Maharashtra Politics Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/maharashtra-politics/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 12 Sep 2025 12:19:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Maharashtra Politics Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/maharashtra-politics/ 32 32 PM મોદી મણિપુર માટે જઈ રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કહે છે ‘વોટ ચોરી’ સૌથી મોટો મુદ્દો https://www.gujaratinside.com/2025/09/12/rahul-gandhi-attack-pm-modi-manipur-visit/ https://www.gujaratinside.com/2025/09/12/rahul-gandhi-attack-pm-modi-manipur-visit/#respond Fri, 12 Sep 2025 13:02:27 +0000 https://www.gujaratinside.com/?p=19258 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 13 સપ્ટેમ્બરે મિઝોરમ અને મણિપુરની મુલાકાત પર જઈ રહ્યા છે, જેમાં તેઓ મણિપુરમાં રૂ. 8500 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને હિંસાથી પ્રભાવિત વિસ્તારોના લોકો સાથે મુલાકાત કરશે. આ પ્રસંગે કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર તીવ્ર પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, “મણિપુરની મુલાકાત સારું પગલું...

The post PM મોદી મણિપુર માટે જઈ રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કહે છે ‘વોટ ચોરી’ સૌથી મોટો મુદ્દો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 13 સપ્ટેમ્બરે મિઝોરમ અને મણિપુરની મુલાકાત પર જઈ રહ્યા છે, જેમાં તેઓ મણિપુરમાં રૂ. 8500 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને હિંસાથી પ્રભાવિત વિસ્તારોના લોકો સાથે મુલાકાત કરશે.

આ પ્રસંગે કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર તીવ્ર પ્રહાર કર્યો છે.

તેમણે જણાવ્યું કે, “મણિપુરની મુલાકાત સારું પગલું છે, પરંતુ દેશનો મુખ્ય મુદ્દો આજે ‘વોટ ચોરી’ છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં જનાદેશની ચોરી કરવામાં આવી છે અને દેશભરના લોકો વડાપ્રધાનને વોટ ચોર કહી રહ્યા છે.” રાહુલ ગાંધી પહેલાથી જ અનેક વખત મણિપુરની મુલાકાત લઈને ત્યાંના પીડિતો સાથે મુલાકાત કરી તેમની ચિંતાઓ સંસદમાં ઉઠાવી ચૂક્યા છે.

મણિપુરમાં મે 2023માં કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે થયેલા હિંસાત્મક સંઘર્ષમાં અત્યાર સુધીમાં 260થી વધુ લોકોના મોત થયા છે અને હજારો પરિવારો સ્થળાંતર માટે મજબૂર બન્યા છે.

રાજ્યમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે ફેબ્રુઆરીમાં મુખ્યમંત્રી એન. બિરેનસિંહે રાજીનામું આપ્યા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું હતું. વડાપ્રધાન મોદી આ પહેલીવાર મણિપુર જઈ રહ્યા છે અને તેમના કાર્યક્રમમાં ચુરાચાંદપુર તથા ઈમ્ફાલના પ્રતિકાત્મક વિસ્તારોની મુલાકાત તેમજ પીડિતો માટે રાહત પેકેજ જાહેર કરવાની સંભાવના છે.

નિષ્ણાતો માને છે કે, આ મુલાકાતથી બંને સમુદાયો વચ્ચે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા તેમજ માનવીય-રાજકીય સંકટમાં સ્થિરતા લાવવા પ્રયત્ન થશે. વડાપ્રધાન ઈમ્ફાલના કાંગલા કિલ્લામાં જાહેર સભાને સંબોધિત કરશે, ત્યારબાદ તેઓ 15 સપ્ટેમ્બરે મિઝોરમ જશે.

