Mizoram Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/mizoram/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 13 Sep 2025 05:29:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Mizoram Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/mizoram/ 32 32 મિઝોરમને રેલ્વે નેટવર્ક સાથે જોડાયું: વડાપ્રધાન મોદીએ બૈરાબી-સૈરાંગ લાઇનનું ઉદ્ઘાટન કર્યું https://www.gujaratinside.com/2025/09/13/pm-modi-inaugurates-bairabi-sairang-rail-line-mizoram/ https://www.gujaratinside.com/2025/09/13/pm-modi-inaugurates-bairabi-sairang-rail-line-mizoram/#respond Sat, 13 Sep 2025 05:29:28 +0000 https://www.gujaratinside.com/?p=19288 વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઉત્તર-પૂર્વ ભારત પ્રવાસના ભાગરૂપે શનિવારે મિઝોરમ પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્યને ઐતિહાસિક રેલ્વે પ્રોજેક્ટની ભેટ આપી. વડાપ્રધાને પહેલીવાર મિઝોરમને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડતી બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું. સાથે જ તેમણે ત્રણ નવી એક્સપ્રેસ ટ્રેનોને લીલીઝંડી બતાવી અને 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ તથા ઉદ્ઘાટન કર્યો. મોદીએ જણાવ્યું...

The post મિઝોરમને રેલ્વે નેટવર્ક સાથે જોડાયું: વડાપ્રધાન મોદીએ બૈરાબી-સૈરાંગ લાઇનનું ઉદ્ઘાટન કર્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઉત્તર-પૂર્વ ભારત પ્રવાસના ભાગરૂપે શનિવારે મિઝોરમ પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્યને ઐતિહાસિક રેલ્વે પ્રોજેક્ટની ભેટ આપી. વડાપ્રધાને પહેલીવાર મિઝોરમને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડતી બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું. સાથે જ તેમણે ત્રણ નવી એક્સપ્રેસ ટ્રેનોને લીલીઝંડી બતાવી અને 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ તથા ઉદ્ઘાટન કર્યો.

Mizoram gets its first railway line connecting capital Aizawl. Key details  - India Today

મોદીએ જણાવ્યું કે આજનો દિવસ માત્ર મિઝોરમ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે હવે આઇઝોલને ભારતના રેલ્વે નકશામાં સ્થાન મળ્યું છે. તેમણે કહ્યું કે ખરાબ હવામાનને કારણે તેઓ આઇઝોલના લમ્મુઆલ ગ્રાઉન્ડ પર જઈ શક્યા ન હતા, પરંતુ લેંગપુઈ એરપોર્ટ પરથી જ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું.

અધિકારીઓના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે વડાપ્રધાનને હેલિકોપ્ટર મારફતે મુસાફરી શક્ય ન હતી. તેમ છતાં, તેમણે એરપોર્ટ પરથી જ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરી લોકોને સંબોધ્યા.

મિઝોરમ બાદ વડાપ્રધાન મણિપુરની મુલાકાત લેશે, જ્યાં તેઓ 8,500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

 

The post મિઝોરમને રેલ્વે નેટવર્ક સાથે જોડાયું: વડાપ્રધાન મોદીએ બૈરાબી-સૈરાંગ લાઇનનું ઉદ્ઘાટન કર્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/13/pm-modi-inaugurates-bairabi-sairang-rail-line-mizoram/feed/ 0
મિઝોરમમાં ભિખ માગવા પર પ્રતિબંધ: વિધાનસભામાં બિલ પાસ, ભિખારીઓના પુનર્વસન પર ભાર https://www.gujaratinside.com/2025/08/28/mizoram-passes-begging-ban-bill-2025/ https://www.gujaratinside.com/2025/08/28/mizoram-passes-begging-ban-bill-2025/#respond Thu, 28 Aug 2025 07:13:32 +0000 https://www.gujaratinside.com/?p=17575 મિઝોરમ વિધાનસભાએ 27મી ઓગસ્ટે ‘મિઝોરમ પ્રોહિબિશન ઓફ બેગરી બિલ 2025’ પાસ કર્યું, જેના હેઠળ રાજ્યમાં ભિખ માગવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ કાયદાનો મુખ્ય હેતુ ભિખારીઓને માત્ર રોકવાનું જ નહીં, પરંતુ તેમને મદદ, રોજગાર અને પુનર્વસન દ્વારા સમાજમાં સ્થિર બનાવવાનો છે. સરકાર બિલ અંતર્ગત એક રાહત બોર્ડ રચશે અને એક રિસીવિંગ સેન્ટર સ્થાપિત કરશે, જ્યાં...

