Indo Pacific Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indo-pacific/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 09 Sep 2025 11:10:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Indo Pacific Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indo-pacific/ 32 32 ભારત બનાવશે ન્યુક્લિયરથી સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’, 55 ફાઇટર જેટ લઈ જવાની ક્ષમતા https://www.gujaratinside.com/2025/09/09/india-ins-vishal-nuclear-aircraft-carrier/ https://www.gujaratinside.com/2025/09/09/india-ins-vishal-nuclear-aircraft-carrier/#respond Tue, 09 Sep 2025 11:05:54 +0000 https://www.gujaratinside.com/?p=18893 ભારત હવે પોતાની નૌસેનાને વિશ્વસ્તરે વધુ શક્તિશાળી બનાવવા તરફ મહત્વનું પગલું ભરવા જઈ રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયે 6 ઓગસ્ટ 2025ના રોજ જાહેર કરેલી ટેકનોલોજી પર્સપેક્ટિવ એન્ડ કેપેબિલિટી રોડમેપ 2025 (TPCR-2025) હેઠળ દેશ પોતાનું પહેલું ન્યુક્લિયરથી સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’ બનાવશે. આ જહાજ ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાન જેવી પડકારરૂપ શક્તિઓ સામે મજબૂત જવાબ...

The post ભારત બનાવશે ન્યુક્લિયરથી સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’, 55 ફાઇટર જેટ લઈ જવાની ક્ષમતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત હવે પોતાની નૌસેનાને વિશ્વસ્તરે વધુ શક્તિશાળી બનાવવા તરફ મહત્વનું પગલું ભરવા જઈ રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયે 6 ઓગસ્ટ 2025ના રોજ જાહેર કરેલી ટેકનોલોજી પર્સપેક્ટિવ એન્ડ કેપેબિલિટી રોડમેપ 2025 (TPCR-2025) હેઠળ દેશ પોતાનું પહેલું ન્યુક્લિયરથી સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’ બનાવશે. આ જહાજ ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાન જેવી પડકારરૂપ શક્તિઓ સામે મજબૂત જવાબ આપવા સક્ષમ બનાવશે.

INS વિશાલ: ભારતની નવી તાકાત

INS વિશાલને સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર–3 (IAC-3) તરીકે ઓળખવામાં આવે છે. આ ભારતનું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર હશે અને તે કોચીન શિપયાર્ડ લિમિટેડમાં બનાવાશે. ન્યુક્લિયર ઉર્જાથી સંચાલિત આ વિશાળ જહાજનું વજન 65થી 75 હજાર ટન રહેશે, જ્યારે તેની લંબાઈ લગભગ 300 મીટર અને ગતિ 55 કિમી/કલાક હશે. તેમાં કુલ 55 વિમાનો તહેનાત થઈ શકશે, જેમાંથી 40 ફિક્સ્ડ-વિંગ ફાઇટર જેટ અને 15 રોટરી-વિંગ હેલિકોપ્ટર હશે. આ જહાજ સાથે ભારત અમેરિકા અને ફ્રાન્સ પછી ન્યુક્લિયર સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ધરાવતું દેશ બનશે.

પરમાણુ ઉર્જાના ફાયદા

INS વિશાલ પરમાણુ રિએક્ટરથી સંચાલિત હોવાથી તે લાંબા સમય સુધી રિફ્યુઅલિંગ વિના સમુદ્રમાં રહી શકશે. તેની ક્ષમતા 500–550 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની છે, જેના કારણે તે ઈલેક્ટ્રોમેગ્નેટિક એરક્રાફ્ટ લોન્ચ સિસ્ટમ (EMALS), લેસર હથિયારો અને આધુનિક સેન્સર સંચાલિત કરી શકશે. આ જહાજ ભારે ફાઇટર એરક્રાફ્ટ, ડ્રોન અને AEW&C વિમાનોને લોન્ચ કરવાની ક્ષમતા ધરાવશે, તેમજ સતત હવાઈ કવરેજ પૂરી પાડશે.