 

The post PM મોદી મણિપુર માટે જઈ રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કહે છે ‘વોટ ચોરી’ સૌથી મોટો મુદ્દો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/rahul-gandhi-attack-pm-modi-manipur-visit/feed/ 0
અજિત પવાર અને મહિલા IPS વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ, વિવાદ ઉઠ્યો https://www.gujaratinside.com/2025/09/05/ajit-pawar-ips-officer-viral-video-solapur/ https://www.gujaratinside.com/2025/09/05/ajit-pawar-ips-officer-viral-video-solapur/#respond Fri, 05 Sep 2025 03:53:35 +0000 https://www.gujaratinside.com/?p=18415 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહિલા IPS અધિકારી વચ્ચે થયેલી ફોન અને વીડિયો કોલ પરની ઉગ્ર બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાનો વીડિયો બહાર આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઈ રહી છે. આ બનાવ 31 ઓગસ્ટના બપોરે સોલાપુર જિલ્લાના કરમાલા વિસ્તારમાં થયો હતો. અહીંના કુર્દુ ગામમાં રસ્તા માટે મરૂમ (કાંકરી-કાંકરા) ના...

The post અજિત પવાર અને મહિલા IPS વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ, વિવાદ ઉઠ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહિલા IPS અધિકારી વચ્ચે થયેલી ફોન અને વીડિયો કોલ પરની ઉગ્ર બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાનો વીડિયો બહાર આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઈ રહી છે.

આ બનાવ 31 ઓગસ્ટના બપોરે સોલાપુર જિલ્લાના કરમાલા વિસ્તારમાં થયો હતો. અહીંના કુર્દુ ગામમાં રસ્તા માટે મરૂમ (કાંકરી-કાંકરા) ના ગેરકાયદે ખોદકામની ફરિયાદ પર કાર્યવાહી કરવા ડીએસપી અંજલિ કૃષ્ણા પહોંચ્યા હતા. કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે તણાવ સર્જાયો હતો.

તે સમયે એનસીપીના કાર્યકર બાબા જગતાપે ઉપમુખમંત્રી અજિત પવારને સીધો ફોન કર્યો અને ફોન ડીએસપી અંજલિ કૃષ્ણાને આપ્યો. અંજલિ કૃષ્ણાએ ફોન પર અજિત પવારની ઓળખાણ ન કરી શકતાં બોલાચાલી થઈ. ગુસ્સે ભરાયેલા અજિત પવારે પોતાની ઓળખ આપી અને કાર્યવાહી અટકાવવાની સૂચના આપી. તેમણે જણાવ્યું કે મુંબઈમાં મરાઠા આંદોલન ચાલી રહ્યું હોવાથી પરિસ્થિતિ તંગ છે, તેથી હાલ કાર્યવાહી કરવાની જરૂર નથી.

IPS અધિકારીએ કાર્યવાહી ચાલુ રાખવાની વાત કરતા અજિત પવાર વધુ ગુસ્સે થયા અને કહ્યું, “હું ઉપમુખમંત્રી છું, કાર્યવાહી બંધ કરો, શું હું તમારી સામે એક્શન લઉં? તમારી પાસે આટલી હિંમત છે?” બાદમાં અજિત પવારે અધિકારીનો નંબર લઈને વીડિયો કોલ કર્યો અને સીધી વાતચીત કરીને કાર્યવાહી બંધ કરવા તથા તહસીલદાર સાથે સંપર્ક કરવા કહ્યું.

આ બનાવનો વીડિયો બહાર આવતાં અજિત પવારના બોલવાના સ્વર અંગે ભારે ટીકા થઈ રહી છે. આ દરમિયાન સ્થળ પર હંગામો મચાવનારા કેટલાક NCP કાર્યકરો સામે સરકારી કામમાં અવરોધનો ગુનો નોંધાયો છે. 4 સપ્ટેમ્બરના રોજ માધા તાલુકાના કુર્દુવાડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. મહિલા અધિકારી મૂળ કેરળની હોવાનું કહેવાય છે, જેઓ તાજેતરમાં મહારાષ્ટ્રમાં પોસ્ટેડ થઈ છે.

