#MNS Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/mns/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 27 Jul 2025 16:15:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #MNS Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/mns/ 32 32 13 વર્ષ બાદ રાજ ઠાકરેની માતોશ્રીમાં એન્ટ્રી, મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત https://www.gujaratinside.com/2025/07/27/raj-thackeray-meets-uddhav-thackeray-matoshree/ https://www.gujaratinside.com/2025/07/27/raj-thackeray-meets-uddhav-thackeray-matoshree/#respond Sun, 27 Jul 2025 16:15:06 +0000 https://www.gujaratinside.com/?p=15612 શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના જન્મ દિવસે (27 જુલાઈ) મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે માતોશ્રી નિવાસસ્થાને જઈને શુભેચ્છા પાઠવી. આ મુલાકાતને કારણે રાજ્યના રાજકારણમાં નવા સમીકરણોના એંધાણ મળ્યા છે. રાજ ઠાકરે છેલ્લે છ વર્ષ પહેલા માતોશ્રી ગયા હતા, જ્યારે તેમણે પુત્ર અમિત ઠાકરેના લગ્નનું આમંત્રણ આપ્યું હતું. તાજેતરમાં ઠાકરે બંધુઓ વચ્ચે વારંવાર મુલાકાતો...

The post 13 વર્ષ બાદ રાજ ઠાકરેની માતોશ્રીમાં એન્ટ્રી, મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના જન્મ દિવસે (27 જુલાઈ) મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે માતોશ્રી નિવાસસ્થાને જઈને શુભેચ્છા પાઠવી. આ મુલાકાતને કારણે રાજ્યના રાજકારણમાં નવા સમીકરણોના એંધાણ મળ્યા છે. રાજ ઠાકરે છેલ્લે છ વર્ષ પહેલા માતોશ્રી ગયા હતા, જ્યારે તેમણે પુત્ર અમિત ઠાકરેના લગ્નનું આમંત્રણ આપ્યું હતું.

તાજેતરમાં ઠાકરે બંધુઓ વચ્ચે વારંવાર મુલાકાતો થઈ રહી છે. મુંબઈના આઝાદ મેદાનમાં યોજાયેલી રેલીમાં બંને એક મંચ પર જોવા મળ્યા હતા. આ ઘટના બાદ રાજ ઠાકરે ફરી માતોશ્રી જઈને ઉદ્ધવને શુભેચ્છા પાઠવી, જે રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ મહિનાની શરૂઆતમાં સંયુક્ત મરાઠી વિજય રેલીમાં રાજે જણાવ્યું હતું કે, “હિન્દુત્વ પર કોઈનો એકાધિકાર નથી અને ભાજપે ઉપયોગ કરીને લોકો ફેંકી દેવાની નીતિ અપનાવી છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે હવે એકસાથે રહીને લડાઈ લડાશે.

બીજી તરફ, કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ઉદ્ધવ ઠાકરેને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે, “તમે સ્વસ્થ રહો, લાંબુ જીવો અને મહારાષ્ટ્રના લોકોના હિતોની લડાઈ સાથે લડીશું.”

The post 13 વર્ષ બાદ રાજ ઠાકરેની માતોશ્રીમાં એન્ટ્રી, મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/27/raj-thackeray-meets-uddhav-thackeray-matoshree/feed/ 0
રાજ ઠાકરેના નિવેદન સામે ગુજરાતીઓમાં ઉગ્ર રોષ, પાટીદાર સમાજ મેદાને https://www.gujaratinside.com/2025/07/20/raj-thackeray-sardar-patel-controversy-gujarat-protest/ https://www.gujaratinside.com/2025/07/20/raj-thackeray-sardar-patel-controversy-gujarat-protest/#respond Sun, 20 Jul 2025 14:15:10 +0000 https://www.gujaratinside.com/?p=15001 મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના વિવાદાસ્પદ નિવેદને ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં તોફાન મચાવી દીધું છે. એક જાહેર કાર્યક્રમમાં રાજ ઠાકરેએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. તેમના નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ભારે રોષ જોવા મળ્યો છે, ખાસ કરીને પાટીદાર સમાજ અને ગુજરાતી સંગઠનો...