INS વિશાલની ખાસિયતો

  • EMALS ટેકનોલોજી: DRDO દ્વારા વિકસાવવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં 40 ટન સુધીના વિમાનો લોન્ચ કરી શકશે.
  • ઓટોમેટિક લેન્ડિંગ સિસ્ટમ: વિમાનોને સુરક્ષિત લેન્ડિંગ સુનિશ્ચિત કરશે.
  • ફ્રેનેલ ઓપ્ટિકલ લેન્ડિંગ સિસ્ટમ: પાઇલટ્સને લેન્ડિંગમાં માર્ગદર્શન આપશે.
  • કોમ્બેટ મેનેજમેન્ટ સોફ્ટવેર: વિમાનોની કામગીરી અને યુદ્ધ દરમિયાન સંકલન કરશે.

કેમ જરૂરી છે INS વિશાલ?

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાનની વધતી જતી નૌસૈનિક શક્તિ ભારત માટે ગંભીર પડકાર ઉભો કરે છે. ચીન પાસે પહેલેથી જ લિયાઓનિંગ અને શોંડોંગ જેવા બે એરક્રાફ્ટ કેરિયર છે અને ત્રીજું ફુજિયાન EMALS સાથે તૈયાર થઈ રહ્યું છે. બીજી તરફ, પાકિસ્તાન ચીન પાસેથી 8 હેંગોર-ક્લાસ સબમરીન ખરીદી રહ્યું છે, જે ભારતના દરિયાઈ ક્ષેત્ર માટે ખતરો ઊભો કરે છે.

ભારત ત્રણ એરક્રાફ્ટ કેરિયરની યોજના ધરાવે છે જેથી એક જહાજ મેઈન્ટેનન્સમાં હોય તો બીજા બે જહાજો હંમેશા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય રહી શકે. આ રીતે INS વિશાલ ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે અને દેશની વ્યૂહાત્મક તાકાતમાં વધારો કરશે.

 

 

The post ભારત બનાવશે ન્યુક્લિયરથી સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’, 55 ફાઇટર જેટ લઈ જવાની ક્ષમતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/india-ins-vishal-nuclear-aircraft-carrier/feed/ 0
જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી દ્વિપક્ષીય સહયોગ પર મહત્વપૂર્ણ બેઠક https://www.gujaratinside.com/2025/09/03/india-germany-bilateral-meeting-jaishankar-wadephul/ https://www.gujaratinside.com/2025/09/03/india-germany-bilateral-meeting-jaishankar-wadephul/#respond Wed, 03 Sep 2025 13:54:46 +0000 https://www.gujaratinside.com/?p=18258 ભારત અને જર્મની વચ્ચે બહુપક્ષીય સહયોગને વેગ આપવા માટે વિદેશ મંત્રી એસ. જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી જોહાન વાડેફૂલ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠક પહેલાં, જયશંકરે જણાવ્યું કે ભારત યુરોપિયન યુનિયન સાથે તેના સંબંધોને વધુ ગાઢ બનાવવા અને મુક્ત વેપાર કરાર પર ચર્ચાને વેગ આપવા જર્મનીના સહયોગ પર આધાર રાખે છે. તેમણે ઉમેર્યું કે ભારત અને...

The post જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી દ્વિપક્ષીય સહયોગ પર મહત્વપૂર્ણ બેઠક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને જર્મની વચ્ચે બહુપક્ષીય સહયોગને વેગ આપવા માટે વિદેશ મંત્રી એસ. જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી જોહાન વાડેફૂલ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠક પહેલાં, જયશંકરે જણાવ્યું કે ભારત યુરોપિયન યુનિયન સાથે તેના સંબંધોને વધુ ગાઢ બનાવવા અને મુક્ત વેપાર કરાર પર ચર્ચાને વેગ આપવા જર્મનીના સહયોગ પર આધાર રાખે છે.

તેમણે ઉમેર્યું કે ભારત અને જર્મની વચ્ચે રાજકીય, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક અને વેપાર ક્ષેત્રોમાં દાયકાઓથી મજબૂત સહયોગ રહ્યો છે અને આજે યોજાનારી ચર્ચા આ સંબંધોને વધુ મજબૂત બનાવશે.

જર્મનીના વિદેશ મંત્રી જોહાન વાડેફૂલે જણાવ્યું કે, ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે અને બંને દેશો વચ્ચે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સહયોગને વિસ્તૃત કરવા ઘણી શક્યતાઓ છે. તેમણે ઉમેર્યું કે સુરક્ષા સહયોગ, ઇનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્રે સાથે મળીને કાર્ય કરવાની વ્યૂહાત્મક સંભાવનાઓ ખુબજ મહત્વપૂર્ણ છે.