 

The post અજિત પવાર અને મહિલા IPS વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ, વિવાદ ઉઠ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/ajit-pawar-ips-officer-viral-video-solapur/feed/ 0
મરાઠા અનામત પર મહારાષ્ટ્ર સરકારમાં આંતરિક વિવાદ, છગન ભુજબળે કર્યો કેબિનેટ બેઠકનો બહિષ્કાર https://www.gujaratinside.com/2025/09/03/maratha-quota-row-chhagan-bhujbal-boycotts-cabinet-meeting/ https://www.gujaratinside.com/2025/09/03/maratha-quota-row-chhagan-bhujbal-boycotts-cabinet-meeting/#respond Wed, 03 Sep 2025 09:45:11 +0000 https://www.gujaratinside.com/?p=18201 મહારાષ્ટ્ર સરકાર દ્વારા માન્ય મરાઠા સમાજના લોકોને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપવાની તૈયારીને પગલે સરકારમાં આંતરિક વિખવાદના સંકેતો મળી રહ્યા છે. એનસિપીનાં વરિષ્ઠ મંત્રી છગન ભુજબળે આ નિર્ણયનો વિરોધ કરતાં કેબિનેટ બેઠકનો બહિષ્કાર કરવાનો એલાન કર્યો છે. બીજી તરફ, વિપક્ષ ગઠબંધનમાં સામેલ કોંગ્રેસે ઓબીસી નેતાઓની બેઠક છ સપ્ટેમ્બરના રોજ બોલાવી છે. ભુજબળે સ્પષ્ટ કર્યું છે કે...

The post મરાઠા અનામત પર મહારાષ્ટ્ર સરકારમાં આંતરિક વિવાદ, છગન ભુજબળે કર્યો કેબિનેટ બેઠકનો બહિષ્કાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહારાષ્ટ્ર સરકાર દ્વારા માન્ય મરાઠા સમાજના લોકોને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપવાની તૈયારીને પગલે સરકારમાં આંતરિક વિખવાદના સંકેતો મળી રહ્યા છે. એનસિપીનાં વરિષ્ઠ મંત્રી છગન ભુજબળે આ નિર્ણયનો વિરોધ કરતાં કેબિનેટ બેઠકનો બહિષ્કાર કરવાનો એલાન કર્યો છે. બીજી તરફ, વિપક્ષ ગઠબંધનમાં સામેલ કોંગ્રેસે ઓબીસી નેતાઓની બેઠક છ સપ્ટેમ્બરના રોજ બોલાવી છે.

ભુજબળે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મુદ્દે કાનૂની સલાહ લઈ રહ્યા છે. “આ પ્રકારના નિર્ણયની અપેક્ષા ન હતી, તેથી મેં કેબિનેટ બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. અમે સરકારી પ્રસ્તાવનો અભ્યાસ કરી રહ્યા છીએ અને કાનૂની સલાહ બાદ સ્પષ્ટ વલણ જાહેર કરીશું,” તેમ તેમણે જણાવ્યું. ભુજબળ ઓબીસી કેટેગરીમાં મરાઠાઓને અનામત આપવાનો વિરોધ કરી રહ્યા છે.

મરાઠા કાર્યકર મનોજ જરાંગેએ ભુજબળના વાંધા પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “ભુજબળનો વિરોધ દર્શાવે છે કે જીઆરમાં કોઈ ખામી નથી. હાઈકોર્ટના અનેક વકીલોએ પણ જીઆર સાથે સહમતી દર્શાવી છે. જો જરૂરી પડશે તો સરકાર જીઆરમાં ફેરફાર કરી શકે છે.”

