Lok Sabha Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/lok-sabha/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 09 Sep 2025 05:58:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Lok Sabha Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/lok-sabha/ 32 32 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/ https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/#respond Tue, 09 Sep 2025 05:58:54 +0000 https://www.gujaratinside.com/?p=18840 ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં એનડીએ (NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં મતદાન સવારના 10 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. મતદાનના એક દિવસ પહેલા...

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં એનડીએ (NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં મતદાન સવારના 10 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં NDA સાંસદોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. બેઠકમાં સાંસદોને મતદાન પ્રક્રિયા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચૂંટણી પહેલા NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દિલ્હીના લોધી રોડ સ્થિત શ્રી રામ મંદિરે પૂજા-અર્ચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ ચૂંટણી ભારતીય રાષ્ટ્રવાદ માટે મોટી જીત સાબિત થશે. અમે બધા એક છીએ અને એક રહીશું. અમારી ઇચ્છા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા છે.”

આ ચૂંટણીમાં બિજૂ જનતા દળ (BJD), ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને શિરોમણી અકાલી દળે મતદાનમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત, પંજાબના સ્વતંત્ર સાંસદો સરબજીત સિંહ ખાલસા (ફરીદકોટ) અને અમૃતપાલ સિંહ (ખડૂર સાહિબ) એ પણ મતદાનનો બહિષ્કાર જાહેર કર્યો છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ચૂંટણી અંગે જણાવ્યું કે, “આ મત અંતરાત્મા પર આધારિત છે. ભાજપ લોકોનો ઉપયોગ કરીને પછી તેમને બરબાદ કરે છે. અમારા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાથે પણ એવું જ બન્યું હતું. જીતનો આંકડો ચોક્કસપણે અમારા પક્ષમાં રહેશે.”

લોકસભા અને રાજ્યસભાના કુલ 781 સાંસદોને મતદાનનો અધિકાર છે, જેમાં જીત માટે 392 મત જરૂરી છે. હાલની સંખ્યાબળની સ્થિતિ જોતા NDA પાસે 425 સાંસદોનું સમર્થન છે (લોકસભામાં 293 અને રાજ્યસભામાં 132). એટલે કે, નંબરગેમમાં NDAની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

 

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/feed/ 0
રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર: વોટ ચોરીથી લઈને બેરોજગારી સુધી 6 ગંભીર આરોપ https://www.gujaratinside.com/2025/08/21/rahul-gandhi-slams-bjp-over-vote-rigging-and-governance-failures/ https://www.gujaratinside.com/2025/08/21/rahul-gandhi-slams-bjp-over-vote-rigging-and-governance-failures/#respond Thu, 21 Aug 2025 15:39:47 +0000 https://www.gujaratinside.com/?p=16903 કોંગ્રેસ સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ફરીથી કડક પ્રહાર કર્યા છે. બિહારમાં ચાલી રહેલી ‘વોટ અધિકાર યાત્રા’ દરમિયાન તેમણે ભાજપ પર વોટ ચોરીનો મુદ્દો ફરી ઉઠાવ્યો અને છ મુદ્દાઓ પર સીધી ટીકા કરી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “જે સરકાર વોટ ચોરીથી બને છે, શું તે ક્યારેય જનસેવા માટે પ્રતિબદ્ધ હોઈ...

The post રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર: વોટ ચોરીથી લઈને બેરોજગારી સુધી 6 ગંભીર આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કોંગ્રેસ સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ફરીથી કડક પ્રહાર કર્યા છે. બિહારમાં ચાલી રહેલી ‘વોટ અધિકાર યાત્રા’ દરમિયાન તેમણે ભાજપ પર વોટ ચોરીનો મુદ્દો ફરી ઉઠાવ્યો અને છ મુદ્દાઓ પર સીધી ટીકા કરી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “જે સરકાર વોટ ચોરીથી બને છે, શું તે ક્યારેય જનસેવા માટે પ્રતિબદ્ધ હોઈ શકે?”

રાહુલ ગાંધીએ ટ્વિટ દ્વારા ભાજપ પર આક્ષેપો કર્યા છે. તેમણે બેરોજગારીને મોટો મુદ્દો ગણાવ્યો અને કહ્યું કે તે રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે, જ્યારે સરકાર મૂડીવાદીઓના હિત માટે કામ કરી રહી છે. પેપર લીક અને કૌભાંડનો મુદ્દો ઉઠાવતા તેમણે જણાવ્યું કે NEET, SSC સહિતના પેપર લીક કૌભાંડોએ લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી બગાડી દીધી છે, છતાં સરકાર ચૂપ છે.