જયશંકરે તેમની મુલાકાતનું સ્વાગત કરતાં જણાવ્યું કે બેંગલુરુ અને નવી દિલ્હીમાં યોજાનારી મુલાકાત બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરશે.

બેઠક દરમિયાન, બંને વડાઓએ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી, જે ભારત અને જર્મનીના ગાઢ સંબંધોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

 

The post જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી દ્વિપક્ષીય સહયોગ પર મહત્વપૂર્ણ બેઠક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/india-germany-bilateral-meeting-jaishankar-wadephul/feed/ 0
ટ્રમ્પના ટેરિફ મુદ્દે ભારતને ફિજીનો સાથ, રાબુકાએ કહ્યું– “મોદી એટલા શક્તિશાળી કે મુશ્કેલીઓનો સામનો કરી શકશે” https://www.gujaratinside.com/2025/08/27/fiji-pm-supports-modi-on-trump-tariffs/ https://www.gujaratinside.com/2025/08/27/fiji-pm-supports-modi-on-trump-tariffs/#respond Wed, 27 Aug 2025 04:28:38 +0000 https://www.gujaratinside.com/?p=17429 ફિજીના વડાપ્રધાન સિટિવેની લિગામમાદા રાબુકા હાલમાં ભારતની મુલાકાતે છે. મંગળવારે તેઓ નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેયર્સ (ICWA) દ્વારા આયોજિત ‘ઓશન ઓફ પીસ’ વ્યાખ્યાનમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન, તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં લાગુ કરાયેલા 50% ટેરિફ અંગે કટાક્ષ કરતાં કહ્યું કે ભારત એટલું શક્તિશાળી છે કે આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી...

The post ટ્રમ્પના ટેરિફ મુદ્દે ભારતને ફિજીનો સાથ, રાબુકાએ કહ્યું– “મોદી એટલા શક્તિશાળી કે મુશ્કેલીઓનો સામનો કરી શકશે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ફિજીના વડાપ્રધાન સિટિવેની લિગામમાદા રાબુકા હાલમાં ભારતની મુલાકાતે છે. મંગળવારે તેઓ નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેયર્સ (ICWA) દ્વારા આયોજિત ‘ઓશન ઓફ પીસ’ વ્યાખ્યાનમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન, તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં લાગુ કરાયેલા 50% ટેરિફ અંગે કટાક્ષ કરતાં કહ્યું કે ભારત એટલું શક્તિશાળી છે કે આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી શકે છે.

રાબુકાએ જણાવ્યું કે તાજેતરમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની ચર્ચા દરમિયાન અમેરિકા દ્વારા ભારતીય માલસામાન પર 50% ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે, જેના કારણે ઝીંગા, કપડાં, ચામડા અને રત્ન-આભૂષણ જેવા શ્રમ-આધારિત નિકાસ ક્ષેત્રોને મોટો ફટકો પડશે. નોંધનીય છે કે આ ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવશે.

ફિજીના વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન ભારત અને ફિજી વચ્ચે દરિયાઈ સુરક્ષા, આરોગ્ય, વેપાર, ડિજિટલ ટેકનોલોજી અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે સાત મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં બંને દેશોએ સંરક્ષણ સહકાર મજબૂત કરવાનો તથા શાંતિપૂર્ણ અને સમાવેશી ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે મળીને કામ કરવાની યોજનાઓ ઘડેલી.

ICWA કાર્યક્રમ દરમિયાન રાબુકાએ તેમના ‘ઓશન ઓફ પીસ’ વિઝન પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે ભારત આ પ્રયાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે અને ફિજી સાથે મળીને પ્રશાંત ક્ષેત્રને શાંતિ અને સ્થિરતાનું કેન્દ્ર બનાવી શકે છે. આ દ્રષ્ટિકોણને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ સમર્થન આપ્યું છે.

વધુમાં, રાબુકાએ ગ્લોબલ સાઉથમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરી તથા આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિને સમર્થન આપ્યું. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સદસ્યપદ માટે ફિજીના સમર્થનને ફરીથી દોહરાવ્યું.

The post ટ્રમ્પના ટેરિફ મુદ્દે ભારતને ફિજીનો સાથ, રાબુકાએ કહ્યું– “મોદી એટલા શક્તિશાળી કે મુશ્કેલીઓનો સામનો કરી શકશે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/fiji-pm-supports-modi-on-trump-tariffs/feed/ 0