રાષ્ટ્રીય ઓબીસી મહાસંઘના અધ્યક્ષ બબનરાવ તાવડેએ દાવો કર્યો કે આ પ્રસ્તાવથી ઓબીસી ક્વોટા પર કોઈ અસર નહીં થાય, તેમ છતાં તેઓ કાનૂની સલાહ લઈ રહ્યા છે અને જરૂર પડશે તો કોર્ટમાં પડકારાશે. કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે પણ જણાવ્યું કે, ઓબીસી નેતાઓની બેઠક બોલાવવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારે મંગળવારે એક પેનલની રચના કરી છે જે મરાઠા સમાજના લોકોને કુણબી વારસાનો ઐતિહાસિક પુરાવો રજૂ કરે તો તેમને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપશે. સામાજિક ન્યાય અને વિશેષ સહાયતા વિભાગ દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવમાં હૈદરાબાદ ગેઝેટના આધાર પર દસ્તાવેજોની તપાસ કરી પાત્રતા નક્કી કરવાની જોગવાઈ છે. સમિતિ સુનિશ્ચિત કરશે કે દરેક દાવાની તપાસ પારદર્શક રીતે અને સમયસર થાય.

 

The post મરાઠા અનામત પર મહારાષ્ટ્ર સરકારમાં આંતરિક વિવાદ, છગન ભુજબળે કર્યો કેબિનેટ બેઠકનો બહિષ્કાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/maratha-quota-row-chhagan-bhujbal-boycotts-cabinet-meeting/feed/ 0
મહારાષ્ટ્ર મહાયુતિમાં તિરાડની અફવા: ફડણવીસે શિંદેના વિભાગ પર જાહેરમાં ઉઠાવ્યો કટાક્ષ https://www.gujaratinside.com/2025/08/24/maharashtra-mahayuti-fadnavis-shinde-criticism/ https://www.gujaratinside.com/2025/08/24/maharashtra-mahayuti-fadnavis-shinde-criticism/#respond Sun, 24 Aug 2025 10:29:24 +0000 https://www.gujaratinside.com/?p=17146 મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મહાયુતિ સરકારે તિરાડના સંકેતો આપ્યા છે. મનસેના વડા રાજ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની બેઠક પહેલાં જ રાજકીય ચર્ચાઓ ગરમાઇ ગઈ હતી. વધુને વધુ ચર્ચા તે સમયે વધી જ્યારે મુખ્યમંત્રી ફડણવીસે શહેરી વિકાસ વિભાગ-2 (UDD-2) ની કામગીરી પર જાહેરમાં કટાક્ષ ઉઠાવ્યો, જે ડેપ્યુટી મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિયંત્રણમાં છે. મુખ્યમંત્રી ફડણવીસે કેન્દ્ર...

The post મહારાષ્ટ્ર મહાયુતિમાં તિરાડની અફવા: ફડણવીસે શિંદેના વિભાગ પર જાહેરમાં ઉઠાવ્યો કટાક્ષ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મહાયુતિ સરકારે તિરાડના સંકેતો આપ્યા છે. મનસેના વડા રાજ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની બેઠક પહેલાં જ રાજકીય ચર્ચાઓ ગરમાઇ ગઈ હતી. વધુને વધુ ચર્ચા તે સમયે વધી જ્યારે મુખ્યમંત્રી ફડણવીસે શહેરી વિકાસ વિભાગ-2 (UDD-2) ની કામગીરી પર જાહેરમાં કટાક્ષ ઉઠાવ્યો, જે ડેપ્યુટી મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિયંત્રણમાં છે.

મુખ્યમંત્રી ફડણવીસે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાઓની સમીક્ષા બેઠક દરમિયાન આ ટિપ્પણી કરી હતી. બેઠકમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરે, જાહેર આરોગ્ય રાજ્યમંત્રી મેઘના બોર્ડીકર સહિત અનેક મંત્રીઓ અને સચિવો હાજર રહ્યા. ફડણવીસે તમામ વિભાગોને સૂચન આપ્યું કે કેન્દ્રિય યોજનાઓનું અમલ ઝડપી ગતિએ કરવામાં આવવું જોઈએ અને ખાસ કરીને UDD-2 પર તાકીડ કર્યો. તેમણે AMRUT 2.0 યોજનામાં વિલંબ અંગે અસંતોષ વ્યક્ત કર્યો, જે 2021માં શરૂ થઈ હતી અને 2026ના માર્ચ સુધી પૂર્ણ થવાની છે.

