Manipur violence Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/manipur-violence/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 12 Sep 2025 12:19:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Manipur violence Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/manipur-violence/ 32 32 PM મોદી મણિપુર માટે જઈ રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કહે છે ‘વોટ ચોરી’ સૌથી મોટો મુદ્દો https://www.gujaratinside.com/2025/09/12/rahul-gandhi-attack-pm-modi-manipur-visit/ https://www.gujaratinside.com/2025/09/12/rahul-gandhi-attack-pm-modi-manipur-visit/#respond Fri, 12 Sep 2025 13:02:27 +0000 https://www.gujaratinside.com/?p=19258 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 13 સપ્ટેમ્બરે મિઝોરમ અને મણિપુરની મુલાકાત પર જઈ રહ્યા છે, જેમાં તેઓ મણિપુરમાં રૂ. 8500 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને હિંસાથી પ્રભાવિત વિસ્તારોના લોકો સાથે મુલાકાત કરશે. આ પ્રસંગે કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર તીવ્ર પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, “મણિપુરની મુલાકાત સારું પગલું...

The post PM મોદી મણિપુર માટે જઈ રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કહે છે ‘વોટ ચોરી’ સૌથી મોટો મુદ્દો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 13 સપ્ટેમ્બરે મિઝોરમ અને મણિપુરની મુલાકાત પર જઈ રહ્યા છે, જેમાં તેઓ મણિપુરમાં રૂ. 8500 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને હિંસાથી પ્રભાવિત વિસ્તારોના લોકો સાથે મુલાકાત કરશે.

આ પ્રસંગે કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર તીવ્ર પ્રહાર કર્યો છે.

તેમણે જણાવ્યું કે, “મણિપુરની મુલાકાત સારું પગલું છે, પરંતુ દેશનો મુખ્ય મુદ્દો આજે ‘વોટ ચોરી’ છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં જનાદેશની ચોરી કરવામાં આવી છે અને દેશભરના લોકો વડાપ્રધાનને વોટ ચોર કહી રહ્યા છે.” રાહુલ ગાંધી પહેલાથી જ અનેક વખત મણિપુરની મુલાકાત લઈને ત્યાંના પીડિતો સાથે મુલાકાત કરી તેમની ચિંતાઓ સંસદમાં ઉઠાવી ચૂક્યા છે.

મણિપુરમાં મે 2023માં કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે થયેલા હિંસાત્મક સંઘર્ષમાં અત્યાર સુધીમાં 260થી વધુ લોકોના મોત થયા છે અને હજારો પરિવારો સ્થળાંતર માટે મજબૂર બન્યા છે.

રાજ્યમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે ફેબ્રુઆરીમાં મુખ્યમંત્રી એન. બિરેનસિંહે રાજીનામું આપ્યા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું હતું. વડાપ્રધાન મોદી આ પહેલીવાર મણિપુર જઈ રહ્યા છે અને તેમના કાર્યક્રમમાં ચુરાચાંદપુર તથા ઈમ્ફાલના પ્રતિકાત્મક વિસ્તારોની મુલાકાત તેમજ પીડિતો માટે રાહત પેકેજ જાહેર કરવાની સંભાવના છે.

નિષ્ણાતો માને છે કે, આ મુલાકાતથી બંને સમુદાયો વચ્ચે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા તેમજ માનવીય-રાજકીય સંકટમાં સ્થિરતા લાવવા પ્રયત્ન થશે. વડાપ્રધાન ઈમ્ફાલના કાંગલા કિલ્લામાં જાહેર સભાને સંબોધિત કરશે, ત્યારબાદ તેઓ 15 સપ્ટેમ્બરે મિઝોરમ જશે.