The post રાજ ઠાકરેના નિવેદન સામે ગુજરાતીઓમાં ઉગ્ર રોષ, પાટીદાર સમાજ મેદાને appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના વિવાદાસ્પદ નિવેદને ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં તોફાન મચાવી દીધું છે. એક જાહેર કાર્યક્રમમાં રાજ ઠાકરેએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. તેમના નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ભારે રોષ જોવા મળ્યો છે, ખાસ કરીને પાટીદાર સમાજ અને ગુજરાતી સંગઠનો દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે.

મોરબીના પાટીદાર યુવા સેવા સંઘે A ડિવિઝન પોલીસ મથકે આવેદનપત્ર આપી રાજ્યમાં રાજ ઠાકરેનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. સમાજના આગેવાનો તથા નેતાઓએ રાજ ઠાકરેનાં નિવેદનને ‘અયોગ્ય’ ગણાવી તદ્દન નકાર્યા છે.

અમિત ચાવડાની પ્રતિક્રિયા

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કડક પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “સરદાર પટેલ સમગ્ર ભારતના નેતા છે. જો રાજ ઠાકરે ગુજરાતની ધરતી પર આવી રાજનીતિ લાવવા પ્રયત્ન કરશે તો તેનું યોગ્ય પ્રતિસાદ મળશે.”

રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા

રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે પણ જણાવ્યું હતું કે, “મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા રાષ્ટ્રીય નેતાઓ અંગે રાજકીય હેતુથી ટિપ્પણી કરવી યોગ્ય નથી. એ લોકોએ દેશ માટે બલિદાન આપ્યું છે.”

સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામબાપાએ પણ કહ્યું કે, “21મી સદીમાં પ્રાંતવાદના મુદ્દાઓ ઉછાળવા નહીં જોઈએ. રાજ ઠાકરે જેવા જવાબદાર નેતાએ આવી ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ.”

ગુજરાતભરમાં વિવાદના કારણે રાજ ઠાકરેથી સ્પષ્ટતા કરવાની માંગ ઉઠી રહી છે. હવે જોવાનું એ રહેશે કે તેઓ તેમની ટિપ્પણીઓ અંગે આગળ શું કહે છે.

The post રાજ ઠાકરેના નિવેદન સામે ગુજરાતીઓમાં ઉગ્ર રોષ, પાટીદાર સમાજ મેદાને appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/20/raj-thackeray-sardar-patel-controversy-gujarat-protest/feed/ 0
રાજ ઠાકરેએ સરદાર પટેલ અને ગુજરાતીઓ પર કરેલા વિવાદિત નિવેદનોથી રોષ https://www.gujaratinside.com/2025/07/19/anger-over-raj-thackerays-controversial-statements-on-sardar-patel-and-gujaratis/ https://www.gujaratinside.com/2025/07/19/anger-over-raj-thackerays-controversial-statements-on-sardar-patel-and-gujaratis/#respond Sat, 19 Jul 2025 13:22:55 +0000 https://www.gujaratinside.com/?p=14905 ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મરાઠીને બચાવવાના નામે એક થયા છે. જોકે હિન્દી વિરોધના નામે બંને નેતાઓ અવારનવાર ગુજરાત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. અગાઉ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર હતા ત્યારે પણ ગુજરાત, ગુજરાતના વેપારીઓ તથા ઉદ્યોગો વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા. હવે રાજ ઠાકરેએ ફરી ગુજરાત પર નિશાન સાધ્યું છે....

The post રાજ ઠાકરેએ સરદાર પટેલ અને ગુજરાતીઓ પર કરેલા વિવાદિત નિવેદનોથી રોષ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મરાઠીને બચાવવાના નામે એક થયા છે. જોકે હિન્દી વિરોધના નામે બંને નેતાઓ અવારનવાર ગુજરાત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. અગાઉ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર હતા ત્યારે પણ ગુજરાત, ગુજરાતના વેપારીઓ તથા ઉદ્યોગો વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા. હવે રાજ ઠાકરેએ ફરી ગુજરાત પર નિશાન સાધ્યું છે. આટલું જ નહીં લોખંડી પુરુષ સરદાર વલ્લભ પટેલ વિશે પણ વિવાદિત ટિપ્પણી કરી છે.