મુખ્યમંત્રી ફડણવીસે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી, “શહેરી વિસ્તારોમાં પાણી પુરવઠો, સ્વચ્છતા, ગ્રીન પાર્ક અને તળાવોના પુનરુત્થાન જેવા કામો 31 માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવા જોઈએ. બાકી વહીવટી મંજૂરી પણ તરત આપવી જોઈએ.” તેમણે નાણાં પંચ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અને આયુષ્માન ભારત આરોગ્ય મિશન જેવી યોજનાઓની સમીક્ષા પણ કરી.

વિભાગો વચ્ચે સંકલન વધારવા, પ્રોજેક્ટ શરૂ કરવા પહેલા મંજૂરી લેવાની અને જરૂર પડે તો મુખ્યમંત્રી કાર્યાલયની મદદ લેવાની સૂચના પણ ફડણવીસે આપી. બીજી બાજુ, શિંદેના અધિકારીઓએ જણાવ્યું કે મંત્રીએ પહેલેથી જ ચેતવણી આપી દીધી છે અને જવાબદારી નક્કી કરવાના આદેશો જાહેર કર્યા છે. શિંદે AMRUT 2.0 અને નગરોત્થાન મહાભિયાન જેવા પ્રોજેક્ટ્સમાં ગેરહાજર રહ્યા, જેના કારણે શંકા વધી રહી છે કે મહાયુતિમાં તિરાડની શક્યતા છે.

 

The post મહારાષ્ટ્ર મહાયુતિમાં તિરાડની અફવા: ફડણવીસે શિંદેના વિભાગ પર જાહેરમાં ઉઠાવ્યો કટાક્ષ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/maharashtra-mahayuti-fadnavis-shinde-criticism/feed/ 0
સંજય રાઉતનો મોટો દાવો: ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે મળીને લડશે મ્યુનિસિપલ ચૂંટણી https://www.gujaratinside.com/2025/08/15/uddhav-raj-thackeray-to-contest-municipal-elections-together/ https://www.gujaratinside.com/2025/08/15/uddhav-raj-thackeray-to-contest-municipal-elections-together/#respond Fri, 15 Aug 2025 10:11:04 +0000 https://www.gujaratinside.com/?p=16345 મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો વળાંક આવવાની સંભાવના છે. શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતે નાસિકમાં જાહેરાત કરી કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણી લડશે. રાઉતે કહ્યું કે બંને ભાઈઓ મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી અને નાસિકમાં સાથે લડીને મરાઠી એકતા માટે કામ કરશે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપની સરકારમાં “તાલિબાની વલણ” જોવા મળે છે....

The post સંજય રાઉતનો મોટો દાવો: ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે મળીને લડશે મ્યુનિસિપલ ચૂંટણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો વળાંક આવવાની સંભાવના છે. શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતે નાસિકમાં જાહેરાત કરી કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણી લડશે. રાઉતે કહ્યું કે બંને ભાઈઓ મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી અને નાસિકમાં સાથે લડીને મરાઠી એકતા માટે કામ કરશે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપની સરકારમાં “તાલિબાની વલણ” જોવા મળે છે.

યાદ રહે કે 5 જુલાઈના રોજ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વર્ષો બાદ એક જ મંચ પર જોવા મળ્યા હતા, જેના કારણે રાજકીય અટકળો શરૂ થઈ હતી. ત્યારબાદ, 27 જુલાઈએ ઉદ્ધવના જન્મદિવસે રાજ ઠાકરે ‘માતોશ્રી’ પહોંચતા રાજકીય ગરમાવો વધુ વધી ગયો હતો. હવે સંજય રાઉતના નિવેદનથી એ અટકળોને વધારે વેગ મળ્યો છે કે ઠાકરે ભાઈઓની ગઠબંધનવાળી રાજકીય લડત નજીક છે.

