્ટ લખી. પૂજારાએ પોતાની આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ કારકિર્દીમાં 100થી વધુ મેચ રમી છે અને ટીમ ઈન્ડિયાને અનેક મહત્વપૂર્ણ જીત માટે યોગદાન આપ્યું છે.

પૂજારાએ છેલ્લીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ના ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે રમ્યા હતા. ત્યારબાદ તેમની ટીમમાં ફરી વાપસી ન થઈ, કારણ કે BCCI યુવાનોને તક આપવા ઇચ્છતી હતી. શુભમન ગિલ અને જાયસ્વાલ જેવા બેટર્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યા, જેના કારણે પૂજારાને પુનઃ ટીમમાં આવવાનો મોકો ન મળ્યો.

BCCI દ્વારા ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત ખેલાડીઓ માટે પેન્શનની યોજના બનાવવામાં આવી છે. 1 જૂન 2022થી લાગુ થયેલ નિયમો અનુસાર, પુરુષ ખેલાડીઓને 30 હજારથી 70 હજાર રૂપિયાનું માસિક પેન્શન મળે છે, જ્યારે મહિલાઓને 45 હજારથી 52,500 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. આ પેન્શન રકમ ખેલાડીની ઇન્ટરનેશનલ કારકિર્દી અને પ્રદર્શન આધારિત હોય છે. સચિન તેંડુલકર અને સુનિલ ગાવસ્કર જેવા દિગ્ગજ ખેલાડીઓને મહિને 70 હજાર રૂપિયાનું પેન્શન મળે છે.

પૂજારાના ઇન્ટરનેશનલ કારકિર્દીની વિગતો મુજબ, તેણે 103 ટેસ્ટ અને 5 વનડે રમ્યા છે. તે T20I રમ્યો નથી. ટેસ્ટમાં તેણે 44.4ની એવરેજ સાથે 7,195 રન બનાવ્યા છે, જેમાં 19 શતક અને 35 અર્ધશતક શામેલ છે. અનુમાન મુજબ, BCCI પૂજારાને તેમની સફળ અને યોગદાનસભર કારકિર્દી માટે મહિને 60 હજાર રૂપિયાનું પેન્શન આપશે.

 

The post નિવૃત્તિ બાદ ચેતેશ્વર પૂજારાને BCCI તરફથી મળશે મહિને 60 હજારનું પેન્શન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/cheteshwar-pujara-bcci-pension/feed/ 0
શ્રેયસ અય્યર વનડે ટીમના કેપ્ટન બનશે? BCCIએ કર્યો સ્પષ્ટ નિવેદન https://www.gujaratinside.com/2025/08/22/shreyas-iyer-odi-captain-bcci-clarification/ https://www.gujaratinside.com/2025/08/22/shreyas-iyer-odi-captain-bcci-clarification/#respond Fri, 22 Aug 2025 15:07:24 +0000 https://www.gujaratinside.com/?p=16983 નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ પછી ટેસ્ટ ફોર્મેટમાં મોટો બદલાવ આવ્યો છે. રોહિત શર્મા અને કોહલીની ગઇકાલની નિવૃત્તિ બાદ શુભમન ગિલને ટેસ્ટ ટીમનું કેપ્ટન બનાવવામાં આવ્યું હતું. જ્યારે T20 ટીમ માટે એશિયા કપ માટે શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન રિપોર્ટ્સમાં આવી હતી કે વનડે ટીમ માટે...

The post શ્રેયસ અય્યર વનડે ટીમના કેપ્ટન બનશે? BCCIએ કર્યો સ્પષ્ટ નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ પછી ટેસ્ટ ફોર્મેટમાં મોટો બદલાવ આવ્યો છે. રોહિત શર્મા અને કોહલીની ગઇકાલની નિવૃત્તિ બાદ શુભમન ગિલને ટેસ્ટ ટીમનું કેપ્ટન બનાવવામાં આવ્યું હતું. જ્યારે T20 ટીમ માટે એશિયા કપ માટે શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

આ દરમિયાન રિપોર્ટ્સમાં આવી હતી કે વનડે ટીમ માટે રોહિતની જગ્યાએ શ્રેયસ અય્યર આગામી સિરીઝમાં કેપ્ટન બની શકે છે. જોકે, BCCIના સચિવ દેવજીત સાઈકયાએ આ સમાચારને ખોટા અને અફવા ગણાવ્યા છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે વનડે કેપ્ટનશિપ અંગે હજુ કોઈ ચર્ચા અને અંતિમ નિર્ણય લેવાયો નથી.