મીરા ભાયંદરમાં એક જાહેર સભામાં રાજ ઠાકરેએ દાવો કર્યો કે ગુજરાતી વેપારીઓ અને નેતાઓ દાયકાઓથી મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો ષડયંત્ર ઘડી રહ્યા છે. તેમણે આચાર્ય અત્રેના પુસ્તકનો ઉલ્લેખ કરીને કહ્યું કે,

“મને આઘાત લાગ્યો જ્યારે મેં વાંચ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે મુંબઈ મહારાષ્ટ્રને ન આપવાની તરફેણમાં પ્રથમ માંગણી કરી હતી.”

આ દાવા પછી રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને પાટીદાર નેતાઓ દ્વારા કડક પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.

મોરારજી દેસાઈ સામે પણ વિવાદિત આરોપ

રાજ ઠાકરેએ વિવાદ આગળ વધારતાં જણાવ્યું કે મોરારજી દેસાઈએ મહારાષ્ટ્રના આંદોલનો દરમિયાન મરાઠી લોકો પર ગોળીબાર કરાવ્યો હતો, જેનાથી અનેક લોકોના મોત નિપજ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- મુંબઈને અલગ કરશે તેના ટુકડા કરી નાંખીશું

બીજી તરફ રાજ ઠાકરેના ભાઈ ઉદ્ધવ ઠાકરેએ પણ દાવો કર્યો છે કે મુંબઈ દેશનું આર્થિક પાટનગર છે એ વાત લોકોને આંખના કણાની જેમ ખૂંચે છે. તેથી મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત લઈ જવાયા. મુંબઈ આર્થિક પાટનગર તરીકે વિકસી રહ્યું છે તેથી અમદાવાદ માટે બુલેટ ટ્રેન શરૂ થઈ રહી છે.

અગાઉ પણ ગુજરાત વિરુદ્ધ નિવેદનો

આ પહેલા પણ રાજ ઠાકરે વરલીની સભામાં ગુજરાતીઓ સામે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “તમારી પાસે વિધાનસભાની સત્તા હશે, પણ અમારી સત્તા રસ્તા પર છે.” તેમણે જણાવ્યું હતું કે, “મીરા રોડ પર એક વ્યક્તિએ ગુજરાતી વ્યક્તિને થપ્પડ મારી, પરંતુ શું તેની પર લખેલું હતું કે તે ગુજરાતી છે?” રાજ ઠાકરેએ ચેતવણી આપી કે જો કોઇ નાટક કરશે તો “કાનની નીચે બજાવવી પડશે”.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું – “હા, અમે ગુંડા જ છીએ”

ફડણવીસના ગુંડાગીરી સંબંધિત નિવેદન પર જવાબ આપતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “જો પોતાની ભાષા માટે લડવું એ ગુંડાગીરી હોય તો હા, અમે ગુંડા છીએ.” તેમણે જણાવ્યું કે ગુજરાતમાં પટેલોને ભડકાવી અને તેમના સત્તા લાભ માટે હાંસિયે ધકેલી દેવામાં આવ્યા છે.

નિકર્ષ

રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના તાજેતરના નિવેદનો ફરી એકવાર મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેની રાજકીય તણાવભરી ભાષા અને અભિવ્યક્તિ પર પ્રશ્નચિહ્ન ઉભા કરે છે. સરદાર પટેલ જેવા રાષ્ટ્રીય નેતા અંગેના વિવાદિત ટિપ્પણીઓ માત્ર ઇતિહાસના ભ્રમિત વિવેચન પૂરતાં સીમિત નથી રહી, પરંતુ તેના કારણે સામાજિક અને રાજકીય તોફાન ઊભું થવાની શક્યતા છે.

The post રાજ ઠાકરેએ સરદાર પટેલ અને ગુજરાતીઓ પર કરેલા વિવાદિત નિવેદનોથી રોષ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/19/anger-over-raj-thackerays-controversial-statements-on-sardar-patel-and-gujaratis/feed/ 0