સ્વતંત્રતા દિવસના પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીના લાલ કિલ્લા પરથી કરાયેલા ભાષણ પર પ્રતિભાવ આપતા સંજય રાઉતે કહ્યું કે, “દેશની આજની પ્રગતિ પંડિત નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ અને રાજીવ ગાંધીના વિઝનના કારણે છે. આજે આપણે અવકાશમાં પહોંચી ગયા છીએ, એ તેમના સપનાનું પરિણામ છે.”

રાઉતે વધુમાં કહ્યું કે પીએમ મોદી ધીમે ધીમે ગાંધીવાદ અને નહેરુવાદ તરફ આગળ વધી રહ્યા છે. “સ્વદેશીનો નારો પણ પંડિત નહેરુ અને મહાત્મા ગાંધીનું વિઝન છે. આજે તમે તે વિચારો અપનાવી રહ્યા છો. કદાચ થોડા દિવસોમાં ગાંધી ટોપી પહેરીને ભાષણ આપશો,” એમ તેમણે ઉમેર્યું.

 

The post સંજય રાઉતનો મોટો દાવો: ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે મળીને લડશે મ્યુનિસિપલ ચૂંટણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/uddhav-raj-thackeray-to-contest-municipal-elections-together/feed/ 0
ધનખડના રાજીનામાથી ભાજપની મુશ્કેલીઓ વધી, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા https://www.gujaratinside.com/2025/07/27/jagdeep-dhankhar-resignation-bjp-president-election-delay/ https://www.gujaratinside.com/2025/07/27/jagdeep-dhankhar-resignation-bjp-president-election-delay/#respond Sun, 27 Jul 2025 16:18:43 +0000 https://www.gujaratinside.com/?p=15615 ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ ભાજપની અંદરની રાજકીય સ્થિતિમાં નવા પડકારો ઉભા થયા છે. પક્ષ હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મુદ્દે અસમંજસમાં છે. પહેલાંથી જ આરએસએસ સાથે સહમતિ બનાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરી રહેલું ભાજપ હવે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી પર ફોકસ કરી રહ્યું છે, જેના કારણે અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા છે. નવા અધ્યક્ષ મુદ્દે ચર્ચાઓ...

The post ધનખડના રાજીનામાથી ભાજપની મુશ્કેલીઓ વધી, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ ભાજપની અંદરની રાજકીય સ્થિતિમાં નવા પડકારો ઉભા થયા છે. પક્ષ હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મુદ્દે અસમંજસમાં છે. પહેલાંથી જ આરએસએસ સાથે સહમતિ બનાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરી રહેલું ભાજપ હવે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી પર ફોકસ કરી રહ્યું છે, જેના કારણે અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા છે.

નવા અધ્યક્ષ મુદ્દે ચર્ચાઓ અટકી ગઈ છે અને અન્ય રાજ્યોના અધ્યક્ષોની પસંદગીનો મામલો પણ અટવાઈ ગયો છે. ચોમાસુ સત્ર અને બિહાર વિધાનસભા ચૂંટણીના કારણે સંગઠન ચૂંટણી પર કાર્યવાહી થવાની સંભાવના ઓછી છે. બિહારમાં વિપક્ષની મજબૂત રણનીતિને કારણે ભાજપ જેડીયુના નેતૃત્વ હેઠળ ચૂંટણી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ધર્મેન્દ્ર પ્રધાન, શિવરાજસિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર અને ભુપેન્દ્ર યાદવ જેવા દિગ્ગજોના નામ ચર્ચામાં છે. સંગઠનાત્મક અનુભવ, રાજકીય પ્રતિનિધિત્વ અને સામાજિક સંતુલનના આધારે આ નામોને મહત્વ આપવામાં આવી રહ્યું છે.