મોંઘવારી વિશે તેઓએ કહ્યું કે ભાવો આસમાને પહોંચ્યા છે અને સામાન્ય માણસ માટે જીવન મુશ્કેલ બન્યું છે, પરંતુ સરકાર સતત ટેક્સ વધારતી રહે છે. તેમણે માળખાકીય નિષ્ફળતાનો મુદ્દો પણ ઉઠાવ્યો, જેમાં ટ્રેન દુર્ઘટનાઓ અને પુલ-રસ્તાઓના ભંગાણથી અનેક જીવ ગયા છતાં કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી.

આતંક અને હિંસાની ઘટનાઓ અંગે તેમણે કહ્યું કે પૂંછથી મણિપુર સુધી સેંકડો લોકોના મોત થયા, પરંતુ સરકારે જવાબદારી લીધી નથી. અંતમાં માનવતાના અભાવ પર તેમણે પ્રહાર કરતા કહ્યું કે નોટબંધી, કોવિડ મહામારી અને ખેડૂત આંદોલનમાં લાખો લોકોના જીવ ગયા, છતાં વડાપ્રધાને સહાનુભૂતિ પણ બતાવી નથી.

રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે આ સરકાર ‘વોટ ચોરી’ દ્વારા સત્તામાં આવી છે અને હવે લોકોના જીવવા કે પીડાવાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમણે લોકોને મતાધિકારનું રક્ષણ કરવાની અપીલ કરી અને એવી સરકાર પસંદ કરવાની વિનંતી કરી જે જનતાની જવાબદેહ હોય.

 

The post રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર: વોટ ચોરીથી લઈને બેરોજગારી સુધી 6 ગંભીર આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/rahul-gandhi-slams-bjp-over-vote-rigging-and-governance-failures/feed/ 0
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે INDIA ગઠબંધનએ તૈયારી શરૂ કરી, સંયુક્ત ઉમેદવાર માટે પક્ષોમાં સંવાદ શરૂ https://www.gujaratinside.com/2025/08/10/india-alliance-vice-president-election-preparations-2025/ https://www.gujaratinside.com/2025/08/10/india-alliance-vice-president-election-preparations-2025/#respond Sun, 10 Aug 2025 14:53:07 +0000 https://www.gujaratinside.com/?p=16084 દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આવનારી 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે, અને તેના માટે શાસક પક્ષ તથા વિપક્ષ બંને પક્ષોએ પોતાના ઉમેદવાર પસંદ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ INDIA ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે ચર્ચા શરૂ કરી છે, જેથી એક સંયુક્ત ઉમેદવારના નામ પર સર્વસંમતિ બની શકે. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું...

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે INDIA ગઠબંધનએ તૈયારી શરૂ કરી, સંયુક્ત ઉમેદવાર માટે પક્ષોમાં સંવાદ શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આવનારી 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે, અને તેના માટે શાસક પક્ષ તથા વિપક્ષ બંને પક્ષોએ પોતાના ઉમેદવાર પસંદ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ INDIA ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે ચર્ચા શરૂ કરી છે, જેથી એક સંયુક્ત ઉમેદવારના નામ પર સર્વસંમતિ બની શકે.

મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે પરિણામ અંગે ચિંતા કર્યા વિના વિપક્ષોએ ચૂંટણી લડવી જોઈએ અને એક મજબૂત રાજકીય સંદેશ આપવો જોઈએ. તેઓના જણાવ્યા મુજબ હજી કોઈ નામ નક્કી થયું નથી, પણ સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા-વિચારણા ચાલી રહી છે.

કોંગ્રેસ સૂત્રો અનુસાર, ગઠબંધનના મોટા ભાગના સાથી પક્ષો સંયુક્ત ઉમેદવાર ઉતારવા માટે સંમત છે. જોકે કેટલાક નેતાઓ માને છે કે પહેલા ભાજપ પોતાનો ઉમેદવાર જાહેર કરે, ત્યારબાદ INDIA ગઠબંધન પોતાની સામે ઉમેદવાર જાહેર કરે.

હાલના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ 21 જુલાઈ, 2025ના રોજ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આના પગલે 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે. લોકસભા અને રાજ્યસભાના કુલ 781 સભ્યો (ચૂંટાયેલા અને નિયુક્ત બંને) ચૂંટણીમાં મતદાન કરશે. ઉમેદવારને જીત માટે ઓછામાં ઓછા 391 મતોની જરૂર રહેશે.

 

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે INDIA ગઠબંધનએ તૈયારી શરૂ કરી, સંયુક્ત ઉમેદવાર માટે પક્ષોમાં સંવાદ શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/10/india-alliance-vice-president-election-preparations-2025/feed/ 0