શ્રેયસ અય્યર વનડેમાં છેલ્લાં ઘણા વર્ષોથી સારું પ્રદર્શન કરી રહ્યા છે અને ઘરેલુ ક્રિકેટ તેમજ IPLમાં પણ સારી કેપ્ટનશિપ કરી છે. તેમના પર વનડે કેપ્ટન બનવાની શક્યતા વધારવામાં આવી હતી, પરંતુ BCCIનું માનવું છે કે T20 અને વનડે બંને ફોર્મેટમાં ટીમ માટે શુભમન ગિલ વધુ યોગ્ય વિકલ્પ છે. 25 વર્ષના ગિલને T20 વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જેથી એક જ કેપ્ટન ત્રણેય ફોર્મેટમાં ટીમના મજબૂત નેતૃત્વ માટે આગળ આવે.

સિલેક્શન કમિટી આગામી સમયમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના વનડે ફોર્મેટ માટેના ભવિષ્ય અંગે નિર્ણય લેશે. રિપોર્ટ મુજબ, રોહિતની ઉંમર 38 વર્ષ છે અને આગામી વર્લ્ડ કપ દરમિયાન 40 વર્ષનો થઈ જશે, જેને કારણે બોર્ડને શંકા છે કે તેઓ 2027ના વનડે વર્લ્ડ કપ સુધી ફિટ રહી શકશે કે નહીં.

 

The post શ્રેયસ અય્યર વનડે ટીમના કેપ્ટન બનશે? BCCIએ કર્યો સ્પષ્ટ નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/22/shreyas-iyer-odi-captain-bcci-clarification/feed/ 0
રિષભ પંતની ઈજાથી પ્રેરણા, BCCIએ ઘરેલુ ક્રિકેટમાં નવો નિયમ લાગુ કરવાનું જાહેર કર્યું https://www.gujaratinside.com/2025/08/16/bcci-serious-injury-replacement-rule-domestic-cricket/ https://www.gujaratinside.com/2025/08/16/bcci-serious-injury-replacement-rule-domestic-cricket/#respond Sat, 16 Aug 2025 12:34:54 +0000 https://www.gujaratinside.com/?p=16459 ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ગંભીર ઈજા થઈ હતી. લોર્ડ્સ ટેસ્ટમાં વિકેટકીપિંગ કરતી વખતે પંતને આંગળીમાં ઈજા થઈ હતી અને ત્યારબાદ માન્ચેસ્ટર ટેસ્ટમાં પગમાં મોટી ઈજા થતા તેને મેદાન છોડવું પડ્યું. આ ઈજાએ એન્ડરસન-તેંડુલકર ટ્રોફી શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે મોટી ચિંતા ઊભી કરી. આ ઘટનાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને નવો...

The post રિષભ પંતની ઈજાથી પ્રેરણા, BCCIએ ઘરેલુ ક્રિકેટમાં નવો નિયમ લાગુ કરવાનું જાહેર કર્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ગંભીર ઈજા થઈ હતી. લોર્ડ્સ ટેસ્ટમાં વિકેટકીપિંગ કરતી વખતે પંતને આંગળીમાં ઈજા થઈ હતી અને ત્યારબાદ માન્ચેસ્ટર ટેસ્ટમાં પગમાં મોટી ઈજા થતા તેને મેદાન છોડવું પડ્યું. આ ઈજાએ એન્ડરસન-તેંડુલકર ટ્રોફી શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે મોટી ચિંતા ઊભી કરી. આ ઘટનાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને નવો નિયમ બનાવવાની પ્રેરણા આપી છે.

BCCIએ 2025-26 સીઝનથી ઘરેલુ મલ્ટી-ડે મેચો માટે ‘સીરિયસ ઈન્જરી રિપ્લેસમેન્ટ’ નો નિયમ અમલમાં લાવવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ અનુસાર, જો કોઈ ખેલાડી મેચ દરમ્યાન ગંભીર ઈજાને કારણે બહાર થાય છે, તો ટીમ મેનેજમેન્ટ તેને સમાન લાયકાત ધરાવતા ખેલાડીથી બદલી શકે છે. આ બદલાવ માટે પસંદગી સમિતિ અને મેચ રેફરીની મંજૂરી ફરજિયાત રહેશે.

આ નિયમ ખાસ કરીને CK નાયડુ ટ્રોફી જેવી મલ્ટી-ડે અંડર-19 ટુર્નામેન્ટમાં લાગુ પડશે, જ્યારે સફેદ બોલ ટુર્નામેન્ટ જેમ કે સૈયદ મુશ્તાક અલી અને વિજય હજારેમાં તેનો ઉપયોગ નહીં થાય. IPL માટે આ નિયમ લાગુ કરાશે કે નહીં તે અંગે હજી નિર્ણય લેવાયો નથી.