 

The post PM મોદી મણિપુર માટે જઈ રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કહે છે ‘વોટ ચોરી’ સૌથી મોટો મુદ્દો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/rahul-gandhi-attack-pm-modi-manipur-visit/feed/ 0
હિંસા બાદ PM મોદીનો મણિપુર પ્રવાસ: વિસ્થાપિતો સાથે સંવાદ અને 8500 કરોડના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ https://www.gujaratinside.com/2025/09/12/pm-modi-manipur-visit-violence-displaced-people/ https://www.gujaratinside.com/2025/09/12/pm-modi-manipur-visit-violence-displaced-people/#respond Fri, 12 Sep 2025 10:18:54 +0000 https://www.gujaratinside.com/?p=19232 મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી અશાંતિ અને હિંસા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર રાજ્યની મુલાકાતે જઈ રહ્યા છે. સત્તાવાર માહિતી અનુસાર, વડાપ્રધાન 13 સપ્ટેમ્બરે બપોરે 12.15 વાગ્યે મિઝોરમની રાજધાની આઇઝોલથી ચુરાચાંદપુર પહોંચશે, જ્યાં તેઓ વિસ્થાપિત લોકો સાથે સીધો સંવાદ કરશે અને રાજ્યના વિકાસને નવી દિશા આપવાના હેતુથી અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. માર્ચ 2023થી...

The post હિંસા બાદ PM મોદીનો મણિપુર પ્રવાસ: વિસ્થાપિતો સાથે સંવાદ અને 8500 કરોડના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી અશાંતિ અને હિંસા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર રાજ્યની મુલાકાતે જઈ રહ્યા છે. સત્તાવાર માહિતી અનુસાર, વડાપ્રધાન 13 સપ્ટેમ્બરે બપોરે 12.15 વાગ્યે મિઝોરમની રાજધાની આઇઝોલથી ચુરાચાંદપુર પહોંચશે, જ્યાં તેઓ વિસ્થાપિત લોકો સાથે સીધો સંવાદ કરશે અને રાજ્યના વિકાસને નવી દિશા આપવાના હેતુથી અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.

માર્ચ 2023થી મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે થયેલી હિંસાએ મણિપુરને ઝુંઝવ્યું છે, જેના કારણે અનેક લોકોનાં જીવ ગયા હતા અને હજારો લોકો પોતાના ઘરો છોડવા મજબૂર બન્યા હતા. આ પરિસ્થિતિ બાદ PM મોદીની આ પહેલી મુલાકાત છે, જેને કારણે સ્થાનિક સ્તરે લોકોમાં આશા સાથે ઉત્સુકતા જોવા મળી રહી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી ચુરાચાંદપુરના પીસ ગ્રાઉન્ડ ખાતે આશરે 7300 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ વિસ્તાર કુકી સમુદાય બહુલ હોવાથી વડાપ્રધાનની મુલાકાતનું વિશેષ મહત્વ છે. તેઓ ઇમ્ફાલમાં મેઇતેઈ બહુલ વિસ્તારો માટે 1200 કરોડના માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે.

વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને ચુરાચાંદપુર અને ઇમ્ફાલ શહેરમાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે અને સમગ્ર રાજ્યમાં કાર્યક્રમને લઇને તૈયારી તેજ બની છે. ફેબ્રુઆરીથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ હોવાથી વડાપ્રધાનની મુલાકાતને રાજ્યના શાંતિપ્રક્રિયા અને વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરી મુજબ, 13 સપ્ટેમ્બરના કાર્યક્રમમાં હાજરી આપનારાઓને ચાવી, બેગ, પાણીની બોટલ, રૂમાલ, છત્રી, તીક્ષ્ણ વસ્તુઓ અથવા દારૂગોળો સ્થળ પર લાવવાની મનાઈ છે. સાથે જ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને બીમાર લોકોને સ્થળ પર ન લાવવાની સલાહ આપવામાં આવી છે.

સુરક્ષા એજન્સીઓએ ઇમ્ફાલ અને ચુરાચાંદપુર બંને જિલ્લામાં સુરક્ષા કડક બનાવી છે, પોલીસ અને અર્ધલશ્કરી દળોની વધારાની તૈનાતી કરવામાં આવી છે અને મુખ્ય માર્ગો પર બેરિકેડિંગ પણ ગોઠવાઈ છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની ટીમો પહેલાથી જ સ્થળ પર પહોંચીને સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહી છે.

વડાપ્રધાન મોદીની આ મુલાકાતથી મણિપુરમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના શિલાન્યાસથી રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગાર તકોમાં સુધારો થશે અને વિસ્થાપિતોને નવી આશા મળશે, એવો રાજ્ય સરકારનો દાવો છે.