ભાજપે અત્યાર સુધીમાં 36માંથી 28 રાજ્યોમાં નવા અધ્યક્ષોની જાહેરાત કરી છે, પરંતુ ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને હરિયાણા જેવા મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં અધ્યક્ષની વરણી હજી બાકી છે

The post ધનખડના રાજીનામાથી ભાજપની મુશ્કેલીઓ વધી, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/27/jagdeep-dhankhar-resignation-bjp-president-election-delay/feed/ 0
13 વર્ષ બાદ રાજ ઠાકરેની માતોશ્રીમાં એન્ટ્રી, મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત https://www.gujaratinside.com/2025/07/27/raj-thackeray-meets-uddhav-thackeray-matoshree/ https://www.gujaratinside.com/2025/07/27/raj-thackeray-meets-uddhav-thackeray-matoshree/#respond Sun, 27 Jul 2025 16:15:06 +0000 https://www.gujaratinside.com/?p=15612 શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના જન્મ દિવસે (27 જુલાઈ) મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે માતોશ્રી નિવાસસ્થાને જઈને શુભેચ્છા પાઠવી. આ મુલાકાતને કારણે રાજ્યના રાજકારણમાં નવા સમીકરણોના એંધાણ મળ્યા છે. રાજ ઠાકરે છેલ્લે છ વર્ષ પહેલા માતોશ્રી ગયા હતા, જ્યારે તેમણે પુત્ર અમિત ઠાકરેના લગ્નનું આમંત્રણ આપ્યું હતું. તાજેતરમાં ઠાકરે બંધુઓ વચ્ચે વારંવાર મુલાકાતો...

The post 13 વર્ષ બાદ રાજ ઠાકરેની માતોશ્રીમાં એન્ટ્રી, મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના જન્મ દિવસે (27 જુલાઈ) મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે માતોશ્રી નિવાસસ્થાને જઈને શુભેચ્છા પાઠવી. આ મુલાકાતને કારણે રાજ્યના રાજકારણમાં નવા સમીકરણોના એંધાણ મળ્યા છે. રાજ ઠાકરે છેલ્લે છ વર્ષ પહેલા માતોશ્રી ગયા હતા, જ્યારે તેમણે પુત્ર અમિત ઠાકરેના લગ્નનું આમંત્રણ આપ્યું હતું.

તાજેતરમાં ઠાકરે બંધુઓ વચ્ચે વારંવાર મુલાકાતો થઈ રહી છે. મુંબઈના આઝાદ મેદાનમાં યોજાયેલી રેલીમાં બંને એક મંચ પર જોવા મળ્યા હતા. આ ઘટના બાદ રાજ ઠાકરે ફરી માતોશ્રી જઈને ઉદ્ધવને શુભેચ્છા પાઠવી, જે રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ મહિનાની શરૂઆતમાં સંયુક્ત મરાઠી વિજય રેલીમાં રાજે જણાવ્યું હતું કે, “હિન્દુત્વ પર કોઈનો એકાધિકાર નથી અને ભાજપે ઉપયોગ કરીને લોકો ફેંકી દેવાની નીતિ અપનાવી છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે હવે એકસાથે રહીને લડાઈ લડાશે.

બીજી તરફ, કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ઉદ્ધવ ઠાકરેને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે, “તમે સ્વસ્થ રહો, લાંબુ જીવો અને મહારાષ્ટ્રના લોકોના હિતોની લડાઈ સાથે લડીશું.”

The post 13 વર્ષ બાદ રાજ ઠાકરેની માતોશ્રીમાં એન્ટ્રી, મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/27/raj-thackeray-meets-uddhav-thackeray-matoshree/feed/ 0