હાલમાં ICCના નિયમો મુજબ ફક્ત માથાની ઈજામાં કન્કશન સબસ્ટિટ્યૂટ આપવામાં આવે છે, જેમાં ખેલાડી ઓછામાં ઓછા 7 દિવસ સુધી કોઈ મેચ રમી શકતો નથી. BCCIનો નવો નિયમ ટીમની રણનીતિને સુરક્ષિત રાખવા અને રમતનું સ્તર જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

 

The post રિષભ પંતની ઈજાથી પ્રેરણા, BCCIએ ઘરેલુ ક્રિકેટમાં નવો નિયમ લાગુ કરવાનું જાહેર કર્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/bcci-serious-injury-replacement-rule-domestic-cricket/feed/ 0
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર અને મુંબઈના પ્રખ્યાત ઉદ્યોગપતિ રવિ ઘઈની પૌત્રી સાનિયા ચંડોકની સગાઈ https://www.gujaratinside.com/2025/08/13/sachin-tendulkars-daughter-arjun-got-engaged/ https://www.gujaratinside.com/2025/08/13/sachin-tendulkars-daughter-arjun-got-engaged/#respond Wed, 13 Aug 2025 17:49:30 +0000 https://www.gujaratinside.com/?p=16149 ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી અને ‘ક્રિકેટના ભગવાન’ તરીકે ઓળખાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરे, સાનિયા ચંડોક સાથે સગાઈ કરી છે. સાનિયા, મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ અને હોટેલિયર રવિ ઘઈની પૌત્રી છે. સગાઈનો સમારંભ ખુબ જ ખાનગી રીતે યોજાયો હતો જેમાં બંને પરિવારોના નજીકના સભ્યો અને મિત્રોએ હાજરી આપી હતી. ઘઈ પરિવાર મુંબઈના જાણીતા ઈન્ટરકોન્ટિનેન્ટલ મરીન ડ્રાઈવ હોટલ...

The post સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર અને મુંબઈના પ્રખ્યાત ઉદ્યોગપતિ રવિ ઘઈની પૌત્રી સાનિયા ચંડોકની સગાઈ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી અને ‘ક્રિકેટના ભગવાન’ તરીકે ઓળખાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરे, સાનિયા ચંડોક સાથે સગાઈ કરી છે. સાનિયા, મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ અને હોટેલિયર રવિ ઘઈની પૌત્રી છે. સગાઈનો સમારંભ ખુબ જ ખાનગી રીતે યોજાયો હતો જેમાં બંને પરિવારોના નજીકના સભ્યો અને મિત્રોએ હાજરી આપી હતી.

ઘઈ પરિવાર મુંબઈના જાણીતા ઈન્ટરકોન્ટિનેન્ટલ મરીન ડ્રાઈવ હોટલ અને લોકપ્રિય લો-કેલરી આઈસ્ક્રીમ બ્રાન્ડ “બ્રુકલિન ક્રીમરી”ના માલિક છે. આ સગાઈથી બિઝનેસ અને ક્રિકેટ જગતની બંને પ્રસિદ્ધ વ્યક્તિઓ એક નૈતિક જોડાણમાં બંધાઈ છે.

અર્જુન તેંડુલકરની ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો, તે હાલમાં ગોવાનी ઘરેલુ ટીમ માટે રમે છે. IPL 2025 સીઝનમાં તેમનું પરફોર્મન્સ નગણ્ય રહ્યું કારણ કે તેમને એક પણ મેચ રમવાનો મોકો ન મળ્યો. તેઓ મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા રિટેન કરવામાં આવ્યા હતા પરંતુ પ્લેઇંગ ઈલેવનમાં જગ્યા ન મળી.

અર્જુને અત્યાર સુધી 17 ફર્સ્ટ ક્લાસ, 18 લિસ્ટ-એ અને 24 ટી20 મેચ રમ્યા છે જેમાં સરસ આંકડા નોંધાવ્યા છે. IPLમાં તેમણે અત્યાર સુધી 5 મેચમાં ભાગ લીધો છે જેમાં 3 વિકેટ અને 13 રન નોંધાયા છે.

સચિન અને અંજલિ તેંડુલકરનો લગ્ન 24 મે 1995ના રોજ થયો હતો. તેમના દિકરી સારા અને દિકરો અર્જુન બંને મીડિયા અને જનતાની નજરમાં છે. હવે અર્જુનના જીવનમાં સાનિયા ચંડોકના રૂપમાં એક નવી શરૂઆત થઈ છે.

The post સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર અને મુંબઈના પ્રખ્યાત ઉદ્યોગપતિ રવિ ઘઈની પૌત્રી સાનિયા ચંડોકની સગાઈ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/13/sachin-tendulkars-daughter-arjun-got-engaged/feed/ 0