The post હિંસા બાદ PM મોદીનો મણિપુર પ્રવાસ: વિસ્થાપિતો સાથે સંવાદ અને 8500 કરોડના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/pm-modi-manipur-visit-violence-displaced-people/feed/ 0
મણિપુરમાં બે વર્ષની હિંસા બાદ શાંતિ કરાર, નેશનલ હાઇવે-2 ફરી ખુલતાં લોકોને મોટી રાહત https://www.gujaratinside.com/2025/09/05/manipur-peace-deal-highway-reopens/ https://www.gujaratinside.com/2025/09/05/manipur-peace-deal-highway-reopens/#respond Fri, 05 Sep 2025 04:18:32 +0000 https://www.gujaratinside.com/?p=18421 નવી દિલ્હી : મણિપુરમાં ગયા બે વર્ષથી ચાલી રહેલી વંશીય હિંસા અને તનાવ વચ્ચે હવે શાંતિ સ્થાપવાના પ્રયાસો સફળ થયા છે. કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન (KNO) અને યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ (UPF)એ ગુરુવારે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય સાથે ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરારમાં મણિપુરની પ્રાદેશિક અખંડિતતા જાળવીને રાજ્યમાં શાંતિ અને સ્થિરતા લાવવા પર ભાર મૂકાયો છે....

The post મણિપુરમાં બે વર્ષની હિંસા બાદ શાંતિ કરાર, નેશનલ હાઇવે-2 ફરી ખુલતાં લોકોને મોટી રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી : મણિપુરમાં ગયા બે વર્ષથી ચાલી રહેલી વંશીય હિંસા અને તનાવ વચ્ચે હવે શાંતિ સ્થાપવાના પ્રયાસો સફળ થયા છે. કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન (KNO) અને યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ (UPF)એ ગુરુવારે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય સાથે ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરારમાં મણિપુરની પ્રાદેશિક અખંડિતતા જાળવીને રાજ્યમાં શાંતિ અને સ્થિરતા લાવવા પર ભાર મૂકાયો છે.

આ સમજૂતી પછી રાજ્યની જીવનરેખા ગણાતા નેશનલ હાઇવે-2 ફરી ખુલ્યો છે, જેના કારણે મણિપુરના નાગરિકોને દૈનિક જરૂરિયાતોની પુરવઠામાં મોટી રાહત મળી છે.

બન્ને સંગઠનોએ પોતાના શસ્ત્રો કેન્દ્રીય દળો અને BSFને સોંપવાની સંમતિ આપી છે અને શાંતિ જાળવવામાં સહયોગ આપવાની ખાતરી આપી છે. કેન્દ્ર સરકારે પણ તેમના વિસ્તારોમાંથી વિદેશી તત્વોને બહાર કાઢવા પગલાં લેવાની વાત કરી છે.

ગયા વર્ષે 3 મે, 2023થી મૈતેઈ સમુદાયે શેડ્યુલ્ડ ટ્રાઇબનો દરજ્જો માંગતા અને તેના વિરોધમાં કૂચ પછી મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અત્યાર સુધી 260થી વધુ લોકોનાં મોત થયા છે અને હજારો લોકો રાહત શિબિરોમાં રહેવા મજબૂર બન્યા હતા.

હવે ત્રિપક્ષીય કરાર (ગૃહ મંત્રાલય, મણિપુર સરકાર, KNO અને UPF વચ્ચે) “સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ (SoO)” હેઠળ અમલમાં આવશે, જે એક વર્ષ સુધી માન્ય રહેશે. કરારમાં વાતચીત દ્વારા હલ શોધવાનો અને રાજ્યમાં કાયમી શાંતિ સ્થાપવાનો માર્ગ થયો છે.

પ્રતિબદ્ધતા મુજબ, કુકી-ઝો કાઉન્સિલ ભારત સરકારની સુરક્ષા દળો સાથે મળીને નેશનલ હાઇવે-2 પર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખશે, જેથી રાજ્યમાં લોકોની દૈનિક જરૂરિયાતો સમયસર પહોંચી શકે.

 

The post મણિપુરમાં બે વર્ષની હિંસા બાદ શાંતિ કરાર, નેશનલ હાઇવે-2 ફરી ખુલતાં લોકોને મોટી રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/manipur-peace-deal-highway-reopens/feed/ 0