The post મિઝોરમમાં ભિખ માગવા પર પ્રતિબંધ: વિધાનસભામાં બિલ પાસ, ભિખારીઓના પુનર્વસન પર ભાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મિઝોરમ વિધાનસભાએ 27મી ઓગસ્ટે ‘મિઝોરમ પ્રોહિબિશન ઓફ બેગરી બિલ 2025’ પાસ કર્યું, જેના હેઠળ રાજ્યમાં ભિખ માગવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ કાયદાનો મુખ્ય હેતુ ભિખારીઓને માત્ર રોકવાનું જ નહીં, પરંતુ તેમને મદદ, રોજગાર અને પુનર્વસન દ્વારા સમાજમાં સ્થિર બનાવવાનો છે.

સરકાર બિલ અંતર્ગત એક રાહત બોર્ડ રચશે અને એક રિસીવિંગ સેન્ટર સ્થાપિત કરશે, જ્યાં ભિખારીઓને અસ્થાયી રીતે રાખીને 24 કલાકમાં તેમના રાજ્ય કે ઘરે પાછા મોકલાશે. સમાજ કલ્યાણ વિભાગના સર્વે મુજબ હાલ આઈઝોલમાં 30થી વધુ ભિખારીઓ છે, જેમાંથી મોટાભાગે બહારથી આવ્યા છે.

સમાજ કલ્યાણ મંત્રી લાલરિનપુઈએ જણાવ્યું હતું કે, મિઝોરમમાં હાલ ભિખારીઓની સંખ્યા ઓછી છે કારણ કે રાજ્યમાં મજબૂત સામાજિક માળખું, ચર્ચ અને NGOની મદદ તેમજ સરકારની કલ્યાણકારી યોજનાઓ છે. તેમ છતાં, ટૂંક સમયમાં શરૂ થનારી સાઈરાંગ-સિહમુ રેલવે લાઈનને કારણે બહારથી ભિખારીઓ આવવાનો ભય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી સપ્ટેમ્બરે આ રેલવે લાઈનનું ઉદ્ઘાટન કરશે.

વિપક્ષે આ બિલનો વિરોધ કર્યો હતો. મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) નેતા લાલચંદમા રાલ્ટેએ કહ્યું કે આ કાયદો રાજ્યની છબીને કલંકિત કરશે અને ખ્રિસ્તી ધર્મના મૂલ્યોને વિરુદ્ધ છે. તેમણે સમાજ અને ચર્ચની સંડોવણીને મજબૂત કરવાની સલાહ આપી.

મુખ્યમંત્રી લાલદુહોમાએ સ્પષ્ટ કર્યું કે આ કાયદાનો હેતુ ભિખારીઓને સજા કરવાનો નથી, પરંતુ ચર્ચ, NGO અને સરકારની સહાયથી તેમનું પુનર્વસન કરવાનું છે, જેથી મિઝોરમને ભિખારી મુક્ત રાજ્ય બનાવવામાં આવે.

 

The post મિઝોરમમાં ભિખ માગવા પર પ્રતિબંધ: વિધાનસભામાં બિલ પાસ, ભિખારીઓના પુનર્વસન પર ભાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/28/mizoram-passes-begging-ban-bill-2025/feed/ 0